એક અજનબી - 14

 એક અજનબી 

ભાગ : 14 



“પપ્પા મમ્મી મારી ભુલનુ પરિણામ તમારે ભોગવવુ પડશે.” કહી ક્ષમા રડવા લાગી. હવે તરસ સહન થતી ન હતી. તેને ખબર ન હતી એક કેમેરા તેની કોટડીમાં ફિટ કરવામાં આવ્યો હતો. તેની બધી ગતિવિધિ અને હિલચાલ કન્ટ્રોલ રૂમમાં બેઠેલા રોક્ પોલ જોઇ શકતો હતો.

         રોક પોલ આ હોટેલ “ડેલ્ટા વન” નો માલિક હતો. હોટેલ “ડેલ્ટા વન” પોલ ડાન્સ, કેબ્રેરે ડાન્સ દારુ જુગાર માટે લંડનમાં વિખ્યાત હતી. કામ ધંધા પછી માનસિક અને શારિરીક થાક ઉતારવા માટે ઘણા લોકો અહીં આવતા હતા અને સરાબ અને સબાબની મહેફિલ માણતા હતા.

         ક્ષમા પાણી પાણી કરતી હતી ત્યાં અચાનક તેને યાદ આવ્યુ કે ટોયલેટમાં નળ હશે. તેને ખુબ તરસ લાગી હતી ત્યારે સારુ કે ખરાબ વિચારવા માટે તેનો મગજ કામ કરતો ન હતો. તેને તો ફકત પાણી જ પીવુ હતુ. તે માંડ માંડ ઉભી થઇ અને દિવાલને પકડી પકડીને ટોયલેટનો દરવાજો શોધવા લાગી. અને દરવાજો ખોલી અંદર ગઇ અને ટોયલેટના નળમાંથી પાણી પીધુ જે ખુબ જ ઠંડુ હતુ અને ઠંડી પણ કાતિલ પડતી હતી.

         બહાર બરફ વર્ષા થઇ રહી હતી આવી કાતિલ ઠંડીમાં લંડનમાં દરેક ઘરમાં રૂમ હીટર લગાવેલા હોય છે અને બધા ગરમ કપડા પહેરી ઠંડીનો સામનો કરે છે. અત્યારે આવી કાતિલ ઠંડીમા ક્ષમા કોઇ પણ જાતના ગરમ કપડા અને હીટર વિના ધ્રુજતી બેઠી હતી. તેને ખુબ જ ભુખ લાગેલી હતી કાલની આવેલી ડીશમાં એક બ્રેડ હતી તે ખાવા લાગી. ઠંડીને કારણે તે ખરાબ થઇ નહોતી.

         રોક પોલ કેમેરામાં આ જોઇ ખુબ જ ખુશ થઇ ગયો. ગમે તેવો મજબુત મનોબળવાળો માણસ હોય તેના પર અત્યાચાર ગુજારી લાચાર બનાવી દેવામાં આવે ત્યારે તે મનથી લાચાર બનવા લાગે ત્યારે તે આસાનીથી કાબુમાં આવી શકે છે. ક્ષમાની હાલત અત્યારે એવી જ બનવા લાગી હતી. જીવન ટકાવી રાખવાનો તેનો સંઘર્ષ લાચારી તરફ દોરી રહ્યો હતો.

         ક્ષમાને  દિવસમાં એક જ બ્રેડ આપવામાં આવતી હતી. ઠંડીમાં તેને ખુબ જ ભુખ લાગતી હતી આથી બ્રેડ મળતા જ તે ફટાફટ ખાઇ જતી. ટોયલેટમાં દસ જ મિનિટ પાણી આવતુ હતુ તેમાંથી તે માંડ માંડ ચલાવતી હતી. તેને ભુખી તરસી રાખીને રોક પોલ ઇચ્છતો હતો કે તે પોતાના કાબુમાં આવી જાય અને થોડા દિવસ ભુખી તરસી રાખવામાં આવે તો તેનુ ફિગર પણ બરોબર થઇ જાય અને શારિરીક રીતે અશકત બનીને તે તેનો સામનો કરવાની શક્તિ ગુમાવી દે.

                  ***********************

        શ્યામે પોતાનુ એક કામ તો સફળતાપુર્વક પુરુ કરી લીધુ અને તેના તેને પૈસા પણ મળી ગયા હતા. તેની ખુશી એક અઠવાડિયા સુધી મનાવી લીધી હતી. હવે તેને સોંપવામાં આવેલુ બીજુ કાર્ય તેને કરવાનુ હતુ. જે તેનુ અસલી કાર્ય હતુ. જે પાર પાડયા બાદ તેને ફરીથી એક કરોડ રૂપિયા મળવાના હતા.

         એક અઠવાડિયા બાદ જ બોસનો ફોન આવ્યો. 

        “જગ્ગુ ફરી પાછો તુ તારો મકસદ ભુલી ગયો. હવે જલ્દી તારુ કામ પુરૂ કરી દે અને મારા રસ્તાનો કાંટો કર દુર હવે.”

         “બોસ હુ કાંઇ ભુલ્યો નથી આપનો વિડીયો એડિટિગમાં હતો આજે તૈયાર થઇ ગયો છે અને હમણાં જ તેને સેન્ડ કરુ જ છુ.”

         “વેલ ડન જગ્ગુ મને વિશ્વાસ છે તુ તારુ કાર્ય સફળતાપુર્વક પાર પાડીશ.”

         “થેન્ક્યુ બોસ” કહ્યુ એટલે સામે છેડેથી તુરત જ ફોન મુકાઇ ગયો. તેના બોસ તેની સાથે કામ પુરતી જ વાતચીત કરતા હતા.

         ફોન મુકી દીધા બાદ જગ્ગુએ એક નકલી નામથી  મેઇલ આઇ.ડી પોતાના કોમ્પ્યુટરમાંથી બનાવ્યુ અને પછી પોતે બનાવેલો વિડિયો જે એક વખત ક્ષમા સાથે મસ્તી કરતા કરતા શુટિંગ કરી લીધુ હતુ. તેમાં તેની વાતચીત બદલી એડિટિગ કરી સુધારી લીધો. જેમાં બોલતી તો ક્ષમા જ હતી પરંતુ શબ્દો તેના ન હતા, તે દીપક રહેજાને સેન્ડ કરી દીધો. અડધી સેકંડમાં તો વિડીયો સેન્ડ થઇ ગયો.

         જગ્ગુને ખબર હતી કે દીપક રહેજા રાત્રે દસ વાગ્યે રોજ મેઇલ ખોલી ચેક કરતા હતા. આથી તેણે બરાબર નવને પચાસ મિનિટે વિડીયો સેન્ડ કરી દીધો.

     

*****************

 

        દુનિયામાં સૌથી મોટી કોઇ સજા હોય તો તે એકલતાની છે. કેદીઓને જેલની સજા એટલા માટે જ આપવામાં આવે છે કે તેઓ એકલતાથી કંટાળીને પોતાનુ મનોબળ ગુમાવી દે અને બીજી વખત ગુનો કરતા અચકાઇ છતાંય ગુનેગારો તો જાડી ચામડી ધરાવતા હોય છે પરંતુ સામાન્ય માણસ માટે એકલતા જીરવવી ખુબ જ અઘરી છે.

             ક્ષમાને  એકલતા સાથે ભુખ, તરસ અને ઠંડી એમ ત્રણ પ્રકારની સજા આપવામાં આવી હતી. ધીરે ધીરે તે તુટવા લાગી હતી. દસ દિવસ થઇ ચુક્યા હતા. ઠંડી હોવા છતાંય તેના શરીરમાંથી વાસ આવી રહી હતી. ભુખના હિસાબે તેના પેટમાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો હતો. અને ઠંડીના કારણે તેના હાથ પગ ફાટી ગયા હતા અને તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યુ હતુ.

             તેની માનસિક હલત તો ખુબ જ ખરાબ બની ગઇ હતી. તે આમાંથી છુટવા માંગતી હતી પરંતુ તેની સાથે કોઇ વાત કરવા વાળુ ન હતુ. બ્રેડ આપવા વાળો તો તેની કોઇ વાત સાંભળતો જ ન હતો ક્ષમા ગમે તેટલી ચીસો પાડે પણ તે બ્રેડ ફેકીને જતો રહેતો.

             ભ્રમિત માનસિક હાલત અને અસહ્ય દુ:ખના કારણે તેણે નક્કી કર્યુ કે તે અહીંથી છુટવા માટે ગમે તે કરવા તૈયાર થશે.

            અચાનક એક દિવસ પોતે બેઠી હતી ત્યારે ઓંચિતા દીવાલ પર એક ટી.વી. જેવુ ચાલુ થયુ. જેમાં રોક પોલ બોલતો હતો,

             “ક્ષમા હાઉ આર યુ? આર યુ રેડી ફોર પોલ ડાન્સ?”

             “પ્લીઝ હેલ્પ મી, હેલ્પ મી. મને અહીંથી બચાવો પ્લીઝ. આઇ વીલ ડાઇ.” ક્ષમા ધૃજતા ધૃજતા અધમરી હાલતમાં બોલવા લાગી.

             “ઓકે પોલ ડાન્સ માટે રેડી હોય તો હમણા જ તને આઝાદ કરી દેવામાં આવશે.”

   “મને તમારી બધી શરત મંજુર છે મને અહીંથી છોડાવો. આઇ કાન્ટ લીવ એનીમોર હીયર.”

            “ઓહ ધેટસ લાઇક અ ગુડ ગર્લ.” બોલતા જ ટી.વી. ઓફ થઇ ગયુ અને સામે હતી તેવી જ દિવાલ રહી ગઇ. ક્ષમાને શરત મંજુર કરવાની વાત કહેવા બદલ મનમાં ખુબ જ અફસોસ થઇ રહ્યો હતો પરંતુ તેની ભય અને દુ:ખ સામે તેનુ મનોબળ હારી રહ્યુ હતુ.

             થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. બહાર સાવ આછો જ પ્રકાશ હતો કારણ કે ગેલેરી પણ અંધારી હતી છતાંય તેની આઁખો અંજાઇ ગઇ. આટલા દિવસો સુધી અંધારામાં જ રહેલી ક્ષમા પળભર માટે તો રોશનીને સહન જ ન કરી શકી અને તેની આંખો અંજાઇ ગઇ. તે બે હાથે તેની આંખો આડે દબાવી દીધા.

             થોડી વાર બાદ તેણે ધીમે ધીમે આંખો ખોલી અને જોયુ કે બે કદ્દાવર પહેલવાન જેવા યુવાનો તેની સામે ઉભા હતા. પુરી છ ફુટ જેટલી હાઇટ, કસરતી શરીર, ચુસ્ત કપડા અને માથે કેપ પહેરી બન્ને ઉભા હતા. એ બન્નેને જોઇ ક્ષમા ડઘાઇ ગઇ અને દૂર ખસવા લાગી. જેવી ક્ષમા દૂર જતી હતી તેમ તેમ તે બન્ને ક્ષમાની નજીક આવવા લાગ્યા. અચાનક ક્ષમા દિવાલ સાથે અથડાઇ પડી અને મુંજાવા લાગી. તેની સામે બોલી શકે તેટલી તાકાર પણ તેનામાં ન હતી.

   અચાનક તે બન્નેએ ક્ષમાના હાથ પકડ્યા અને ઉભી કરી પણ નબળાઇને કારણે ક્ષમા લથડિયા ખાવા લાગી તેથી બન્ને બાજુથી તે યુવાનોએ ક્ષમાને  ટેકો આપી અને તેને બહાર લઇ જવા લાગ્યા.

 

ક્રમશ:

 

         શું ક્ષમા પોતાની અને રહેજા ફેમિલીની ઇજ્જતનો વિચાર દૂર મુકી પોલ ડાન્સ કરવા રાજી થશે કે પછી આ ગંદા કામ સામે લડત આપશે??? શું કોઇ ક્ષમાની હેલ્પ કરશે કે નહી??? ક્ષમાના   જીવનની કહાની જાણવા માટે વાંચતા રહો.......

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2