આત્મહત્યા

આત્મહત્યા  


શિલ્પાએ આ વર્ષે ધોરણ દસની પરિક્ષા આપી હતી અને હવે તેનુ બે મહિનાનુ વેકેશન પુરુ થવાનુ હતુ. શિલ્પાના દસમાં બોર્ડના પરિણામને હવે માત્ર એક અઠવાડિયુ બાકી હતુ. પરિણામ આવવાનુ છે એવુ જયારથી ખબર પડી ત્યારથી તે ખુબ જ ઉદાસ રહેતી હતી. વેકેશનમાં ખુબ જ ચહેકતી હતી તે પોતાના મામાના ઘરે કાકાના ઘરે બધે રોકાઇ આવી હતી એકદમ ખુશીથી વેકેશન પસાર કર્યુ હતુ પરંતુ આ પરિણામની તારીખ આવી ત્યારથી તેના ચહેરાની રોનક ઉડી ગઇ હતી. તેને કોઇ કામ કરવુ ગમતુ ન હતુ. આખો દિવસ ટી.વી. પાસે બેસી રહેતી શિલ્પા ને ટી.વી.ના અવાજ માત્રથી ચીડ ચડતી હતી. તેના પિતાજી ભુપેન્દ્રભાઇ અને માતા શિવાંગીબહેનનો સ્વભાવ ખુબ જ ઉગ્ર હતો. તેને ખબર જ હતી કે નબળુ પરિણામ આવશે તો તેની હાલત શુ થવાની હતી?

          શિલ્પા આમ તો તેજસ્વી વિદ્યાર્થીની હતી. બાળપણમાં જ તેને ભણવાનો ખુબ જ શોખ હતો. તે પ્રાથમિક કક્ષાથી જ શાળામાં પ્રથમ ક્રમે આવતી હતી તેના માતા પિતાનો ઉગ્ર સ્વભાવ હતો છતાંય તે શિક્ષણમાં અવ્વલ રહેતી હતી તેથી તે કયારેય માતા પિતાના ગુસ્સાનો ભોગ બની ન હતી. બધા શિક્ષકોની તે ચહીતી હતી અને બધા તેને ખુબ જ માન આપતા હતા. અભ્યાસ સિવાય તે બીજી પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહેતી હતી.

          શિલ્પા ખુબ જ શાંત અને શરમાળ વ્યક્તિવ ધરાવતી હતી. અભ્યાસ પ્રત્યે ખુબ જ સભાન અને જાગૃત હતી. બધા વિષયો તેને ગમતા હતા અને બધા વિષયોમાં તેની માસ્ટરી હતી. તેના માટે શિક્ષણ એ ખુબ જ મહત્વની વસ્તુ હતી. છતાંય દસમાં બોર્ડના તેના પેપર ખુબ જ ખરાબ ગયા હતા તેને ખબર જ હતી કે પરિણામ નબળુ જ આવશે. પરિણામના દિવસે શુ થશે તેની ચિંતામાં તેની રાત્રિની ઉંઘ ઉડી ગઇ હતી. તેને ક્યાંય ચેન પડતુ ન હતુ. આખો દિવસ બોલ બોલ કરતી કોયલની જીભ જ સિવાય ગઇ હતી. તેના માતા પિતાએ પણ બે ત્રણ વાર પુછ્યુ શિલ્પા તને શુ થયુ પણ તે આડા અવળા બહાના કરી વાત ઉડાડી દેતી હતી. હવે માત્ર છ દિવસ જ બાકી હતા પરિણામને શુ કરવુ તે તેને સુઝતુ ન હતુ. તેના હ્રદયની ધડકન તેજ થઇ ચુકી હતી. રાત્રે માંડ ઝોકુ આવે તો તેને પરિણામના ખરાબ સ્વપ્ન આવતા અને તે ઝબકીને જાગી જતી હતી.

          તેને ખુબ જ ભય લાગ્તો હતો. તેને કોઇ રસ્તો દેખાતો જ નહતો. તેના માતા પિતાનો એકદમ ઉગ્ર સ્વભાવ હતો તે કોઇ પણ રીતે તેનુ નબળુ પરિણામ સાંખી લે તેમ ન હતા. આથી હવે છેલ્લો રસ્તો બાકી હતો મૃત્યુ. મૃત્યુ જ તેને માતા પિતાના કોપ અને ખરાબ પરિણામથી બચાવી શકે તેમ હતુ આથી તેણે આત્મહત્યા કરવાનુ  વિચારી લીધુ. આત્મહત્યા પણ કેવી રીતે કરવી? ઘરમાં તો મમ્મી અને ભાઇ હોય. ઘરની બહાર પણ  કામ વગર કેમ જવુ? તેને પરમિશન વગર બહાર જવાની મનાઇ હતી આથી તેણે ઘણુ વિચાર્યુ અને પછી નક્કી કર્યુ કે સાંજે બહેનપણીને ઘરે જવુ એમ બહાનુ કરીને ડેમમાં ઝંપલાવી જવુ એવુ નક્કી કરી લીધુ. મૃત્યુથી પણ ખુબ જ બીક લાગતી હતી પરંતુ કોઇ ઉપાય જ દેખાતો ન હતો. હવે એક માત્ર આશા મૃત્યુ જ હતુ.

          સાંજે જવાનુ બધુ નક્કી કરીને એક ચિટ્ઠી લખીને પોતાની ડાયરીમાં રાખી દીધી. અને ડાયરી સાચવીને કબાટમાં રાખી દીધી. બપોરે જમવાનુ પણ જરાય મન ન હતુ. પરંતુ પરાણે જમવા બેઠી ત્યાં તેના ભારતીમાસી  આવ્યા. ભારતીમાસી ને જોઇને શિલ્પા ના ચહેરા પર થોડી ખુશીની લહેર આવી ગઇ. ભારતીમાસી  ખુબ જ સમજુ, હસમુખા અને બધા બાળકોના વહાલા હતા. તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા આથી બાળકોના મગજ તથા માનસિક હાલતને તેઓ સારી રીતે સમજી શકતા હતા. શિલ્પા ના તે સગા માસી હતા તેની મમ્મી શિવાંગીબહેનના એકમાત્ર બહેન હતા.

          ભારતીમાસી આવ્યા એટલે શિલ્પા સાંજે ઘર બહાર નીકળી ન શકી. ભારતીમાસી  સાથે રહેવાની મજા આવતી હતી તેથી તેને નીકળ્વાનુ મન પણ ન થયુ. સાંજ સુધીમાં જ ભારતીમાસી સમજી ગયા કે શિલ્પાના મનમાં કાંઇક ગરબડ ચાલી રહી છે. સાંજે જમ્યા બાદ તે શિલ્પા ને લઇને બહાર વોક પર ગયા.

          તેઓના ઘરથી નજીક બીચ હતો ત્યાં લોકો સવાર સાંજ વોકિગ માટે આવતા હતા. ભારતીમાસી બિચ પાસેના બાંકડા પર બેસી ગયા અને શિલ્પા ના માથા પર હાથ ફેરવીને કહ્યુ, “બેટા, તુ કેમ સુનમુન લાગે છે? શુ તકલીફ છે મને જણાવીશ?”

          “કાંઇ નહિ માસી કાંઇ પણ નથી થયુ થોડી પરિણામની ચિંતા છે બીજુ કાંઇ પણ નથી”

          “બેટા મારાથી કાંઇ ન છુપાવજે. મને તારી મિત્ર ગણીને તારા દિલનો બોજો હળવો કરીને મને તારી તકલીફ જણાવ. મનમાં બધુ ભરી રાખવાથી કાંઇ સમસ્યાનો ઉકેલ મળતો નથી. તુ ચિંતા ન કરજે તારા મમ્મી પપ્પાનો સ્વભાવ હુ સારી રીતે જાણુ છુ તુ મને કહી દે હુ કોઇને પણ કાંઇ નહિ જણાવુ.”

          આટલુ સાંભળતા શિલ્પા  ધ્રસકે ધ્રુસકે રડી પડી અને પછી બોલી, “માસી મને પરિણામની બહુ ચિંતા થાય છે. નબળુ આવશે તો મમ્મી પપ્પા મને જરાય માફ નહિ કરે.”

          “બેટા તુ હોશિયાર વિદ્યાર્થીની છો આખુ વર્ષ તે મન લગાવીને મહેનત કરી જ છે તો તારુ પરિણામ તો સારુ આવશે જ તુ શા માટે ખોટી ચિંતા કરે છે?”

          “એમ નહિ માસી મારા પેપર જરાય સારા ગયા નથી. મે બોર્ડમાં જરાય મહેનત કરી નથી. મને બોર્ડની એક્ઝામ હોવાથી પહેલેથી જ મનમા ડર હતો. તમને તો ખ્યાલ છે મમ્મી પપ્પાના સ્વભાવનો. મને ઓછા માર્કસ આવે તે તેને કોઇપણ હિસાબે પસંદ્ નથી.”

          “કેમ બેટા તારા પપ્પાએ દસમાં માટે ત્રણ ટ્યુશન રખાવી દીધા હતા અને સારામાં સારી સ્કુલમાં એડમિશન અપાવ્યુ હતુ તો કેમ તારા પેપર સારા ગયા નથી?”

          “માસી આજે હુ તમને બધી વાત જણાવુ છુ પણ કોઇને કહેતા નહિ. મારા મમ્મી પપ્પાના ઉગ્ર સ્વભાવને કારણે હુ હમેંશા તેનાથી ડરતી રહેતી અને મને કયારેય ઘરમાં પ્રેમ મળ્યો નથી એટલે હુ બહારથી પ્રેમ શોધતી હતી. એટલે મારા કલાસનો સંજય નામના છોકરાએ મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો અને હુ તેની જાળમાં ફસાઇ ગઇ. સંજય ખુબ જ પૈસાદાર કુંટુબ માંથી આવતો હતો તેથી તે મારી પાછળ ઘણાં પૈસા વાપરતો હતો. હુ ટયુશનના બહાને અને બહેનપણીના ઘરે લેશન કરવા જવાને બહાને તેની સાથે રખડતી રહેતી હતી. તેની મારી સામે પ્રેમનો ઢોંગ કરીને મારો ઉપયોગ જ કર્યો. તેની પાછળ મેં મારી જીંદગીનુ અગત્યનુ દસમુ ધોરણ બરબાદ કરી નાખ્યુ. હવે મારા મમ્મી પપ્પાને જો આ બધી બાબતોની ખબર પડે તો તેનો કોપ હુ સહન કરી શકુ તેમ જ નથી એટલે મે આજે આત્મહત્યા કરવાનુ નક્કી કર્યુ હતુ ત્યાં તમે આવી ગયા. હવે મને જીવવાનો કોઇ રસ્તો દેખાતો નથી.” આટલુ બોલીને ફરીથી શિલ્પા રડવા લાગી.

          “ઓહ માય ગોડ શિલ્પા તે બહુ મોટી ભુલ કરી નાખી છે પરંતુ વાંક તારો એકલીનો નથી તારા માતા પિતાનો પણ આ બાબતે મોટો વાંક છે. એક મા બાપ તરીકેની ફરજ તેઓ ચુકી ગયા છે અને હવે તેનુ પરિણામ તારે ભોગવવાનુ આવે છે. પરંતુ નકામા વિચાર છોડી દે અને હુ તારા માતા પિતાને બધુ સમજાવી દઇશ અને મને પ્રોમિસ આપ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આત્મહત્યાનુ ક્યારેય વિચારીશ નહિ. માણસને જીવન એક જ વાર મળે છે અને ભુલો તો ગમે તેનાથી થઇ શકે છે અને તારી ઉમર અને કાચી સમજણ ના કારણે આવુ બધુ થયુ પરંતુ તેનો મતલબ એમ નથી કે આપણે હિમ્મત હારી જઇએ અને નાસીપાસ થઇ જઇએ. આ અમૂલ્ય જીવન આપણને બીજી વખત નહી મળે માટે કોઇ ખોટુ પગલુ ભરવાની જરાપણ કોશિષ ન કરજે કાંઇ પણ પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે મને યાદ કરજે”

          “થેન્ક્યુ વેરી મચ માસી. એન્ડ આઇ પ્રોમીસ યુ ધેટ આઇ નેવર અગેઇન થીક અબાઉટ ઇટ”

          ભારતીમાસી શિલ્પા ને વળગી પડ્યા અને પછી તેઓ ઘરે ગયા તેને શિલ્પાને કહ્યુ કે તે અને તેનો ભાઇ ઉપરના રૂમમાં જઇને ટી.વી. જુઓ હુ તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઉ છુ. ભારતીમાસી એ શિલ્પા ને મમ્મી પપ્પાને શિલ્પા  વિષે તમામ વાત કરી અને તેમને બધુ સમજાવ્યુ કે બાળકની ભુખ પ્રેમ જ હોય છે અને જો તેને તે પ્રેમ ઘરમાં મા-બાપ પાસેથી ન મળે તો અનર્થ થઇ જાય છે. શિલ્પાના મમ્મી પપ્પાને તેમની ભૂલો સમજાઇ ગઇ. તેઓ રડી પડ્યા અને બાળકો પર વિના કારણે ગુસ્સે ન થવાની કસમ ખાધી.

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2