એક અજનબી - 11


એક અજનબી 

ભાગ : 11 






 ક્ષમાએ રસ્તામાં કહ્યુ, “હવે જલ્દી કરો. આજે અચાનક ક્યાં જઇએ છીએ. હજુ મલેશિયા જવાની ઘણી તૈયારીઓ કરવાની બાકી છે.”

         “બસ હવે અહીં આવવાનો મકસદ પુરો થવા જઇ રહ્યો છે. પછી બધી તૈયારીઓ જ કરવાની છે”

         “મકસદ કેવો મક્સદ શેની વાત કરો છો તમે મને તો કાંઇ સમજાતુ જ નથી.”

         “જસ્ટ ટેન મિનિટ જાનુ. દસ મિનિટમાં તને બધુ સમજાય જશે. તુ થોડીવાર ચુપ બેસ” આટલુ બોલ્યો ત્યાં શ્યામના ફોનમાં કોઇની રીંગ વાગી એટલે તે વાત કરવા લાગ્યો

         “યા બોસ આઇ એમ ઓન માય વે. આપનુ કામ થઇ ગયુ છે એમ જ સમજો. મને તમે સેન્ડ કરેલુ એડ્રેસ મળી ગયુ છે હુ હમણાં જ ત્યાં આવુ છુ. પછી આગળનો શુ પ્લાન છે? ઓ.કે. ત્યાં આવી નિરાંતે જ વાત કરીશુ. હવે હુ ફ્રી જ છુ. થેન્ક્યુ સર થેન્ક્યુ વેરી મચ. આટલુ કહી શ્યામે    ફોન મુકી દીધો. ક્ષમાને કાંઇ સમજાતુ જ ન હતુ કે શ્યામ   અત્યારે અચાનક શુ કરી રહ્યો છે. તેને પોતાના પ્રેમ પર ખુબ જ વિશ્વાસ હતો એટલે તેણે વધારે સવાલ જવાબ કરવાનુ છોડીને આઁખો બંધ કરી બેસી રહી. થોડીવાર બાદ તેમની કાર ઉભી રહી એટલે ક્ષમાએ આઁખો ખોલી પણ તેની આઁખોમાં કાળી પટ્ટી બાંધેલી હતી એટલે તે કાંઇ જોઇ શકી નહી. શ્યામે  કારનો દરવાજો ખોલી તેનો હાથ પકડી તેને અંદર લઇ ગયો. આઇટમ સોંગ વાગી રહ્યા હતા અને ધમાલભર્યુ વાતાવરણ જણાતુ હતુ. કોઇ પાર્ટી ચાલતી હોય તેમ ક્ષમાને એહસાસ થયો.

         “શ્યામ આટલો શોર બકોર??? આપણે કયાં આવ્યા છીએ? અરે યાર મલેશિયા જવાના સમયે ક્યાં તુ પાર્ટીમાં મને લઇ આવ્યો? મારે ઘણુ કામ છે.”

         “ચુપ કર ક્ષમા. અવાજ નીચે કરી વાત કર.” શ્યામે  ગુસ્સાથી કહ્યુ.

         ક્ષમા ને શ્યામની ગુસ્સાથી ખુબ જ આશ્ચર્ય થયુ તે કાંઇ પ્રતિકાર આપવા જાય ત્યાં જ  શ્યામે તેનો જોરથી ઘા કર્યો. શ્યામના ધક્કાથી ક્ષમા જમીન પર ફસડાઇ પડી. ક્ષમા કાંઇ સમજી શકતી ન હતી કે શું થવા જઇ રહ્યુ છે? તે કાંઇ બોલે ત્યાં ક્ષમાના કાનમાં શીશું રેડાતુ હોય તેવા અગન શબ્દો તેના કાને પડ્યા.

         “જોઇ લો રોક તમારી ઇન્ડિયન ચિડીયા આવી ગઇ છે તમારી સેવામાં. એડવાન્સ તો તમે મને આપી દીધા છે હવે બાકીની રકમ આજે રાત્રે મોક્લાવી દેજો. અને હા, ધ્યાન રાખજો કે ચિડીયા કયાંય ઉડી ન જાય. નહિતર બોસ તમને કોઇને છોડશે નહિ. કહેતો શ્યામ અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

         ક્ષમાને તો એકદમ આઘાત લાગ્યો અને તેણે પોતાની આઁખોની પટ્ટી ખોલી. તેને આજુબાજુનું દ્રશ્ય જોતા ખુબ ભય લાગ્યો. ડાન્સ બારમાં માણસો ડ્રીન્ક કરી રહ્યા હતા અને અમુક યુવાન ગર્લ્સ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી તેમનો પહેરવેશ ખુબ અભદ્ર હતો. આ બધુ અચાનક જોઇ ક્ષમા ખુબ ડરી ગઇ. તે દોડીને શ્યામ પાસે જતી રહી અને બોલી,

         “શ્યામ આ બધુ શુ છે? તુ મને આ કયા લઇ આવ્યો છે? પ્લીઝ ચાલ આપણા ઘરે. આપણે તો મલેશિયા જવાનુ છે ને? આપણે મોડુ થઇ જશે. ચલ ને પ્લીઝ” કહેતી ક્ષમા શ્યામ  નો હાથ પકડી ત્યાંથી જવા લાગી ત્યાં ફરી શ્યામનુ હાસ્ય સંભળાયુ.

         શ્યામે  મોટે મોટેથી હસતા હસતા કહ્યુ, “ઓ માય ક્ષમા ડાર્લીંગ, તારા જેવી બુધ્ધુ તો આખી દુનિયામાં નહી જોવા મળે મને. હા...હા....હા..... મલેશિયા જવુ છે તારે??? ઘરે જઇ પેકીંગ કરવુ છે??? હા....હા.....હા.... ઘર???? કોનુ ઘર????? ક્ષમા ડાર્લીંગ  હવે આ બાર જ તારુ ઘર છે. હવે તારે અહી જ રહેવાનુ છે જાનુ.

         “જાનુ શું કહે છે તું?? મને કાંઇ સમજાતુ નથી. મારી સાથે મજાક કરે છે ને તુ? ચલ હવે મજાક છોડ અને અહીથી આપણે નીકળીએ. તને મારા પ્યારની કસમ પ્લીઝ અહીથી ચલ જાનુ પ્લીઝ ફોર મી જાનુ.” ક્ષમા બોલતા બોલતા ગળગળી થઇ ગઇ અને શ્યામના ખભ્ભા પર માથુ રાખી રડે જ પડી.

         “ચલ હટ્ટ. લવ, માય ફુટ. કોણે કહ્યુ કે હું તને લવ કરુ છું? જાનુ પ્યાર, લવ, ઇશ્ક આ બધા શબ્દો મારી લાઇફમાં છે જ નહી. તને અહી તારી રીઅલ જગ્યાએ લાવવી હતી એટલે થોડો સમય આ બધા નાટક કરવા પડ્યા બાકી મને આ લવ ફવ ના ચક્કરમાં ન નાખ તુ. અને હવે આ બધો ઇમોશનલ ડ્રામા બંધ કરી બોસ જે કામ આપે એ કરવાનું શરૂ કરી દે તેમા જ તારી ભલાઇ છે, સમજી કે નહી??? ક્ષમા ના પર તો જાણે આભ તૂટી પડ્યુ.

       “શ્યામ  તુ આ શુ બકવાસ કરે છે? પ્લીઝ ચાલ ઘરે હવે. મને અહી બહુ ડર લાગે છે.”

         શ્યામે  ફરી અટ્ટહાસ્ય કરતા કહ્યુ,

         “ક્ષમા ડાર્લીંગ હવે સાંભળ મારી વાત. ફર્સ્ટ ટુ એન્ડ તને બધી વાત કહી દઉ. શ્રીમાન દિપક રહેજાની લાડકી દીકરી મારી વાત ધ્યાનપુર્વક સાંભળજે. તારા પિતાજીને એટેક આવ્યો ન હતો. તેની કોફીમાં દવા ભેળવી એટેક લાવવામાં આવ્યો હતો જેથી હું તમારા પરિવારની નજીક આવી શકુ અને તારી સાથે પ્રેમનુ નાટક કરી તને અહીં લાવી શકુ. તારા ઘરથી હજારો કિ.મી. દુર આ ડાન્સ બારમાં. હવે તારે અહી જ રહેવાનુ છે. આઇ સોલ્ડ યુ. પુરા એક કરોડમાં વેચી છે તને જાનુ.  

         “યુ બાસ્ટર્ડ લાઇર. તારી શુ દુશ્મની છે મારી સાથે? શા માટે તે મારી સાથે પ્રેમનું નાટક કર્યુ અને મારી ઇમોશન સાથે રમત કેમ રમ્યો?” ક્ષમા એ શ્યામના કોલર પકડીને કહ્યુ.

         “જાનુ બી કુલ યાર. તારી સાથે નહી તારા ફાધર સાથે દુશ્મની છે અને મારી નહી મારા બોસની દુશ્મની છે તારા પરિવાર સાથે. તારો બાપ બહુ ભગત થવા નીકળો છે ને? બહુ સમાજસેવાના કામ કરવા તેને ગમે છે ને? હવે તારે પણ સમાજસેવા કરવાની છે. જો..... જરા સ્ટેજ પર તો નજર કર, પેલી છમીયા શું મસ્ત અદ્દાથી ડાન્સ કરે છે. ઉમ્મામામાઅહ્હ્હ્હ્હ્હ..... હવે તારે પણ અહી આવનાર લોકોના આ જ રીતે દીલ બહેલાવવાના છે અને અહીના સમાજના લોકોની સેવા કરવાની છે અને ઇન્ડિયામાં હવે જો તારા બાપની કેવી બેન્ડ બજાવીએ છીએ? અને તેના સમાજ સેવાના બધા ઝંડા હવામાં ઉડાડી દઇએ છીએ.” શ્યામે અટ્ટહાસ્ય કરતા કહ્યુ.

         “યુ બ્લડી બાસ્ટર્ડ. હું તને નહી છોડુ.” કહેતી ક્ષમા એ હાથ ઉગામ્યો કે શ્યામે તેનો હાથ પકડી જબરદસ્તી પોતાની બાહુમાં જકડી લીધી. “મેરી રાની અબ યે હાથ ઐસે થપ્પડ મારને કે લીયે નહી, યહા આનેવાલે સબકો પ્યાર કરને કે લીયે ઉઠને ચાહીયે. સમજી??? વરના તેરા ઐસા હાલ કરુગા જો તેરી સોચ કે બહાર હૈ.”

 

         “હેય રાની, કમ હીઅર એન્ડ ટેઇક હર ટુ ધ રૂમ એન્ડ મેઇક હર રેડ્ડી ફોર પૉલ ડાન્સ.” કહેતા શ્યામે ક્ષમાનો હાથ પકડી ધક્કો માર્યો.

 

         વળી તે ક્ષમાની નજીક આવ્યો અને બોલ્યો , “જાનુ સાચુ કહુ, તારી બોડી બહુ મસ્ત છે. યુ આર સો હોટ. અને ખાસ જ્યારે તુ ઇન્નરવેરમાં મારી સાથે બેડ પર રોમાંસ કરતી ત્યારે શું કહુ તને??? આહહહ....!!!! અહી પણ તારે એ જ કરવાનુ છે. પૉલ ડાન્સ મિન્સ આ મહેફિલમાં તારે બધાની સામે એ જ કરવાનુ છે જે તુ મારી સાથે બેડરૂમ અને બાથરૂમમાં કરતી. સમજી ગઇ કે નહી??? અને હા ઇન્ડિયામાં તારા માતા પિતાની જરા પણ ચિંતા ન કરજે. હું છું ને, બધુ હેન્ડલ કરી લઇશ. હવે જો તારી મા અને બાપને તારા નામથી કેવા તડપાવીએ છીએ? એક ઝાટકે સમાજ સેવાના ઝંડા બંધ ન થઇ જાય તો મારુ નામ શ્યામ નહી. હા હા હા હા હા હા.”


વધુ આવતા અંકે 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2