એક અજનબી - 4
એક અજનબી
ભાગ : 4
ક્ષમા ફટાફટ બન્ને માટે પકોડા અને
ગરમા ગરમ ચા લઇ આવી. નાસ્તો કર્યા બાદ ક્ષમા રેડી થઇ નીચે આવી ગઇ અને વોઇસ મેલ પર
મેસેજ છોડી તે શ્યામ સાથે નીકળી ગઇ.
ક્ષમા
શ્યામની પાછળ બેસી ગઇ એટલે શ્યામે બાઇક સ્ટાર્ટ કરી થોડીવાર સુધી કોઇ કાંઇ ન
બોલ્યુ પછી શ્યામે પુછ્યુ,
“આર
યુ કમ્ફ્ટેબલ વીથ માઇ કમ્પની?”
“ઓફ
કોર્સ, વાઇ આર યુ આસ્કીંગ ધીસ કવેશ્વન એટ ધીસ ટાઇમ”
“તમે
કાંઇ બોલતા નથી અને ચુપચાપ બેઠા છો તો મને ઓકર્વડ ફીલ થાય છે”
“અરે
ના મને થોડુ ઓછુ બોલવાની ટેવ છે.”
“અરે
સ્ત્રી થઇને તમે ઓછુ બોલુ એ તો અજુબો કહેવાઇ” તેની વાત સાંભળી ક્ષમા ખડખડાટ હસી
પડી એટલે મિરર માં ક્ષમાનો ચહેરો દેખાય તેમ એડજસ્ટ કરીને શ્યામે કહ્યુ.
“તમારુ
હાસ્ય ખુબ જ અદભુત છે તમે હશો ત્યારે ખુબ જ સુંદર લાગો છો”
“થેન્કયુ
બાય ધ વે મને તમે નહી કહો. વી આર ગુડ ફ્રેન્ડ તુ કહેશો તો મને વધારે ગમશે”
“તમે
સોરી, તે મને મિત્ર તો માન્યો”
બન્ને
હાઇ વે પર દૂર સુધી લોંગ ડ્રાઇવ પર નીકળી ગયા. બન્ને એકબીજામા એવા તે મસ્ત બની ગયા
હતા કે સમયનું ભાન ભુલાઇ ગયુ, ત્યાં ક્ષમાના ફોન પર અનસુયાબેનનો કોલ આવ્યો.
શ્યામને
બાઇક સાઇડમાં પાર્ક કરવાની સુચના આપી તેણે કોલ રીસીવ કર્યો,
“યસ
મમ્મી.”
“બેટા
રાત્રીના નવ વાગી ચુક્યા છે. વ્હેર આર યુ ડીઅર?”
“મમ્મી
જસ્ટ હું અને શ્યામ બન્ને શોપીંગ માટે આવ્યા છીએ. તેને થોડી શોપીંગ કરવી હતી તો
મને આગ્રહ કરી સાથેલઇ ગયો.”
“ઓ.કે.
બેટા. શ્યામ સાથે છે તો નો પ્રોબ્લેમ.
તેને ડીનર માટે અહી આપણા ઘરે લેતી આવજે. આપણે સાથે આજે ડીનર લેશું.”
“ઓ.કે.
મમ્મી. બાય.”
“બાય
બેટા. ટેઇક કેર ઓફ યોર સેલ્ફ.”
“શ્યામ
ચલો હવે ઘરે જઇએ. બહુ લેઇટ થઇ ગયુ છે. મમ્મી નાહક ચિંતા કરે છે.”
“કેમ
હું કોઇ સિંહ વાઘ છું તે તને ખઇ જઉ?” શ્યામ હસી પડ્યો.
“અરે
એમ કહેવાનો મારો મતલબ નથી.”
“તો
શું મતલબ છે તમારો મેડમ જરા મને ખુલીને સમજાવશો?”
“ચલને
હવે બહુ આવ્યો સમજાવવા વાળો તે.” હળવી ટપલી મારતા ક્ષમા એ બનાવટી ગુસ્સા સાથે છણકો
કર્યો.
“ઓ.કે.
બાબા ઓ.કે. લેટ્સ ગો.” બન્ને ઘર તરફ રવાના થઇ ગયા.
રસ્તામાં
ક્ષમાએ ડિનર સાથે કરવાનો મમ્મીનો પ્રસ્તાવ શ્યામને કહ્યો. શરૂઆતમાં તો તેણે ના ના
કરી પણ આખરે સ્ત્રીહઠ પાસે થોડુ શ્યામનું ચાલવાનું હતુ? અંતમા તે માની ગયો.
ઘરે
પહોંચતા જ દિપકભાઇ અને અનસુયાબહેને શ્યામને આવકાર્યો. ક્ષમા ફ્રેશ થવા જતી રહી. થોડી વાર બાદ આવી તેણે બધા
લોકો માટે ડિનરની પ્લેટ્સ રેડી કરી અને બધા સાથે ડિનર માટે બેસ્યા.
“અંકલ
હવે તબિયત કેવી છે તમારી?” શ્યામે ચેર પર
બેસતા બેસતા કહ્યુ.
“હા
હવે ખુબ જ સારુ રહે છે. આ તારી આન્ટી મને પરાણે દવાખાને ઢસડી જાય છે બાકી હવે હુ
ફિટ એન્ડ ફાઇન જ છુ. બાય ધ વે શ્યામ, તારા મમ્મી પપ્પા ક્યાં અહી જ રહે છે કે શું?
કોઇ દિવસ લાવ તેને અમારા ઘરે તો અમારી પણ ઓળખાણ થાય.” દિપકભાઇએ કહ્યુ.
“અંકલ
એ લોકો અહી તો ક્યારેય આવશે જ નહી અને હું તમને મારા મમ્મી પપ્પાને મળવા લઇ નહી જાઉ.
સોરી.” શ્યામનો આવો રુક્ષ જવાબ સાંભળી ક્ષમાના ભંવા ચડી ગયા અને તે વેધક નજરે શ્યામને
તાકતી રહી ગઇ. થોડી વાર ખામોશી છવાઇ ગઇ.
ઓચિંતી
શ્યામને ખાંસી આવવા લાગી, તે પાણીનો ગ્લાસ લેતા વોશબેસીન તરફ જતો રહ્યો.
“આર
યુ ઑલરાઇટ શ્યામ?” ક્ષમાએ પુછ્યુ.
“યા
એવરીથીંગ ઇઝ ફાઇન વીથ મી, ક્ષમા .”
“સોરી
અંકલ મે તમારી વાતનો જવાબ જરા અલગ રીતે આપી દીધો. સત્ય હકિકત એમ છે કે મારે કોઇ
ફેમિલી છે જ નહી આઇ એમ અલોન મારા માતા પિતા કોણ હતા તે મને ખબર નથી એક પરગજુ
પરિવારે રસ્તા પરથી ઉંચકીને મને ઉછેર્યો અને તેઓ પણ મને 15 વર્ષનો છોડીને આ દુનિયા
છોડી જતા રહ્યા પછી હુ જાતે દુકાનમાં મજુરી કરીને અને છાપા વેંચીને ભણતો અને પછી
એક સામાજિક સંસ્થાએ મને મદદ કરીને અહીં ભણવા માટે મુક્યો.
હુ
અત્યારે એકલો જ છુ મારે કોઇ પરિવાર કે સંપત્તિ નથી. તમારે હવે જે કોઇ વાત કરવી હોઇ
તે કહેજો”
“બેટા
તારી વાત સાંભળીને ખુબ જ દુ:ખ થયુ પરંતુ હવે તુ અમારી ફેમિલીનો જ સભ્ય છો. તારી
ફેમિલી અમે જ છીએ. ઇન ફેકટ એ જ વાત કરવા તને વડીલનુ પુછ્યુ ...............”
વચ્ચેથી વાત અટકાવી શ્યામે કહ્યુ,
“અંકલ
તમે શુ કહેવા માંગો છો તે હુ સમજી ગયો પરંતુ મારા જેવા અનાથ નિરાધાર વ્યક્તિ કરતા
તમારી દીકરી માટે બીજો યોગ્ય વ્યક્તિ શોધી લેશો તો તે વધારે ખુશ રહી શકશે”
“એ
તમારા બંન્નેની મરજી પર આધાર રાખે છે એક વડીલ તરીકે મને તારો સ્વભાવ અને વર્તન
ગમ્યા અને એક જીવનસાથી તરીકે પૈસા, સંપત્તિ કરતા સ્વભાવ મેંચિગ હોવુ વધારે જરૂરી
છે બાકી તુચ્છ સંપત્તિ તો ગમે ત્યારે જતી રહેશે.”
“અંકલ
તમારા વિચાર ખુબ જ સરસ છે અને મને પણ ક્ષમા ખુબ જ ગમે છે પરંતુ અંતિમ નિર્ણય તેના પર છોડી
દો.”
“ક્ષમા
બેટા અહીં આવ”
“હા
પપ્પા”
“તને
સીધી વાત જ પુછુ છુ દીકરા, શ્યામ મને ખુબ જ ગમે છે એક જીવનસાથી તરીકે તુ શ્યામને
પસંદ કરીશ?”
“પપ્પા
તમારી પસંદ ઉપર મને વિશ્વાસ છે તમે જે નિર્ણય લેશો તે સારો જ હશે”
“ના
બેટા તુ આધુનિક યુવતી છો તમે બંન્ને થોડો સમય એકબીજા સાથે રહો અને મિત્રતા કેળવો
પછી યોગ્ય લાગે તો આપણે સંબંધને આગળ વધારીશુ તને તો ખબર જ છે હવે મારી જીંદગીનો
કોઇ ભરોસો નથી”
“પપ્પા
પ્લીઝ આવુ ના બોલો તમને અમારી જીંદગી લાગી જાય.”
“બેટા
મૃત્યુ જીવનનુ શાશ્વત સત્ય છે તે એકના એક દિવસ બધાની જીંદગીમાં આવે જ છે તેનાથી
ડરવાનુ ના હોય કોઇને વહેલુ આવે કોઇને મોડુ આવે. હુ કાંઇ આજે જ જવાનો નથી તારા
જીવનના બધા ઉત્સવો માણીને જઇશ. ડોન્ટ વરી બેટા.તમે લોકો શાંતિથી તમારો નિર્ણય
જણાવજો અને શ્યામ બેટા ડિનર આજે તારે અહીં જ લેવાનુ છે.”
“થેન્ક્યુ
અંકલ”
શ્યામ
સાંજે ડિનર લઇને પછી રાત્રે હોસ્ટેલ ગયો ત્યાં સુધી તે રહેજા ફેમિલી સાથે ખુબ જ હળીમળી
ગયો.
ક્રમશઃ
શ્યામ
ક્ષમા સાથે લગ્ન કરવા સહમત થશે કે નહી? જાણવા માટે વાંચો પાર્ટ-૩ નેક્ષ્ટ વીક.
તમારા પ્રતિભાવ મને બાય મેઇલ મોકલજો એવી આશા સાથે, ફરી મળીશું આવતા અંકે નવા
રોમાંચ સાથે.
Comments
Post a Comment