હેવાનિયત
હેવાનિયત
વિશ્વાનો જન્મ અત્યંત ગરીબ મજુર વર્ગમાં થયો હતો છતાંય તેના માતા પિતાએ તેને મહેનત મજદુરી કરીને કોલેજ કક્ષા સુધીનુ શિક્ષણ અપાવ્યુ હતુ. વિશ્વાના માતા પિતા ગરીબ હતા પરંતુ તેઓ ખુબ જ પ્રેમાળ અને સમજુ હતા તેમણે પોતાની દીકરીને ભણાવી ગણાવીને સારા સંસ્કાર આપ્યા હતા.
વિશ્વાઉમરલાયક
થતા મજુર વર્ગમાંથી દિનકરના દીકરા વજુનુ માંગુ આવતા તેના માતા પિતાએ વિશ્વાનુ
નક્કી કરી નાખ્યુ.વજુ દસ ધોરણ નાપાસ હતો પણ કુટુંબ સારૂ અને સંસ્કારી હોવાથી વિશ્વા
સાથે તેનું નક્કી કરી નાખ્યુ.
વિશ્વા
પણ સમજુ હતી.તેને ખ્યાલ હતો કે મજુરવર્ગમાં સારૂ ઘર અને સારો વર શોધવો મુશ્કેલ છે
આથી મોટી આકાંક્ષા રાખ્યા વિના તેણે પણ માતા-પિતાએ નક્કી કર્યા મુજબ સગપણ માટે હા
કહી દીધી.
સગપણ
બાદ થોડા જ તેના લગ્ન પણ લેવાઇ ગયાવજુ અને તેનો પરિવાર બન્ને સમજુ અને સંસ્કારી
હતાઆથી જ્યારે વિશ્વાએ જોબ કરવાની પરવાનગી માંગી ત્યારે કોઇ પણ પ્રકારની આનાકાની
વિના વજુ અને તેના મમ્મી-પપ્પાએ પરવાનગી આપી દીધી.
વિશ્વાના
સાસુમા સરોજબેન ખુબ જ સરળ સ્વભાવના અને શાંત મગજના હતા. તેમને મન દીકરી અને વહુ એ બન્નેમાં
કોઇ ફર્ક જ ન હતો.
વજુ
પણ અત્યંત સમજુ હતો. આવો સમજુ અને પ્રેમાળ પતિ અને મા-બાપ જેવા સાસુ સસરા મેળવી વિશ્વા
ખુબ જ ખુશ હતી. તેણે એક કંપનીમાં
કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મેળવી લીધી.
વિશ્વાનો
પગાર તો આવતો જ હતો અને વજુ પણ આખો દિવસ તનતોડ મહેનત મજુરી કરીને પૈસા કમાતો હતો
પરંતુ પૈસા ઘરખર્ચ અને સાસુ-સસરાની દવા માટે વપરાઇ જતા. થોડા ઘણા પૈસા વધતા તે વિશ્વા
તેની પાસે સાચવીને રાખતી હતી.
થોડા
સમય બાદ વિશ્વાએ પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધા લોકોની ખુશીનો પાર ન હતો. સાસુમા
સરોજબેને પુત્રને પહેલી નજરે જોતા જ તેનું નામ કૌશલ રાખી દીધુ. કૌશલની દેખરેખ
કરવામાં સાસુ સસરાનો આખો દિવસ પસાર થઇ જતો. વિશ્વાએ કૌશલના જન્મ બાદ થોડા જ સમયમાં
ફરી જોબ જોઇન કરી લીધી. તે ખુબ જ ખંત,ઉત્સાહ અને પ્રામાણિકતાથી તેનું કામ કરતી.
કૌશલના
જન્મને હજુ છ મહિના જેવો સમય જ થયો હતો ત્યાં પરિવાર પર એક અણધારી મુશ્કેલી આવી
પડી. વિશ્વાના સસરા દિનકરભાઇનું હાર્ટ-એટેકથી અવસાન થયુ. તેના સાસુ ખુબ જ ગમગીન
બની ગયા પણ સમયથી મોટી દવા બીજી કોઇ નથી તેમ સમય જતા તેના સાસુ અને બીજા સભ્યો બધા
નોર્મલ બની ગયા. ઘરે સાસુમા સરોજબેન એકલા કૌશલની દેખરેખ કરતા અને વિશ્વા અને વજુ
પોતાના કામે જતા.
હજુ
કૌશલ એક વર્ષનો થયો હતો ત્યાં વિશ્વા ને બીજી વખત સારા દિવસો દેખાયા. નવ માસ બાદ
તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રાખ્યુ સિધ્ધાંત. વિશ્વા તેના બન્ને
પુત્રોને ખુબ જ પ્રેમ કરતી હતી. તે પોતાના સાસુની હાલત પણ સમજતી હતી કે એકલા હાથે
બે છોકરાઓને સાચવવા એ ખુબ અઘરૂ કામ છે પણ પરિવારની પરિસ્થિતિને ધ્યાને રાખીને તેને
નાછુટકે નોકરીએ જવુ પડતુ.
તે
વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને ઘરનું બધુ કામ કરતી અને ૯.૩૦ વાગ્યે જોબ પર જતા
પહેલા તેના બન્ને પુત્ર કૌશલ અને સિધ્ધાંતને ખુબ જ વહાલ કરી તે બન્નેને તૈયાર કરી
નીકળી જતી.
તેની
જોબ પુર્ણ થવાનો સમય ૬.૦૦ વાગ્યાનો હતો. જોબ પુરી થતાઅ જ તે દોડીને ઘરે પહોંચી જતી
અને દોડીને પહેલા બન્ને પુત્રોને વહાલ કરતી તથા સિધ્ધાંતને ફીડીંગ કરાવતી અને તેના
પુત્ર કૌશલને ખોળામા બેસાડી તેની સાથે વાતો કરતી. કૌશલ આખો દિવસ તેની માતાને જોઇ ન
હોઇ ખુબ જ ખુશ થતો અને તેની સાથે કાલીઘેલી ભાષામા વાતો કરતો. કૌશલ સાથેની આ
કાલીઘેલી મીઠી વાતોથી વિશ્વા નો આખા દિવસનો થાક ઉતરી જતો જાણે વિશ્વાની આખી દુનિયા
તેના પરિવાર અને તેના બન્ને પુત્રોમા જ સમાયેલી હતી.
નોકરીમાં પણ ખુબ જ ધગશથી તે મહેનત કરતી અને તેના લીધે તેને બઢતી મળી હતી. વિશ્વા
બઢતીથી ખુબ જ ખુશ થઇ ગઇ હતી. હવે તેને
લાગતુ હતુ કે પોતાના બંન્ને બાળકોને સારુ શિક્ષણ અપાવી શકશે. પરંતુ સ્ટાફના કેટલાક
અદેખા લોકોને એક મજુર છોકરીનુ પ્રમોશન ગમ્યુ નહિ. ઓફિસના ત્રણ ચાર છોકરોને લાગતુ
હતુ કે પ્રમોશન તેને મળ્વુ જોઇતુ હતુ
ઇર્ષ્યા અને અદેખાઇના હિસાબે તેઓ વિશ્વા ને હેરાન કરવા લાગ્યા. વિશ્વા
તેઓનો સામનો કરતી હતી. પરંતુ એક દિવસ હદ થઇ આ ત્રણ ચાર છોકરા જે મસ્તી માટે જ
નોકરી કરતા હતા તેઓ વિશ્વાના છુટવાના સમયે એક ગાડીમાં તેને ઉઠાવીને લઇ ગયા. એક
સુમસાન જ્ગ્યાએ જઇ વિશ્વા પર સામુહિક બળાત્કાર કર્યો. વિશ્વા રડતી રહી કરગરતી રહી
પરંતુ નશામાં ધુત છોકરાઓએ કાંઇ ન સાંભળ્યુ.
વિશ્વાને ખુબ જ દર્દ થતુ હતુ તેના
ગુપ્તાંગમાંથી પુષ્કળ લોહી વહી જતુ હતુ પરંતુ હેવાનોને કાંઇ દયા ન હતી. અને તેઓ વિશ્વા
ને એવી હાલતમાં છોડીને જતા રહ્યા. વિશ્વા વેદનામાં કણસતી હતી ત્યાં એક બાળકનો
રડવાનો અવાજ આવ્યો “મારો સિધ્ધાંત” કરતા વિશ્વા ઉભી થઇ ગઇ અને ફટાફટ કપડાં પહેરીને રોડ તરફ ભાગી
મારો સિધ્ધાંત અને કૌશલ મને બોલાવે છે એમ કરી એક રીક્ષામાં બેઠી તેને પુષ્કળ લોહી
વહી જતુ હતુ રીક્ષાવાળાએ દવાખાનાએ જવા કહ્યુ પરંતુ વિશ્વા ને સિધ્ધાંત જ દેખાતો
હતો.
તે જલ્દીથી ઘરે પહોચીને અને પોતાના બંન્ને દીકરાઓને વહાલથી ભેટી ત્યાં
બેભાન થઇ ગઇ તેના સાસુમાં પાડોશમાં લેડી નર્સને બોલાવી લાવ્યા ત્યાં સુધી તો વિશ્વાના
પ્રાણ પંખેરુ ઉડી ગયા. અને સુનકાર વ્યાપી ગયો.
હેવાનોની હેવાનિયતનુ શિકાર એક નાજુક પંખી થઇ ગયુ અને બિચારા બચ્ચા રોતા રહી
ગયા. સમાજની અને કાયદાની નબળી કડીનો ભોગ માસુમ ફુલો બને છે. કદાચ આપણો અંતર આત્મા
જાગે અને આપણે કાંઇક કરી શકીએ તો ઘણા ફુલો ખીલતા પહેલા કરમાઇ જતા અટકી શકશે.



Nice
ReplyDelete