વ્યક્તિત્વનું આયોજન(પર્સનાલિટી મેનેજમેન્ટ):
વ્યક્તિત્વનું આયોજન(પર્સનાલિટી મેનેજમેન્ટ):
આપણી પર્સનાલિટીએ આપણી ઓળખ છે. આપણુ
વ્યક્તિત્વ આપણને બીજા કરતા અલગ પાડે છે. જીવનમાં આગળ વધવા કંઇક મેળવવા માટે આપણુ
વ્યક્તિત્વ ખુબ જ ઉપયોગી બને છે. આપણા વિચારો કે આપણુ જ્ઞાન આપણા વ્યક્તિત્વ પર
અસર પાડે છે એટલે જેવુ આપણે વિચારતા હોઇએ છીએ એવુ વાતાવરણનુ સર્જન આપણે આપણી આસપાસ
કરીએ છીએ અને એવુ આપણા વ્યક્તિત્વનુ ઘડતર થાય છે. આપણુ વ્યક્તિત્ત્વ જેટલુ
પ્રભાવશાળી એટલા જ આપણા કાર્યો આપણે સરળ અને શ્રેષ્ઠ કરી શકીશુ. આપણા પ્રભાવશાળી
વ્યક્તિત્વને કારણે આપણી આસપાસના લોકોમાં આપણે પ્રિય બની શકીશુ અને લોકો પાસે આપણા
કાર્યો સરળતાથી કરાવી શકીશુ. તો આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી અને અન્ય કરતા
શ્રેષ્ઠ બનાવવા શુ કરી શકાય?
વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા
માટે થોડી નાની નાની બાબતો પર ધ્યાન આપવુ ખુબ જ જરૂરી છે. આપણે આપણામાં થોડા બદલાવ
લાવીએ તો ઘણો ફરક પડી જાય. આવા નાના નાના બદલાવને કારણે આપણા વ્યક્તિત્વ પર ખુબ જ
મોટો બદલાવ લાવી શકાય છે. તો આપણે આ બદલાવ માટેના મુદ્દ્રા તપાસીએ.
1. હકારાત્મક વિચારસરણી:
હકારાત્મક વિચારસરણી આપણા
વ્યક્તિત્વ પર ખુબ જ અસર પાડે છે. હકારાત્મક વિચારસરણીથી આપણામાં આત્મવિશ્વાસનો
ખુબ જ વધારો થાય છે. હકારાત્મક વિચારસરણીને કારણે આપણા ચહેરા અને વ્યક્તિત્વ પર
અનેરો નિખાર આવે છે. આપણા જીવનમાં અને આસપાસના સમાજમાં અનેક મુશ્કેલીઓ રહેલી છે.
પરંતુ ખોટી ચિંતા કે નકારાત્મકતાથી તે દુર કે ઓછી થવાની નથી. તેનાથી વિપરિત
હકારાત્મક રહેવાથી તેની અસર ઓછી રહે છે. આથી ગમે તે પરિસ્થિતિમાં હકારાત્મક
રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. સતત હકારાત્મક વિચાર અને આચરણ કરતા રહેવાથી પરિસ્થિતિ
સદાય અનુકુલ જ રહે છે.
2. સદા હસતા રહેવુ:
વ્યક્તિત્વના નિખાર માટે સ્માઇલ
ખુબ જ જરૂરી છે. હસતો ચહેરો સૌને ગમે છે. મોં ચડાવેલુ રાખવાથી કે ગુસ્સાના ભાવથી
આપણા વ્યક્ક્તિવની નકારાત્મક અસર પડે છે. સ્માઇલિંગ ફેસ એટ્રેકર્ટ એવરીવન. આ કહેવત
મુજબ સ્માઇલમાં અજબનુ ખેંચાણ હોય છે. નાના બાળકોના સ્માઇલ ભર્યા ચહેરાથી તે
પ્રેમાળ લાગે છે. એમ આપણા ચહેરા પર હાસ્ય રમતુ રાખવાથી આપણો ભાર તો ઓછો થાય છે.
પરંતુ આપણી આસપાસના વ્યક્તિઓ પર આપણી સાથે હળવાશ અનુભવે છે. આથી જીંદગીમાં સદાય
હસતા રહેવુ ખુબ જ જરૂરી છે. ચહેરા પરની સ્માઇલ ચહેરા પર ચમક લાવે છે. જે આપણા
વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા માટે મદદરૂપ બને છે.
3. વાણીમાં મિઠાસ:
મિઠાઇ સૌને પ્રિય લાગે છે એમ જ
મીઠી વાણીમાં અજબની તાકાત રહેલી હોય છે. મીઠી વાણીમાં કહેવાયેલી કડવી વાત પણ વધારે
ખરાબ લાગતી નથી એટલે મિઠાસ ભરેલા બોલ સારા લાગે છે. મિઠુ બોલવાથી મિત્રો પણ વધારે
બને છે અને આપણે લોકોમાં પ્રિય પણ બની શકીએ છીએ. વાણીમાં મિઠાસ આપણા વ્યક્તિત્વમાં
અનેરો નિખાર લાવે છે. મિઠાસથી બોલાયેલી વાણીમાં અનેરો પ્રભાવ પડે છે. લોકો તેને
સાંભળે છે અને તેને અનુરૂપ વર્તન પણ કરે છે. આથી હમેંશા મિઠુ બોલવાનો પ્રયાસ કરવો
જોઇએ. વળી, મિઠુ બોલવાથી આપણામાં પણ હકારાત્મજ ઉર્જા ઉત્ત્પન્ન થાય છે. આથી
વાણીમાં મિઠાસ ખુબ જ જરૂરી છે.
4. ટીકાઓ ટાળવી:
આ દુનિયામાં કોઇ પરફેકટ નથી. દરેક
વ્યક્તિમાં વધુ ઓછા અંશે ખામીઓ તથા ખુબીઓ રહેલી હોય છે. પરંતુ માનવ સ્વભાવ મુજબ
કોઇને પોતાની ખામી આસાનીથી દેખાતી નથી એટલે કે દરેક વ્યક્તિ પોતાની નજરમાં તો
શ્રેષ્ઠ જ છે. વારંવાર પોતાની ખામી બતાવતા લોકો આપણને ગમતા નથી. આથી બની શકે એટલી
ટીકાઓ ટાળવી જોઇએ. કોઇની સામે કે તેની ગેરહાજરીમાં તેમની ટીકા ટાળવી જોઇએ. લોકોને
તેમની નાની નાની ભુલો વારંવાર બતાવ્યા કરતા તેમનામાં રહેલી ખુબીઓની પ્રશંસા કરવી
જોઇએ. જે લોકોને ખુબ જ ગમે છે અને આપણી આ આદતથી આપણા વ્યક્તિત્વમાં નિખાર આવશે
સાથે સાથે આપણે લોકપ્રિય પણ બની શકીશુ.
5. આપણી જાતને સતત અપડેટ રાખવી:
સમય સતત બદલાતો રહે છે. દિવસે
દિવસે તેમાં બદલાવ આવી રહ્યો છે. આ બદલાવ સામે આપણે આપણી જાતમાં પરિવર્તન નહિ
લાવીએ તો આપણે ખુબ જ પાછળ રહી જઇશુ. દુનિયાથી સાથે આગળ વધતા રહેવાથી જ તેની સાથે
રહી શકીશુ. આથી આપણા જ્ઞાન, આવડતમાં સતત સુધારો કરતા રહેવુ જોઇએ. જેથી કરીને આપણા
વ્યક્તિત્વમાં એક નિખાર આવી શકે.
6. આત્મવિશ્વાસ કેળવવો:
કોઇ પણ કાર્ય કે વાતચીત આત્મ
વિશ્વાસપુર્વક કરવાથી તેની અસર ખુબ જ અલગ પડે છે. આત્મવિશ્વાસ વ્યક્તિત્વ નિખાર
માટેનો મજબુત પાયો છે. આત્મવિશ્વાસપુર્વક કરેલા કાર્યો 100% સફળ થાય છે અને
આત્મવિશ્વાસથી કરવામાં આવતી વાતચીતનો પ્રભાવ ખુબ જ પડે છે. આથી જાત પર વિશ્વાસ
રાખીને જ આગળ વધવુ જોઇએ. કોઇ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેનુ સંપુર્ણ જ્ઞાન મેળવી લેવાથી
તે કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ વધી જાય છે. આવી જ રીતે વાતચીત કે સ્પીચ માટે પણ
છે. જે વિષયની ચર્ચા કરવાની હોય તેના પર પ્રભુત્વ હોય તો આત્મવિશ્વાસ આપોઆપ વધી
જાય છે અને આત્મવિશ્વાસપુર્વક કરેલા કાર્યો શ્રેષ્ઠ પરિણામ જ અર્પે છે.
7. બાહ્ય સુંદરતા અને આંતરિક સુંદરતા:
સુંદરતા સૌને આકર્ષે છે. પરંતુ
જગતમાં બાહ્ય સુંદરતા વધારે મહત્વની આંતરિક સુંદરતાનુ છે. બહારથી આપણે ગમે તેવા
સુંદર દેખાતા હોઇએ છતાંય આપણી વાણીની કટુતા અને ચડાવેલુ મોં આપણા વ્યક્તિત્વની
નકારાત્મક બાજુ દર્શાવે છે. વ્યક્તિત્વ નિખાર માટે આંતરિક સુંદરતા ખુબ જ મહત્ત્વની
વસ્તુ છે. દિલની પ્રવિત્રતા, પ્રામાણિકતા, સત્ય વચન, મીઠી વાણી, હસતો ચહેરો આ બધી
વસ્તુઓ આપણા વ્યક્તિત્ત્વમાં ચાર ચાંદ લગાવવાનુ કાર્ય કરે છે. વળી, આંતરિક
સુંદરતાને કારણે આપણા ચહેરા અને શરીર પર આપોઆપ અનેરી ચમક આવી જાય છે. આંતરિક
સુંદરતાને કારણે બાહ્ય સુંદરતામાં વધારો થાય છે. આંતરિક સુંદરતા ના કારણે
વ્યક્તિત્ત્વમાં નિખાર આવી જાય છે.
ઉપરોકત અલગ અલગ બાબતો આપણે જોઇ
તેના પર અમલવારી કરવાથી આપણુ વ્યક્તિત્વ અનેરુ નિખરી આવે છે. બાકી ગમે એવા ક્લાસ
કરવાથી કે હજારો પુસ્તકો વાંચ્યા બાદ આપણામાં બદલાવ લાવવાનો પ્રયાસ નહિ કરીએ તો તે
બધુ નિરર્થક જ છે. મેડિકલનુ ગમે તેવુ જ્ઞાન હોય કે રોગ અને દવાઓ વિશે ખુબ જ ઉંડી
માહિતીઓ આપણે ધરાવતા હોઇએ. પરંતુ, બિમારી વખતે તે જ્ઞાન દ્રારા નહિ પરંતુ દવાના
ઉપયોગ દ્રારા રોગમુક્ત બની શકાય છે. એટલે કે આપણા વ્યક્તિત્વ નિખારવા માંગતા હોઇએ
તો આજથી બદલાવની શરૂઆત કરીએ અને આપણા વ્યક્તિત્ત્વને પ્રભાવશાળી બનાવીએ અને
જીવનમાં ખુબ જ આગળ વધીએ. બેસ્ટ ઓફ લક
અસ્તુ
લેખકનુ નામ: ભાવિષા ગોકાણી
ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com
સરનામુ: હરજીવનભાઇ રાયઠ્ઠઠા,
તિરૂપતી સોસાયટી,
રેલ્વે સ્ટેશન રોડ
નરશી ભુવન પાછળ
જામ ખંભાલીયા-361305
જિલ્લો: દેવભુમી દ્રારકા

Nice
ReplyDelete