બસ તું જ - 5

 બસ તું જ - 5 



વિદ્યા બીજે દિવસે સામેથી કોલેજમાં પ્રીતેશ ને આવીને મળી અને તેને કહ્યુ,

         “હાય પ્રીતું ....

         પ્રીતેશ તો એકદમ ખુશ થઇ ગયો અને બોલી ઉઠયો,

         “થેન્ક ગોડ વિદ્યા તુ માની ગઇ. તને ખબર છે તારા નારાજ થઇ જવાથી હુ કેટલો પરેશાન થઇ ગયો હતો. પળ પળ કયાંય પણ ચેન ન હતુ. મનમાં ખુબ જ ખરાબ ખરાબ વિચારો આવી રહ્યા હતા. કાંઇ ગમતુ જ ન હતુ.”

         “હેય પ્રીતેશ એક કોલેજ ફ્રેન્ડ માટે આટલુ બધુ???”

         “વિદ્યા, તુ મારી એક કોલેજ ફ્રેન્ડ જ નથી. આઇ એમ ઇન લવ વીથ યુ. તુ મારી જીંદગી છો યાર. હુ તને આ વાત કેટલા દિવસથી કહેવા માંગતો હતો. પરંતુ કોઇ દિવસ હિમ્મત જ થતી ન હતી તને કહેવાની. હુ તારો જીંદગીભર સાથ નિભાવવા માંગુ છુ. કેન યુ મેરી વિથ મી?”

         “ઓહ, કમ ઓન યાર. અત્યારે લગ્નના વિચારો કરવાના ન હોય. અત્યારે આપણી ઉંમર કોલેજ લાઇફ માણવાની હોય. પછી પડી છે ને, આખી જીંદગી લગ્ન કરીને સંસાર વસાવવાની. અત્યારથી આવુ કાંઇ વિચારવાનુ જ નહિ.”

         “વિદ્યા, આઇ લવ યુ સો મચ. હુ જીંદગીભર તારી સાથે રહેવા માંગુ છુ. શુ તુ મારા પ્રેમનો સ્વીકાર કરે છે?”

         “જો પ્રીતેશ હુ આ પ્રેમ અને બધી વાતોમાં બહુ વિશ્વાસ નથી કરતી. પરંતુ તુ મારા પ્રત્યે આટલી બધી લાગણી દર્શાવે છે, ત્યારે હુ તેનો સ્વીકાર કરુ છુ. આપણે ખુબ જ સારા મિત્ર બનીને રહીશુ અને જયારે મારા દિલમાં પણ કોઇ એવી લાગણી થઇ આવશે તો હુ તને જરૂર, જરૂર અને જરૂરથી કહીશ.”

         “વિદ્યા પ્રેમ એ કોઇ માનવા ન માનવાની વસ્તુ નથી. પરંતુ તારા દિલમાં એવી લાગણી નથી તો હુ એક દિવસ જરૂરથી જગાવીને રહીશ. મારા પ્રેમમાં એ તાકાત છે” આટલુ પ્રીતેશ બોલ્યો ત્યાં તો કોલેજનો બેલ વાગ્યો એટલે તે વિદ્યાનો હાથ પકડીને કલાસ રૂમ તરફ જવા લાગ્યો. વિદ્યા તેના શબ્દો સાંભળીને શુન્યમસ્તક થઇને તેની સામે જોતા જોતા તેની સાથે ચાલવા લાગી. તેને અચાનક પ્રીતેશ  સ્પર્શ ગમવા લાગ્યો. તેના મનમાં કોલેજના લેકચર દરમ્યાન દિલ અને દિમાગ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યુ કે આખરે પ્રીતેશ ના શબ્દો સાચા છે કે ખાલી તેને ફસાવવા માટેનુ ખાલી ચક્રવ્યુહ છે. તેની આંખમાં કાંઇક એવુ કે વિદ્યા  તેની તરફ ખેંચી રહ્યુ હતુ. પરંતુ તેને ફરીથી સ્કુલમાં તેની ખાસ સખી સાથે ઘટી ગયેલી ઘટના આઁખ સામે તાજી થઇ ગઇ.

               *****************

         “વિદ્યા ઓ વિદ્યા, કયાં છો તુ? જલ્દી આવ મોડુ થાય છે સ્કુલે જવા માટે. ફરીથી મેડમ તારા હિસાબે મને પણ બેન્ચ પર ઉભી રાખશે અને પછી આખો કલાસ મારી પણ હાંસી ઉડાવશે.”

         “અરે મનીષા  હજુ તો સાડા અગિયાર થયા છે. હજુ એક કલાકની વાર છે તુ કયાં અત્યારમાં ઉડાઉડ કરી રહી છો.”

         “ભુત, તુ જલ્દી તૈયાર થઇ જા તેને ટ્રાફિકની તો ખબર છે ને. અત્યારે પાંચ મિનિટ વહેલુ પહોંચવુ સારુ અને મને ખબર જ હોય તુ તૈયાર નહિ હોય એટલે હુ વહેલી આવી. હવે જલ્દીથી દોડીને તૈયાર થઇ આવ”

         “ઓ.કે પાંચ મિનિટમાં હુ આવુ છુ.”

         ****************

         “અરે પહેલા તો બહુ ઉતાવળ ઉતાવળ કરતી મારતે ઘોડે મારા ઘરે આવી અને અહીં રસ્તામાં કયા આ સ્કુટી ઉભુ રાખી દીધુ?”

 

          “મારે જરાક કામ છે તો તુ અહીં બે મિનિટ ઉભી રહે હુ હમણા આવુ છુ.” આમ કહી મનીષા  તો દોડતી સામે રહેલા વૃક્ષ પાછળ જતી રહી પંદર મિનિટ બાદ તે દોડતી દોડતી ખુશ થતી થતી આવી અને ફટાફટ સ્કુટી ઝડપથી ફુલ સ્પીડે સ્કુલ તરફ લઇ લીધુ. તેની સ્પીડ એટલી વધારે હતી કે વિદ્યા કાંઇ પુછી જ ન શકી. માંડ શાળાનો બેલ વાગ્યો ત્યારે તેઓ પહોંચી શકયા. બેલ વાગી ગયો એટલે તેઓ ઝડપથી પોતપોતાના ક્લાસ રૂમ જતી રહી. મનીષા  “એ” વર્ગમા હતી અને વિદ્યા  “બી” માં એટલે તેઓ અલગ અલગ કલાસમાં હતા. છેક ત્રણ વાગ્યે રિસેષ પડી એટલે વિદ્યા મનીષા  પાસે લંચ બોકસ લઇને આવી અને તેને પુછ્યુ,

         “મનીષા  તુ રસ્તામાં આટલી બધી વાર ત્યા શુ કરવા ગઇ હતી?”

         “અરે કાંઇ નહિ એ તો મારા એક કઝીનને મારુ કામ હતુ એટલે હુ તેને જરા મળવા ગઇ હતી.”

         “તારો વળી ક્યો કઝીન? તારા કોઇ રીલેટીવસ ક્યા અહી રહે છે.”

         “અરે એ તો મારો કઝીન અહી એક એકઝામ માટે તેના ફ્રેન્ડના ઘરે આવ્યો હતો.”

 

         “ઓ.કે.”

 

         પછી તો આ રોજનુ બની ગયુ. થોડા થોડા દિવસે બપોરે કે સાંજે અલગ અલગ જ્ગ્યા પર સ્કુટી રોકીને મનીષા  ક્યાક જતી રહેતી. વિદ્યા  તને પુછતી તો તે વસ્તુ લેવી અને ફ્રેન્ડને મળવા જવુ અને બીજા અલગ અલગ બહાના કાઢતી રહેતી. વિદ્યાને શંકા તો થતી પરંતુ તેની પાસે કોઇ પુરાવો ન હતો. એકાદ વખત વિદ્યા એ તેનો પીછો પણ કર્યો પરંતુ તે ઝડપથી કયાંક અદ્રશ્ય થઇ ગઇ.

 

         વેકેશનમાં એક દિવસ મનીષા ની પાડોશી હેતલ તેને એક બુક આપી ગઇ. મનીષા  તેને આપવા કહ્યુ એમ કહીને. વિદ્યા એ તે ખોલી તો એક ડાયરી હતી.

 

         પ્રિય સખી વિદ્યા ,

 

         તુ આ ડાયરી વાંચીશ ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હશે. મારાથી એક બહુ મોટી ભુલ થઇ ગઇ છે. તુ મારી ખાસ સખી છો એટલે હુ તને બધુ કહી શકુ છુ. બાકી બીજા કોઇને કહેવાય તેવી વાત નથી. એન્ડ સોરી મે આ વાત તારાથી પણ છુપાવી તુ રોજ રોજ મને પુછતી છતાંય મે તારાથી બધુ છુપાવ્યુ. બની શકે તો મને માફ કરી દેજે. મને ખુબ જ પસ્તાવો થઇ રહ્યો છે. પરંતુ હવે હુ કાંઇ કરી શકતી નથી મારી સાથે બહુ મોટો દગો થયો છે.

 

         અમારી ઘરની પાછળની કોલોનીમાં રહેતો ગર્ભ શ્રીમંત કેયુરે મને ફસાવી તેની પૈસાની લાલચમાં આવીને તેના છળને હુ પ્રેમ સમજી બેઠી. અને તેને હુ તેની ચીકણી ચીકણી વાતો અને તેના પૈસાના મોહમાં હુ મારુ સર્વસ્વ આપી બેઠી અને તેની વાસના પુરી થઇ જતા મને તરછોડી દીધી. મારી સાથે બહુ મોટો દગો થયો. હવે મને ઓળખતો ન હોય તેવી રીતે વર્તે છે. મારો ઉપયોગ કરીને મને છોડી દીધી.

 

         હુ પ્રેગનેંટ છુ અને કોઇને મોઢુ બતાવવા લાયક રહી નથી એટલે હુ આત્મહત્યા કરી રહી છુ. મને બીજો કોઇ રસ્તો સુઝતો જ નથી. આઇ એમ સોરી. પ્લીઝ મારા ઘરે જઇને મારા માતા પિતાને સંભાળી લેજે.

વધુ આવતા અંકે 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2