બસ તું જ - 6

 બસ તું જ - 6



આટલુ વાંચ્યુ તો વિદ્યાના પગ ઢીલા પડી ગયા અને તે પરસેવે રેબઝેબ થઇ ગઇ. તેને કાંઇ સમજ પડતી ન હતી. તે સીધી દોડીને મનીષા ના ઘરે ગઇ ત્યાં તો તેની લાશ પડેલી હતી અને આખી કોલોની ત્યાં એકઠી થઇ હતી. તેના માતા પિતા અને પરિવાર ખુબ જ મોટે મોટેથી રડી રડયા હતા.

         ***************************

         નજર સમક્ષ તે દ્રશ્ય તાજુ થઇ ગયુ એટલે વિદ્યા એ મનોમન નક્કી કરી લીધુ.

         “હુ મુર્ખ જરાય નથી. પ્રીતેશની ચીકણી ચુપણી વાતોમાં જરાય ફસાઇ જ નહિ. તેને ખબર નથી કે વિદ્યા શુ ચીજ છે. હુ તેને બરાબરનો મજા ચખાડીશ.” મનીષા ની યાદ આવી જતા આઁખનો ખુણો ભીનો થઇ ગયો અને તે લેકચર અધુરા છોડીને ઘરે જતી રહી.

         બપોરે પ્રીતેશ નો મેસેજ આવ્યો.

         “કેમ યાર આમ અચાનક કોલેજ છોડીને ઘરે આવતી રહી? એની પ્રોબ્લેમ? હુ તારી પાછળ આવ્યો હતો ત્યાં તો તુ રીક્ષા પકડીને જતી રહી.”

         “કાંઇ નહિ પેટમાં બહુ જ દુ:ખતુ હતુ એટલે આવતી રહી ઘરે.”

         “ઓ.કે. ટેક રેસ્ટ.”

         વિદ્યા સ્માઇલી મોકલીને ઓફ લાઇન થઇ ગઇ. તેને નક્કી જ કરી લીધુ કે તે પ્રીતેશની જાળમાં તેને જ ફસાવશે અને તેના પૈસે કોલેજ લાઇફ એન્જોય કરીને તેને છોડી દેશે.

         તે હવે સાવધાની પુર્વક પ્રીતેશ  સાથે મિત્રતા આગળ વધારવા લાગી અને તેના પૈસા તે જલસા કરવા લાગી. પ્રીતેશ તેને દિલથી સાચો પ્રેમ કરતો હતો. પરંતુ વિદ્યા તેના પ્રેમ ને સમજવા માટે જરા પણ તૈયાર ન હતી. તેના માટે પ્રીતેશ માત્ર એક રમકડુ જે તેના પર લખલુટ પૈસા વાપરતો અને તેના બધા કામ પણ દોડી દોડીને કરી આપતો. મીરાને વિદ્યાનુ આવુ વર્તન જોઇ ખુબ જ દુ:ખ થતુ પરંતુ વિદ્યા તેની કોઇ પણ વાત સાંભળવા તૈયાર જ ન હતી. કોલેજના દિવસો આમ જ પુરા થઇ ગયા. પ્રીતેશ ના દિલમાં દુ:ખ હતુ કે તે વિદ્યાનો પ્રેમ ન મેળવી શક્યો અને હવે તેનાથી દુર જવાનુ હતુ.

         તેને તેના મામાના ઘરે સોમાલિયા જવાનુ હતુ. તેની ફેકટરીમાં થોડી હેલ્પ કરાવવા માટે અને પછી છ સાત મહિના બાદ તેના પપ્પાનો બિઝનેશ સંભાળી લેવાનો હતો. તેના મામા સોમાલિયા રહેતા હતા અને કોલેજ પુરી થયે બીજા દિવસની જ ટિકિટ હતી. આથી છેલ્લા દિવસે ફેરવેલ ફંકશન પુરુ થતા તે વિદ્યા ને મળવા આવ્યો. વિદ્યા ને પણ ખબર હતી કે પ્રીતેશ આવતી કાલે જતો રહેવાનો હતો. આથી તે આખરી દાવ ખેલી લેવા તૈયાર જ હતી.

         “વિદ્યા  હુ કાલે સોમાલિયા જતો રહેવાનો છુ અને છ સાત મહિના સુધી કદાચ અહીં પાછો નહિ આવી શકુ.”

         “આઇ ક્નો પ્રીતુ મને પણ એ વાતનુ દુ:ખ છે કે આપણે હવે નહિ મળી શકીએ. તારા સાથે વિતાવેલ દિવસો હુ કયારેય ભુલી શકુ એમ નથી.” દુ:ખી થવાના નાટક સાથે વિદ્યાએ કહ્યુ.

         “હા, હુ પણ ખુબ જ ઉદાસ છુ. તારા વિના હુ નહી રહી શકુ. તારા વિના પળ પળ કાપવી ખુબ જ આકરી લાગશે. પરંતુ પપ્પાએ જીદ કરી ધરાર ટિકિટ કપાવી નાખી. બસ એક આખરી વાર હુ તને પુછુ છુ. શુ તુ મારી સાથે લગ્ન કરવા માંગે છે? મને જીવનભર સાથ આપવા માંગે છે?”

         “હા પ્રીતુ  હા. આઇ વીલ મેરી યુ. આજ સુધી હુ તારા પ્રેમને ન સમજી શકી. તારા જવાના સમયે મને પણ અહેસાસ થાય છે કે હુ તને પ્રેમ કરુ છુ.” વિદ્યાની વાત સાંભળી પ્રીતેશ ખુશીથી ઝુમી ઉઠ્યો અને વિદ્યાને ગોદમાં ઉઠાવી બોલ્યો.

         “થેન્ક્યુ સો મચ વિદ્યા. થેન્ક્યુ વેરી મચ. હુ પાછો આવીને બધી તૈયારી કરી તારા ઘરે જાન લઇ આવી જઇશ તુ તૈયાર રહેજે. હુ બધી તૈયારી કરી લઇશ.”

         વિદ્યા એ પોતાનો આખરી દાવ રમી લીધો. તેને ખોટે ખોટે હા પાડી દીધી. હવે ભલે તે છ મહિના સુધી સપનાના મહેલ રચ્યા કરે. છેલ્લે એવો ફટકો આપશે કે તેનો મહેલ એક ઝટકામાં ચકનાચુર થઇ જશે. વિદ્યા  પોતાની ચતુરાઇ પણ ખુબ જ ખુશ થઇ ગઇ.

         બીજે દિવસે પ્રીતેશ ને સી ઓફ કરવા. મીરા સાથે વિદ્યા પણ એરપોર્ટ પર ગઇ અને ખોટે ખોટા આંસુ સાથે પ્રીતેશને બાય બાય કહી દીધુ. તે ખુબ જ ખુશ હતી. તેને બધી બાજી જીતી લીધી હતી. ઘરે આવીને પોતાનુ સીમ કાર્ડ બદલાવી નાખ્યુ અને તેની ફ્રેન્ડ મીરાને પણ નવા નંબર પ્રીતેશ ને આપવાની ના પાડી દીધી. પ્રીતેશ  બિચારો સોમાલિયાથી વિદ્યા ને કોન્ટેક કરવાની ઘણી ટ્રાય કરતો પરંતુ કોઇ જાતનો કોન્ટેક થઇ શકતો ન હતો. તે વિરહની વેદના અને ઉદાસી સાથે માંડ દિવસ પસાર કરતો હતો.

         આ બાજુ વિદ્યા એ પોતાની જ્ઞાતિમાંથી તેની પિતાજીની પસંદના છોકરા સાથે સગાઇ કરી લીધી અને તેની સાથે સમય પસાર કરવા લાગી.

         છ મહિના વિતી ગયા એટલે પ્રીતેશ તો ફટાફટ ત્યાંથી નીકળી ગયો અને સીધો બીજે જ દિવસે વિદ્યા ને મળવા તેના ઘરે ગયો ત્યારે વિદ્યા ના લગ્નની તૈયારીઓ તેના ઘરે થઇ રહી હતી. પ્રીતેશ  બધી વાતથી અજાણ પોતાના પ્રેમને મળવાની ખુશીમાં એકદમ ખુશ થઇ રહ્યો હતો. તે આજે હવામાં ઉડી રહ્યો હતો.

         “વિદ્યા ક્યા છે? મારે તેને મળવુ છે.” વિદ્યા ની કઝીન નિક્કી આવી એટલે પ્રીતેશ એ તેને પુછ્યુ

         “દીદી તો પાર્લર ગયા છે”

         “ઓ.કે. કોના લગ્ન છે અહીં? અને કયારે આવશે. વિદ્યા ?”

         “દીદીના જ કાલે લગ્ન છે અને તે તો હવે સાંજે જ આવશે.” આટલુ બોલીને નિક્કી જતી રહી. હાથમાં રહેલી ગિફટસ બધી નીચે પડી ગઇ અને પ્રીતેશ  ભાંગી પડયો. આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. કોઇ જોઇ ન જાય એટલે તે ભાંગેલા હૈયે કારમાં બેસી ગયો. વિદ્યા એ બહુ મોટો દગો કર્યો તેની સાથે. છેલ્લે હા પાડીને તેને દિલમાં આશા જગાવીને છોડી દીધો. તેને વિચાર આવ્યો કે કદાચ તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હોય. વિદ્યા ના તો કોઇ કોન્ટેક નંબર ન હતા. આથી તેને મીરાંને ફોન કર્યો. મીરાંએ તેને બધી હકીકત કહી દીધી. હવે તો વિદ્યા ના લગ્ન થવાના હતા. હવે કોઇ વસ્તુ છુપાવવાનો કોઇ ફાયદો ન હતો. મીરાંની વાત સાંભળીને પ્રીતેશનુ હૈયુ ભાંગી પડયુ. તેને દિલોજાનથી જેને ચાહી હતી તેણે તેની સાથે આવડો મોટો ખેલ ખેલ્યો. પ્રેમમાં મળેલો આવો દગો તે ખમી શક્યો નહિ. તેને પોતાની કારને પુરપાટ દોડાવી મુકી તેનુ હૈયુ સાવ ભાંગી ચુક્યુ હતુ. તેને કોઇ ભાન રહ્યુ અને અને કારને ખાઇમાં પડતી મુકી સદાઇ માટે દુનિયા છોડીને જતો રહ્યો.

         લગ્નની ઉજવણીમાં વિદ્યા તો છાપુ વાંચવા અને સમાચાર સાંભળવા માટે તેને જરા પણ ફુરસદ ન હતી. લગ્નના પંદર દિવસ બાદ મીરા એક દિવસ તેને મળવા આવી,

         “વિદ્યા તુ તો બહુ જ ખુશ છો ને?”

         “હા યાર દીપેશ ખુબ જ લવિંગ એન્ડ કેરિંગ હસબન્ડ છે. પણ તુ કેમ ઓંચિતા આમ પુછે છે? આવને તુ પહેલા બેસ. તારા માટે કાંઇક બનાવુ.”

         “તારા જેવાના ઘરનુ મારે કાંઇ પણ લેવુ નથી.”

         “કેમ આવી વાતો કરે છે મીરુ. શુ થઇ ગયુ તને?”

         “વિદ્યા પ્રીતેશ  ઇઝ ડાઇ. તે તેનો ભોગ લીધો. તેના સાચા પ્રેમ સાથે રમત રમીને તેનો ભોગ લીધો.” રડતા રડતા મીરા દરવાજા પાસે ફસડાઇ પડી.

         “વોટ?” વિદ્યા  મીરાની વાત સાંભળી સ્પીચલેશ થઇ ગઇ.

         “હા વિદ્યા  હા. તને તેના પર વિશ્વાસ જ ન હતો તો તેની સાથે આવી રમત રમવાની શી જરૂર હતી? તારે તેનાથી દુર રહેવુ હતુ. તારી આ ભયાનક રમતે બિચારાનો ભોગ લીધો અને તેના પરિવારે એક નો એક દીકરો ગુમાવ્યો. પ્રીતેશ જેવો પ્રેમી કોઇ નસીબદારને જ મળે. તે તેના સાચા પ્રેમને કયારેય સમજવાની કોશિષ પણ ન કરી.” આટલુ બોલીને મીરા જતી રહી અને જતા જતા કહેતી પણ ગઇ કે આપણી ફ્રેન્ડશીપ હવે ખત્મ હવે કયારેય મને પણ કોન્ટેક ન કરજે.


                        સમાપ્ત 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2