આઈ એમ સોરી
આઈ એમ સોરી “જીયા બને તેટલી વધુ કોશિષ કરો, શરૂ શરૂમાં થોડુ અઘરુ લાગશે પણ પછી ટેવ પડી જશે.” જીયા ને યોગ કરતી વખતે મુશ્કેલી પડતી જોઇ બાબા નામકરણજીએ ધીરજપુર્વક કહ્યુ. “હા બાબા, હું મારી બનતી મહેનત કરું જ છું પણ જીવનમાં યોગ અને ધ્યાન કે મુદ્રા આ કાંઇ ક્યારે નથી કર્યા તેનુ આ પરિણામ છે કે આજે મને આ તકલિફ પડે છે.” જીયા એ હતાશ થતા કહ્યુ. “જીયા અને તેના જેવા બીજા ઘણા દર્દીઓને એક અલગ વિભાગમાં અલગથી બેસાડવામાં આવ્યા હતા અને તે બધાને બાબા નામકરણજી યોગ અને મુદ્રાઓ કરાવી રહ્યા હતા. સાથે તેના બીજા બે શિષ્યો પણ હતા કે જે કોઇ દર્દીને મુશ્કેલી પડે ત્યારે તેઓને પ્રોત્સાહન આપવાનુ કામ કરી રહ્યા હતા. લગભગ એકાદ કલાકના પ્રાણાયમ અને યોગ કસરત કરીને જીયા ઘરે આવી. તેની આસપાસના ચાર-પાંચ બહેનો રોજ સવારે કસરત માટે જતા હતા. તેઓની કોલોનીની બાજુમાં જ એક વિશાળ મેદાન હતુ ત્યાં જ શિબિર હતી ત્યાં બધા સાથે ચાલીને દરરોજ જતા હતા. ઘરે આવીને જોયુ તો ઘડિયાળમાં સાડા સાત વાગવા આવ્યા હતા. નિશીથને હમણા દરરોજ નાઇટ ડ્યુટીમાં જોબ હતી. જીયા એ જોયુ કે નિશીથ આવીને સુઇ ગયા છે. જીયા