Posts

Showing posts from May, 2022

જીવ્યા પ્રકરણ : 3

Image
  જીવ્યા પ્રકરણ : 3           જીવ્યા હોટેલ પર પહોંચી એટલે મેનેજરે તેને પાછળના હોલ પર જવા કહ્યુ. તે ફટાફટ હોલ તરફ ગઇ તો ત્યાં સાવ અંધારુ હતુ.              “મોમ, પાપા વેર આર યુ?” જીવ્યાએ કહ્યુ ત્યાં એકાએક લાઇટો ચાલુ થઇ ગઇ અને તેના ફુલોની વર્ષા થઇ અને બધા એકસાથે “વેલકમ જીવ્યા” બોલી તાળીઓ પાડવા લાગ્યા. સુમધુર ધ્વનિથી હોલ આખો ગાજી ઉઠ્યો. હોલની સજાવટતો જીવ્યા જોતી જ રહી ગઇ. ચારેબાજુ લાઇટિંગથી જીવ્યાની તસવીરો બનાવી હતી અને વેલકમ બેક જીવ્યા લખેલુ હતુ. તેના બધા ફ્રેન્ડસ, રિલેટીવસ બધાથી હોટેલનો આ મોટો હોલ ભરેલો હતો.              સૌ પહેલા તેના મમ્મી અને પપ્પા જીવ્યા પાસે આવીને વેલકમ કરી તેની પાસે ઉભી ગયા ત્યારબાદ બધા મહેમાનો એક પછી એક આવીને વેલકમ કરીને જીવ્યાને ગિફટસ આપવા લાગ્યા. જીવ્યા એકદમ ખુશ થઇ ગઇ. મહેમાનોના વેલકમ બાદ હોટેલના થિયેટરમાં જીવ્યા માટે એક ખાસ શો રાખવામાં આવ્યો હતા. તે જોવા માટે બધા ગયા. આ શોમાં જીવ્યાની આજ સુધીની જીંદગીની સફર અને તેને કરેલી અવનવી શોધો અને તેને જાતે બનાવેલ સાયન્સ થ્રી ડી શો બતાવવામાં આવ્યો. શો જોતા જોતા જીવ્યા સાથે તેના માતા પિતાની પણ આંખો ભીની થઇ ગઇ. તેઓને

ગુનેગાર કોણ ? ભાગ : 9

Image
  ગુનેગાર કોણ ? ભાગ : 9    નીકળી જવું પરંતુ કયા? કઇ જ નક્કી ન હતું. તે સવારે ઓફિસે ગયો. મન ખૂબ જ બેચેન હતું. બોસે તેને કેબિનમાં બોલાવ્યો. આજે કોઈ ગુસ્સો કે ચીડ કોઈ ભાવ તેના મનમાં ન હતા.              “યસ, પ્રથમેશ સીટ હીઅર” બોસે તેને પોતાની પાસે રહેલી ચેર   તરફ   ઈશારો કરીને કહ્યું. પ્રથમેશ કોઈ વધારે વિચારવા સક્ષમ ન હતો. તે ચૂપચાપ બોસ પાસે બેસી ગયો.              “આજે એક ખાસ વાત માટે તને બોલાવ્યો છે. હું કોઈ બીજી લાંબી વાત નહીં કરું સીધા પોઈન્ટ પર આપણે ચર્ચા કરી લઈએ” બોસ પાસે સમય ખૂબ જ ઓછો હતો આથી તેને ડાયરેકટ વાત શરૂ કરી દીધી.              “જી, સર” પ્રથમેશે ટુંકમાં જવાબ આપ્યો. તેના મનમાં ખૂબ જ દુવિધા ચાલી રહી હતી. બોસની વાત પૂરી થાય બાદ તે જોબ છોડવાની વાત કરે તેવું વિચારીને તે શાંતિથી વાત સાંભળવા લાગ્યો.              “મારી ભત્રીજી અલ્પા આર્કિયોલોજીસ્ટ છે. તે બે વર્ષ પહેલા ઈજિપ્ત રિસર્ચ માટે ગઈ હતી ત્યાં તેને થોડા વખત બાદ એક ષડયંત્ર   વિષે ગંધ આવી. તે તેના વિષે વધારે તપાસ કરવા માંગે છે. પરંતુ તે એકલા કઇ કરી શકે તેમ નથી. તેને મદદની જરૂર છે. તો તારે ત્યાં જવાનું છે. આપણી કંપની તેની

મૃત્યુ પછી શું ?

Image
  મૃત્યુ પછી શું ?      મૃત્યુ પછી શું? આ એક ખૂબ જ રહસ્યમય કોયડો છે જેનો ઉકેલ આપણે સૌ ને મળવાનો જ છે. પરંતુ કોઈ એકબીજાને કહી શકશે નહીં. એટલે કે જેની પાસે જવાબ છે. તેને આપણે મળી શકતા નથી અને જેની પાસે શોધીએ છીએ તેની પાસે કોઈ જવાબ છે જ નહીં. કદાચ એ દિવસ જરૂરથી આવશે જયારે આપણે જીવતા જ મૃત્યુ બાદનું રહસ્ય મેળવી શકીશું. પરંતુ આજે શું? તેના જવાબ માટે ચાલો એક સફર પર.              મૃત્યુ પછીની દુનિયા વિષે ગવડાટ જે ગુગલના ફોર્મર   એકઝિકયુટર્ છે, તેઓએ આઇન્સટાઇનની રિલેટીવીટી થીયરીને પોતાના શબ્દોમાં સમજાવતા કહે છે કે જીવન ભૌતિક વિજ્ઞાનના કોઈ સિધ્ધાંત ને માનતું નથી એટલે કે આ આઇડીયાનો કેંદ્રવતી વિચાર એ છે કે મૃત્યુ બાદ પણ મનુષ્યનું અસ્તિત્ત્વ કાયમ રહે છે. શું ખરેખર? આ વસ્તુ ને સમજવા ચાલો થોડા આગળ જઈએ..              એબન એલેક્ઝાન્ડર જે હાવર્ડ મેડિકલ કોલેજમાં ન્યૂરોસર્જન અને લેખક છે. તેનું પુસ્તક “પ્રૂફ ઓફ હેવન” જેમાં તેઓ એ પોતાની ન્યૂરોસર્જન લાઈફના અનુભવો અને મૃત્યુને નજીકથી જોવાના અનુભવો દર્શાવ્યા છે. વર્ષ 2008 માં જયારે તેઓ મગજની એક બીમારીને કારણે કોમામાં જતાં રહે છે અને તેઓએ મૃત્યુ બાદની દુ

જીવ્યા - 2

Image
  જીવ્યા ભાગ – ૨                  ઓહ, પૃથ્વીનો વિનાશ! વિનાશક પુરમાં કેટલાક લોકો બચી ગયા. કેમ બની શક્યુ આ બધુ? આ જીવ્યા કોણ છે? તેને કંઇ રીતે બધાને બચાવ્યા? અને તે કયાં ગઇ અત્યારે? શું બન્યુ? કાંઇ ખબર પડતી નથી.              16 વર્ષની ઉંમરે તો જીવ્યા નવી નવી શોધો કરવા લાગી. કમ્પ્યુટરમાં તેને એક નવો સોફટવેર બનાવ્યો. જેના દ્રારા તમારા મનમાં ખાલી વિચાર કરો અને તેની એક માહિતી બની જાય. તે ઉપરાંત સ્માર્ટ ફોનમાં પણ ખુબ જ લાંબો સમય ચાલે તેવી બેટરી બનાવી, પાણીમાં ચાલી શકે તેવી મોટરકાર બનાવી.                આમ નાની મોટી અનેક શોધો કરી. તે સદા એકટિવ રહેતી. નવી નવી શોધો કરતા કરતા પણ તે ભણવામાં પણ અગ્રેસર રહેતી હતી. ધોરણ 12 સાયન્સ પછી તેના માતા પિતાની ઇચ્છા હતી કે તે વિદેશ જાય. પરંતુ જીવ્યા જેનુ નામ તેના માતા પિતાને કહી દીધુ કે વિદેશ ભણવાથી કાંઇ પ્રતિભા આવી જતી નથી. ગામડામાં ભણેલ વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે. આથી તેને અમદાવાદ જઇ એંજિનિયરીંગ ભણવાનુ નક્કી કર્યુ.              લાડલી દીકરીના વિચારો જાણી માતા પિતા પ્રભાવિત થઇ ગયા અને તેને અમદાવાદ મોકલવા રાજી થઇ ગયા. જીવ્યા અમદાવાદ ભ