જીવ્યા પ્રકરણ : 3
જીવ્યા
પ્રકરણ : 3
જીવ્યા હોટેલ પર પહોંચી એટલે મેનેજરે તેને પાછળના હોલ પર જવા કહ્યુ. તે ફટાફટ હોલ તરફ ગઇ તો ત્યાં સાવ અંધારુ હતુ.
“મોમ,
પાપા વેર આર યુ?” જીવ્યાએ કહ્યુ ત્યાં એકાએક લાઇટો ચાલુ થઇ ગઇ અને તેના ફુલોની
વર્ષા થઇ અને બધા એકસાથે “વેલકમ જીવ્યા” બોલી તાળીઓ પાડવા લાગ્યા. સુમધુર ધ્વનિથી
હોલ આખો ગાજી ઉઠ્યો. હોલની સજાવટતો જીવ્યા જોતી જ રહી ગઇ. ચારેબાજુ લાઇટિંગથી
જીવ્યાની તસવીરો બનાવી હતી અને વેલકમ બેક જીવ્યા લખેલુ હતુ. તેના બધા ફ્રેન્ડસ,
રિલેટીવસ બધાથી હોટેલનો આ મોટો હોલ ભરેલો હતો.
સૌ
પહેલા તેના મમ્મી અને પપ્પા જીવ્યા પાસે આવીને વેલકમ કરી તેની પાસે ઉભી ગયા
ત્યારબાદ બધા મહેમાનો એક પછી એક આવીને વેલકમ કરીને જીવ્યાને ગિફટસ આપવા લાગ્યા.
જીવ્યા એકદમ ખુશ થઇ ગઇ. મહેમાનોના વેલકમ બાદ હોટેલના થિયેટરમાં જીવ્યા માટે એક ખાસ
શો રાખવામાં આવ્યો હતા. તે જોવા માટે બધા ગયા. આ શોમાં જીવ્યાની આજ સુધીની
જીંદગીની સફર અને તેને કરેલી અવનવી શોધો અને તેને જાતે બનાવેલ સાયન્સ થ્રી ડી શો
બતાવવામાં આવ્યો. શો જોતા જોતા જીવ્યા સાથે તેના માતા પિતાની પણ આંખો ભીની થઇ ગઇ.
તેઓને જીવ્યાની વિદાય યાદ આવી ગઇ.
બધાએ
શો ખુબ જ એન્જોય કર્યો. શો બાદ ડાન્સ પાર્ટી અને ડિનર બધાએ ખુબ જ એન્જોય કર્યુ.
જીવ્યા માટે આ ખુબ જ મોટી સરપ્રાઇઝ હતી. સાંજે તે ઘરે આવીને હેતથી માતા પિતાને
વળગી પડી.
“થેન્ક્યુ
સો મચ મોમ પાપા”
“જીવ્યા,
તુ ખાલી અમારી પુત્રી જ નહિ. સેલિબ્રિટી છો. બધા તને વેલકમ કરવા માંગતા હતા. વી આર
પ્રાઉડ ઓફ યુ બેટા. તારા જન્મ બાદ બધા અમને એક પુત્ર માટે કહેતા હતા. અમારા માટે
તુ જ એક પુત્ર સમાન હતી અને આજે તે સાબિત કરી દીધુ કે તુ એક પુત્રથી કમ નથી. આજે
અમને નહિ પુરા ગુજરાતી સમાજને તારા પર ગર્વ છે બેટા.” તેના પિતા ગળગળા થઇ બોલી
ઉઠયા.
“બેટા,
થોડા સમયમાં તુ લગ્ન કરીને જતી રહીશ. પરંતુ એક યાદ રાખજે ગમે તેવી જવાબદારી આવે
અને ગમે તેવી મુશ્કેલી આવે આપણે આપણા લક્ષથી નજર ન હટાવવી જોઇએ અને પુરી તાકાતથી
આપણુ કાર્ય કરતા રહેવુ જોઇએ. એક વાર વિતી ગયેલો સમય કયારેય પરત આવતો નથી. બસ
ભુતકાળને જોઇને હાથ ઘસીને બેઠા રહેવા કરતા મળેલા સમયનો પુરતો ઉપયોગ કરવો જોઇએ.”
રચનાએ જીવ્યાને માથે હાથ ફેરવતા કહ્યુ.
“હા,
મા આજે હું જે કાંઇ છુ તે તમારા બંન્ને ને કારણે છું. તમે બંન્ને એ મારા ઉછેરમાં
બહાદુરી અને નીડરતાના સંસ્કાર આપ્યા અને હમેંશા આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ.
મારી અવનવી શોધખોળ માટે કયારેય પૈસા અને સમય વિશે વિચાર્યુ અને ડગલે અને પગલે મારી
સાથે રહ્યા છો. મને યાદ છે ચાર વર્ષ પહેલા હું મારી પાણીથી ચાલતી બેટરીની શોધ માટે
સફળતા મળતી ન હતી ત્યારે આખા દેશના બધા વૈજ્ઞાનિકોને મળવા મારી સાથે આવ્યા હતા અને
રાત રાત ભર જાગીને દુનિયાના અનેક વૈજ્ઞાનિકો સાથે મારી વાતો કરાવી. કોઇ એક
વ્યક્તિની દરેક સફળતા પાછળ તેના આખા પરિવારની મહેનત હોય છે. મારા માટે તમે ખુબ જ
મહેનત કરી છે. મારી બધી સફળતાનો યશ તમને જાય છે.”
“ઓહ
જીવ્યા, તારા ડાઉન ટુ અર્થ સ્વભાવને કારણે ઇશ્વરના આર્શીવાદ હમેંશા તારી સાથે જ
રહેશે. વી આર રીઅલી મચ પ્રાઉડ ટુ યુ.”
“પાપા,
લવ યુ યાર.” કહેતા હેતભરી જીવ્યા વળગી પડી.
સરપ્રાઇઝ
પાર્ટીથી જીવ્યા ખુબ જ ખુશ હતી. તેની અસર બીજે દિવસે પણ રહી. તે ખુબ જ ખુશ હતી.
હવે તેની સ્ટડી તો પુરી થઇ ગઇ હતી હવે લગ્ન પહેલાનો આ સમય તેને એંજોય કરવાનો હતો.
બીજે દિવસે તે પોતાની ખાસ સખી લોપા સાથે શોપિંગ માટે નીકળી ગઇ.
જીવ્યાનુ
માઇંડ એકદમ ફ્રી હતુ. તેને જે મગજમાં આવે તે પ્રવૃતિ પુરા દિલથી એંજોય સાથે કરતી.
શોપિંગ, મુવી અને પરિવાર સાથે ત્રણ ચાર દિવસ એન્જોય કરીને તે ફરીથી પોતાની રિર્સચ
અને પોતાની શોધોમા ડુબી ગઇ.
**************************
સમય
વિતતા જરાય વાર લાગતી નથી. સગાઇ બાદ બંન્ને પરિવારે જીવ્યા અને અધ્યયના લગ્ન છ માસ
બાદ કરવાનુ નક્કી કર્યુ હતુ. તે છ મહિના
સરળતાથી વિતી ગયા. લગ્નનો સમય આવી ગયો. મિત કૌર અને રચનાની એક જ મુડી હતી તેની
દીકરી જીવ્યા તેના લગ્નમાં કોઇ કસરના રહે અને યાદગાર બની રહે તે માટે ખાસ આયોજન
કરવામાં આવ્યુ હતુ.
લગ્ન
સમારંભ પણ સરપ્રાઇઝ રીતે મમ્મી અને પપ્પાએ આયોજીત કર્યુ હતુ. ખાસ વિવિધ
વૈજ્ઞાનિકોને બોલાવી અવનવા ગેજેટસ અને પ્રયોગો દ્રારા લગ્ન હોલને સજાવવામાં આવ્યો
હતો. લોકો માટે આ અવનવા લગ્ન ખુબ જ આકર્ષક સમાન હતા. ખાલી બધુ જોવા માટે ઘણા બધા
લોકો ઉમટી પડયા હતા.
જીવ્યાના
લગ્ન ખરેખર યાદગાર બની ગયા હતા. લગ્ન બાદ રિસેપશન પણ સિંગાપોરમાં અંડર વોટર
પાર્કમાં રાખવામાં આવ્યુ હતુ.
**************************
લગ્ન
બાદ થોડા જ સમયમાં જીવ્યા અને અધ્યય પણ નવા ફલેટમાં શિફટ થઇ ગયા. તેઓએ પોતાનુ લગ્ન
જીવન આ નવા ફલેટમાં શરૂ કર્યું. ફલેટ ખુબ વિશાળ હતો. અધ્યય તરફથી જીવ્યાને પોતાની
રીતે જીવવાની સંપુર્ણ છુટ હતી. છતાંય જીવ્યાએ કયાંય પણ નોકરી ન કરવાનુ નક્કી કર્યુ.
અધ્યય જીવ્યાને ખુબ જ ચાહતો હતો. તેની રિલેશનશીપમાં જવાબદારીથી વધારે સમજદારી વધુ
હતી. અધ્યય
સવારે પોતાની જોબ પર જતો અને સાંજે આવે. આખો દિવસ ઘર પર જીવ્યા એકલી રહે. આ સમયનો
ઉપયોગ જીવ્યા નવુ નવુ જાણવા માટે અને નવી નવી શોધ કરવામાં કરતી. તેને ઘરમાં જ પ્રયોગશાળા
બનાવી હતી. આખો દિવસ તે નવુ નવુ શીખ્યા કરે.
અધ્યય
કયારેય તેના કામમાં દખલગીરી ન કરે. આમ અન્ડર સ્ટેડીંગથી બંન્નેનુ લગ્નજીવન ચાલ્યા
કરતુ હતુ. બંન્ને ખુબ જ ખુશ હતા. જીવ્યાને પારકી નોકરી કરતા સ્વતંત્ર્ય કામ કરવાનો
વધારે આનંદ આવતો હતો.
અધ્યય નો પગાર ખુબ જ સારો હતો. આથી જીવ્યાને
બહુ ઘરકામ કરવુ પડતુ ન હતુ. હતુ. ઘરમાં નોકર ચાકર બધુ કાર્ય કરતા હતા. આથી જીવ્યા
પોતાના પ્રયોગ કાર્યમાં જ ગળાડુબ રહેતી હતી. કલાકોના કલાકો પ્રયોગશાળામાં કયારે
વિતી જાય એ પોતાને પણ ખબર પડતી ન હતી.
કયારેય
અધ્યય આવી જાય તો પણ જીવ્યા પોતાના કાર્યમાં જ મશગુલ હોય. અધ્યય ને જીવ્યાની ખુશી
જ ગમતી હતી. આથી તે કયારેય તેને રોકટોક કરતો નહિ. ઉલટાનુ જીવ્યાના કાર્ય, લગન અને
ધગશથી ગુમાન અનુભવતો હતો. જીવ્યા પણ અધ્યય જેવા સમજુ, પ્રેમાળ પતિ મેળવીને તે ખુબ
જ ખુશ હતી.
બે
વર્ષના લગ્નજીવન બાદ ફુલ સ્વરૂપે તેઓના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો. દીકરીના
જ્ન્મ બાદ પણ બાળઉછેર સાથે તે પોતાની પ્રયોગકાર્યમાં પણ ધ્યાન આપતી. તેની લાડલી
દીકરીનુ નામ રાખ્યુ હતુ.
લગ્ન
બાદ પણ જીવ્યાએ અનેક નાની મોટી શોધો કરી હતી અને અનેક વિષયો પર અભ્યાસ કર્યો હતો.
તેના પોતાના આ કાર્યમાં તેના પતિ અધ્યયનો હમેંશા સાથ રહેતો હતો. તેનો આ વિષય ન હતો
છતાંય તે પોતાનાથી બનતી મદદ કરતો રહેતો. તે ખુબ જ નસીબદાર હતી કે અધ્યય જેવો તેને
જીવનસાથી મળ્યો હતો. વર્ષોથી તેનુ સપનુ હતુ કે તે કોઇ મોટી એક શોધ કરે જેનાથી
લોકોની મદદ થઇ શકે અને તેનુ નામ તેના બાદ પણ આ દુનિયામાં રહી શકે. પરંતુ તેની પાસે
ખાસ કોઇ આઇડિયા ન હતા.
એક
દિવસ તેની પુત્રી વાશ્વીની તબિયત ખુબ જ ખરાબ હતી. જીવ્યાએ અનેક વિષયો
પર ખુબ જ ઉંડો અભ્યાસ કર્યો હતો. તેમાં મેડીકલ ક્ષેત્ર અછુતુ ન હતુ. તે પોતાનો તથા
પોતાના પરિવારનો ઇલાજ મોટે ભાગે પોતાની જાતે કરી લેતી હતી. પરંતુ આ વખતે તેની
પુત્રી વાશ્વીના લુઝ મોશનમાં બે દિવસથી કોઇ ફરક પડતો ન હતો. તેને ખુબ જ ચિંતા થઇ
આવી. અધ્યય પોતાની ઓફિસે હતો. ચોમાસાના દિવસો બહાર ખુબ જ જોરથી વરસાદ પડી રહ્યો
હતો છતાંય તે વાશ્વીને લઇ કારમાં દવાખાને નીકળી ગઇ. બાળકોના ડોકટરની કિલનિક
નજીકમાં જ હતી. પરંતુ મુંબઇનો વરસાદ એટલે કહેવુ ન પડે એકદમ જોરદાર પડી રહેલા
વરસાદથી બધા રસ્તા જામ થવા લાગ્યા હતા અને ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા.
સવારના
વાશ્વીને લઇને ગયેલી જીવ્યા સાંજે માંડ ઘરે પહોંચી શકી. મોટે ભાગે લોકો આ
પરિસ્થિતિમાં લોકો થાકી જાય અને કંટાળી જાય. પરંતુ જીવ્યા ખુબ જ અલગ હતી. તેનુ
માઇન્ડ બધા કરતા અલગ રીતે કાર્ય કરતુ હતુ. તે રાત્રે જીવ્યાને આખી રાત ઉંઘ આવી
નહિ. તેની બેડરૂમની બારીમાંથી વરસાદની તીવ્રતા નિહાળતી રહી. ખુબ જ તીવ્રતા પુર્વક
વરસાદ આખી રાત વરસતો રહ્યો. વાશ્વીને તો ડોકટરની દવાથી ઉંઘ આવી ગઇ. પરંતુ જીવ્યાને
ચેન ન હતુ. તેના મનમાં અવનવા વિચારો અને આઇડિયા આવન જાવન કરવા લાગ્યા. બારી પાસે જ
ખુરશીમાં વહેલી સવારે તેને ઝોકુ આવી ગયુ.
સવારે
અધ્યયે ઉઠીને ખુરશીને લાંબી કરી દીધી અને તેને ઓઢાળી તે જાતે તૈયાર થઇ ઓફિસે નીકળી
ગયો. જીવ્યાને આગલા દિવસનો થાક હતો. આથી તેને વહેલી ના ઉઠાડી. અધ્યય તો જતો રહ્યો
પોતાની ઓફિસે. મોડેથી વાશ્વી રડી ત્યારે જીવ્યાની ઉંઘ ઉડી.
વધુ આવતા અંકે.................
Written by – Rupesh Gokani
Mobile no. – 8000021640
Email id – gokanirupesh73@gmail.com
Comments
Post a Comment