ઈશ્વરનો ન્યાય

      ઈશ્વરનો ન્યાય      


     



          દેવાંગભાઇ અને તેનો દીકરો નયન  સવારના પહોરમાં વોકિગ માટે નીકળ્યા હતા. તેઓનો નિત્યક્રમ હતો કે વહેલી સવારે છ વાગ્યે બાપ દીકરો સાથે જોગિગ માટે નીકળતા તેના ઘરથી નજીક જ બગીચો હતો. ઘરથી બગીચાનુ આખુ ચક્કર વટાવીને તેઓ બગીચામાં થોડી કસરતો કરીને સાત વાગ્યે ઘરે પહોંચી જતા હતા.

         આજે તેઓ બગીચામાં લટાર મારતા હતા ત્યારે પાર્કની બાજુમાં થોડા ખાલી પ્લોર્ટસ હતા ત્યાં કુતરાઓ એકદમ ભસી રહ્યા હતા. વહેલી સવારે વોકિંગ માટે તે બાપ દીકરો સિવાય તેમની પાડોશમાં રહેતા નરહરિકાકા એમ ત્રણ જણા જ આવતા હતા. કુતરાનો તીવ્ર અવાજ નીરવ શાંતિ માં સાંભળીને તેઓ ત્રણેય ખુલ્લા પ્લોટમાં જોવા ગયા ત્યાંનુ દ્રશ્ય જોઇ આભા બની ગયા.

         નયને તાત્કાલિક પોલીસને ફોન જોડયો. નરહરિકાકાએ 108 એમ્બ્યુલશન બોલાવી લીધી ત્યાંનુ દ્રશ્ય કોઇ જોઇ શકે તેવુ ન હતુ. એક 20-22 વયની છોકરીની તદન નગ્ન અવસ્થામાં લાશ પડેલી હતી અને તેના ગુપ્તાંગમાંથી લોહીની ધાર વહી જતી હતી. તેના શરીર આખામાં ઉઝરડા પડેલા હતા. કોઇએ તેના પર ક્રુરતાપુર્વક બળાત્કાર કરીને તેની ઠંડા કલેજે હત્યા કરી હોય તેવુ દેખાઇ આવતુ હતુ. પોલીસ થોડીવારમાં આવી પહોંચી આવી અને 108 પણ આવી પહોંચી.

         થોડીક વારમાં તો લોકોનુ ટોળુ પણ એકઠુ થવા લાગ્યુ. સૌ કોઇ હત્યારાને ફિટકારતા હતા. પોલીસે આજુબાજુ બધુ તપાસીને લાશને એમ્બ્યુલશનમાં લીધી.

         નયન, તેના પિતાજી દેવાંગભાઇ  અને નરહરિકાકા પોલીસ સાથે જીપમાં પોલીસ સ્ટેશને ગયા. પોલીસ ઇસ્પેકટર લખનસિંહ એ તેને બધુ પુછી લીધુ. પછી નયન અને દેવાંગભાઇ  ઘરે આવી ગયા.

તેઓ બંન્ને ઉદાસ બની ગયા.

         “બેટા કેવો જમાનો આવી ગયો. માણસો દિવસે દિવસે રાક્ષસ જેવા બનતા જાય છે.”

         “પપ્પા સાચી વાત કરી તમે આજે સાચે જ માણસો રાક્ષસો બની રહ્યા છે. કોઇકને કોઇના દુ:ખની ચિંતા જ નથી.”

         “આજે સારા અને સાચા માણસોને જીવવુ દુષ્કર બની ગયુ છે”

         “બિચારી પેલી છોકરી કોણ હશે? તેની હાલત જોઇ મારી આઁખમાં તો આંસુ આવી ગયા”

         “દીકરા માણસની સંવેદના જેનામાં હોય તે આવુ દ્રશ્ય જોઇ જરૂર દુ:ખી થઇ જાય પણ આવુ દુષ્કૃત્ય કરનારને આ નિર્દોષ છોકરી પર જરા પણ દયા નહી આવી હોય???”

         “હા પપ્પા હવે કાનુન તેને ન્યાય અપાવે તો સારું.

         “હા બેટા કાનુન તો ગુનેગારને સજા આપે કે ન આપે પણ ભગવાન તેને છોડશે નહી તેનો મને વિશ્વાસ છે.એ અબળાને ન્યાય મળે તો બીજી દીકરીઓની જીંદગી બચી શકે. ગુનેગારોને સજા મળે તો બીજુ કોઇ આવુ કૃત્ય કરતા પહેલા અચકાય”

         બાપ દીકરો શોક વ્યકત કરતા પોતાના કામ પર ચડી ગયા. સમય વિતતો ગયો પોલીસ પુરતી તપાસ કરતી હતી પરંતુ હજુ સુધી ગુનેગારની કોઇ ભાળ મળતી ન હતી. છોકરીની ઓળખાણ થઇ ચુકી હતી. તે તેઓની કોલોની બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનુ નામ સ્વરા હતુ. તેના માતા પિતા ગામડે રહેતા હતા અને ખેતી કામ કરતા હતા. સ્વરા   શહેરમાં રહીને જોબ કરતી હતી. ઉપરાઉપર બે વર્ષ દુકાળ પડતા તેના માતા પિતા પર ખુબ જ કર્જ વધી ગયુ હતુ. તે તેના માતા પિતાની એકની એક દીકરી હતી.

         માતા પિતાને કર્જમાંથી છોડાવવા માટે અને પોતાની હાયર સ્ટડી માટે તે બે સિફટમાં જોબ કરતી હતી અને રાત્રે દસ વાગ્યે ઘરે આવતી હતી. એપાર્ટમેન્ટમાં પોતાની ફ્રેન્ડ ખુશી સાથે રહેતી હતી. ખુશી થોડો સમય પોતાના માતા પિતા પાસે ગઇ હતી ત્યારે જ સ્વરા સાથે આ ઘટના બની ગઇ. ખુશીએ જ પોલીસને સ્વરાના ગુમ થવાની ખબર નોંધાવી ત્યારે જ બધી ઓળખાણ થઇ.

         છાપામાં બધા સમાચાર વાંચીને દેવાંગભાઇ ને બહુ દુ:ખ થયુ. તેણે નયનને કહ્યુ,

         “બેટા ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે. આજે સારા માણસો અને પરોપકારી લોકો પણ દંડાઇ છે.”

         “પપ્પા સાચી વાત કરી. દિવસે દિવસે દાનવો વધતા જઇ રહ્યા છે અને તેઓ લાચાર સારા માણસોને હેરાન કરે છે”

         “આમ અને આમ પૃથ્વીનો વિનાશ થઇ જશે.  રાક્ષસોના તાંડવ અને પાપના પ્રકોપથી પૃથ્વી ત્રાહિ ત્રાહિ થઇ રહી છે. એક દિવસ પ્રભુએ જન્મ લેવો પડશે આ બધાનો સર્વનાશ કરવા માટે”

         “હા પપ્પા આપણે હવે વિનાશના આરે જ છીએ. આપણા બધામાં ધીરે ધીરે આસુરી તત્વ વધી રહ્યુ છે.”

         બંન્ને વાતો કરતા હતા ત્યાં બહાર શોરબકોર સંભળાયો બંન્ને બાપ દીકરો ઘરની બહાર નીકળ્યા તો તેના ઘરથી થોડે દુર લોકોની ભીડ દેખાણી. ચૈત્ર મહિનાના દન્નૈયા તપી રહ્યા હતા. બપોરના બે વાગ્યા જેવો સમય હતો ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં આ સમયે તેની કોલોની મોટેભાગે સાવ શાંત હોય. આટલા બધા લોકો એકઠા થયેલા જોઇ તેઓને થયુ કે જરૂર ગંભીર વાત હશે આથી તેઓ દોડીને જોવા ગયા કે શુ થયુ?

         બે માણસો બાઇકમાં જતા હતા. અને બાઇક ઓંચિતા સ્લીપ થતા બંન્ને જોરથી નીચે પટકાયા અને બંન્નેની એકસાથે ખોપરી ફાટી ગઇ અને ભયાનક રીતે બંન્ને મૃત્યુ પામ્યા હતા. લાશને જોઇ શકાય એવી પણ ન હતી. દેવાંગભાઈ અને નયન ને જોઇ ખુબ જ દુ:ખ થયુ .

         થોડીવારમાં પોલીસની જીપ આવી અને તેને લાશની ઓળખ કરીને કહ્યુ કે ,

         “આ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર અને તેનો રખડુ મિત્ર દેવો છે. તેઓને આજે જ પકડવા અમે આવવાના હતા. પેલી છોકરી સ્વરા સાથે રેપ અને તેનુ ખુન આ લોકોએ જ કર્યુ હતુ.”

         બાપ દીકરાએ પોલીસની વાત સાંભળી અને ખુબ જ તડકો લાગતો હતો અને પોલીસે લાશને એમ્યુબ્યુલશમાં લઇ લીધી હતી આથી તેઓ ઘરે જતા રહ્યા.

         “તમે સાચુ કહેતા હતા પપ્પા, ભગવાને તેઓના કર્મોની સજા આપી દીધી” નયને કહ્યુ.

 

         “હા દીકરા, ઇશ્વર તેનો ન્યાય આપે જ છે. ભલે કળિયુગ આવી ગયો હોય. પરંતુ ભગવાન હમેંશા સત્યની સાથે જ છે.”

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2