હનીમુન - 1
લેખકના
બે બોલ:
ભુત
પ્રેત, ડાકણ, પિશાચની ઘણી વાતો સાંભળી છે પરંતુ મે જાતે કોઇ અનુભવ કર્યો નથી. આ
વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. આમા લખેલા નામ અને ઘટના બધુ કાલ્પનિક જ છે અને હા,
આ વાર્તા લખવા માટે જરૂરી માહિતી પુરી પાડનાર ધર્મેશ ભાઇનો ખુબ ખુબ આભાર વ્યક્ત
કરુ છુ. તો વાંચતા રહો અને જીવનમાં હમેંશા ખુશ રહો.
વાર્તાનું
નામ: હનીમુન
જીંદગીમાં
ક્યારેય વિચાર્યુ જ ન હતુ કે વિદેશમાં આટલી ઝડપથી જવા મળશે. શ્રેયાં એકદમ ખુશ હતી. એરપોર્ટ પર ઉતરતા જ શ્રેયા મનોમન રાજી થવા
લાગી. ગરીબ ઘરમાં ઉછરીને કયારેય મુબંઇ પણ જોયુ ન હતુ. વલસાડની બહારની દુનિયા
કયારેય સ્વપ્ન સમાન હતી એ શ્રેયાં માટે સ્પેન એ સ્વર્ગીય સુખ સમાન હતુ.
ક્ષિતિજે
પહેલાથી જ હોટેલ બુક કરાવી રાખી હતી. હોટેલ બારેસલોના. ક્ષિતિજને હતુ કે બધુ પ્લાન
મુજબ જ થઇ રહ્યુ હતુ. પરંતુ એક ગરબડથી તે સાવ અજાણ હતો. ઇશ્વર બધાના કર્મોનો હિસાબ
રાખે છે આપણે તે કયારેય ચેક કરતા જ નથી. સૌ કોઇ એમ જ માને છે કે આપણુ ધાર્યુ બધુ જ
આપણે કરી શકીએ છીએ. પરંતુ ખરેખર?
*************************************
વલસાડમાં
એક સાવ ગરીબ પરિવારમાં શ્રેયાનો જન્મ થયો હતો. તેના પિતા એક કેરીના બગીચામાં મજુરી
કામ કરતા હતા. તેની માતા છુટક મજુરી કરતી હતી. માંડ માંડ તેઓ પોતાનુ ગુજરાન ચલાવી
રહ્યા હતા. શ્રેયા એક માત્ર સંતાન હતી છતાંય માંડ માંડ જેમ તેમ કરીને કોલેજ સુધીનો
અભ્યાસનો ખર્ચ તેના માતા પિતા કરી શક્યા હતા. ગરીબી અને કઠણાઇ સિવાય શ્રેયાએ કાંઇ
જોયુ જ ન હતુ. તેની આંખોમાં અનેક સ્વપ્નો રમતા હતા પરંતુ હકીકત તેનાથી ક્યાંય દુર
હતી. ભણવાનો ખુબ જ શોખ હતો સારા ટ્યુશન વિના તે કોલેજ સુધી સારા ગુણે પાસ થઇ શકી
હતી. ગર્વમેન્ટ જોબ માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ નસીબ બે ડગલા દુર જ રહ્યુ. આખરે
પ્રાઇવેટ સ્કુલની જોબ અને ટયુશન કલાસ શરૂ કરી દીધા અને તેના પિતા શાંતિલાલ
ઉંમરલાયક શ્રેયાં માટે પોતાના વર્તુળમાં સારો છોકરો જોવા લાગ્યા.
“શ્રેયા
ના પપ્પા, સાંભળો છો?” સાંજે કામેથી આવીને રાધાબહેને કહ્યુ. બહાર ફળિયામાં ટ્યુશન
કરાવતી શ્રેયાંના કાન પણ સળવા થઇ ગયા. ખુબ જ ઓછુ બોલતા તેના મમ્મી જરુરી વાત હોય
તો જ આખો દિવસની મજુરી કરીને થાકી આવીને વાતો કરતા.
“હા,
બોલ ને.” આટલુ બોલતા જ શાંતિભાઇને ખુબ જ ઉધરસ ચડી. તાવ અને શરદીના અસર તળે તેઓ બે
દિવસથી કામ પર જઇ શક્યા ન હતા. બાકી તે રાત્રે મોડા ઘરે આવતા. પાણીનો ગ્લાસ આપતા
રાધાબહેને કહ્યુ,
“ગામમાં
નવા રોડ બનાવવા શરૂ થવાના છે. તેમાં મજુરોની જરૂર પડશે. વાડીનુ આ કામ હવે પુરુ થવા
આવ્યુ છે તો હું રોડના કામ માટે નામ લખાવી લઉ? લાખી અને રુખીને બધાએ નામ લખાવ્યા
છે.”
ખુ.....
ખુ....... ખુ....... ઉધરસ અને હાંફ ચડતા “હા, જા.. આટલુ માંડ શાંતિભાઇ બોલી શક્યા.
“પપ્પા
લ્યો આ દવા પી લો.” શ્રેયાંએ પિતાને એક ગોળીની સ્ટ્રીપ અને દવાની બાટલી આપતા
કહ્યુ.
“એક
ગોળી આમાથી લઇ લો અને એક ચમચી સિરપ. ત્રણ ટાઇમ લેજો.” ગોળી કાઢીને આપતા શ્રેયાં
બોલી.
“કયાંથી
લાવી તુ?” રાધાબહેને પુછ્યુ.
“પપ્પા
કયારના પીડાઇ રહ્યા છે બપોરની કહુ છુ દવાખાને જવાનુ પરંતુ, માનતા જ નથી. એટલે નાન્યો ટયુશનમાં આવ્યો
એટલે તેને દોડાવ્યો તેના મમ્મી આંગણવાડી ચલાવે છે એટલે તેની પાસે હોય બધી દવાઓ તે
લેતો આવ્યો.”
************************************
રાધાબહેન રોડના કામ પર લાગી ગયા.
શાંતિભાઇ પણ રાતે બગીચેથી આવીને રોડના કામ માટે લાગી જતા. મોડી રાત સુધી બંન્ને
મજુરી કરતા. શ્રેયા આખો દિવસ ઘરકામ અને નોકરી સાથે ટ્યુશન પણ કરાવતી. બપોરે અને
સાંજે તે મમ્મી પપ્પા માટે ટિફિન લઇને જતી.
“શ્રેયાં
એમ આઇ રાઇટ?” રાત્રે ટિફિન મમ્મી પપ્પાને આપીને શ્રેયાં ઘર તરફ જવા જતી હતી ત્યારે
એક હેન્ડસમ ગુડ લુકિંગ છોકરાએ તેને પુછ્યુ.
“હા”
બોલીને તે જવા લાગી.
“એક
મિનિટ તમારુ કામ છે.” તે ફરીથી બોલ્યો એટલે શ્રેયાં રોકાઇ.
“મારુ નામ ક્ષિતિજ છે અને મારા પપ્પાએ આ રોડનો
કોંટ્રાકટ રાખ્યો છે. તમારા મમ્મી પપ્પા અહીં કામ કરવા આવે છે ને?”
“હા,
પણ મારુ કામ શુ છે?”
“ઓહ
સોરી મારે તો એ જાણવુ હતુ કે અહી નજીકમાં કોઇ આઇસક્રીમ પાર્લર છે.”
“હા
છે ને” શ્રેયાં એ એડ્રેસ આપ્યુ.
“તમને વાંધો ન હોય તો મને કંપની આપશો.”
“સોરી
મારે ઘરે ઘણુ કામ બાકી છે.” શ્રેયાં આટલુ બોલીને ચાલી નીકળી. પરંતુ ઘરે જઇને તેનુ
મન ક્ષિતિજને વારંવાર યાદ કરવા લાગ્યુ. તેનો ચહેરો તેની આંખમાંથી ખસવાનુ નામ જ
લેતો ન હતો.
બીજે
દિવસે બપોરે ટિફિન આપવા ગઇ ત્યારે તેની નજર ક્ષિતિજને જ શોધવા લાગી. દુરથી ખુણામાં
મિત્રો સાથે વાતો કરતો ક્ષિતિજને જોઇને તેની આંખ ઠરી.
*********************************
“હાય,
તમે બહુ શરમાળ છો.” બે ત્રણ દિવસ બાદ ફરીથી ઘરે જતા રસ્તામાં રોકીને ક્ષિતિજએ
પુછ્યુ. શ્રેયાં સાંભળીને ચાલવા લાગી.
“એક
મિનિટ તમારુ ફરી કામ પડ્યુ છે. કોઇ સારો કોફી શોપ છે અહીં?”
શ્રેયાંએ
એડ્રેસ કહ્યુ અને જવા લાગી એટલે પાછળથી તેનો હાથ પકડીને ક્ષિતિજે કહ્યુ.
“આજે
નહિ ચાલે આજે તો તમારે કંપની આપવી જ પડશે.” ક્ષિતિજનો સ્પર્શ શ્રેયાંના રોમ રોમમાં
અનેરો રોમાંચ જગાવી ગયો અને તે આ વખતે ના
પાડી શકી નહિ. આ મુલાકાત બાદ તેઓ ખાસ મિત્ર બની ગયા. વારંવારની મુલાકાત બાદ કયારે
મિત્રતા પ્રેમમા પરિણમી ગઇ બંન્નેમાંથી કોઇને ખબર ન પડી.
“શાંતિભાઇ”
ક્ષિતિજના પપ્પા રવિભાઇને અચાનક આવેલા જોઇ શાંતિભાઇ અને રાધાબહેન આશ્ચર્યના માર્યા
કાંઇ બોલી ન શક્યા.
“આવો
આવો” શ્રેયાંએ આવકાર આપ્યો.
“બેસો
બેસો” શાંતિભાઇએ પણ કહ્યુ.
“તમે
મને તો ઓળખો છો. હું ક્ષિતિજનો પિતા છુ અને રોડનુ કામ રાખેલ છે.”
“હા,
સર મુજ ગરીબના ઘરે આપને આવવુ પડ્યુ.”
“તમને
તો ખબર જ છે કે ક્ષિતિજ અને શ્રેયા એકબીજાને પસંદ કરે છે તો હવે આપણે એ પસંદ પર
મહોર મારી આપીએ તો. તમને વાંધો તો નથી ને”
“મુજ
ગરીબ સમક્ષ આવી વાતો કરી ને મને શરમિંદા કરો છો.”
“અરે
હું ગરીબ, અમીર, ઉચ્ચ - નીચના ભેદભાવને માનતો નથી. તમારી હા હોય તો.”
“ધન્ય
છે સર તમને”
**********************************
શ્રેયા
અને ક્ષિતિજના લગ્ન ધામ ધુમ પુર્વક થઇ ગયા. બધો જ ખર્ચો રવિભાઇએ આપી દીધો અને
શાંતિભાઇને એક સારી નોકરી પણ અપાવી દીધી. શ્રેયા લગ્ન કરીને ક્ષિતિજના મુબંઇના
બંગલે આવી ગઇ. ક્ષિતિજના મમ્મી તો ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. રવિભાઇ તો
પોતાના કામસર બહારગામ જ રહેતા. ક્ષિતિજે લગ્ન બાદ મુબઇની ઓફિસ સંભાળી લીધી હતી.
પરંતુ તે આખો દિવસ વ્યસ્ત જ રહેતો મોડી રાત્રે માંડ ઘરે આવતો. નવા ઘરે આવીને
શ્રેયા સાવ બોર થઇ ગઇ હતી. ત્રણ મહિના બાદ માંડ ક્ષિતિજને સમય મળ્યો હતો અને તેને હનીમુન
માટે સ્પેનની ટિકિટ બુક કરાવી હતી અને હોટેલ પણ બુકિંગ કરાવી લીધી હતી.
***************************************
એરપોર્ટથી
હોટેલ સુધી રસ્તા પર જ વરસાદ શરૂ થઇ ગયો. રાત ઢળવા લાગી હતી. વાતાવરણ રોમેન્ટીક
બની રહ્યુ હતુ. શ્રેયાં રોમાંચિત થઇ ઉઠી હતી. લગ્ન બાદ આ પહેલીવાર હોલી ડે પર પતિ
સાથે આરામથી સમય પસાર કરવા મળશે. પરંતુ ક્ષિતિજના મનમાં તો અલગ જ વિચાર ચાલી રહ્યા
હતા. વરસાદનુ પ્રમાણ ખુબ જ વધવા લાગ્યુ હતુ. જેના કારણે અંધારુ વધી ગયુ હતુ.
ગાડીમાંથી
ઉતરીને અંદર ગયા એટલી વારમાં જ બંન્ને સાવ ભીંજાય જ ગયા.
“હેલો
આઇ એમ ક્ષિતિજ અરોરા મેં હોટેલમાં ઓન લાઇન રૂમ બુક કરાવેલ છે.”
“સર,
રૂમ નંબર આપજો પ્લીઝ”
“રૂમ
નંબર 314”
“સોરી
સર એ રૂમ તો બીજાના નામે બુક છે.”
“એમ
કેમ બની શકે? ચેક ઇટ મારી પાસે આ રિસિપ્ટ પણ છે.”
“સોરી
સર કાંઇ પ્રોબ્લેમ થઇ લાગે છે. હુ તમને બીજો રૂમ એલોટ કરાવી દઉ”
“ઓ.કે.”
“સર
અત્યારે બીજો કોઇ રૂમ અવેલેબલ નથી. જસ્ટ એક રૂમ નંબર 712 છે.”
“ઓ.કે.”
“સર,
બે મિનિટ કોરીડોરમાં વેઇટ કરો. તમારો સામાન શિફ્ટ થઇ જશે.”
બે
મિનિટ બાદ વેઇટર તેઓને રૂમ નંબર 712માં લઇ ગયો. સુંદર મોટો રૂમ, સુંદર રાચરચીલુ જોઇને
શ્રેયા સફરનો બધો થાક ભુલી ગઇ અને ખુશ ખુશાલ બની ગઇ.
“ક્ષિતિજ, સો બ્યુટીફુલ થેન્ક્યુ સો મચ.”
શ્રેયાએ રૂમમાં જઇને ખુશ થતા કહ્યુ.
“ડિઅર થેન્ક્યુ ન હોય.” શ્રેયાને હળવુ ચુંબન
કરતા ક્ષિતિજે કહ્યુ.
****************************************
સ્પેનનુ
આ હનીમુન શ્રેયાને આગળ કયા મોડ પર લઇ જશે? શુ થશે બંન્ને ના જીવનમાં ? રૂમની આ
ગરબડનુ શુ કારણ હોય શકે? કયાંક તેઓ કોઇ મોટી મુશ્કેલીમાં તો નથી ફસાઇ જવાનાને?
કંફ્યુશ્ડ !!!!!!
જાણવા
માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો.
Comments
Post a Comment