Posts

Showing posts from January, 2022

એક ભયાનક સત્ય

Image
  વાર્તાનુ નામ :   એક ભયાનક સત્ય         અમદાવાદ શહેરથી આશરે ત્રણેક કિ.મી. દુર એક યાન આવીને ઉભુ રહે છે. યાનમાંથી બે મનુષ્ય આકૃતિ બહાર આવે છે. જેનુ નામ દિવ્ય અને પ્રેય છે. બંને ખુબ જ સ્વરૂપવાન અને દેખાવે ખડતલ તથા મજબુત છે. તેના ચહેરા પરનુ તેજ દુરથી જ જોઇ શકાય છે. તેઓ યાનમાંથી ઉતરીને ધીરે ધીરે ચાલતા ચાલતા શહેર તરફ આગળ વધે છે.             એકાદ કિ.મી. આગળ વધતા મનુષ્યોની થોડી વસાહત દેખાય છે. રાત્રિનો સમય થઇ ચુક્યો હતો.આથી દિવ્ય અને પ્રેય મનુષ્યની વસાહતમાં રાત્રિરોકાણની વ્યવસ્થા કરવા જાય છે.પહેલા ઘરે દરવાજો ખખડાવે છે તો એક અપંગ માંદલો લાગતો છોકરો વ્હીલચેર પર બેસીને દરવાજો ખોલે છે.             દિવ્ય અને પ્રેય તેને રાત્રિરોકાણ માટે કોઇ યોગ્ય સ્થળ વિશે પુછપરછ કરે છે ત્યાં એક દુબળી, પાતળી,કૃશકાય કાયા ધરાવતી સ્ત્રી આવીને કહે છે, “ભાઇઓ, તમે અહીંથી ચાલ્યા જાવ.....આટલું બોલતા તે હાંફી પડે છે અને માંડ માંડ શ્વાસ ભરતા ભરતા બુમો પાડીને કહે છે, “ચાલ્યા જાવ અહીંથી ચાલ્યા જાવ”             દિવ્ય અને પ્રેય પોતાના આ અપમાનથી સમસમી ઉઠે છે અને ઘરની બહાર નીકળી બીજા દરવાજે જાય છે. એક અંધ જેવો લાગતો દુબળ

પ્રેમ સંબંધ

Image
  પ્રેમ સંબંધ                  વરસાદનો કોપ પુરેપુરો સૌરાષ્ટ્ર પર ઉતર્યો હતો . ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ હતી . છેલ્લા આઠ દિવસથી વરસાદ રોકાવાનુ નામ લેતો ન હતો . ડેમ , જળાશયો અને નદી નાળા બે કાંઠે વહી રહ્યા હતા .                તે રેસ્ક્યુ ઓપરેશનમાં સતત રેસ્ક્યુ ટીમ સાથે રહીને પુરગ્રસ્તોની મદદ કરતો હતો . તેની શાળામાં સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી . ઘણાં પશુ - પંખી અને લોકો   પાણીમાં તણાઇ ગયા હતા . વાતાવરણ ગમગીન હતુ . કુદરતના કોપ સામે બધા લાચાર બની ગયા હતા . ગામના રામ મંદિરમાં છેલ્લા બે દિવસથી અખંડ રામધુન ચાલી રહી હતી . આજે વરસાદ તો રોકાયો હતો તેથી લોકોના ચહેરા પર ખુશીની લહેરખી તો આવી પરંતુ બે મિનિટમાં તે દુ : ખમાં ફેરવાઇ ગઇ . નદીમાં બે લાશ રેસ્ક્યુ ટીમ દ્વારા કાઢવામાં આવી ત્યારે સાથે વિશેષ પણ લોકોને બચાવવા નદીમાં ઊતર્યો હતો .                વિશેષ દોરી પકડીને નદીમાં જતો હતો ત્યાં તેને કોઇ ડુબતુ દેખાતુ હતુ . તે આગળ ગયો અને કોઇ છોકરીને તેના સાથીઓની મદદથી બચાવી લાવ્યો . નદીમાંથી બહાર કાઢી તો તે છોકરીમાં જીવ હોય તેવુ લાગ્યુ પરંતુ તે ખુબ જ પાણી પી ગઇ હતી . બેભાન અવસ્થામાં હ

હનીમુન - 2

Image
                   હનીમુન                  ભાગ :2                  “કેટલો સુંદર રૂમ છે યાર વિથ ફર્નિચર.” શ્રેયાંએ એકદમ ખુશ થતા કહ્યુ.                  “ડાર્લિગ તારા માટે બધુ જ કુરબાન.” ક્ષિતિજની વાત સાંભળી શ્રેયા તેને વળગી પડી. બહાર વરસાદ હજુ ચાલુ જ હતો. રાત ઘણી થવા આવી હતી.                  “શ્રેયુ તારા માટે ડિનરમાં શુ મંગાવુ?”                 “બહુ ઇચ્છા નથી કાંઇ હળવુ જ મંગાવ.”                  ક્ષિતિજે કોલ કરીને બે વેજિટેબલ સેન્ડવીચ મંગાવી લીધી.                  ***********************************                            ઓફિસ બાદ સીધી જ ફલાઇટ પકડી હતી આખા દિવસના સફરના થાકથી ક્ષિતિજને ડિનર બાદ વહેલી જ ઉંઘ આવી ગઇ. સુંદર શમણા સજાવતી શ્રેયા પણ ક્ષિતિજને વળગીને સુઇ ગઇ. રાતની નીરવતા અને અજાણી જગ્યા પર શ્રેયાંને થોડા પડખા ફરવા પડ્યા પરંતુ થોડી વાર પછી ગાઢ ઉંઘ આવી ગઇ.                  અડધી રાતે અચાનક ધબ ધબ કરતો અવાજ થવા લાગ્યો અને ક્ષિતિજની ઉંઘ ઉડી ગઇ. તેને આસપાસ જોયુ તો કોઇ જ દેખાયુ નહિ. ફરી તે ચાદર માથા પર ખેંચીને સુઇ ગયો હજુ તે ઉંઘવાનો પ્રયાસ જ કરતો હતો ત્યા તેની ચાદર

હનીમુન - 1

Image
  લેખકના બે બોલ:                  ભુત પ્રેત, ડાકણ, પિશાચની ઘણી વાતો સાંભળી છે પરંતુ મે જાતે કોઇ અનુભવ કર્યો નથી. આ વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. આમા લખેલા નામ અને ઘટના બધુ કાલ્પનિક જ છે અને હા, આ વાર્તા લખવા માટે જરૂરી માહિતી પુરી પાડનાર ધર્મેશ ભાઇનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ. તો વાંચતા રહો અને જીવનમાં હમેંશા ખુશ રહો.       વાર્તાનું નામ: હનીમુન                                જીંદગીમાં ક્યારેય વિચાર્યુ જ ન હતુ કે વિદેશમાં આટલી ઝડપથી જવા મળશે. શ્રેયાં એકદમ ખુશ હતી.   એરપોર્ટ પર ઉતરતા જ શ્રેયા મનોમન રાજી થવા લાગી. ગરીબ ઘરમાં ઉછરીને કયારેય મુબંઇ પણ જોયુ ન હતુ. વલસાડની બહારની દુનિયા કયારેય સ્વપ્ન સમાન હતી એ શ્રેયાં માટે સ્પેન એ સ્વર્ગીય સુખ સમાન હતુ.                  ક્ષિતિજે પહેલાથી જ હોટેલ બુક કરાવી રાખી હતી. હોટેલ બારેસલોના. ક્ષિતિજને હતુ કે બધુ પ્લાન મુજબ જ થઇ રહ્યુ હતુ. પરંતુ એક ગરબડથી તે સાવ અજાણ હતો. ઇશ્વર બધાના કર્મોનો હિસાબ રાખે છે આપણે તે કયારેય ચેક કરતા જ નથી. સૌ કોઇ એમ જ માને છે કે આપણુ ધાર્યુ બધુ જ આપણે કરી શકીએ છીએ. પરંતુ ખરેખર?