Posts

Showing posts from March, 2022

હોસ્ટેલનો રૂમ-2

Image
  હોસ્ટેલનો રૂમ ભાગ : 2                  આપણે આગલા પ્રકરણમાં જોયુ કે કોલેજમાં અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં જ્ગ્યા ન મળતા વિદ્યા અને રાગિણી ભુતિયા રૂમમાં રહેવા લાગે છે. પરંતુ પહેલી રાત્રે જ પડછાયો જોઇ બંન્ને ડરી જાય. વિદ્યાને શંકા જતા તે તપાસ કરવા જાય છે. પરંતુ બીજે દિવસે તેની લાશ મળે છે. રાગિણી હવે તેના મોતનો બદલો લેવા માટે તપાસ કરવા નીકળી પડે છે. હવે શું થશે આગળ જાણવા માટે વાંચો હવે,                  રાગિણીએ મીણબત્તી ટેબલ પર રાખી દીધી. હનુમાન ચાલીસાનુ સ્મરણ કરતા કરતા તેને પગ આગળ માંડ્યા. મીણબત્તીના અજવાળે તે રૂમમાં તપાસ કરવા લાગી. રૂમમાં બધી ચીજવસ્તુ હજુ તેમ જ પડી હતી. જે પહેલા હતી. તેને ધીરે ધીરે આખા રૂમમાં તપાસ કરી પરંતુ કંઇ જ નજરે પડતુ ન હતુ. તેને ડરતા ડરતા બાથરૂમમાં પણ ચક્કર મારી લીધી. બાથરૂમમાંથી બહાર આવતા જ તેને આંખે અંધારા આવવા લાગ્યા અને તે નીચે પડી ગઇ.                          ****************************                  સુરજના કિરણો તેના માથે આવતા તેની ઉંઘ ઉડી. ન જાણે કેમ રાત્રે તપાસ કરતા કરતા કેમ ઉંઘ આવી ગઇ? તેને યાદ આવ્યુ કે જલ્પાબહેનના આગ્રહથી તેને દવા વાળી ખીચડ

હોસ્ટેલનો રૂમ-1

Image
  હોસ્ટેલનો રૂમ ભાગ : 1          આજે ફરીથી તે હોસ્ટેલમાં આવી ગઇ હતી. તે ખુબ જ ખુશ હતી. ધોરણ 5થી તેની માતાનુ અવસાન થતા તેના પિતા મનસુખભાઇએ બીજા લગ્ન કર્યા ત્યારથી તેને હોસ્ટેલમા મુકી દીધી હતી. શરૂઆતમાં તેને જરાય ગમતુ ન હતુ. રાગિણી એકલા એકલા રડ્યા જ કરતી હતી. તેને સંભાળનાર હોસ્ટેલની સખીઓ સિવાય કોઇ ન હતુ. બધાના માતા પિતા તેના સંતાનોને મળવા આવતા એક પોતે અને તેની ખાસ સખી વિદ્યા જેના માતા પિતા બંન્ને અવસાન પામ્યા હતા. તેના કાકા કાકીએ હોસ્ટેલમાં મુકી હતી તેને કયારેય કોઇ મળવા ન આવતુ. તે સદાય એકબીજાની સાથે જ રહેતી હતી. પરિસ્થિતિએ બંન્ને ને એકબીજાની પુરક બનાવી દીધી હતી.                  વેકેશનમાં બસ ઘરે ફરજિયાત જવાનુ રહેતુ. ઘરે રાગિણીને જરાય ન ગમતુ હતુ. તેની સાવકી માતા તેની પાસે બધા કામ કરાવી લેતી અને બપોરે આરામ કરવાના સમયે બહારે મોકલી દેતી હતી. તેના પિતા સાંજે દુકાનેથી થાક્યા પાક્યા આવતા. તેમનો લાડ તેના સાવકી માતાના પુત્ર સપન માટે રહેતો હતો. માતાના જતા રહેવાથી પપ્પાનો લાડ પણ જાણે જતો રહ્યો. બે વેકેશનમાં આવતી ત્યારે તેને જાણે ઘરમાં કામવાળી હોય તેવો જ અહેસાસ થતો. પરિવાર અને તેના પ્રેમની કોઇ

તાળુ

Image
  તાળુ                     આજે ફરીથી તે ઘરે આવી ત્યારે તાળુ હતુ. છેલ્લા બે દિવસથી ઓફિસેથી નીકળતી ત્યારે મનમાં એક આશા રહેતી કે આજે તાળુ નહિ હોય અને તેનો પતિ ઘરે તેની રાહ જોતો હશે અને પોતે પણ હરખથી તેને ભેટી પડશે એવા અનેરા ઉત્સાહ સાથે આવતી અને આજે પણ આગળના દિવસોની જેમ જ દરવાજાને તાળુ કોઇ તે ઉદાસ થઇ ગઇ. તેની આશાઓ પર જાણે નસીબે તાળુ મારી દીધુ હતુ તેમ નાખુશ મને   તેણે બહાર કુંડાની નીચે દબાવેલી ચાવી લઇને તાળુ ખોલ્યુ.                     ઘરના દરવાજાને તો તાળુ ખોલી નાખ્યુ પણ તે બન્ને વચ્ચે ઊભી થયેલી શંકાના તાળાની ચાવી ક્યાંથી મળી શકે???” વિચારોના વમળમાં ફસાયેલી દિશાના ચહેરા પર આખા દિવસના કામના ભારણનો નહી પરંતુ નિરવની આજે પણ ઘરે ગેરહાજરીનો બોજ વધુ દેખાઇ રહ્યો હતો.                     એકાંત માણસને અવનવા અને અનેક ભયંકર વિચારોથી ઘેરી લે છે અને ચક્રવ્યુહમાં ફસાઇ ગયેલા માણસને જેમ કાંઇ બહાર નીકળવાનો રસ્તો મળતો નથી તેમ એકાંત અને માનસિક વિચારોમાંથી માણસ જલ્દી બહાર આવી શકતો નથી તેમ અનેક ખરાબ વિચારો વચ્ચે દિશા ફસાઇ હતી ત્યાં અચાનક ફોનની રીંગ વાગી.                     નિરવનો જ કોલ હશે એ આશાએ તેણે