એક અજનબી - 6
એક અજનબી ભાગ - 6 “ક્ષમા, તારા જેવી જીવનસાથી મળે તે વ્યકિત આ દુનિયાનો સૌથી લકી પર્શન કહેવાય પણ હું તને લાયક નથી. તારુ ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા હું સમજુ છું કે તું ગર્ભ શ્રીમંત છે અને મારુ તો ફેમિલી બેકગ્રાઉન્ડ તો શું ફેમિલી કોણ છે એ મને પણ ખબર નથી. એવુ નથી કે હું તને લવ કરતો નથી. મનોમન હું પણ તને ખુબ જ ચાહુ છું પણ આપણા વચ્ચેની જે ભેદરેખા છે તેના કારણે મને ડર લાગે છે.” શ્યામે પોતાની મનની વાત કરી. “શ્યામ મારે કે મારા મમ્મી પપ્પાને તું અનાથ છે એ જાણી કોઇ પ્રોબ્લેમ જ નથી. કોઇ માણસ તેના જન્મથી નહી પણ કર્મથી મહાન બને છે. તે દિવસે જો તુ સમયસર આવ્યો ન હોત તો મારા પપ્પાને કદાચ આજે અમે ગુમાવી બેઠા હોત અને મને કે મારા ફેમિલીને કોઇ પ્રોબ્લેમ નથી તારા અનાથ હોવા બાબતે તો તને શું વાંધો છે?” ક્ષમા એ શ્યામને સમજાવતા કહ્યુ. “સાચે અંતરથી મને પણ કોઇ વાંધો નહી તારી સાથે પણ આજ સુધી આ કમ્બખ્ત દિલને મનાવતો હતો કે એ હુર આપણા નશીબમાં નથી મારા દોસ્ત.” શ્યામના હ્રદયમાં પોતાના પ્રત્યેની લાગણીઓ વિશે જાણી ક્ષમા તેને ભેટી પડી. શ્યામ પણ તેને ભેટી પડ્યો. બન્નેએ તીથલ બીચ