Posts

Showing posts from December, 2022

શરીર - એક જાદુઇ યંત્ર

Image
શરીર - એક જાદુઇ યંત્ર    શાલિની એક હાઉસ વાઇફ છે. સુખી સંપન્ન તેનો પરિવાર છે. પૈસા ટેકે પણ સમુધ્ધ. બસ માઇગ્રેનની તકલીફને કારણે જીવન દોજખ બની ગયુ. કેટલાય ડોકટર અને વૈદ્યની મુલાકાત લીધી પરંતુ દવા લીધા સુધી ફરક રહે પછી બસ ફરીથી એ જ તકલીફ શરુ. આનો કોઇ પરમેનન્ટ ઇલાજ ખરો?                  કયારેક અચાનક ખુબ જ ખુશીના સમાચાર મળે છે ત્યારે પેટમાં અને માથામાં તીવ્ર દુ:ખાવો હોય તો પણ ગાયબ થઇ જાય છે.   કયારેક ખુશીની પળોમાં શરીરની કોઇ જાતની તકલીફ અનુભવાતી નથી. ટેન્શન દુ:ખ વખતે કોણ જાણે કેવા શારીરિક રોગો આવી જાય છે. કોઇને શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવામાં તકલીફ થાય છે અને કોઇને શિયાળામાં ગમે તેવી ઠંડી વસ્તુઓથી પણ કોઇ જાતની મુશ્કેલી થતી   નથી. બધાના શરીર કેમ અજબ ગજબ છે. બાહ્યથી એકસરખુ દેખાતુ આપણુ શરીર અંદરથી કેમ અલગ અલગ છે?                   મિસ્ટર મહેતાને હમેંશા નાના મોટા રોગો સતાવતા જ રહે છે. શિયાળો આવે સૌથી પહેલા શરદી અને તાવ તેને પકડે. ઉનાળો આવે એટલે લુ અને પિત્ત તેના માટે તૈયાર જ હોય અને ચોમાસામાં ઝાડા અને સ્કિન પ્રોબ્લેમ. તેને લાગે છે કે દવા વિના તો તેને સ્વર્ગે પણ જવા નહિ મળે. શુ સાચે જ આનો કોઇ ઇલ

ઢળતી સંધ્યાએ ભાગ : 6

Image
  વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ ભાગ : 6             “ આવતીકાલે હું કોલકાતા જવા નીકળું છું. બીઝનેશના કામ માટે.” સુભાષભાઇએ માલતીબેનના રૂમનો દરવાજો ખોલી બહાર ઉભા ઉભા જ કહી દીધુ.           “એકલા જ જવાના કે???” સુભાષભાઇ માલતીબેનના કહેવાના અર્થને પામી ગયા.           “હાસ્તો, એકલો જ જવાનો છું, મારી કોઇ એવી ઇચ્છા નથી કે રોજે રોજ તારો આ ચહેરો જોઇ મારા દિવસને ખરાબ કરું.” બોલતા સુભાષભાઇ દરવાજો પછાડતા ત્યાંથી નીકળી ગયા.           બીજે દિવસે સવારથી રાહી જીત સુભાષભાઇ બધા દોડધામમાં હતા, માલતીબેન તો તેની દિનચર્યા મુજબ જ કામ કરી રહ્યા હતા. બધી મમતા અને સબંધોથી તે આજે નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.           સાંજે સુભાષભાઇ પાંચેક વાગ્યે નીકળી ગયા, જતી વખતે પણ માલતીબેન તેમને દરવાજા સુધી વળાવવા આવ્યા પણ બધુ વ્યર્થ. એકવાર પણ સુભાષભાઇએ તેની સાથે વાત ન કરી કે ન માલતીબેનની વાતને સાંભળી. જીત અને રાહીને બધી ધંધાની સલાહો આપતા તેઓ નીકળી ગયા.           સુભાષભાઇ તો કોલકાતા જતા રહ્યા અને ત્યાર બાદ થોડા દિવસ તો બધુ વ્યવસ્થિત ચાલ્યુ પણ થોડા દિવસો બાદ શો રૂમમાં ખેંચ પડવાથી રાહી નિયમિત પણે જીત સાથે ત

ઢળતી સંધ્યાએ ભાગ : 5

Image
  વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ ભાગ : 5             “તને કાંઇ ખબર પડે છે કે નહી?” ગરમાગરમ ચા નો ઘુંટ પીવાથી ગુસ્સે થતો જીત તેની નાની બહેન વૃષ્ટી સામે મન ફાવે એ રીતે ઝઘડવા લાગ્યો.           “જીત, એ તારી નાની બહેન છે, આ રીતે વાત કરવાનો તને કોઇ હક્ક નથી.” માલતીએ સાંભળતાવેંત જ જીતને રોકતા કહ્યુ.           “તમે તો વચ્ચે ન બોલો એ જ સારૂ છે, મને ખબર છે બધી કે આ બધુ તમે જ આ ચાપલીને શીખવો છો. પપ્પાને આવવા દો, વૃષ્ટીની ફરિયાદ ન કરુ તો કહેજો મને.” જીત ધુંવાફુંવા થતો બોલ્યો.           “હા, આવવા દે તારા પપ્પાને, હું પણ જોઉ છું કે તુ શું કહે છે અને તે શું નિર્ણય લે છે.”           “કેમ બહુ પાંખો ફુટવા લાગી છે માલતી તને?” પાછળથી રાજેશભાઇએ આવતા ટોનમાં પુછ્યુ.           “ના, એવુ તે કાંઇ નથી પણ તમારા લાડકાને કહો કે તે સભ્યતાથી ઘરમાં વર્તન કરે, નાની બહેન સાથે કોઇ આ રીતે વાત કરતુ હશે, બીચારી ક્યારની રડે છે રૂમમાં ભરાઇને.”           “એ બધી વાત પછી પણ આ વાત તુ જીતને પ્રેમથી પણ સમજાવી શકે છે તો શું કામ તેના પર નાહક ગુસ્સો કરે છે?”           “નાહક ગુસ્સો??? હું નાહક ગુસ્સો કરું છું??? નાનો હતો