એક અજનબી - 10

 એક અજનબી

ભાગ : 10 




બીજે દિવસે સવારે છ વાગ્યે ક્ષમા ઉઠી. તેણે જોયુ કે શ્યામ બેડ પર ન હતો. તે પણ વિચારમાં પડી ગઇ કે આટલી વહેલી સવારે શ્યામ  ક્યાં ચાલ્યો ગયો. તેણે ફ્રેશ થઇ ચા-નાસ્તો બનાવવાની શરૂઆત કરી દીધી. ત્યાં શ્યામ આવી ગયો.

           “જાનુ આજે તો બહુ વહેલા જાગી ગયા તમે? ક્યાં ચક્કર લગાવી આવ્યા આટલે વહેલી પરોઢે?”

           “ના બસ ક્યાંય નહી. રાત્રે જરા માથુ ભારે હતુ તો મોડી રાત સુધી ઉંઘ આવી ન હતી એટલે વહેલો સવારે પાંચ વાગ્યે જરા વોક પર ગયો હતો. તું ઉંઘમાં હતી તો તને ઉઠાડવાનુ મને યોગ્ય ન લાગ્યુ તો ડોર લોક કરીને જતો રહ્યો.”

           “અરે માથુ દુખતુ હતુ તો મને કહેવુ હતુ ને જાનુ? હવે કેમ છે? તુ પણ કામના સ્ટ્રેસમાં તારી તબિયતનું ધ્યાન જ નથી રાખતો એ મને જરા પણ નહી ગમતુ જાન.” ક્ષમા એ કહ્યુ.

           “જાનુ આપણે એશોઆરામથી જીવી શકીએ અને જીવનમાં કોઇ કમી તને ન આવે એ કારણે જ બધી ભાગદોડ કરુ છું હું ખબર છે ને?”

           “મારે મન પૈસા કરતા તારી હેલ્થ વધુ મુલ્યવાન છે. પૈસા તો જીવનમાં ગૌણ બાબત છે શ્યામ. બસ આપણા બન્ને વચ્ચે પ્રેમ જીવંત રહે એટલે મારે કંઇ પણ ન જોઇએ.” ક્ષમા  ભાવુક બની ગઇ.

           “અરે..અરે જાનુ આંસુ કેમ આવી ગયા? અરે જરા માથુ દુખતુ હતુ મને બાકી તો ફીટ એન્ડ ફાઇન જ છે તારો શ્યામ . વિશ્વાસ ન આવતો હોય તો ચલ બેડરૂમમાં....” કહેતો શ્યામ  હસી પડ્યો.

           “તને તો જ્યારે જોઇએ ત્યારે મજાક જ સુઝતી હોય છે. ચલ હવે બેસી જા નાસ્તો કરવા. આપણે શોપીંગ માટે જવુ છે. મલેશિયા જવુ છે તો થોડી વસ્તુઓ ઘરે નથી તે શોપીંગ કરી આવીએ.”

           “ઓ.કે. માય લવ. હું બ્રેકફાસ્ટ કરી ફટાફટ રેડ્ડી થઇ જાઉ છું પછી આપણે નીકળીએ શોપીંગ માટે.”

           બન્ને શોપીંગ માટે મૉલમાં ગયા હતા. શ્યામનુ ધ્યાન શોપીંગમા જરા પણ ન હતુ. સતત તેને ગઇ રાત્રીના જ વિચારો આવતા હતા. તે મોલમાં ક્ષમા સાથે તો હતો પણ તેનુ મન સતત બીજા વિચારોમાં ખોવાયેલુ હતુ.

           “હેય, યુ આર ક્ષમા રહેજા, એમ આઇ રાઇટ?” ક્ષમા  શોપીંગમાં વ્યસ્ત હતી ત્યાં બાજુમા ઉભેલી એક લેડીએ તેને પુછ્યુ.

           “યા આઇ એમ ક્ષમા ....” કહેતી તેણે પેલી લેડી સામે નજર કરી તો તે ખુશીથી ઝુમી ઉઠી.

           “હાય નતાશા, હાઉ આર યુ? વ્હોટ અ ગ્રેટ સરપ્રાઇઝ? તું અહી?” ક્ષમા એ તેની કોલેજ ફ્રેન્ડ નતાશા સિંઘાનિયા મળતા જ તે ખુશીથી ઝુમી ઉઠી.

           દૂર ઉભી કોલ પર વાત કરતા શ્યામની નજર બન્ને પર પડતા જ તે દોડતો ત્યાં આવી ગયો. તેના માથા પર પરસેવો છુટી પડેલો દેખાઇ રહ્યો હતો.

           “નતાશા મીટ માય હસબન્ડ શ્યામ . શ્યામ  શી ઇઝ માય કોલેજ ફ્રેન્ડ નતાશા.” ક્ષમા એ બન્નેની ઓળખ કરાવી ત્યાં વળી શ્યામના ફોનની રીંગ વાગવા લાગી.

           “એક્સ્ક્યુઝ મી પ્લીઝ.” કહેતો શ્યામ ફોન પર વાત કરવા દૂર નીકળી ગયો. દૂર ફોન પર વાત કરતા કરતા પણ તેનુ ધ્યાન બન્ને સખીઓ પર જ હતુ. ફોન પર ખાસ્સો સમય વાત ચાલતી રહી. હવે શ્યામે જોયુ કે ક્ષમા તેની તરફ આવી રહી છે એટલે શ્યામે સમયસુચકતા વાપરી ફોન કટ કરી દીધો.

           “શું શ્યામ તુ પણ યાર. મારી ફ્રેન્ડ તને મળવા રાહ જોઇ રહી હતી પણ તુ છે કે તારા ફોનમાંથી તને ટાઇમ જ નથી.” ક્ષમા  બોલી ઉઠી.

           “અરે જાનુ આપણે ટુર પર જઇએ છીએ તો થોડુ જોબ પર કામ વાઇન્ડ અપ કરવુ પણ જરૂરી છે ને? પછી આપણા હનિમૂનમાં તને અને મને કોઇ ડિસ્ટર્બ કરે એ મને જરા પણ પસંદ નથી. સમજી ગઇ કે નહી ક્ષમા ?” શ્યામે  મજાક કરતા કહ્યુ.

           “તુ પણ બદમાશ. ચલ હવે નીકળીએ. વી આર ગોઇંગ ટુ બી લેટ.” બન્ને ઘરે જવા નીકળી ગયા. રસ્તામાં શ્યામે  ક્ષમા ને પુછ્યુ, “ક્ષમા  કોણ હતી એ તારી ફ્રેન્ડ? અહી રહે છે લંડનમાં?”

           “શ્યામ શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ ઇન કોલેજ ડેઇઝ. કોલેજ બાદ અમે બન્ને અમારી લાઇફમાં એવા ખોવાઇ ગયા કે મળવાનો સમય જ ન મળ્યો. આજે તેની સાથે વાત કરેને બહુ મજા આવી. તેના અંકલ અહી રહે છે તો તે ફેમિલી સાથે અહી આવી છે ટુર પર.”

           “હમ્મ્મ્મ ઓ.કે. ક્ષમા તુ પેકીંગ કરજે ત્યાં મારે થોડુ ઓફિસનું કામ પેન્ડિંગ છે તો જઇ આવું. જસ્ટ અડધી કલાકમાં આવી જઇશ.” શ્યામે  તેને કહ્યુ અને પછી ક્ષમા ને ડ્રોપ કરી તે ઓફીસ જવા નીકળી ગયો.

           ઓફિસમાં થોડી ફોર્માલીટી પુરી કરવા શ્યામ ઓફિસે ગયો અને ક્ષમા મલેશિયા જવાની તૈયારી કરવા લાગી. બપોરે જમી લીધા બાદ ક્ષમા એ થોડીવાર તેના માતા પિતા સાથે વાત કરી લીધી અને ત્યારબાદ શ્યામ તેનો ફોન સર્વિસ સ્ટેશને આપી આવ્યો. સાંજે જવાના સમયે ક્ષમા ખુબ એક્સાઇટેડ હતી. શ્યામે  બધો લગેજ કારમાં પાર્ક કરી દીધો અને ક્ષમા ને જલ્દી આવવા માટે બૂમ મારી.

           જેવી ક્ષમા બહાર નીકળી કે શ્યામે ક્ષમાને આઁખોમા કાળી પટ્ટી બાંધી દીધી. એટલે ક્ષમાએ કહ્યુ,

           “શ્યામ આ શું છે? કેમ આમ કરો છો? મને કાંઇ દેખાતુ નથી.”

           “તને મલેશિયા જતા પહેલા એક સરપ્રાઇઝ આપવાની છે મારે. તુ ચાલ મારી સાથે.”

           “પણ શ્યામ આવી રીતે”

           “તને મારા પર વિશ્વાસ છે ને?”

           “હા વિશ્વાસ તો મારા જીવથી પણ વધારે છે”

           “તો બસ બીજી વધારે વાતો કર્યા સિવાય ચાલ મારી સાથે”

           શ્યામ ક્ષમા ને કારમાં બેસાડીને લઇ ગયો. હવે તેના મનમાં શાંતિ વળી કે તેને જે કામ સોપવામાં આવ્યુ હતુ તેને અંજામ દેવાનો સમય આવી ચુક્યો હતો.

 

Ø            શ્યામ  તેના ક્યા ધ્યેયને અંજામ આપવા લંડન આવ્યો છે? અને એ કામને અંજામ આપવામાં શું ક્ષમા  અને શ્યામ બન્ને પર કોઇ ભારે મુશ્કેલી આવી પડશે તો??? આગળ શું થશે આ બન્નેની ખુશહાલ જીંદગીમાં??? જાણવા માટે વાંચતા રહો આ સ્ટોરીનો નેક્ષ્ટ પાર્ટ......

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2