વર્ક મેનેજમેન્ટ

 

કામનુ આયોજન (વર્ક મેનેજમેન્ટ):



            સવારથી સાંજ સુધી આપણે અનેક કાર્યો તથા જવાબદારીથી ઘેરાયેલા રહીએ છીએ. આપણે એક સામાજીક પ્રાણી છીએ. જીવનમાં એટલા બધા કાર્યો છે કે જીંદગી માણવા, શોખ પુરા કરવા કે પરિવાર માટે સમય મળતો જ નથી. બસ ફરિયાદો જ રહી જાય છે. આપણી ફરિયાદો સાથે આસપાસના લોકોની ફરિયાદો સાથે જ જીવન પુરુ થઇ જાય છે. એક માણસ અને હજારો કાર્યો. મધ્યમ વર્ગીય લોકો પાસે એટલા કામ કરવા વાળા માણસો પણ નથી. મોટા ભાગના કાર્યો આપણે જાતે જ કરવાના રહે છે. આપણી પાસે એવી કોઇ દૈવી શક્તિ પણ નથી કે જેનો ઉપયોગ કરીને આપણે ફટાફટ જવાબદારી મુક્ત બની જઇએ. એવી કોઇ શક્તિ મળી જાય તો!! હા, દરેક જગ્યાએ જ્યાં પ્રશ્ર છે ત્યાં તેનો કોઇ ને કોઇ જવાબ કયાંક છુપાયેલો જ હોય છે. જે માત્ર શોધવાની જ જરૂર હોય છે. એકવાર જવાબ મળી જાય ત્યાર બાદ બધુ સરળ બનતુ જાય છે. પરંતુ આવો જવાબ છે કયાં? જીંદગીની દરેક ગુંચવણનો ઇલાજ આયોજનમાં જ રહેલો છે. કાર્યના બોજને સરળ બનાવવા માટે તેનુ વ્યવસ્થિત આયોજન કરવુ ખુબ જ જરૂરી છે. આજે આપણે જીવનમાં રહેલા અનેક કાર્યોનુ વ્યવસ્થિત આયોજન કરતા શીખીએ તો જીવન સરળ બની જાય છે. તો થઇ જાઓ તૈયાર કાર્ય આયોજન માટે.

કાર્યનુ આયોજન:

        આપણે આપણા જીવન સાથે સંકળાયેલ કાર્યોને ચાર શ્રેણીમાં વિભાજીત કરીએ,

1. પ્રથમ: જાત પ્રત્યેના કાર્યો(પર્સનલ કાર્યો):

                જીવનમાં સૌથી મહત્વના કાર્યો હોય તો પર્સનલ કાર્યો. સવારે ઉઠીને નાહવુ, તૈયાર થવુ જાતને સવારવી સિવાય પોતાના શોખ, ગમતી વસ્તુ માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે. જાત પ્રત્યે સમય આપી ન શકાય તો નકામુ છે. કંઇક ઘટતા રહેવાની લાગણી હમેંશા સતાવતી રહે છે. જાતને યોગ્ય સમય ન આપવાથી બિમારીનો ભોગ પણ બની શકાય છે.

                પોતાની જાત પ્રત્યેના કાર્યો હમેંશા આનંદદાયી હોય છે. આથી કોઇ જાતના ટેન્શન વિના હસતા હસતા જાત પ્રત્યેના કાર્યો કરવા જોઇએ. તેના સિવાય દિવસમાં ફુરસતનો સમય ટી.વી કે મોબાઇલ સિવાય શોખ માટે ફાળવવો જોઇએ. જેથી મન હમેંશા ખુશ જ રહે છે અને જીંદગીની માણી શકાય છે.

2. દ્રીતિય: ઘરનુ કાર્ય કે ફેમિલી માટેના કાર્યો:

                આજકાલ સ્ત્રી હોય કે પુરુષ દરેકને ઘરની જવાબદારી રહેલી છે. સ્ત્રીઓ રસોઇ અને ગૃહના અન્ય કાર્યો સંભાળે છે તો પુરુષો ને ઘરના નાણાકીય અને બજારના તથા બીજા ઘણા બોજ સંભાળવાના રહે છે. આ જવાબદારી ફરિજયાત છે. આ સિવાય બધાને એકબીજા સાથે મદદરૂપ પણ થવાનુ છે. ઘરના કાર્યોને યોગ્ય રીતે નિભાવવાથી પરિવાર સુખાકારી રીતે જીવી શકે છે. જીવન આરામદાયક રીતે પસાર થઇ શકે છે. પરંતુ તે કેવી રીતે કરવુ? સમયના અભાવથી બેલેન્સ જાળવી રાખવુ ખુબ ન મુશ્કેલ બને છે.

                ઘરના કાર્યોનુ આયોજન માટે ડાયરી નિભાવવી એ સર્વ શ્રેષ્ઠ રીત છે. જીવનમાં જરુરી કાર્યોને વર્ષ, મહિના, અઠવાડિયા કે દિવસ પ્રમાણે વિભાગમાં નોંધ કરીને દરરોજ જરૂરી અને ફરજિયાત કાર્યો પહેલા કરી લેવા જોઇએ. બિનજરૂરી અને નકામા કાર્યો ટાળવા જોઇએ. આમ, ઘરની વ્યવસ્થા સુચારુ રીતે ચાલશે. ગૃહિણીઓએ પણ એક બે દિવસ અગાઉ જ રસોઇ અને અન્ય કાર્યોનુ આયોજન કરી તે મુજબ શોપિગ અને જરૂરી સગવડોને વહેલા જ પ્રાપ્ત કરી લેવી જોઇએ. નાણાકીય જવાબદારી માટે પણ અગાઉથી આયોજન કરવાથી સમય આવે નાણા ભીડનો પ્રશ્ન રહેતો નથી. આમ કરવાથી સમયની બચત તો થાય છે સાથે સાથે કાર્ય કરવાની મજા પણ આવે છે. આવી રીતે આયોજનપુર્વક કરેલા કાર્યો શ્રેષ્ટતમ પરિણામ આપે છે અને સમયની ઘણી બધી બચત થાય છે. કોઇ કાર્ય ભુલવાની શકયતા રહેતી નથી. સમયસર બધા જ કાર્યો થઇ જાય છે. ઘર પરિવાર બધા ખુશ થઇ શકે છે. કાર્યને હિસાબે થતા પારિવારીક ઝઘડા પણ અટકે છે.

3. તૃતીય : ઓફિસ કે નોકરીને લગતા કાર્યો



                ઘર સિવાય બીજી મહત્ત્વની જવાબદારી ઓફિસની હોય છે. નોકરિયાત કે ધંધાદારી વર્ગ માટે તેની જવાબદારી ખુબ જ મહત્વની હોય છે. વ્યવસાયિક સ્થળે યોગ્ય આયોજનપુર્વક કાર્ય કરવાથી સફળતા મેળવી શકાય છે અને ઉચ્ચ નામના મેળવી શકાય. નોકરિયાત સ્ત્રીઓ માટે યોગ્ય આયોજનપુર્વક કાર્યો કરવાથી બેવડી જવાબદારીમાં બેલેન્સ જાળવી શકાય છે. તો ચાલો ઓફિસના કાર્યો વ્યવસ્થિત આયોજનપુર્વક કરતા શીખીએ,

                ઓફિસના દરેક નાના મોટા કાર્યો કુનેહ પુર્વક કરવા જોઇએ. અને કાર્યોને ટાળવાની વૃત્તિ ન રાખવી જોઇએ. કામના ઢગલા થાય કે ટેન્શન આવે તે પહેલા જ સમયપુર્વક દરેક કાર્યો પુરા કરી લેવા જોઇએ. આવી એક વાર આદત પાડવાથી સમયસર અને સારી રીતે કાર્ય થઇ શકે છે. જેવુ કામ હાથ પર આવે તેવુ પાર પાડવાની આદત પાડવી જોઇએ. ક્યારેક ઘણા બધા કાર્યો એક સાથે આવી જાય તો પણ ટેન્શન રાખ્યા વિના જરૂરીયાતના ક્રમ પ્રમાણે કાર્યો પાર પાડવા જોઇએ. આ સિવાય સતત આપણી જાતને અપડેટ કરતા રહેવી જોઇએ. દિવસે દિવસે પરિવર્તનો આવતા જાય છે. તેમ ઓફિસના કાર્યોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે. તે બધુ આપણે શીખતા જવુ જોઇએ. નવુ નવુ શીખતા રહેવાથી ઉત્સાહ પણ વધતો જાય છે. અને આમ કરવાથી આપણે દરેક નવા કાર્યો ટેન્શન રહેતુ નથી અને ફટાફટ કાર્યો પાર પડતા જાય છે. આવી રીતે ઓફિસમાં યોગ્ય આયોજનપુર્વક કાર્યો કરવાથી સમયની બચત પણ થાય છે અને પ્રગતિની તકો પણ વધી જાય છે.

4. ચતુથ: સામાજિક કાર્યો

                ઘર ઓફિસ સિવાય આપણી સૌની સામાજીક જવાબદારી પણ રહેલી છે. સગા વહાલા, સ્નેહીઓ પ્રત્યે આપણી ખાસ જવાબદારીઓ રહેલી છે. તેઓને મદદરૂપ થવુ અને તેઓ સાથે સંબંધ ટકાવી રાખવા માટે મહેનત કરવી ખુબ જ જરૂરી છે. જીવનમાં બધાને એકબીજાની મદદની જરૂર પડે છે. એકબીજાની સહાયથી જ જીવન ટકી રહે છે. માણસ સામાજીક પ્રાણી છે અને સમાજ અને સગા વહાલા સિવાય તેનુ અસ્તિત્ત્વ ટકાવવુ ખુબ જ મુશ્કેલ છે.

                સમાજ સાથે અને સગા સંબંધીઓ સાથે સંબંધ ટકાવી રાખવા માટે જરૂરી છે હળવા રહેવુ. બધા સાથે મીઠાશ અને સ્મિત સાથે વાત કરવાથી લોકોને આપણા ઓછા વધુ કામ કરતા સ્નેહ સ્પર્શી જાય છે. પ્રેમ અને સ્નેહ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આમ સમાજ સાથે સંબંધ આસાનીથી ટકાવી શકાય છે. આપણે બને એટલો સમય બીજાની મદદ માટે કાઢવો જોઇએ અને કયારેક સમય આપવો શક્ય ન બને તો સ્નેહ તો જરૂરથી રાખવો જોઇએ. રજા અને ફુરસદના સમયમાં સમાજ પ્રત્યેની આપણી જવાબદારી પુર્ણ કરતા રહેવી જોઇએ.

                જીવનમાં દરેક વસ્તુનુ યોગ્ય આયોજન કરવાથી ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય છે. તો આજે જ કાર્યનુ યોગ્ય આયોજન કરવાની આદત બનાવીએ અને આપણા જીવનને સરળ, સુંદર અને ખુશહાલ બનાવીએ.

                                       :અસ્તુ:

Comments

  1. ખુબજ ઉપયોગી અને સ્માર્ટ વર્ક નું આયોજન. ખુબજ ગમ્યું. જીવન માં ખુશી મેળવવા હર કોઈ સતત મહેનત કરે છે જીવન સરળ અને સુખમય બનાવવા ખુશી કેટલી મોટી આવે છે એ મહત્વનું નથી પરંતુ કેટલી વખત આવે છે એ જરૂરી છે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2