સોમ-1
વાર્તાનુ નામ: સોમ ભાગ-૧ “માં, મારે ઊડતા નથી શીખવુ. મારે તો બસ મસ્ત થઇને જીવવુ છે. મને ઊડવુ જરા પણ ગમતુ નથી.” “બેટા ઊડવુ એ દરેક પક્ષીની જરૂરિયાત છે. આપણુ નાનુ અને હલકુ કદ ઇશ્વરે બનાવ્યુ છે ત્યારે બીજા પ્રાણીઓ અને મનુષ્યોથી બચવા માટે આપણી પાંખો જ આપણું એક માત્ર હથિયાર છે. જો આપણે ઊડતા આવડતુ હશે તો જ આપણે તેનાથી બચી શકશું અન્યથા આપણે પીંજરામાં કેદ બની માણસ ઇચ્છે તેમ જીવન જીવવું પડશે, વળી ઇશ્વરે આપણે પક્ષીઓને જ આ વરદાન આપ્યુ છે કે આપણે ઊંચે આકાશમાં ઊડીને કુદરતનો અસીમ નજારો માણી શકીએ અને માઇલો સુધી ઝડપથી સફર કરી શકીએ માટે બેટા ઊડતા શીખવુ આવશ્યક છે આપણા માટે.” “પણ માં તેના માટે આપણે કેટલી મહેનત કરવી પડે છે? માણસોને તો કેટલુ સારુ છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા તેની પાસે વાહનો છે અને હવામાં ઊડવા માટે તેની પાસે હવાઇજહાજ પણ છે અને તરવા માટે બોટ પણ છે. આપણે માણસ જેવા ન બની શકીએ?” રેવા ચકલી પોતાના મોટા દીકરા સોમ સાથે વાત કરતી હતી ત્યાં તેની નાની દીકરી પુલકિત બોલી ઉઠી. “ના બેટા આપણે માણસો જેવા બની પણ ના શકીએ અને બનવુ પણ નથી. હવે વાતો બધી