એક અજનબી - 9
એક અજનબી
ભાગ : 9
બીજા દિવસથી જ શ્યામે જોબ જોઇન કરી લીધી. થોડા જ સમયમાં તેના સ્વભાવ અને તેની કામ કરવાની આવડતને કારણે તે જોબ પર પણ બધાનો માનીતો બની ગયો અને કમ્પ્લીટલી જોબ પર સેટ થઇ ગયો. ક્ષમા આખો દિવસ ઘરે રહેતી અને ઘરની દેખરેખ કરતી, ખાસ તે પડોશીઓને ઓળખતી નહી માટે તે મોટે ભાગે ઘરમાં જ રહેવાનુ પસંદ કરતી. આમ પણ તેને બહુ બહાર જવુ ગમતુ પણ નહી અને શ્યામે પણ સલાહ આપી હતી કે અજાણ્યો દેશ છે માટે બહુ ઝડપથી કોઇ પણનો ભરોસો કરવો નહી.
ક્ષમા
શ્યામ સાથે ખુબ જ ખુશ હતી તે તેનો ખુબ જ
ખ્યાલ રાખતો હતો. દિવસ આખો કંપનીમાં જોબ પર જતો હતો અને સાંજે ઘરે આવી તે ક્ષમા સાથે
બેસીને આખા દિવસની વાતો કરી પોતાનો થાક દુર કરતો હતો અને રાત્રે જમીને તેઓ બંન્ને
વોક માટે જતા હતા. સુખી ખુશહાલ કપલ હતુ ક્ષમા અને શ્યામનુ. કોઇ પોતાના હોય તેને પણ
મીઠી નજર લાગી જાય તેટ્લી હેપ્પીનેશ બન્નેના જીવનમાં હતી.
“ક્ષમા
આજે હું ખુબ જ ખુશ છું. વર્ષોથી પ્રેમની તરસ હતી તે આજે તારા આવવાથી પુરી થઇ છે.
બાળપણમાં માતા-પિતાના પ્રેમથી વંચિત રહ્યો ઉપરાંત કોઇ ફેમિલી પણ ન હતી જેની સાથે
હું સુખ દુઃખની વાતો શેર કરી શકું. મારા જીવનમાં તારા આવવાથી જાણે જીવન જીવવાની એક
અનેરી જ મજા આવે છે મને. આઇ લવ યુ ક્ષમા સો મચ.”
“મારો
પ્રેમ આ જ રીતે તને મળતો રહેશે જાનુ. હવે તુ એકલો નથી આ દુનિયામાં. હું મમ્મી
પપ્પા બધા તારુ જ ફેમિલી છે ને? ભગવાન કરે હરહંમેશ તુ આ જ રીતે ખુશ રહે. તારા
ચહેરા પર ખુશી જોઇ મારા દિલને ખુશી મળે છે.”
દીપકભાઇ
અને અનસુયાબહેન પણ ખુબ જ ખુશ હતા હવે તેઓ નિરાંતે પોતાનુ સોશિયલ વર્ક કરી શકતા
હતા. શ્યામ અને ક્ષમાનો અઠવાડિયે વિડીયો
કોલ આવતો જેનાથી તેઓ તેને જોઇ અને વાત કરી શકતા હતા. બન્નેને આ રીતે ખુશહાલ જોઇ
દિપકભાઇની છાતી ગદ્દગદ્દ ફુલી જતી હતી. તેમને મનોમન સુકુન હતુ કે તેમની એકની એક
લાડકવાયી દીકરીને ખુબ સારો સંસ્કારી અને આવડતવાળો જીવનસાથી મળ્યો છે.
દીપકભાઇને
હવે સાવ શાંતિ વળી ગઇ હતી તેઓ સમાજ માટે ખુબ જ સારુ કાર્ય કરતા હતા. મુખ્યત્વે તેઓ
સમાજમાંથી લાંચ રુશ્વતખોરોનો સફાયો કરવા અભિયાન ચલાવતા હતા. કોઇ પણ ખાતુ હોય કે
પછી કોઇ પદાધીકારી હોય તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરતા તેઓ અચકાતા નહી. આવુ કામ કરતા
તેમના દુશ્મનો નો ઢગલો હતો. આમ તેની સામે કોઇની હિંમ્મત ન હતી કે તેને અથવા તેના
પરિવારને કોઇ જરા પણ નુકશાન પહોચાડી શકે પરંતુ એક દીકરીના બાપ તરીકે તેને ઘણીવાર ક્ષમાની
ચિંતા થતી હતી કે કોઇ તેની દીકરીને કાંઇ કરશે તો? તેને ઘણીવાર ખુબ જ ચિંતા થઇ આવતી
હતી.
પરંતુ
તેની ચિંતા હવે સાવ દુર થઇ ગઇ હતી. ક્ષમાને શ્યામ જેવા
સમજુ અને બહાદુર વ્યક્તિ સાથે દેશથી ઘણી દુર હતી વળી લગ્ન ફટાફટ થયા હતા એટલે
કોઇને ખાસ ખબર જ ન હતી કે ક્ષમા કયા છે. હવે
તેઓ સાવ નિંશ્ચિત બની ગયા હતા.
બીજે
દિવસે સવારે ક્ષમા કિચનમાં કામ કરતી હતી કોઇનો કોલ આવ્યો. તે ફટાફટ દોડીને ફોન
રીસીવ કરવા ગઇ કે અચાનક તેના હાથમાંથી ફોન નીચે પડી જતા ફોન સ્વિચ્ડ ઓફ થઇ ગયો.
બાદમાં ક્ષમા એ ઘણો પ્રયત્ન કર્યો ફોન સ્ટાર્ટ કરવાનો પણ ફોન સ્ટાર્ટ જ ન થયો.
તેને પણ બીજા કામ હતા કે તેણે ફોન ડ્રોઅરમાં રાખી કામે લાગી ગઇ.
“જાનુ
ઓ’ જાનુ ક્યાં છે તું ક્ષમા ?” શ્યામ ઘરે આવ્યો અને ક્ષમા ને શોધવા લાગ્યો.
“અરે
અરે અરે, શું થયુ? કેમ આટલી ઉતાવળથી મને શોધે જઇ રહ્યો છે?” ક્ષમા બેડરૂમમાંથી
આવતા બોલી.
“જાનુ
પહેલા એ તો કે તારો ફોન કેમ ઓફ આવે છે? ઇઝ એવરીથીંગ ઓ.કે. વીથ યુ? મને તારી બહુ
ચિંતા થઇ આવી હતી ડીઅર.”
“યા
બેબી એવરીથીંગ ઇઝ ફાઇન જાનુ. તુ મારા જીવનમાં છે ત્યાં સુધી મને કોઇ કાંઇ કરી નહી
શકે.“ અને બાદમાં ક્ષમા એ સવારની ફોન ડેડ થઇ ગયાની બધી વાત કરી.
“ઓ.કે.
ડોન્ટ વરી અબાઉટ ફોન. એ તો નવો પણ આવી જશે. તુ મારી વાત સાંભળ. આઇ હેવ અ ગ્રેટ
ન્યુઝ ફોર યુ. તુ સાંભળીશ તો તું પણ ખુશીના કારણે પાગલ બની જઇશ.” શ્યામે ક્ષમા ને
ઉંચકી લેતા કહ્યુ.
“વાઉ
ગુડ ન્યુઝ? શું છે ગુડ ન્યુઝ જલ્દી કહે મને.” ક્ષમા એ કહ્યુ.
“આઇ
હેવ પ્લાન્ડ અવર હનીમુન એટ મલેશિયા. ધીસ ઇઝ અવર ટિકિટ. બે દિવસ બાદ આપણે નીકળવાનુ
છે જાનુ.” શ્યામે ક્ષમા ને મલેશિયાની
ટિકિટ બતાવતા કહ્યુ.
“વાઉ
મલેશિયા!!!” ક્ષમા
આ ન્યુઝ સાંભળતા જ એકદમ ખુશ થઇ ગઇ અને શ્યામ ને ભેટી પડી. શ્યામે પણ આવા સરસ
મોકાને જતો ન કરતા ક્ષમા ને ઉંચકી બેડ પર સુવાડી દીધી અને ચુંબન કરવા ગયો કે ક્ષમા
દૂર ખસી ગઇ.
“મલેશિયા
માટે કાંઇક બાકી રાખો સાહેબ. બહુ અધિરા બની ગયા કે શું?” ક્ષમાએ મસ્તી કરતા કહ્યુ.
“અરે
જાનુ તારી સાથે તો ચાહુ તો દિવસ રાત હનિમુન મનાવી શકું તેમ છું. તારો નશો જ કાંઇક
અલગ છે જાનુ” કહેતા શ્યામે તેને પકડી પાડી અને બન્ને એકબીજાના પ્રેમમાં ખોવાઇ ગયા.
“જાનુ
પણ તારી નવી નવી જોબ છે તો તને રજાઓ મળશે આટલી બધી એક સાથે? તે પપ્પાને પણ કહ્યુ
હતુ કે આપણે ત્રણ વર્ષ સુધી ઇન્ડિયા નહી જઇ શકીએ.” ક્ષમાએ પુછ્યુ.
“ડોન્ટ
વરી ડિઅર. મારી રજા સેંકશન થઇ ચુકી છે માટે હવે બીજી બધી ચિંતા છોડી દે અને જલ્દી
પેકીંગ સ્ટાર્ટ કરી દે. આપણે કાલે રાત્રે નીકળવાનુ છે માય લવ.”
“ઓ.કે.
બાબા ઓ.કે. પેકીંગ તો સ્ટાર્ટ કરી લઇશ હું પણ આ ન્યુઝ મમ્મી પપ્પાને પહેલા આપી દઉ.
તે પણ ખુબ ખુશ થઇ જશે.
“ઓ.કે.
ચાલ આપણી આ ખુશી મમ્મી પપ્પા સાથે પણ શેર કરી લઇએ. તુ નિંરાતે મમ્મી પપ્પા સાથે
વાત કરી લેજે કાલે તૈયારીમાં સમય નહિ મળે અને પછી કયારે વાત થાય.”
“ઓ.કે.
સર જેવી તમારી આજ્ઞા” ક્ષમા એ હસતા હસતા કહ્યુ.
શ્યામે લેપટોપ ચાલુ કરીને વિડિયો કોલીગ ચાલુ કરી દીધુ.
શ્યામ અને ક્ષમા એ તેઓને ખુશખબર આપ્યા. મલેશિયા જવાના એટલે દીપકભાઇ અને અનસુયાબહેન
ખુબ જ ખુશ થઇ ગયા. પછી ક્ષમા એ એકાદ કલાક સુધી તેઓ સાથે વાતો કરી. પછી રાત્રે મોડુ
થઇ ગયુ એટલે બંન્ને ખુશ થઇને સુઇ ગયા.
“શું ચાલે છે શ્યામ ? લગ્ન બાદ તને તો ટાઇમ જ નથી ફોન પર વાત કરવાનો કે શું? ક્ષમા ડાર્લીગ તને હદ્દ કરતા વધુ ગમવા લાગી છે કે શું? તારુ ધ્યેય શું છે એ તને યાદ છે કે ત્યાં આવવું પડશે તને યાદ કરાવવા???”
“તમને કેટલી વખત ના કહી છે કે હું ઘરે હોઉ ત્યારે મને કોલ ન કરો. ક્ષમા ને શક જશે તો મારે તેને જવાબ આપવો મુશ્કેલ થઇ જશે અને મારે જે કામ પાર પાડવાનુ છે એ શરૂ થતા પહેલા જ તમામ થઇ જશે.”
“શ્યામ તુ મારો બોસ નથી કે તારા ઇશારે મારે કામ કરવાનુ રહે. મને એમ લાગે છે કે ક્ષમાના પ્રેમમાં તું પાગલ બનવા લાગ્યો છે અને તારુ કામ એક તરફ છુટી ગયુ છે એટલે તારે શું કામ કરવાનુ છે એ યાદ કરાવવા કોલ કર્યો છે સમજ્યો? અને હા યાદ રાખજે જો કામ ન થયુ તો આ તારા બધા એશોઆરામ બંધ થઇ જશે સમજ્યો કે નહી? તને ત્યાં લંડનમાં તારી છમીયા સાથે મોજ મસ્તી કરવા નહી અમારુ કામ કરવા મોકલ્યો છે એ યાદ રાખજે.”
“હા હા મને બધી ખબર જ છે કે મારે શું ક્યારે અને કેવી રીતે કરવાનુ છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. એન્ડ પ્લીઝ વારે વારે મને હું ઘરે હોઉ ત્યારે કોલ ન કરો પ્લીઝ.” કહેતા શ્યામે ફોન કટ કર્યો અને રૂમમા જતો રહ્યો. તેણે જોયુ કે ક્ષમા આરામથી સુતી હતી. નિરાંતનો શ્વાસ લઇ તે પણ સુઇ ગયો. તેને ઉંઘ આવતી ન હતી. વારેવારે તેને મન ફોન પર થયેલી વાત ગુંજી રહી હતી. તે મનોમન વિચારવા લાગ્યો કે હું જે કામથી અહી આવ્યો છું એ કામને હવે અંજામ આપવો જ પડશે નહી તો તેને આરામથી રહેવુ ભારે પડી જશે. વિચારોમા ને વિચારોમાં તેને ઉંઘ ન આવી.
.webp)
Comments
Post a Comment