ગુનેગાર કોણ ? - 12
ગુનેગાર કોણ ? ભાગ : 12 “તમને જાણીને ખુબ જ ઝટકો લાગશે કે જશપાલનું પણ ખૂન થઈ ચૂક્યું છે.” સુરેશ આવ્યો ત્યારે મોહિતના મોંમાં આ શબ્દો તે સાંભળ્યા બાદ હોલમાં ભયનો માહોલ સર્જાય ગયો. સૌ શૂન્યમસ્તક થઈ ગયા. દૂરથી મેઘનાને જોઈ તેની પાસે જઇ સુરેશ બેસી ગયો. “સુરેશ, સાંભળ્યું?” સુરેશ આવ્યો એટલે મેઘનાએ ધીરેથી કાનમાં કહ્યું. “સાંભળ્યું નહીં મે તો જોયું” સુરેશે કહ્યું તેની વાત સાંભળીને મેઘનાની આંખો પહોળી થઈ ગઈ તે કાઇ બોલવા જાય ત્યાં મોહિતે ફરીથી વાત શરૂ કરી દીધી. “મિત્રો, હું કોઈને ડરાવવા માગતો નથી. હું તો ફકત ચેતવવા માંગુ છું. બધા પર ભય તોળાઇ રહ્યો છે અને બધા જ શંકાના દાયરામાં છે. જો તમે ગુનેગાર છો તમારે બહુ ચેતીને રહેવાનું છે. થોડા જ સમયમાં કાનૂનના પંજા તમને પકડવા તૈયાર જ હશે. અને જો તમે ગુનેગાર નથી તો ફક્ત તમારે હવે ફક્ત થોડો જ સમય સાવચેત રહેવાનું છે. ગુનેગાર હવે સાવ નજીક જ છે.” “તમને ગુનેગાર માટે અંદાજો છે તો અમને હિંટ આપો તો ગુનેગાર ઝડપથી સપડાય જાય અને કોઈ નિર્દોષનો જીવ બચી જાય” પારૂલે ઊભા થઈને કહ્યું. “મે