જીવ્યા-4

 

વાર્તાનું નામ – જીવ્યા

ભાગ – ૪

 


                   આજે પણ વરસાદ પુરજોશમાં હતો. તે ફ્રેશ થઇને તૈયાર થવા જ જઇ રહી ત્યાં અધ્યય પરત આવી ગયો.

           “બધા રસ્તા બ્લોક થઇ ગયા છે. આજે તો ઓફિસે જવુ શક્ય જ નથી.” ભીનો થઇને આવીને અધ્યયએ કહ્યુ.

           “તમે કારમાં ગયા હતા તો પણ ભીજાય ગયા?”

           “અરે કાર પાર્ક કરી હું ટેકસીમાં જવા ગયો તેમાં ભીજાય ગયો. પરંતુ ટેકસી પણ આગળ ન જઇ શકી. આથી પરત આવી જવુ પડ્યુ. અહીંથી પાંચ કિલોમીટર માંડ ગયો હતો તો પણ ચાર કલાક થઇ અહીં પરત આવવા માટે.”

           “આ વરસાદ અને મુંબઇના રસ્તા, મ્યુનિશિપલની પ્રી મોન્સુન કામગીરીના દર વખતે આવુ જ હોય છે.”

           “હા, કાલે હું પણ વાશ્વીને લઇ હોસ્પિટલ ગઇ ત્યારે ખુબ જ હેરાન થઇ હતી. તમે આ ભીના કપડાં બદલી ફ્રેશ થઇ જાઓ અને આજે ઘરે છે તો જરાક વાશ્વીને રમાડ પ્લીઝ તો હું એક પ્રેઝનટેશન બનાવી લઉં”

           “ઓ.કે. હું આજે ફ્રી જ છુ. આજે વાશ્વીને હું સાચવુ છુ તુ નિરાંતે તારું કામ કર. આજે વરસાદમાં કામવાળી ન આવે તો પણ ચિંતા ન કરજે. હું કામને હેન્ડલ કરી લઇશ. ડોન્ટ વરી. ડુ યોર વર્ક વીથે પેશન એન્ડ ઓન યોર ટાઇમ.”

           “ઓ ડાર્લિગ યુ આર સો સ્વીટ.” જીવ્યાએ અધ્યયને વળગી પડતા કહ્યુ.

           “હવે ઝડપથી જા હું મારી ડાર્લિગ ડોટર સાથે ટાઇમ સ્પેન્ડ કરી લઉ.”

           જીવ્યા આખો દિવસ પોતાના રિર્સચ રૂમમાં અવનવા રિસર્ચ અને પ્રોજેકટ પર કામ કરતી રહી. સાથે સાથે તે ઘરકામ અને વાશ્વીને સાચવવા માટે પર અધ્યયને હેલ્પ કરતી રહી.

           સાંજે ફરી જોરથી વરસાદ પડવા લાગ્યો. તે દિવસે 15મી માર્ચ 2044નો દિવસ હતો. જીવ્યાએ અધ્યયને કહ્યુ કે તે એક વહાણ( જહાજ) બનાવવા માંગે છે. ઘડીવાર તો અધ્યય આશ્ચર્યચકિત બની ગયો.

            જીવ્યાએ કહ્યુ, “અધ્યય તારે કોઇ જહાજ કંપની સાથે ઓળખાણ હોય તો મારો પરિચય કરાવ મારે એક જહાજ બનાવવુ છે.”

            “જહાજ બનાવવુ છે જીવ્યા તારે? આ વળી નવો બિઝનેશ આઇડિયા કયાંથી આવ્યો?” અધ્યયે આશ્ચર્ય સાથે પુછ્યુ.

            “હા, હું થોડા દિવસથી યુનિક વર્ક માટે વિચારતી હતી અને આ ચોમાસાનો પ્રકોપ જોઇ મને એક આઇડિયા આવ્યો.”

            “આઇડિયા?” અધ્યય ધ્યાનપુર્વક ચર્ચામાં ભાગ લઇ રહ્યો હતો. તેનો મુખ્ય વિષય મેનેજરીગ હતો. પરંતુ જીવ્યા સાથે જોડાયા બાદ તેને જીવ્યાનું કામ પણ ખુબ જ ગમવા લાગ્યુ હતુ. તે ઘણીવાર તેણીને રિસર્ચમાં મદદ કરાવતો રહેતો.

            “હા, એક એવુ જહાજ કે જયારે ખુબ જ વરસાદ વધી જાય તો ચાલુ વરસાદે તે અનેક માઇલો સુધી ચાલી શકે એક દેશ પર ભયંકર પુરની આપત્તિ આવે તો આવા જહાજમાં સ્થળાંતર આસાનીથી થઇ શકે. તેના નાના મોડેલ દ્રારા ખલાસીઓને અતિ વરસાદમાં આસાનીથી દરિયાઇ મુસાફરી થઇ શકે.”

            “વાહ, તારો આઇડિયા સુપર્બ છે. તારો તેના માટે કોઇ પ્લાન તૈયાર છે?”

            “હા, કાલે આખી રાત તેના પર વર વિચારીને રિસર્ચ કાર્ય કર્યુ હતુ અને આજે હું સવારથી તેનુ જ પ્રેઝનટેશન બનાવતી હતી.” આમ કહી જીવ્યાએ પોતાનુ પ્રેઝનટેશન અધ્યયને બતાવ્યુ. તે ખુબ ઇમ્પ્રેશ થઇ ગયો.

            “વાઉ, ઇટસ સો ગ્રેટ. યુ આર અમેઝિંગ.”

            “થેન્ક્યુ, બટ મારે આમા થોડી હેલ્પ જોઇએ છે. તારી કોઇ જહાજ બનાવતી કંપની સાથે ઓળખાણ હોય તો કહેજે. મારે તે લોકોની મદદ લેવી પડશે.”

            “ઓ.કે. જીવ્યા હુ વાત કરીશ પછી આપણે તેને મળવા જઇશુ. બાન્દ્રા પાસે એક મારો મિત્ર રહે છે અતુલ વ્યારા. તેની ઓળખાણ “બ્રાન્દ્રા સી ફેન્સ” જહાજ કંપનીના માલિક સાથે છે. હુ તેને વાત કરીશ.” જીવ્યાએ ખુશ થઇને અધ્યયને ભેટી પડતા કહ્યુ,

            “થેન્ક્યુ વેરી મચ માય લવ. યુ આર સો સ્વીટ.”

            “અરે યાર તુ મને હુકમ કરે અને હુ ના પાડુ એ કેમ બની શકે. તુ મારી જાન છો યાર.”

            થોડા દિવસ બાદ જીવ્યા અને અધ્યય “બાન્દ્રા સી ફેન્સ” ની ઓફિસે ગયા. તેનો માલિક જય વિશ્વાસ ઓબેરોય યંગ અને વેલ મેનર્ડ હતો. તેને લોકો સાથે મિત્રતા રાખવી અને નવુ નવુ શીખવાની ધગશ હતી. તેની જહાજ કંપની જહાજના સ્પેર પાર્ટ જોડીને આખુ જહાજ બનાવવાનુ કાર્ય કરતી હતી. જયવિશ્વાસ ઓબેરોય ખુદ બધુ દેખરેખ રાખતો અને સદાય બધાને પ્રોત્સાહન આપીને કામ કરાવતો. ગુસ્સા નામની ચીજ તેમની જીંદગીમાં જ ન હતી.

            જીવ્યા અને અધ્યય તેમની ઢીંગલી વાશ્વીને લઇને જયવિશ્વાસને મળવા આવ્યા ત્યારે જય વિશ્વાસ મિટિંગમાં વ્યસ્ત હતો. દસેક મિનિટ તેઓ વેઇટિગ રૂમમાં બેસ્યા. વેઇટિગ રૂમ પણ ખુબ જ આરામદાયક હતો. વાશ્વી તો કુમળા સોફા પર આરામથી સુઇ ગઇ. દસ મિનિટ બાદ પટ્ટાવાળો બોલાવવા આવ્યો ત્યારે સુતેલી વાશ્વીને લઇને જીવ્યા અને અધ્યય જયવિશ્વાસની કેબિનમાં ગયા. કેબિન નાનકડી પરંતુ ખુબ જ સુંદર હતી. ખુબ જ સ્વચ્છ કેબિનમાં બધી ફાઇલો વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી.

            જીવ્યા અને અધ્યય આવ્યા ત્યારે જય વિશ્વાસ કોઇ ફાઇલ જોવામાં વ્યસ્ત હતો. જીવ્યાના હાથમાં સુતેલી વાશ્વી જોઇને જયવિશ્વાસે તેને સોફા પર સુવડાવવા કહ્યુ.

            જય વિશ્વાસે ઉષ્માભર્યુ સ્વાગત કરીને તેઓને બેસવા માટે ખુરશીઓ આપી. જય વિશ્વાસના આત્મીયતાપુર્વકના વર્તનથી જીવ્યાના આત્મવિશ્વાસમાં ખુબ જ વધારો થયો.

             જીવ્યાએ બેસીને કહ્યુ, “હેલો જયસર, મારું નામ જીવ્યા છે. હુ  એક એન્જીનીયર છુ. પરંતુ જોબ કરતી નથી. મને નવુ નવુ જાણવાનો શોખ છે. હુ અત્યાધુનિક સુવિધાઓથી ભરપુર અને ટેકનોલોજીથી ભરપુર એક જહાજ બનાવવા માંગુ છુ. પુર જેવી આપત્તિઓથી બચવા અને પુરમાં પણ સલામત રહી શકે તેવુ શાનદાર વહાણ બનાવવા માંગુ છુ. પરંતુ મને જહાજ કેવી રીતે બનાવવુ તેનુ પુરતુ જ્ઞાન નથી હુ તમારી મદદ ઇચ્છુ છુ.”

            જયવિશ્વાસે,”કેવા પ્રકારની મદદ જીવ્યાજી?”

            જીવ્યાએ જવાબ આપ્યો, “સર, જહાજ બનાવવાના જ્ઞાન સાથે તેનુ લાયસન્સ અને પુરતા પૈસા પણ નથી. માટે હુ તમારી સાથે પાર્ટનરશીપ કરવા માંગુ છુ. આપણે પાર્ટનર બનીને એક વિશાળ જહાજ બનાવીશુ. જેથી આપત્તિ વખતે અનેક લોકોના જીવનને બચાવી શકાય.”

            “મેડમ તમારી વાત હુ સમજી ગયો. પરંતુ મારે શુ કરવાનુ છે એમા જરાક વિસ્તાર પુર્વક સમજાવોને.”

            “સર, આપના લાયસંસ હેઠળ આપણે જહાજ બનાવીશુ. તમારે મને થોડુક જ્ઞાન આપવાનુ છે અને થોડુ રોકાણ કરવાનુ છે અને આપની શાખ હેઠળ થોડીક ફાયનાન્સની વ્યવસ્થા કરી આપવાની છે. હુ સરકારને કાગળ લખી થોડાક ભંડોળની વ્યવસ્થા કરીશ. તમને થોડો ટાઇમ હોય તો હુ આપને મારુ પ્રેઝનટેશન બતાવવા માંગુ છુ. પછી તમે નિર્ણય લેજો.”જીવ્યાએ કહ્યુ.

            “ઓ.કે. હુ જરૂરથી પ્રેજનટેશ જોવા માંગીશ પરંતુ અત્યારે નહિ. મારે હજુ એક મિટિગ લેવાની છે. પછી સાઇટ પર જવાનુ છે. કાલે સવારે દસ વાગ્યા સુધીમાં હુ તમને કોલ કરીશ. તમે આવી જજો.” જયવિશ્વાસે કહ્યુ.

            “થેન્ક્યુ સર, કાલે હુ તૈયાર રહીશ. તમે કહેશો ત્યારે હુ આવી જઇશ.” જીવ્યાએ કહ્યુ.

                  ****************************

            “જીવ્યાજી, તમારા પ્રેઝન્ટેશન ખુબ જ યુનિક અને બેસ્ટ છે. પરંતુ તમને ખબર જ છે કે બિઝનેશ ને બે બાજુ હોય છે. પ્રોફિટ એન્ડ લોસ. આપણી આટલી મહેનત અને રોકાણ બાદ સકશેસ ન મળે કે કોઇ ખરીદનાર ન મળે તો મારા જેવાની કંપની બેસી જાય. યુ ક્નો વોટ આઇ મીન ટુ સે”

            બીજે દિવસે સવારે નવ વાગ્યે જયવિશ્વાસનો ફોન આવતા જીવ્યા નાનકડી વાશ્વીને બાજુમાં રહેતી સખીના ઘરે મુકી આવીને તેને મળવા આવી ત્યારે જય વિશ્વાસે શાંતિ પુર્વક વાત કરી.

            “સર, તમારી વાત હું સમજી શકુ છુ. પરંતુ મારો બેસ્ટ પ્રોજેકટ છે. તેમાં લોશના કોઇ ચાન્સ જ નથી. તમારી કંપની તો તરી જ જશે. આવા જહાજમાં અનેકની જીંદગીઓ તરી જશે.”

            “તમારા કોન્ફિડન્શ પર મને પુરતો વિશ્વાસ છે. પરંતુ આ ઇન્ડિયા છે. અહીં બધા મની મેઇકિંગમાં માને છે. આ રિસર્ચ અને બેસ્ટ પ્રોજેકટ પાછળ કોઇ પોતાના પૈસા નહિ રોકે. મારી એડવાઇસ તમને એ જ છે કે ગર્વરમેન્ટ રિસર્ચ સેન્ટર પર જઇ ત્યાં આનુ નાનુ મોડેલ બનાવો અને ગર્વરમેન્ટને ઇન્ટરેસ્ટ પડે તો ફાયનાંસ આપશે.”

            “તમને ગર્વમેન્ટના વર્ક વિશે તો ખબર જ હશે. અને મારે તેમાં વર્ક કરવુ હોત તો હું અહીં આવત પણ નહિ. તમને હજુ રિસ્કી લાગતુ હોય તો તને નોર્મલ જહાજ તરીકે તેને વેંચી શકો છો.”

            “વેંચનાવી વાત પછી પહેલા તે બનાવવા માટેના ફાયનાન્સની વાત છે. આવા પ્રોજેકટ પર કોણ પૈસા રોકશે? તમે ગર્વમેન્ટ સહાયની એક્સેપેટશન રાખતા હોવ તો તે આટલુ આસાન નથી.”

            “તમારી પુરી વાત હું સમજી ગઇ તો ફાયનાંસની વ્યવસ્થા થઇ જાય તો તમે આ પ્રોજેકટ પર કામ કરવા માંગશો?”

            “વાઇ નોટ હું મારી પુરેપુરી હેલ્પ કરીશ. બસ એક પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય એટલે.”

            “ઓ.કે. તો તે પ્રોબ્લેમ સોલ્વ થઇ ગઇ સમજો.”

            “ઓ.કે. ગ્રેટ તો આપણે જરુર સાથે કામ કરીશુ. તમારી સાથે કામ કરવાની મને મજા પડશે.”

                  ***********************

            અધ્યય અને તેનો પરિવાર ખુબ જ રીચ હતો અને તેને ઘણા મોટા બિઝનેશમેન અને ઇટરનેશનલ લેવલ પર ઉંચી ઓળખાણ હતી એટલે જીવ્યાને બિઝનેશ માટે ફાયનાન્સ ઉભુ કરવુ એ કોઇ મોટી વાત ન હતી. પંદરેક દિવસમાં તે વ્યવસ્થા થઇ ગઇ.

            “વાહ, ગ્રેટ જીવ્યા આપણી પાસે હવે ઇનફ ફાયનાન્સ છે. આપણે કાલથી ન કામ શરૂ કરી દેવાનુ છે.” જીવ્યા જય વિશ્વાસને મળવા આવી ત્યારે તેને ખુશ બનીને કહ્યુ.

            “થેન્ક્યુ સો મચ સર.”

            “સર નહિ. જય જ કહેજો તો મને વધારે ગમશે. હવે આપણે ઘણો સમય સાથે કામ કરવાનુ છે. આ બધી ફોર્માલીટિ ન રાખીએ તો મજા આવશે.”

            “ઓ.કે. શ્યોર.”

            *************************

            ફાયનાન્સની વ્યવસ્થા થઇ ગઇ એટલે જીવ્યા અને જય વિશ્વાસ સાથે મળીને કામ પર લાગી ગયા. અધ્યય પણ તેઓને બનતી મદદ કરવા લાગ્યો. સાત વર્ષની સખત મહેનત અને અનેક વિધ એકપરિમેન્ટ બાદ જહાજ આખરે તૈયાર થઇ ચુક્યુ હતુ. જીવ્યા અને અધ્યય અને જય વિશ્વાસ ખુબ જ ખુશ હતા.

            જહાજના ફિચર્સ જ એટલા સારા હતા કે જય વિશ્વાસ હવે તે કોઇને વેચવા માંગતો ન હતો. તેમાં દરિયાના પાણીને ફિલ્ટર થઇ શકે તેવી વ્યવસ્થા હતી, ઇમર્જંસીમાં ફુડ સાચવી શકાય અને જરુર પડે તો નેચરલ ઓર્ગાનિક રીતે લેબમાં ખોરાક બની શકે અને આ બધુ બેટરીના જોરથી થઇ શકે અને તે બેટરી પણ એટલી પાવરફુલ કે વરસાદ અને વાવાઝોડામાં જહાજને સ્થિર રાખી શકે અને જરૂર પડે ત્યારે આખુ જહાજ સબમરિન બનીને દરિયાના પેટાણમાં આરામથી તરી શકે તેટલુ પાવરફુલ જહાજ આખરે તેઓએ બનાવી લીધુ હતુ.

            ******************************

            “જીવ્યા આઇ એમ સો હેપી. આખરે આપણી મહેનત સાકાર બની છે. હવે આપણે એક લોગ ચક્કર આમાં સાથે મળીને મારી લઇએ.”

            “હા, ટેસ્ટિંગ તો કરવુ જ પડશે નહિ તો અંત સમયે દગો મળશે.”

            “યા તારી વાત 100% સાચી છે. આપણે જીવ દઇ મહેનત કરી છે. પરંતુ આપણો આ પ્રથમ પ્રયાસ કેટલો સકસેસ થશે તે રાઇડ કરીને જ ખબર પડશે. તો લેટસ ગો. તારા અને અમારા ફ્રેન્ડશ અને ફેમિલી મેમ્બર્સને ઇન્વાઇટ કરીને આપણે મુબંઇ ટુ લંદનની ટુર પ્લાન કરીએ.”

            “મુબંઇ ટુ લંડન!!”

            “હા, જીવ્યા ફસ્ર્ટ રાઇડિગ ટ્રીટ મારા તરફથી એન્ડ લંડન પાંચ દિવસની ફુલ ટુરનો ખર્ચો પણ મારા તરફથી.”

            “ઓહ, ધેસ્ટ ગ્રેટ. બીગ ટ્રીટ.”

            ***************************

            નક્કી કરેલા સમયે બધા “બાન્દ્રા સી ઓફિસ” પહોંચી ગયા. જીવ્યા તેના માતા પિતા, સાસુ સસરા અને તેના બધા ફ્રેન્ડસ, અધ્યયના કલિગ્સ અને ફ્રેન્ડસ, જય વિશ્વાસનુ પુરુ ફેમિલી અને ફ્રેન્ડસ બધા આ અનોખા જહાજમાં સફર કરવા માટે આવી ગયા.

            બધા ચિઅર્પ કરતા પોતાની આ અનોખા જહાજમાં સવાર થઇ ગયા અને મોટા વ્હીસલ સાઇન સાથે તે ઉપડી ગયુ. બધા ખુબ જ એંજોય કરતા લંડન પહોંચી ગયા અને ત્યાં પાંચ દિવસ એંજોય કરીને પરત આવી ગયા.

            જીવ્યા અને જય વિશ્વાસને થોડી ટેકનિકલ ખામી દેખાયી હતી. તે પરત આવીને તેઓએ સુધારી લીધી.                

                 2057ની સાલ હતી. ઉનાળામાં ગરમી ખુબ જ વધી ગઇ હતી. આખો દેશને રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો ત્યારે કોઇને ખબર ન હતી કે આ પૃથ્વીના વિનાશના પાયા બેસી ગયા છે. ચોમાસાની શરૂઆત થતા જ વરસાદે માઝા મુકી દીધી. એકવાર શરૂ થયો પછી બંધ જ ન થયો. આજે દસ મહિના બાદ તે બંધ થયો છે.

            વરસાદે વિનાશ વરસાવાની શરૂઆત કરી એટલે જીવ્યાને ખબર પડી ગઇ અને તેને પોતાનાથી સમાવેશ થઇ શકે એટલા લોકોને લઇને સફર શરૂ કરી દીધી. વરસાદ પુરજોરથી વરસી રહ્યો હતો. જીવ્યાના જહાજમાં બેસીને અમે નીકળી પડ્યા.

            મુબંઇના દરિયા કિનારેથી અમે નીકળ્યા ત્યારે એક આશા હતી કે દુનિયાના કોઇક ખુણે અમે બચી જઇશુ. પરંતુ આ તો વિનાશ હતો વિનાશ. પૃથ્વીનો વિનાશ. વરસાદે રોદ્ર રુપ ધારણ કરી લીધુ હતુ. અમે જહાજની વોટરપ્રુફ કેબીનમાં ડરતા ડરતા ધ્રુજી રહ્યા હતા. જીવ્યાએ બચવાની આશાએ પુરતો ખોરાક લીધો હતો. પરંતુ અમને તો સામે મોત જ દેખાતુ હતુ તેથી ભુખ તરસ હરામ થઇ ગયા હતા.

            દિવસે દિવસે મોત નજીક આવી રહ્યુ હતુ. અમે 150 લોકો નીકળ્યા હતા. આજે 10 જ જીવિત બચ્યા છીએ. વરસાદથી હાલક ડોકલ થતી નાવના હિલોળા આજે પણ અમને ભયભીત કરી રહ્યા છે. સબમરીન બનાવીને ઉછળતા દરિયા વચ્ચેથી પસાર થતા કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા.અંતે જીવ્યાએ પોતાનો અને પોતાના પરિવારનો જીવ આપીને અમારા બધાની રક્ષા કરી છે. જીવ્યાના મૃત્યુ પર જાણે પરમાત્માના પાષાણ બની ગયેલા દિલને પીગળાવી દીધુ. જહાજ તુટતા જ અમને આ પહાડનો સહારો મળી ગયો અને દુનિયાના નાશ બાદ વરસાદ રોકાય ગયો.” કૃપ્તાબહેને પોતાની વાત પુરી કરી.

            “તમે લોકો ખરેખર નસીબદાર છીએ કે તમે આવી પરિસ્થિતિમાં બચી ગયા અને હવે..” પાર્દે કહ્યુ.

            “હવે શુ?” નીરંજના બોલી ઉઠી.

            “હવે તમારી પૃથ્વી તો રહેવાલાયક રહી નથી. હવે તમે અમારી સાથે અમારા ગ્રહ પર આવો તો તમારો જીવ બચી શકે.”

            “તમારો ખુબ ખુબ આભાર. પરંતુ અમે કેવી રીતે આવી શકીશુ?” કૃપ્તાબહેને પુછ્યુ.

            “તમે ચિંતા ન કરો અમે બીજા યાન બોલાવીએ છીએ અને તેમાં બેસીને તમને અમારા ગ્રહ પર સુરક્ષિત રીતે લઇ જઇશુ.” ગ્રેસે કહ્યુ.

            પાર્દ અને ગ્રેસે યાનમાં જઇને બીજા યાનોને સંદેશો મોકલાવ્યો અને થોડી જ વારમાં બીજા યાન આવી ગયા અને તેમાં બધાને બેસાડીને તેઓ લઇ ગયા. જીવ્યાની કુરબાની વ્યર્થ ના ગઇ. તેની હિમ્મત અને અનોખી વિચારધારાને કારણે પૃથ્વીના ભયાનક વિનાશ બાદ પણ 10 લોકો બચી ગયા હતા. ધન્ય છે આવી જીવ્યાને જેણે પોતાના નામને સાર્થક કર્યુ અને વિનાશક પરિસ્થિતિમાં પણ પૃથ્વી પરથી મનુષ્યજાતિને નામશેષ થતા બચાવી લીધી.

 

*****સમાપ્ત*****

written by : રૂપેશ ગોકાણી

gokanirupesh73@gmail.com

               Contact no. – 80000 21640

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4