એક અજનબી- 7
એક અજનબી
ભાગ : 7
બીજે
દિવસે વહેલી સવારે શ્યામનો ફોન આવ્યો. શ્યામનું નામ ફોનમાં ફ્લેશ થતુ જોઇ ક્ષમા ઉત્સાહથી
બેઠી થઇ ગઇ અને ફોન રીસીવ કર્યો. “હજુ ઉંઘે છે ક્ષમા આમ જ ઉંઘતી રહી તો હુ તમને
બંન્ને ને કયારેય એક થવા નહી દઉ હા હા હા...”
ક્ષમાને આગલી રાત્રીનું ચિત્ર સામે તરી
આવ્યુ અને સાથે સાથે તે સમજી પણ ગઇ કે શ્યામ જ ગઇ રાત્રીએ તેની મજાક કરતો હતો. “યુ નોટી શ્યામ”. તને ખબર છે મારી હાર્ટબીટ
કેટલી વધી ગઇ હતી? અને તને આવા મજાક સુઝે છે?” ક્ષમાએ છણકો કર્યો.
“અરે યાર પ્રેમના ઇઝહારનો દિવસ યાદગાર
તો હોવો જોઇએ ને? સોરી...સોરી....” શ્યામે હસતા હસતા રિપ્લાય આપ્યો.
“ઓ.કે. બાબા ઓ.કે. ઇટ્ઝ ઓ.કે.” ક્ષમા એ
પ્રત્યુતર વાળ્યો અને પુછ્યુ “ક્યારે આવે છે શ્યામ મારા મિન્સ આપણા ઘરે?”
“આવું જ છું રેડી થઇને જાનેમન. મસ્ત
મજાનો બ્રેકફાસ્ટ રેડી રાખજે.”
“યા શ્યોર. ચલો બાય.” ક્ષમાએ કહ્યુ અને
ફોન કટ કરી ફટાફટ તૈયાર થવા લાગી. ફટાફટ તૈયાર થઇ નીચે આવી અને શ્યામનો મનપસંદ બ્રેકફાસ્ટ
સમોસા,ચટણીની પ્રીપેરેશન કરવા લાગી અને તેના પપ્પાને બજારમાં કાજુકતરી લેવા માટે
મોકલ્યા.
“બેટા, આજે બહુ ખુશ દેખાય છે? શું મેટર
છે જરા મને તો કહે?” અનસુયાબહેને પુછ્યુ.
“મમ્મી શ્યામ આવે છે આપણા ઘરે અને તેણે
કહ્યુ છે કે તે આપણી સાથે બ્રેકફાસ્ટ કરશે
તો તેની મનપસંદ આઇટમ બનાવું છું.” ક્ષમાએ ચટણી બનાવતા કહ્યુ.
“સારૂ પણ એક વાતનો સખત ખ્યાલ રાખજે,
તારા પપ્પાને આ તળેલુ અને મિઠાઇ આપતી જ નહી. તેના માટે સલાડ તૈયાર કરી રાખજે.
ડોક્ટર સાહેબે સખત મનાઇ કરી છે.”
“અરે મમ્મી, આજે તેને છુટ આપજે આ બધુ
ખાવાની. કાલથી સખ્ત નિયમ પાળજે.” ક્ષમા ની એક એક વાતમાં તેના અંતરનો ઉમળકો ચહેરા
પર ખુશીના ભાવ સાથે છલકી રહ્યો હતો. અનસુયાબહેન પણ સમજી ગયા હતા કે કાંઇક ગુડ
ન્યુઝ છે પણ તેણે ક્ષમાને પુછવાનુ ટાળ્યુ કારણકે ક્ષમા વારેવારે જવાબ આપવાનુ ટાળતી
હતી.
બધુ રેડી કરી ડાઇનીંગ ટેબલ પર સજાવટ કરી
ક્ષમા હજુ બેઠી કે ડોરબેલ વાગી. ક્ષમા દોડીને
દરવાજો ખોલવા ભાગી. દરવાજો ખોલતા જ તેના પપ્પા આવ્યા હતા. તેમના હાથમાંથી
સ્વિટ્સનુ બોક્ષ લઇ ક્ષમા કિચનમાં ગઇ અને તેના પપ્પા માટે ઠંડુ વરિયાળીનું સરબત લઇ
આવી.
ડોર બેલ ફરી વાગી. ક્ષમા ને વિશ્વાસ જ
હતો કે શ્યામ આવ્યો છે. તે ધીરેથી દરવાજા તરફ સરકી અને ડોર ખોલ્યુ કે શ્યામ સામે
ઉભો હતો. બન્નેની નજર મળતા જ એકબીજાના ચહેરા પર સ્મિતની લહેર દોડી ગઇ.
“અરે આવ આવ બેટા. ક્ષમા શ્યામ ને અંદર તો આવવા દે કે ત્યાં જ તેને રોકી
રાખવાનો ઇરાદો છે?” દિપકભાઇએ કહ્યુ.
“થેન્ક્સ અંકલ તમે આવકાર આપ્યો નહી તો
મને તો એમ જ હતુ કે ક્ષમા આજે અંદર આવવા જ નહી દે.” કહેતા શ્યામ અને દિપકભાઇ હસી
પડ્યા.
“હમ્મ્મ્મ્મ તો હવે મને સમજાયુ કે આ
સમોસા અને કાજુકતરી એ બધુ શ્યામ આવવાનો હતો એટલે બન્યુ છે. કેમ ક્ષમા સાચી વાત
ને?” દિપકભાઇએ ક્ષમા સામે જોઇ પુછ્યુ કે ક્ષમા શરમાઇ ગઇ.
“હાસ્તો વળી, તમને ડોક્ટરની સખત મનાઇ છે
આ તીખુ મસાલેદાર લેવાની. ખબર છે કે ભુલી ગયા?” અનસુયાબેહેને શ્યામને પાણીનો ગ્લાસ
ઓફર કરતા બોલ્યા.
“આજે તો તારી ઘાસફુંસમાંથી મને છુટકારો
આપ પ્લીઝ. આજે શ્યામ ની સાથે ગરમાગરમ સમોસાની લિજ્જત માણવા દે પ્લીઝ?” દિપકભાઇએ
કહ્યુ.
“પપ્પા આજે સલાડમાંથી હું તમને છુટ્ટી
આપુ છું. ડોન્ટ વરી આજે તો તમારે પણ આ મસાલેદાર ટેસ્ટી બ્રેકફાસ્ટનો આનંદ માણવાનો
છે. મમ્મીની પરમિશન મે મેળવી લીધી છે.” ક્ષમા એ કહ્યુ.
“વાહ વાહ બેટા વાહ. તો હવે મારાથી
રહેવાતુ નથી ચલો નાસ્તાને ન્યાય આપવા નહી તો નાસ્તાને ખોટુ લાગી જશે.” હસતા હસતા
દિપકભાઇ ઉભા થયા અને સાથે શ્યામ અને ક્ષમા પણ ડાઇનીંગ ટેબલ તરફ ગયા.
ક્ષમા એ બધાને નાસ્તો સર્વ કર્યો અને
પછી પોતે પણ શ્યામની બાજુમાં બ્રેકફાસ્ટ માટે બેસી ગઇ.
“વાહ આન્ટી, તમારા હાથમાં તો જાદુ છે.
શું સમોસા બન્યા છે? સો ટેસ્ટી....” શ્યામે
કહ્યુ.
“બેટા આજે તો તારે ક્ષમાના વખાણ કરવા
રહ્યા. સમોસા અને બાકી બધુ આજે તેણે પોતાના હાથે બનાવ્યુ છે.” અનસુયાબહેને કહ્યુ.
“હમ્મ્મ આઇ એમ સરપ્રાઇઝડ ક્ષમા. તને
બ્રેકફાસ્ટ બનાવતા આવડે છે? મને એમ કે બસ બે હાથે નાસ્તો કરતા જ આવડ્તુ હશે..” શ્યામ
હસી પડ્યો.
“વેરી ફન્ની.” ક્ષમા એ પ્રત્યુતર
વાળ્યો.
“અંકલ આજે તમને એક વાત કરવા માટે આવ્યો
છું. વિચારુ છું કેમ અને ક્યાંથી શરૂઆત કરું?” શ્યામ જરા ગંભીર બની ગયો.
“અરે દિકરા તું અમારા પરિવારના હિસ્સા
સમાન જ છે. કોઇ પણ પ્રકારના સંકોચ વિના કહી દે તારા મનની વાત.”
“અંકલ હું અને ક્ષમા એકબીજાના પ્રેમમાં
છીએ અને અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છીએ છીએ.”
“વાહ....વાહ......વાહ દીકરા વાહ.” મારા
મનની ઇચ્છા આજે પુરી થઇ ખરી.” દિપકભાઇ આનંદથી ઝુમી ઉઠ્યા.
“તમારી હા હોય અને સંપુર્ણ રીતે મારા પર
ટ્રસ્ટ હોય તો જ અમે બન્ને લગ્ન કરીશું. તમારા બન્નેની રજામંદી અમારા માટે
અનિવાર્ય છે અંકલ આન્ટી.” શ્યામે કહ્યુ.
“દીકરા હું અને દિપક તો પહેલાથી જ તમારા
સબંધ માટે રાજી જ હતા અને આજે પણ ખુબ ખુશ છીએ કે ક્ષમા ને તારા જેવો હોનહાર અને
સમજદાર જીવનસાથી મળ્યો છે.” અનસુયાબહેને કહ્યુ.
“અરે આજે તો તહેવાર મનાવવા જેવી વાત છે.
બહુ મોટુ સરપ્રાઇઝ મળ્યુ છે આજે મને. આજે તો ડબલ નાસ્તો કરીશ હું.” દિપકભાઇએ હસતા
હસતા કહ્યુ.
“લો દીકરા મીઠુ મોઢુ કર અમને આ સબંધ મંજુર
છે અને હા એક વાત કે ક્યારેય તું એમ ન સમજતો કે આ દુનિયામાં હવે તારુ કોઇ છે નહી.”
“થેન્ક્સ અંકલ આંટી.” શ્યામે કહ્યુ.
“અંકલ આન્ટી નહી બેટા હવેથી મમ્મી પપ્પા
કહેવાની ટેવ આજથી જ પાડી દે.” અનસુયાબહેન બોલ્યા.
“પણ અંકલ એક પ્રોબ્લેમ છે.
“શુ બેટા બોલને?”
“મારી નવી જોબ લંડન મળી છે તો મારે પંદર
જ દિવસમાં નીકળી જવાનુ છે અને નવી નવી જોબ છે તો હું ત્યાંથી ત્રણ વર્ષ સુધી લાંબી
રજા પર નહી આવી શકુ તેવી કંપનીની પોલીસી છે તો શું લગ્ન માત્ર પંદર જ દિવસમાં શક્ય
રહેશે???” શ્યામે અચકાતા કહ્યુ.
“અરે બેટા એમાં શુ મોટી વાત છે? પંદર
દિવસમાં બધુ અરેન્જ થઇ જશે. એ બાબતે તું નિષ્ફિકર બની જા. તમારા બન્નેની ઇચ્છા હોય
તો હુ પંદર દિવસમાં જ લગ્ન અને સગાઇની એરેજન્મેટ કરાવી આપીશ.”
“ઓહ પાપા થેન્ક્યુ સો મચ. તમે તો મારી
બધી મુઝવણ સોલ્વ કરી દીધી.”
“ઓ.કે. બેટા તો હુ કાલે જ પંડિતને
પુછીને લગ્નની તારીખ નક્કી કરાવુ છુ અને ક્ષમાનો પાસપોર્ટ તો રેડી જ છે. તમે
બંન્ને જવાની તૈયારી કરો હુ લગ્નનુ બધુ ગોઠવી આપુ છુ”
ક્ષમા અને શ્યામ દીપકભાઇની વાત સાંભળી
ખુબ જ ખુશ થઇ ગયા.
વધુ આવતા અંકે
.webp)
Comments
Post a Comment