એક અજનબી - 13

 એક અજનબી

ભાગ : 13 



(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે ક્ષમા અને શ્યામના લગ્ન બાદ બન્ને ખુશહાલ જીવન લનડનમાં વિતાવતા હતા પરંતુ ક્ષમાને    મલેશિયા ટુરનુ બહાનુ બનાવી શ્યામ તેને એક બારમાં વેચી દે છે અને ખાસ્સી તગડી રકમ મેળવી તે ત્યાંથી જતો રહે છે. ક્ષમા કે જે શ્યામ પર આંખ બંધ કરી ભરોસો કરતી હતી તેના ભરોસાને તોડી રહેજા ફેમિલીની એકની એક લાડકવાયી દીકરી બારમાં સપડાઇ જાય છે  હવે વાંચો આગળ કે ક્ષમાની      સાથે શું થાય છે???)

         રડતા રડતા ક્ષમાના આઁસુ સુકાઇ ગયા હતા. પરંતુ તેના દિલમાં ખુબ જ દર્દ થઇ રહ્યુ હ્તુ. તેને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તે લાચાર હતી. તેને આ કીચડમાંથી નીકળવાનો કોઇ રસ્તો દેખાતો ન હતો. આખા રૂમમાં અંધારુ હતુ. ન જાણે કેટલો સમય વિતી ગયો હશે તેની પણ ક્ષમાને ખબર ન હતી.

         અચાનક ક્ષમાના રૂમનો દરવાજો ખુલ્યો, બહારની રોશની દેખાતા જ ક્ષમા દોડતી તે દિશાએ ભાગી ત્યાં જ બહાર ઉભેલા માણસે એક ડીશ તેના તરફ સરકાવી દરવાજો ધડામ કરતો બંધ કરી જતો રહ્યો. ક્ષમા બસ રડતી તે દરવાજાને વળગી પડી.

         “નથી ખાવુ મારે કાંઇ પણ, હુ અહીંથી ભાગી છુટીશ” ડીશનો ઘા કરતા ક્ષમાએ  કહ્યુ પરંતુ તેની આ વાત સાંભળવાવાળુ ત્યાં આજુબાજુ કોઇ ન હતુ.

         આમને આમ રડતા રડતા અને ગુસ્સામાં તેની આંખ મીંચાઇ ગઇ. આખા દિવસના થાકને કારણે તે સુઇ ગઇ. ઘણો સમય સુધી તે સુતી જ રહી. પોતાના ઘરે આલીશાન બેડરૂમમાં સુવાળા ગાદલા પર સુતેલી ક્ષમા આજે જમીન પર ઘુંટણીયા વાળી સુતી હતી.

        ઘણા સમય બાદ તે જાગી. ખુબ રડવાને કારણે અને બૂમો પાડવાને લીધે તેને ખુબ તરસ લાગી હતી. આખા રૂમમાં અંધારુ હોવાના કારણે શું સમય થયો છે, દિવસ છે કે રાત એ કાંઇ તેને ખબર પડતી ન હતી. તેને ભુખ પણ ખુબ કકડીને લાગી હતી. એકદમ ભુખ અને તરસ લાગવાના કારણે જ તેની ઉંઘ ઉડી ગઇ. તરસને કારણે તેનુ ગળુ ભયંકર રીતે સુકાઇ રહ્યુ હતુ. પાણી પાણી કરતી તે બબડતી હતી. ભુખ અને તરસના હિસાબે તેનામાં નબળાઇ આવી ગઇ હતી. તેને ખુબ જ ઠંડી પડવા લાગી હતી. તે ધ્રુજતી હતી.

        પાણી પાણી કરતા તેની આઁખ મિચાઇ ગઇ અને તે દસ વર્ષની નાનકડી ક્ષમા બની ગઇ.

         “હુ આ ડ્રેસ નહિ પહેરુ નહિ પહેરુ અને જરાય નહિ પહેરુ. આજે મે મારી ફ્રેન્ડસને મારો લંડનથી આંટી ગિફટ કરેલો પીંક ડ્રેસ બતાવવાનુ વચન આપ્યુ છે.”

         “બેટા, તુ સમજતી કેમ નથી એવા મોઘા ડ્રેસ કાંઇ સ્કુલે થોડા પહેરી જવાય? આ તારા પપ્પા તારા માટે હમણા જ નવો ડ્રેસ લાવ્યા તે પહેરી લેને જીદ ન કર સ્કુલે મોડુ થાય છે.”

        “નહિ પહેરુ તમે મને નવો ડ્રેસ નહિ પહેરવા દો તો હુ સ્કુલે પણ નહિ જાઉ.” તેમ કહી ક્ષમા રીસાઇને પોતાના રૂમમાં મોઢુ ફુલાવીને બેસી ગઇ. અનસુયા બહેનને એમ કે થોડીવારમાં તેની રીસ ઉતરી જશે એટલે તેની પાસે જઇને તેને પ્રેમથી સમજાવી તે આયાને બધી સુચના આપી કોલેજે જતા રહ્યા.

         પરંતુ ક્ષમાએ તો આખો દિવસ કાંઇ ખાધુ નહિ અને પીધુ નહિ અને શાળાએ પણ ન ગઇ. તે રીસમાં રૂમમાં જ બેસી રહી. આયાએ ખુબ જ સમજાવી પટાવી પણ તે માની જ નહિ. ત્યારે મોબાઇલનો બહુ પ્રચાર ન હતો એટલે આયા તેના ક્ષમાના માતા પિતા સાથે પણ કોંટેક ન કરી શકી.

         સાંજે દીપકભાઇ આવ્યા ત્યાં આયા હાંફતી આવી અને કહેવા લાગી, “સાહેબ તમે જ હવે ક્ષમાને    સમજાવો. સવારથી તે રૂમ બંધ કરી બેસી ગઇ છે. સવારથી નથી કાંઇ ખાધુ, અને પાણી પણ નથી પીધુ.

         દીપકભાઇ તો આ બધુ સાંભળી ટેન્શનમાં આવી ગયા. “શું થયુ એ તો કે મને? કેમ ક્ષમા અંદર બંધ કરીને બેસી ગઇ છે? અને અત્યાર સુધી બસ તુ ક્ષમાના રૂમનુ બારણુ જ ખખડાવતી રહી? આજુબાજુમાંથી ફોન તો કરી લેવાય ને?”

         “સાહેબ મને તમારા કે મેડમના નંબર આવડતા નથી, અને મને એમ કે જમવા સમયે ક્ષમા બહાર આવશે પણ......”

         “પણ..પણ શું કરે છે? હવે બોલ તો ખરી કે શું થયુ?”

         આયાએ બધી વાત કરી અને દીપકભાઇ દોડીને ક્ષમાના રૂમ પાસે ગયા અને પ્રેમથી તેને બોલાવી, “ક્ષમા દીકરા જો તારા પપ્પા આવી ગયા, પ્લીઝ ઓપન ધ ડોર. તારે જે ડ્રેસ પહેરવો હશે તે હું પહેરાવીશ પણ દીકરા ડોર ખોલી દે.”

         પપ્પાનો અવાજ સાંભળતા જ ક્ષમાએ      દરવાજો ખોલી નાખ્યો અને દીપકભાઇ તેને ભેટી પડ્યા , “દીકરા તને કાંઇ થયુ તો નથી ને? જો તો આટલી વારમાં કેવી હાલત કરી નાખી છે તે?”

        “હવે જા અને ક્ષમા માટે પાણી લઇ આવ અને ત્યાર બાદ લેમન જ્યુસ બનાવ ક્ષમા માટે.” આયાને દીપકભાઇએ ઓર્ડર કરતા કહ્યુ.

         આયા પાણી લાવી અને દીપકભાઇએ તેને પાણી પીવડાવ્યુ. “બોલ બેટા ક્યો ડ્રેસ પહેરવો છે તે મને બતાવ હું તને એ ડ્રેસ પહેરાવીશ.”

         ક્ષમા તો ન્યુ ડ્રેસનુ નામ સાંભળતા જ રાજી થઇ ગઇ અને તેનામાં નવી શકિત ખીલી ગઇ હોય તેમ દોડીને લંડનથી આવેલો ડ્રેસ લઇ આવી. દીપકભાઇએ તેને એ ડ્રેસ પહેરાવ્યો પછી લેમન જ્યુસ પીવડાવ્યુ.

        “પપ્પા મને બહુ જ ભુખ લાગી છે.”

         “હા મારા બેટા, આજે તો ચલ આપણે બન્ને હોટેલમાં જમવા જઇએ. આ ન્યુ ડ્રેસ પહેરી આપણે જમવા જઇશું. તારી મમ્મીએ તને ડ્રેસ પહેરવાની ના કહી હતી ને? આપણે તેને ડીનર માટે લઇ જવી નથી. આપણે બન્ને જ જઇશું. ચલ એક હગ કરી દે મને.”

         “આઇ લવ યુ પપ્પા. તમે દુનિયાના બેસ્ટ પાપા છો.” કહેતી ક્ષમા દીપકભાઇને ભેટી પડી.

        રાત્રે ઘરે આવીને અનસુયાબહેનને ખીજાયા અને ક્ષમાને  પ્રેમથી ખોળામાં બેસાડીને સમજાવી.

         “બેટા તને તારો ડ્રેસ ખુબ જ ગમે છે અને તે તારી સખીઓને બતાવવાનુ વચન આપ્યુ હતુ. અમે તારી લાગણી અને સંવેદના સમજી શકીએ છીએ પરંતુ તારા માતા પિતા તને ખુબ જ પ્રેમ કરે છે અને તેઓ તારા માટે જ જીવે છે. તારી ખુશી માટે ઘણા દુ:ખ સહન કરે છે. જીવનમાં કડવા મીઠા બન્ને સ્વાદની ટેવ પાડવી જોઇએ એટલે કે સારી ખરાબ જે પરિસ્થિતિ મળે તેનો સ્વીકાર કરવાની આદત પાડવી જોઇએ. હમેંશા સુખ કે ગમતી પરિસ્થિતિ નથી રહેવાની માટે દરેક પરિસ્થિતિ માટેની માનસિક તૈયારી રાખવી જોઇએ. તારા માતા પિતા તને જે વસ્તુ સમજાવે તે તારા સારા માટે જ હોય છે ભલે અત્યારે તને તે ન ગમે પરંતુ માતા પિતાના પ્રેમ ખાતર તારે તેનુ માન રાખવુ જોઇએ. ખોટી જીદ ન કરવી જોઇએ તુ મારી ડાહી દીકરી છોને”

 

         “હા પપ્પા” બોલતા ક્ષમા તેના પિતાજીને ભેટવા જતી હતી ત્યાં ફરી તેની ઊંઘ ઉડી ગઇ. અંધારી કોટડીમાં તે જોરજોરથી ફરી રડવા લાગી.

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2