સિર્ફ તુમ

 સિર્ફ તુમ 


    એકસિડન્ટ...... એક ભયાનક એકસિડન્ટ........ આટલો ભયાનક અકસ્માત જોઇ આસપાસના બધા લોકો એકઠા થઇ ગયા. બધાએ જોયુ કે એક એક્ટિવા અને ખટારો જોરદારથી અથડાયા હતા અને એક્ટિવા ચાલક એક યુવાન છોકરીનો બહુ ખરાબ હાલતમાં અકસ્માત થયો હતો. તેના બન્ને પગ પરથી ખટારો નીકળી જતા બન્ને પગ ખરાબ રીતે કચડાઇ ગયા હતા. તેના બંન્ને પગમાંથી પુષ્કળ લોહી વહી જઇ રહ્યુ હતુ તે મોટે મોટેથી ચીસો પાડી રહી હતી પણ થોડી જ વારમાં તે બેભાન થઇ ગઇ હતી. થોડા લોકોએ એમ્બ્યુલશનની રાહ જોયા વિના તરત જ રિક્ષા કરીને તે યુવતીને બેસાડી હોસ્પિટલ તરફ લઇ ગયા.

         તે યુવતીને ભયંકર પીડા થઇ રહી હતી. પીડાની મારી તે ચીસો પાડી રડી રહી હતી અને તેને હાથમાં શરીરમાં ઘણી છોલછાલ થઇ હતી. તેના મગજમાં એકદમ તમતમાટી થઇ રહી હતી આખુ શરીર ધ્રુજી રહ્યુ હતુ. થોડી જ વારમાં નજીકની હોસ્પિટલમાં તેને લઇ ગયા.

         તેના પર્સમાંથી ચેક કરતા માલુમ પડ્યુ કે તેનુ નામ ઋત્વી છે. તેના મોબાઇલમાંથી તેના પપ્પાના નંબર લઇને તેના ફેમિલીને એકઠા થયેલા લોકોએ ફોન લગાવી દીધો અને બનેલી ઘટનાની બધી માહિતી આપી તાત્કાલિક બોલાવી લીધા. તેના પપ્પા અને મમ્મી તરત દોડતા હોસ્પિટલે પહોચ્યા ત્યારે ફરજ પર હાજર ડો.બત્રાએ ઋત્વી ના પિતાજીને બોલાવી કહ્યુ કે તમારી પુત્રી સાથે ગંભીર અકસ્માત થયો છે અને બંન્ને પગ લગભગ ડેમેજ છે. તેના બન્ને પગ તાત્કાલિક કાપવા પડશે. વધુ વાર થશે તો ઝેર આખા શરીરમાં ફેલાઇ જશે અને પછી જાનનુ જોખમ પણ રહી શકે. તમે ફોર્મ પર સહી કરી કાઉંટર પર પૈસા ભરી લાઓ એટલે ઓપરેશનની તૈયારી થઇ શકે.

         ઋત્વીના મમ્મી અને પપ્પા તો આ બધુ સાંભળી અવાચક બની ગયા. નાછુટકે દીપકભાઈ એ ફોર્મમાં સહી કરી પૈસા જલ્દીથી ભરી દીધા. ઋત્વીની હાલત જોઇ તેના મમ્મી રાધાબહેન તો સુધબુધ ભુલી ગયા.

         થોડી જ વારમાં ઓપરેશન શરૂ થઇ ગયુ લગભગ બે કલાક ઓપરેશન ચાલ્યુ, સાંજે જ્યારે ઋત્વી  ભાનમાં આવી ગઇ એટલે તેને હજુ હજુ ખુબ જ પીડા થઇ રહી હતી. તેના મમ્મીએ તેને બધી હકિકત કહી ત્યારે ઋત્વી ને ખબર પડી કે આ અકસ્માતને કારણે તે પોતાના પગ ખોઇ ચુકી છે. ઋત્વી તેની મમ્મી રાધા બહેનને વળગીને ખુબ જ રડી પડી. તેના મમ્મી પણ રડી પડયા,

         “બેટા, આમ કેમ બની ગયુ? અચાનક કેમ આવો ગોઝારો અકસ્માત થઇ ગયો બેટા?”

         “મોમ હુ તો નોર્મલ સ્પીડમાં જ એકટિવાનો ટર્ન લઇ રહી હતી ત્યાં સામે પુરપાટે આવી રહેલા ટ્રકે ઠોકર મારી દીધી અને મારું બેલેંસ જતુ રહ્યુ અને નીચે પડી અને  એ ખટારો મારા પગ પરથી જતો રહ્યો. મમ્મી મને બહુ પીડા થઇ રહી છે.” કહેતા ઋત્વી  મોટે મોટેથી રડવા લાગી.

         પોતાની દીકરીને રડતા જોઇને દીપકભાઈ  ડોકટરને દોડતા જ બોલાવી લાવ્યા.

         “નર્સ દર્દીને પેઇનકીલર ઇજેકશન આપી દેજો. દીપકભાઈ  હમણા દવા લખી આપુ છુ તે લઇ લેજો એટલે રેગ્યુલર કોર્સ ચાલુ થશે એટલે દુખાવો ઓછો થઇ જશે. બે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવુ પડશે. પછી રજા મળી જશે.”

         બે ત્રણ દિવસ બાદ ઋત્વી  તો ઘરે આવી ગઇ પરંતુ જીંદગીભરની પીડા લઇને. તેણે પોતાના પગ કાયમી માટે ગુમાવી દીધા હતા. ખુબસુરત અને કોલેજ ક્વિન ઋત્વી અચાનક વિકલાંગ બની ગઇ હતી. તે માનસિક રીતે હતાશ બની ગઇ. તેણે કોલેજ જવાનુ પણ છોડી દીધુ.

         તેની માતાને એક ચિંતા ઘર કરી ગઇ કે હવે તેની લાડલી ઋત્વીનો કોણ હાથ ઝાલશે? અચાનક હસતો રમતો પરિવાર પીંખાઇ ગયો. એક ટ્રકવાળાની ઉતાવળને કારણે એક હસતો રમતો પરિવાર એક ઘોર નિરાશામાં ધકેલાઇ ગયો.

         “મે આઇ કમ ઇન”

         “ઓહ આવ બેટા ઘરમાં આવવા માટે કાંઇ પુછવાનુ ન હોય. આવ દીકરા. રાધા જો કોણ આવ્યુ છે?”

         તેઓના જુના પાડોશીનો દીકરો રાજ આવ્યો હતો. રાજ તેના મમ્મી પપ્પા સાથે અહીં જ રહેતો હતો. તેના પરિવાર સાથે રાધા બહેન અને દીપકભાઈ ને ખુબ જ બનતુ હતુ. બંન્ને પરિવાર વચ્ચે ઘર જેવો સંબંધ હતો. એટલે જ તો રાજના પપ્પાની જામનગર બદલી થતા તેઓ જામનગર ગયા બાદ પણ રાજને કોઇ પણ કામ હોય તે વારંવાર ઋત્વીના ઘરે આવીને રોકાઇ જતો હતો.

         “ઓહ રાજ બેટા આવ. ઘણા દિવસે મળ્યા. કેમ છે તારા મમ્મી પપ્પા? ગયા તે ગયા ફરી કોઇ દિવસ દેખાયા જ નહિ અહી.”

         “આંટી તેઓને કયા ટાઇમ મળે છે. હવે નેક્સ્ટ ટાઇમ તેને જરૂર સાથે લઇ આવીશ. જુના પાડોશીઓ સાથે મળી વાતોના ગપ્પા મારજો. મારી મિત્ર કયાં છે?”

         તેની મિત્ર વિષે પુછતા જ રાધાબેનની આંખમાં તો આંસુ આવી ગયા. તે પોતાને રોકી ન શક્યા.

         “અરે આન્ટી શું થયુ? તમે ઋત્વી નુ પુછતા જ કેમ રડી પડ્યા?”         

         “બેટા, બહુ ખરાબ બની ગયુ..........”દીપકભાઈ એ બધી વાત કરી એટલે રાજ પણ ખુબ દુઃખી બની ગયો.

         “અંકલ બહુ મોટી ઘટના બની ગઇ આ તો. ઋત્વી ને હવે કેમ છે? આઇ મીન ઋત્વી ની માનસિક પરિસ્થિતિ??? તમે કહો તો હુ જરા ઋત્વી ને મળી આવુ”

         “હા બેટા જા તે ઉપરના રૂમમાં છે.” રાધાબહેન બોલ્યા એટલે રાજ દોડીને ઉપરના રૂમમાં જતો રહ્યો.

         “ઋતી, આ શુ થઇ ગયુ” આટલુ રાજ બોલ્યો ત્યાં ઋત્વી મોટે મોટે રડવા લાગી એટલે રાજે તેને બાથમાં લીધી અને બોલ્યો,

         “ઋતી, તુ રડ નહિ હુ છુ ને તારો બેસ્ટ ફ્રેન્ડ”

         “રાજ મારી આખી જીંદગી બરબાદ થઇ ગઇ. હુ કાયમ માટે અપાહિઝ થઇ ગઇ. રાજ મારા માતા પિતા માટે બોજ.”

         “ઋતી, તુ બોજ નથી યાર” આટલુ બોલ્યો તો ઋત્વીએ વચ્ચેથી અટકાવીને કહ્યુ

        “બોજ નહિ તો  શુ? આજીવન હું મારા મમ્મી પપ્પા પર બોજ જ બની રહેવાની ને? કોણ ઝાલશે મારો હાથ? કોણ મને આખી જીંદગી નભાવશે? હવે કાંઇ નહિ થાય?”

         “ઋતી એક વાત કહું, હજુ કોઇ છે જે તારો હાથ આજીવન થામવા માટે રેડ્ડી છે. હુ ઝાલીશ તારો હાથ. હુ નિભાવીશ જીંદગીભર તારો સાથ. હા, ઋતી હુ તને બાળપણથી પ્રેમ કરુ છુ. જયારે અમે અહીં પાડોશમાં રહેતા હતા. મારા પપ્પાની બદલી થઇ જતા ભલે અમે જામનગર જતા રહ્યા પરંતુ તારી યાદ મને પળ પળ સતાવતી હતી એટલે મારી કંપનીના કામ અને એક યા બીજી એકઝામ દેવાના બહાને હુ અહીં આવતો રહુ છુ અને બે ઘડી તારી સાથે સમય વિતાવી યાદો મનમાં કંડારી જતો રહુ છુ. બસ મારી હિંમ્મતના અભાવે હુ કયારેય તને પ્રપોઝ નથી કરી શક્યો. આજે તારી ગમે તે હાલત છે છતાંય હુ તને પ્રેમ કરુ છુ કારણ કે પ્રેમ શરીરને નહિ મનને કરવાનો હોય છે. તો શુ તુ આ તારા પાગલ પ્રેમી સાથે જીંદગી વિતાવીશ?”



         જવાબમાં ઋત્વી કાંઇ પણ ન બોલી શકી અને રાજને વળગીને આઁખમાં વહેવા લાગ્યા અને બારણા પર પાણીનો ગ્લાસ લઇને આવેલા રાધા બહેન પણ આ દ્રશ્ય જોઇ રડી પડયા.

 

**********

        

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?