લવ ઇન રેઇન
લવ ઇન રેઇન
રાતના
બે વાગી ચુક્યા હતા હજુ વિવેકનુ કાર્ય પુરુ થયુ ન હતુ. નવી નવી જોબ હતી અને બોસ
ખુબ જ કડક હતા. તેને આજે એક ફાઇલ પુરી કરવાની હતી સવારે વહેલા જોબ પર જવાનુ હતુ.
હવે છેલ્લો એક હિસાબ બાકી હતો પછી સુઇ જવા નક્કી કર્યુ. કેમ પણ કરીને હિસાબ મળતો જ
ન હતો. છેલ્લા કલાકથી તે મહેનત કરતો હતો. હવે તેણે કંટાળીને કામ છોડી સુઇ જવાનુ
નક્કી કર્યુ.
થોડીવારમાં
ફાઇલને વ્યવસ્થિત ઠેકાણે મુકી અને મોબાઇલમાં એલાર્મ મુકીને સુવા જતો જ હતો ત્યાં
તો અચાનક જોરદાર પવન આવ્યો. પવનના સુસવાટાને કારણે બારી ધડામ કરતી ખુલી ગઇ અને
બારીમાંથી વરસાદની વાછટ રૂમમાં આવવા લાગી.
“અરે
યાર આ બારીને પણ અત્યારે જ ખુલવાનુ મન થયુ કે શું? શુ લોહી પીએ છે? એક તો થાકી ગયો
છું. સુવા પણ નહિ મળતુ.” બકબક બકબક કરતો માંડ માંડ પથારીએથી ઉભો થઇને બારી બંધ
કરવા ગયો. બારીમાંથી તેણે બહાર જોયુ તો વરસાદ પુરજોશથી પડી રહ્યો હતો, જાણે
મેઘરાજા આજે મન મુકીને વરસવા માંગતા હોય તેવો માહોલ સર્જાયો હતો. વૃક્ષો જાણે ડોક
ઉંચી કરીને પુરબહારથી વરસાદમાં નહાવાનો આનંદ લઇ રહ્યા હતા. વરસાદને જોઇને વિવેક ના ચહેરા પર એક સ્માઇલ આવી
ગઇ.
વિવેકે
બારીમાંથી જોયુ કે બારીની નીચે એક કુતરુ વરસાદથી બચવા દોડા દોડી કરતુ હતુ. તેને
જોઇને વિવેક જુની યાદોમાં ખોવાઇ ગયો. તેને
બે વર્ષ પહેલાની યાદ આવી ગઇ. આ જ રીતે જુન માસમાં સાંજના છએક વાગ્યે ધોધમાર વરસાદ
પડી રહ્યો હતો. તે પણ વરસાદથી બચવા માટે કોઇ આધાર શોધી રહ્યો હતો ત્યાં તો એક
સુંદર નાજુક નમણી બ્લુ પંજાબી ડ્રેસ પહેરેલી અપ્સરા જેવી એક યુવતી તેની પાસે આવીને
ઉભી રહી, વધુ પડતુ દોડવાને કારણે તે હાંફી રહી હતી, તેને કાંઇક કહેવુ હતુ પણ
હાંફને કારણે તે બોલી શકવા જેટલુ પણ સમરથ ન હતી.
થોડી
વાર શ્વાસ લઇ તે બોલી “પ્લીઝ હેલ્પ મી. પેલો એક લોફર મારી છેડતી કરી રહ્યો છે.
તેનાથી બચતી હું આવી છું. ઓલીઝ મને તેનાથી બચાવો.” તેની પાછળ આવેલા એક લફંગા સામે
હાથ ચીંધી કહ્યુ.
વિવેકે
જોયુ કે એક બદમાશ તેનાથી થોડે દૂર ઉભો હતો પણ વિવેકને જોતા જ તે બીજી તરફ જતો
રહ્યો.
“હાશ,
થેન્ક્યુ વેરી મચ કે તમે મને એ લોફરથી બચાવી.”
ઇટ્સ
ઓકે મેડમ. હું પણ પાર્ટ ટાઇમ જોબ પરથી ઘરે જવા બસની વેઇટ કરતો હતો ત્યાં તો ધોધમાર
વરસાદ પડવા લાગ્યો. અને અંધારુ એકદમ છવાઇ ગયુ હતુ તેથી એકલો સુમસામ રસ્તા પર ઉભો
હતો. પણ તમે આમ એકલા અત્યારે અને એ પણ આ ધોધમાર વરસાદમાં ક્યાંથી આવો છો? ચાલો હુ
તમને ઘરે છોડી દઉ તમે ક્યાં રહો છો?” વિવેકે પુછ્યુ.
“અરે
ઇટ્સ ઓ.કે. મારુ ઘર અહી આગળની ગલીમાં જ છે, હવે હુ જતી રહીશ. નો પોબ્લેમ.”
“વળી
કોઇ બદમાશ આવી જશે તો ફરી પાછા હેરાન થઇ જશો. મારાથી ડરજો નહિ. હુ કાંઇ લોફર નથી.”
મે હસતા હસતા કહ્યુ.
“અરે
ના તમારાથી ડરતી નથી. નાહક હેરાન થાવ તમે એટલે ના પાડી.”
“એમાં
શુ હુ હેરાન થઇ જઇશ. અહીંથી બસ પકડવાને બદલે આગલા સ્ટોપથી પકડી લઇશ. એ બહાને પગ
છુટા થશે મારા. એવુ તમને લાગે તો એક કપ ચા પીવડાવી દેજો.”
“શ્યોર
તો તો ચાલો ઘરે. ચા સાથે ગરમા ગરમ નાસ્તો પણ કરાવીશ.” હુ તેની સાથે ચાલતા ચાલતા
તેના ઘર તરફ ગયો.
“હુ
મારી બહેનપણીના ઘરે વાંચવા માટે ગઇ હતી. ત્યાંથી નીકળી તો થોડીવારમાં વરસાદ જોરદાર
પડવા લાગ્યો અને કોઇ રીક્ષા પણ ન મળી એટલે ચાલતા જવાનુ નક્કી કર્યુ કેમ કે નજીક જ
ઘર હતુ મારું ત્યાં તો આ બદમાશ મને હેરાન કરતો મારો પીછો કરવા લાગ્યો. સારું થયુ
તમે મળી ગયા અને મારી મદદ કરી નહિતર શુ થાત. થેન્ક્યુ સો મચ.”
“અરે
યાર એમાં શુ થેન્ક્યુ. એ તો મારી ફરજ જ હતી અને મે તો ખાલી આઁખ જ કાઢી બીજો કયાં
મીર માર્યો. બાય ધ વે તમારુ નામ તો કહો. માય સેલ્ફ વિવેક .” મે હસતા હસતા કહ્યુ.
“મારુ
નામ શ્રેયા પટેલ.”
“ઓહ
બ્યુટીફુલ નેઇમ” જવાબમાં શ્રેયાએ સ્માઇલ આપી.
“ચાલો
મારુ ઘર આવી ગયુ. ચાલો ચા પીવા.”
“ના
ના, હુ તો ખાલી હસતો હતો. ફરી કયારેક આવીશ અત્યારે મમ્મી વેઇટ કરતી હશે અને એક
રીક્ષા પણ આવે છે તો હુ જતો રહુ નહિ તો મને ભી તમારી જેમ કોઇ રીક્ષા નહિ મળે.” વિવેક રીક્ષા પકડીને જતો રહ્યો.
“ઓકે
તો ચા નાસ્તો ઉધાર રહ્યા મારા” શ્રેયા એ પાછળથી રાડ પાડી કહ્યુ વિવેકે પાછળ ફરીને
સ્માઇલ આપી.
બીજે
દિવસે કોલેજમાં ફરીથી શ્રેયા મળી ગઇ.
“ઓહ
તમે અહીં?” તેણે આશ્ચર્યથી કહ્યુ.
“હુ
તો આ જ કોલેજમાં છુ અને તમે પણ?”
“હા
હુ ભી આ જ કોલેજમાં છું. પણ તમને કયારેય જોયા જ નથી.”
“હુ
આ વર્ષથી જ આવ્યો છુ કોમર્સ શાખામાં”
“હુ
તો આર્ટસમાં છુ એટલે આપણે મળી નહી શકયા. ગલેડ ટુ મીટ યુ. હવે હુ મારી ઉધારી
આસાનીથી ચુકવી શકીશ. ચાલો હુ જાઉ છુ મારા લેકચર શરૂ થઇ જશે.” તે દોડ્તી જતી રહી.
હુ તેને જોતો જ રહ્યો.
પછી
તે પંદર દિવસ બાદ મળી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને કોલેજેથી છુટ્ટી તેને કોઇ
વાહન નહોતુ મળી રહ્યુ અને મને પણ.
“ચાલો
હુ તમને છોડી જાવ ઘરે.”
“ઓહ
થેન્કસ પણ કેમ જઇશુ આટલા વરસાદમાં”
“મારા
મિત્રનુ ઘર અહી જ છે. હુ તેનુ બાઇક લઇ આવુ છુ તમને છોડી જઇશ અને પછી હુ પણ મારા
ઘરે જતો રહીશ.”
“અરે
એટલુ હેરાન થવાની જરૂર નથી મારા પપ્પા આવી જશે લેવા જસ્ટ ફોન હોય તો આપો ને.”
“મારા
મિત્રએ મને કહેલુ જ છે અને મારે પણ જવુ જ છે
ઘરે તો વચ્ચે તમને પણ છોડતો જઇશ.”
શ્રેયાએ
પહેલા અનાકાની તો કરી પણ છેવટે તે માની ગઇ. વિવેક તેને બાઇક પર ઘરે છોડી આવ્યો પછી
તો રોજ કોલેજમાં મળવા લાગ્યા અને એક વર્ષમાં પ્રેમ થઇ ગયો.
બીજા
ચોમાસામાં શ્રેયા એ કહ્યુ,
“મને
આ ઋતુ બહુ ગમે છે. અને વરસાદના કારણે જ તુ મારી જીંદગીમાં આવ્યો છુ આપણે એને
યાદગાર બનાવીશુ.”
“કેવી
રીતે ?”
“આપણે
દર ચોમાસાને ઉત્સવની જેમ ઉજવીશુ. બધા દુ:ખ તકલીફો ભુલીને ખુબ જ આનંદ કરીશુ. લોકો
એક દિવસ ઉજવે આપણે એક આખી ઋતુ ઉજવીશુ.”
એ
શબ્દો યાદ આવતા વિવેક એકદમ ખુશ થઇ ગયો. આજે ત્રીજુ ચોમાસુ હતુ શ્રેયા સાથે અને આ
ચોમાસામાં જ તેમના લગ્ન હતા.
હા
બસ પહેલો વરસાદ થઇ જાય પછી તરત જ તેઓના લગ્ન કરવાના હતા સાદાઇથી વરસાદની હાજરીમાં
ભીના ભીના થઇને તેઓને લગ્ન કરવાના હતા. આજે પહેલો વરસાદ વરસી રહ્યો હતો. વિવેકે ફોનમાં
જોયુ તો શ્રેયાનો મેસેજ ભી આવી ગયો હતો.
“કોન્ગ્રેચ્યુલેશન
માય લવ.”
બીજે
દિવસે ઓફિસેથી સીધો શ્રેયા ને મળવા ગયો.
“હવે
તૈયાર રહેજે આ વખતે વરસાદ પડશે એટલે હુ તને લેવા આવીશ.”
“હુ
તો તૈયાર જ છુ.”
બસ
થોડા જ દિવસમાં ધોધમાર વરસાદ પડયો અને બંન્નેએ વરસતા વરસાદમાં એકબીજા સાથે અનોખી
રીતે જ લગ્ન કર્યા. ના કોઇ સગા વ્હાલા, ન કોઇ સ્નેહી કે ન કોઇ જાનૈયાઓ. તેના
લગ્નના સાક્ષીરૂપે સાક્ષાત મેઘરાજા વરસાદરૂપે વરસી રહ્યા હતા અને ઘટાદાર વૃક્ષો
તેના લગ્નમાં જાનૈયાઓ બન્યા હતા અને પક્ષીઓ ચહેકીને લગ્નના ગીતની કમીને પુરી કરી
રહ્યા હતા. એક સુંદર બાગમાં તેણે પંડીતજીની હાજરીમાં અનોખી રીતે લગ્ન કરી આજીવન બંધનમાં
બંધાઇ ગયા.
Nice love story
ReplyDelete