મૃત્યુ પછી શું ?

 

મૃત્યુ પછી શું ?



     મૃત્યુ પછી શું? આ એક ખૂબ જ રહસ્યમય કોયડો છે જેનો ઉકેલ આપણે સૌ ને મળવાનો જ છે. પરંતુ કોઈ એકબીજાને કહી શકશે નહીં. એટલે કે જેની પાસે જવાબ છે. તેને આપણે મળી શકતા નથી અને જેની પાસે શોધીએ છીએ તેની પાસે કોઈ જવાબ છે જ નહીં. કદાચ એ દિવસ જરૂરથી આવશે જયારે આપણે જીવતા જ મૃત્યુ બાદનું રહસ્ય મેળવી શકીશું. પરંતુ આજે શું? તેના જવાબ માટે ચાલો એક સફર પર.

            મૃત્યુ પછીની દુનિયા વિષે ગવડાટ જે ગુગલના ફોર્મર  એકઝિકયુટર્ છે, તેઓએ આઇન્સટાઇનની રિલેટીવીટી થીયરીને પોતાના શબ્દોમાં સમજાવતા કહે છે કે જીવન ભૌતિક વિજ્ઞાનના કોઈ સિધ્ધાંત ને માનતું નથી એટલે કે આ આઇડીયાનો કેંદ્રવતી વિચાર એ છે કે મૃત્યુ બાદ પણ મનુષ્યનું અસ્તિત્ત્વ કાયમ રહે છે. શું ખરેખર? આ વસ્તુ ને સમજવા ચાલો થોડા આગળ જઈએ..

            એબન એલેક્ઝાન્ડર જે હાવર્ડ મેડિકલ કોલેજમાં ન્યૂરોસર્જન અને લેખક છે. તેનું પુસ્તક “પ્રૂફ ઓફ હેવન” જેમાં તેઓ એ પોતાની ન્યૂરોસર્જન લાઈફના અનુભવો અને મૃત્યુને નજીકથી જોવાના અનુભવો દર્શાવ્યા છે. વર્ષ 2008 માં જયારે તેઓ મગજની એક બીમારીને કારણે કોમામાં જતાં રહે છે અને તેઓએ મૃત્યુ બાદની દુનિયાનો અનુભવ કર્યો જ્યાં તેમણે એક ખૂબ જ સુંદર દુનિયામાં પોતાની જાતને એક બિંદુ વત્ત પામીને બ્રમ્હાડના એક વિશાળ ભાગમાં પોતાની જાતને એક વિશાળ પ્રકાશ પૂંજ પાસે પામી. જેને આપણે ઈશ્વર તરીકે માનીએ છીએ. શું તેઓ નો આ અનુભવ માત્ર માનસિક બીમારીને કારણે ભ્રમ અથવા કોઈ સપનું માની શકાય? કે ખરેખર મૃત્યુ બાદ કોઈ વિશ્વ અસ્તિત્ત્વ ધરાવે છે? જાણવા માટે હજુ એક અનુભવ જોઈએ..

            એક 18 વર્ષનો યુવક જે 12 પૈડાં વાળા ટ્રક નીચે કચડાઈ ગયો હતો જેમાં તેને લગભગ પોતાનું અડધું શરીર ગુમાવી દીધું હતું. તેને પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે એકાએક કેવી રીતે સઘળું રંગીનમાંથી બ્લેક એન્ડ વ્હાઇટમાં બદલાઈ ગયું હતું. ટ્રકના પૈડાં કેવી રીતે તેના પગ અને કરોડરજ્જુ પર ફરી વળ્યા અને જેમાં તેનું અડધું શરીર નાશ પામ્યું હતું. યુવાનના લીવરના બે ટુકડા થઈ ચૂક્યા હતા. તેના જીવનની માત્ર 5 % જેટલી આશા બચી હતી. તેનું હ્રદય સર્વાઇકલ બ્લૉકેજથી બંધ  થવાની અણી  પર હતું.

            તેના શરીર પર આઠ કલાક સુધી સર્જરી કરવામાં આવી તે સમયગાળા દરમિયાન 52 સેકન્ડ માટે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ ટુંકા સમયનો અનુભવ જણાવતા તેને કહ્યું કે તેને પોતાના દાદીમા ને જોયા. દાદીએ તેને નામથી બોલાવ્યો અને કપાળ પર હાથ મૂક્યો.

            તે પોતે બોલી શકવા સમર્થ ન હતો. જયારે તેને બોલવા માટે મો ખોલ્યું ત્યારે કોઈ શબ્દ ન નીકળ્યો ફક્ત હવા બહાર નીકળી. દાદી એ એક સ્માઇલ આપ્યું અને ત્યાર બાદ પોતાની જાતને ઓપરેશન ટેબલ પર પામી.

            થોડા સમય બાદ યુવાનને ફેફસામાં સમસ્યા સર્જાઇ અને તે કામ કરતાં બંધ થઈ ગયા. યુવાન કોમામાં સરી પડ્યો. તેના દાદી ફરીથી ત્યાં આવ્યા અને તેને જીવન તરફ જાણે ધક્કો લગાવતા લાગ્યા. તેને પોતાની જીવનના 18 વર્ષ ફિલ્લમની રીલની જેમ દેખાયા. અકસ્માતનું દ્રશ્ય દેખાયું. તેનું શરીર બંધ પડી ગયુ. તેનું શરીર અજાગ્રત અવસ્થામાં હતું અને તેની આંખો અને મન સંપૂર્ણ જાગ્રત હતા. તે ખૂબ જ દર્દનાક અનુભવ હતો. છતાં તેનો મગજ ક્લિયર હતો અને તે ગાઢ નિદ્રામાં સરી પડ્યો અને તે સ્વપ્નમાં ખોવાઈ ગયો. સ્વપ્ન અવસ્થા દરમિયાન તેના દાદીમા તેને બગીચામાં હિચકા ઝુલાવતા હતા. દાદી તેના હીચકાને ધક્કો મારી રહ્યા હતા. અચાનક દાદીએ એવો ધક્કો લગાવ્યો. તે જમીન પર પડી ગયો અને તે કોમામાંથી બહાર આવી ગયો. તેને ફકત એવો જ અનુભવ થયો કે તેને ઉઠાડવા માટે કોઈ ઢંઢોળી રહ્યું હતું. આ અનુભવ પરથી શું કહી શકાય કે ખરેખર આપણાં સ્વજનો મૃત્યુ બાદ આપણી પાસે રહે છે કે ગંભીર શારીરિક કે માનસિક ઇજાઓને કારણે મગજના ન્યૂરો સેલ્સના બદલાવ કે મગજમાં ઓક્સિજનની ખામીને કારણે એવા અનુભવો થાય છે? સમજવા માટે થોડા આગળ જાઇએ.

            આપણાં મગજનું વજન ફક્ત 1.25 ગ્રામ જેટલું જ છે. છતાંય તે આખા શરીર પર કંટ્રોલ રાખી શકે છે અને અવનવા અનુભવો પણ કરાવી શકે છે. ડૉ સ્ટુવર્ડ હેમફોર્ડ યુનિવર્સિટી ઓફ એરજોનામા કોન્સિયસનેસ પર સ્ટડી કરે છે અને સાથે તેઓ એંસ્થેસિયા સ્પેશયાલીસ્ટ પણ છે. વિવિધ દર્દીઓ પર તેઓએ પ્રયોગ કરી એ પરિણામ તારવ્યું કે માનસિક ઇજા કે પરિસ્થિતિમાં બદલાવના કારણે અવનવા અનુભવો થવા શક્ય છે પરંતુ સ્નેહીઓને જોવાના અનુભવો થતાં નથી. તો પછી શું બધાના અનુભવો સાચા છે? મૃત્યુ બાદ પણ કોઈ દુનિયા અસ્તિત્ત્વ ધરાવે છે? આ જગ બહાર પણ કોઈ એક જગત છે? થોડું વધારે વિચારીએ

            વિવિધ ધર્મોની વિચારધારા મુજબ માનીએ તો શરીરના મૃત્યુ બાદ આત્મા અમર રહે છે. આત્માએ શક્તિપૂંજ સ્વરૂપ છે તે શરીરનો ત્યાગ કરતાં મૃત્યુ આવે છે. મૃત્યુ એ એવી અવસ્થા છે જે એક દેશમાંથી બીજા દેશમાં જવું જ્યાં આપણો અનુભવ કે વિચારો તો આપણી પાસે જ રહે છે પરંતુ સામે આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય છે.  

    દરેક વિચારકની પોતાની થીયરી છે. વિશાળ બ્રમ્હાડનું રહસ્ય આપણે હજુ પામી શક્યા નથી તો મૃત્યુ બાદનો કોયડો જટિલ ખરો પરંતુ અશક્ય નથી. વિવિધ લોકોને થતાં અવનવા અનુભવો અને વૈજ્ઞાનિકો ની આ દિશા તરફની શોધ આપણાં ને જવાબ સુધી જરૂરથી લઈ જશે. આપણાં શરીરના વિવિધ યંત્રોની ખરાબી એટલે મૃત્યુ. જો તેને ઠીક કરવાની ચાવી મળી જાય તો મૃત્યુ ને ટાળી શકાય છે પરંતુ કયા સુધી ? બસ જેટલું ખેચી શકાય ત્યાં સુધી જ. આ સફરના અંત સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી. પરંતુ જ્યાં સુધી પહોચ્યાં છીએ તે આશાની નવી કિરણ જરૂરથી જગાવે છે. આ કિરણ પ્રકાશપૂંજ બની આપણી રાહબર બનશે ત્યાં સુધી આશા જ આપણી એકમાત્ર શક્તિ છે. બાકીની અવનવી સફર સાથે મળતા રહીશું. આવજો.

                        અસ્તુ  

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?