Posts

શુ બદલવાની જરૂર છે?

Image
  શુ બદલવાની જરૂર છે?                 સમય ધીરે ધીરે બદલાય છે. સદીઓ બદલાતા સમાજમાં અનેરુ પરિવર્તન આવતુ જાય છે. જે લોકો સમય સાથે બદ્લાતા નથી તે પાછળ રહી જાય છે અને સર્જાય છે જનરેશન ગેપ. જનરેશન ગેપ ફ્ક્ત ઘરમાં જ નહિ પરંતુ ઓફિસમાં, સમાજમાં બધે જ નડે છે. આ વૈચારિક ભેદ વ્યક્તિને આગળ વધવામાં કયારેક બાધારૂપ નીવડે છે. જે વ્યક્તિ બદલાતો નથી તેને તો સૌથી વધારે પ્રશ્નો નડે છે પરંતુ સમાજને પણ તેના વિચારો આડા આવે છે. સમાજમાં આવતા બદલાવને કારણે આપણે પાછળ રહી જઇએ છીએ.                 આ બદલાવ ખરેખર શુ છે? તે કયાંથી આવે છે? અને આપણે તે અપનાવવો શા માટે જરૂરી છે? આ બધા મુદ્દા આપણે ધીરે ધીરે સમજીએ..                 સમય સાથે અનેક બદલાવો આવતા રહે છે. સૌંદર્ય લક્ષી બદલાવ, જીવનશૈલીમાં બદલાવ, ખાન પાનમાં બદલાવ, શિક્ષણમાં બદલાવ, જરૂરિઆતમાં બદલાવ, વૈચારિક બદલાવ આવા અનેક બદલાવો આપણા જ...

જીવ્યા-4

Image
  વાર્તાનું નામ – જીવ્યા ભાગ – ૪                       આજે પણ વરસાદ પુરજોશમાં હતો. તે ફ્રેશ થઇને તૈયાર થવા જ જઇ રહી ત્યાં અધ્યય પરત આવી ગયો.             “બધા રસ્તા બ્લોક થઇ ગયા છે. આજે તો ઓફિસે જવુ શક્ય જ નથી.” ભીનો થઇને આવીને અધ્યયએ કહ્યુ.             “તમે કારમાં ગયા હતા તો પણ ભીજાય ગયા?”             “અરે કાર પાર્ક કરી હું ટેકસીમાં જવા ગયો તેમાં ભીજાય ગયો. પરંતુ ટેકસી પણ આગળ ન જઇ શકી. આથી પરત આવી જવુ પડ્યુ. અહીંથી પાંચ કિલોમીટર માંડ ગયો હતો તો પણ ચાર કલાક થઇ અહીં પરત આવવા માટે.”             “આ વરસાદ અને મુંબઇના રસ્તા, મ્યુનિશિપલની પ્રી મોન્સુન કામગીરીના દર વખતે આવુ જ હોય છે.”             “હા, કાલે હું પણ વાશ્વીને લઇ હોસ્પિટલ ગ...

વ્યક્તિત્વનું આયોજન(પર્સનાલિટી મેનેજમેન્ટ):

Image
  વ્યક્તિત્વનું આયોજન(પર્સનાલિટી મેનેજમેન્ટ):                  આપણી પર્સનાલિટીએ આપણી ઓળખ છે. આપણુ વ્યક્તિત્વ આપણને બીજા કરતા અલગ પાડે છે. જીવનમાં આગળ વધવા કંઇક મેળવવા માટે આપણુ વ્યક્તિત્વ ખુબ જ ઉપયોગી બને છે. આપણા વિચારો કે આપણુ જ્ઞાન આપણા વ્યક્તિત્વ પર અસર પાડે છે એટલે જેવુ આપણે વિચારતા હોઇએ છીએ એવુ વાતાવરણનુ સર્જન આપણે આપણી આસપાસ કરીએ છીએ અને એવુ આપણા વ્યક્તિત્વનુ ઘડતર થાય છે. આપણુ વ્યક્તિત્ત્વ જેટલુ પ્રભાવશાળી એટલા જ આપણા કાર્યો આપણે સરળ અને શ્રેષ્ઠ કરી શકીશુ. આપણા પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે આપણી આસપાસના લોકોમાં આપણે પ્રિય બની શકીશુ અને લોકો પાસે આપણા કાર્યો સરળતાથી કરાવી શકીશુ. તો આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી અને અન્ય કરતા શ્રેષ્ઠ બનાવવા શુ કરી શકાય?                  વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા માટે થોડી નાની નાની બાબતો પર ધ્યાન આપવુ ખુબ જ જરૂરી છે. આપણે આપણામાં થોડા બદલાવ લાવીએ તો ઘણો ફરક પડી જાય. આવા નાના નાના બદલાવને ...

ગુનેગાર કોણ ? - 10

Image
 ગુનેગાર કોણ ? ભાગ : 10  તે મનમાં વિચારવા લાગ્યો. સવારે આઠ વાગ્યે ક્લાસીસમાં જાય છે. દસ વાગ્યે કોલેજ પર આવે છે અને ચાર વાગ્યે કોલેજથી સીધી ઐહત ફાયનાન્સમાં પાર્ટ ટાઈમ જોબમાં જાય . સાંજે સાત વાગ્યે છૂટીને પોતાના ઘરે જાય છે. પોતાની બે સખી સાથે તે રહે છે. આ બધી માહિતી તેને યાત્રી વિષે એકઠી કરી લીધી હતી. હવે આ બધા વચ્ચે કોલેજથી પાછળની ગલી પાસે સુમસાન વિસ્તાર આવે છે ત્યાં જ તેના પર હુમલો થઈ શકે એમ હતો. સાંજે છ વાગ્યે તે કોલેજ પરથી પરત જાય તે સમય   વધારે અનુકૂળ હતો. તેને મનોમન બધુ વિચારી લીધું. હવે તેને હજુ થોડું પરફેકશન કરવાનું બાકી હતું આથી તે પોતાના મનમાં વિચારેલ લોકેશન પર ગયો. આમ લગભગ સુમસાન જેવો વિસ્તાર હતો. એમાં પણ બપોરના સમયે સાવ શાંતિ જ રહેતી અને છુપાવવા માટેની પણ જગ્યા મળી ગઈ. બધુ જોઈ તો લીધું અને વિચારી પણ લીધું પણ કોઈ હત્યા વિષે વિચારતા તેનું હૈયું કાંપવા લાગ્યું. આ બદલાની ભાવના તેને કયા લઈ જશે? આવા કાર્યો કરવા કરતાં મૃત્યુ વધારે બહેતર છે. તે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો.                    ...