સોમ-1

 

વાર્તાનુ નામ: સોમ ભાગ-૧



     “માં, મારે ઊડતા નથી શીખવુ. મારે તો બસ મસ્ત થઇને જીવવુ છે. મને ઊડવુ જરા પણ ગમતુ નથી.”

              “બેટા ઊડવુ એ દરેક પક્ષીની જરૂરિયાત છે. આપણુ નાનુ અને હલકુ કદ ઇશ્વરે બનાવ્યુ છે ત્યારે બીજા પ્રાણીઓ અને મનુષ્યોથી બચવા માટે આપણી પાંખો જ આપણું એક માત્ર હથિયાર છે. જો આપણે ઊડતા આવડતુ હશે તો જ આપણે તેનાથી બચી શકશું અન્યથા આપણે પીંજરામાં કેદ બની માણસ ઇચ્છે તેમ જીવન જીવવું પડશે, વળી ઇશ્વરે આપણે પક્ષીઓને જ આ વરદાન આપ્યુ છે કે આપણે ઊંચે આકાશમાં ઊડીને કુદરતનો અસીમ નજારો માણી શકીએ અને માઇલો સુધી ઝડપથી સફર કરી શકીએ માટે બેટા ઊડતા શીખવુ આવશ્યક છે આપણા માટે.”

              “પણ માં તેના માટે આપણે કેટલી મહેનત કરવી પડે છે? માણસોને તો કેટલુ સારુ છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા તેની પાસે વાહનો છે અને હવામાં ઊડવા માટે તેની પાસે હવાઇજહાજ પણ છે અને તરવા માટે બોટ પણ છે. આપણે માણસ જેવા ન બની શકીએ?” રેવા ચકલી પોતાના મોટા દીકરા સોમ સાથે વાત કરતી હતી ત્યાં તેની નાની દીકરી પુલકિત બોલી ઉઠી.

              “ના બેટા આપણે માણસો જેવા બની પણ ના શકીએ અને બનવુ પણ નથી. હવે વાતો બધી પછી કરીશુ પહેલા ઊડતા શીખો. ઊડવાનુ શીખ્યા બાદ આપણો માળો તૂટી ગયો છે તેને સુધારવામાં મારી મદદ કરજો તમે. હવે ચાલો માળાની બહાર નીકળો અને ઊડવાનુ શરૂ કરો.” કહેતી રેવા તેના બન્ને બચ્ચા સોમ અને પુલકિતને લઇ માળાની બહાર નીકળી.

              રેવા પોતાના બંન્ને સંતાનને ઊડતા શીખવવા લાગી. સોમ તો ફટાફટ શીખવા લાગ્યો. પુલકિત વારંવાર પડી જતી હતી અને પછી થોડીવારમાં થાકીને ચી ચી ચી કરવા લાગી. પુલકિતનું ધ્યાન ઊડવાનું શીખવામાં હતુ જ નહી.

              “પુલકિત એમ થાકી ન જવાય હજુ તો આપણે દુર ગગનમાં ઊડવાનુ છે અને ચાંદામામાને મળી દોસ્તી કરવાની છે. દૂર ઉંચે રહેલા રૂ સમાન વાદળા સાથે આપણે હાથ મીલાવવાના છે.” પુલકિત જે ડાળી પર બેઠેલી હતી ત્યાં બાજુમાં આવીને બેસીને સોમે કહ્યુ.

              “ના ભાઇ એ બધુ હુ ધીરે ધીરે શીખીશ અત્યારે તો હુ બહુ જ થાકી ગઇ છુ.” હાંફતા હાંફતા પુલકિતે કહ્યુ. ત્યાં બાજુમાં તેની માતા રેવાએ આવીને કહ્યુ,

              “બેટા તમે બંન્ને અહીં હવે આરામ કરો હુ તમારા માટે દાણા લઇ આવુ છું.” બોલતા તે ઊડવા લાગી.

              “માં થોડા વધારે દાણા લઇ આવજે, બે દાણાથી ભુખ નથી સમતી.” ઊડતી જતી માં ની પાછળ ચીસ પાડીને સોમે કહ્યુ.

              સોમની વાત સાંભળી રેવાની આઁખમાંથી એક આંસુ સરી પડ્યુ. “બેટા આ ઝડપી દુનિયામાં માણસ માણસની પણ મદદ કરવા રાજી નથી, તેને બસ પોતાની જીંદગી સુખ સુવિધાથી સમૃધ્ધ બનાવવી છે. પોતાના જીવનને સુખ સુવિધાથી સભર બનાવવા માણસ કુદરતના ખોળે ઉછરી રહેલા આપણા જેવા જીવને નામશેષ બનાવી દીધા છે. પોતાના સુખ ખાતર વૃક્ષો કે જેના પર આપણે રહેવા માટે માળો બનાવીએ છીએ તે કાપી નાખ્યા છે. તળાવો નદીઓ અને ઝરણા કે જેમાથી આપણે પીવા માટે પાણી મળે છે તેને પ્રદુષિત..........” આવા વિચારોથી ઘુંટાતી રેવા રીક્ષા સામે અથડાતા અથડાતા માંડ બચી. તેનુ હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યુ. બીજા બધા વિચારોને પડતા મુકી તે દાણાની શોધમાં ઊડવા લાગી.

              શાળાના મેદાનમાં બાળકોને રમતા જોઇને પુલકિત ઉત્સાહથી બોલી ઉઠી, “હે હાલોને ભાઇ આપણે પણ આ બાળકો સાથે રમીએ, કેવી મજા આવશે એ નાના ભુલકાઓ સાથે રમવાની?.”

              “પુલકિત, આપણે તેની સાથે ન રમી શકીએ. તે તેના સમુદાય સાથે રમે છે અને આપણે આપણા મિત્રો સાથે રમવાનુ હોય. મને તો ખુબ જ ભુખ લાગી છે તારે રમવુ હોય તો જા પહેલા ખુણામાં શુભા, રામને એ બધા રમે છે.”

              પુલકિત તો ભાઇની વાત સાંભળીને રમવા માટે ગઇ અને જતા જતા બોલતી ગઇ,

              “ભાઇ મમ્મી દાણા લઇ આવે તો મને પણ બોલાવજો એકલા એકલા ખાઇ ન જજો મને પણ ખુબ જ ભુખ લાગી છે.”

              “હા હા તુ જા” બોલી સોમ આઁખો બંધ કરીને બેસી ગયો. થોડીવારમાં રેવા મેદાનમાંથી થોડા બીજ અને જે મળ્યુ તે લઇને સોમને ખવડાવા લાગી.

              “માં આ બધુ રોજ રોજ ભાવતુ નથી પેલા સરસ દાણા લઇ આવને તો મજા પડી જાય. મા મને દાણા ખાવા છે.”

              “બેટા જે ઇશ્વર આપે તેનાથી સંતોષ માની લેવો જોઇએ. જીવન ચલાવવા માટે જે મળી જાય છે એ ઘણું છે.” રેવા આટલુ બોલીને ફરીથી જે મળ્યુ તે લઇને પુલકિતને પણ ખવડાવા લાગી અને પછી પોતે પણ થોડુક જે બચ્યુ હતુ તે ખાઇ લીધુ અને પછી બંને બાળકોને પાણીયારે લઇ જઇને ત્યાં પડેલુ ટીપુ ટીપુ પાણી પીવડાવી દીધુ.

              “મમી બસ આટલુ જ પાણી??? મારે હજુ વધુ પાણી પીવુ છે.”

              રેવા બચ્ચાઓની પાણી પીવાની જીદ્દ પર કાંઇ કરી શકે તેમ ન હતી.

              “બેટા આ રીતે પાણી માટે જીદ્દ કરો એ સારુ ન કહેવાય. હમણા થોડીવારમાં જ બાળકો પાણી પીશે અને ઢોળાશે તેમાંથી આપણે ફરીથી પી લેશુ. હવે ચાલો તમે બન્ને મને માળો સરખો કરવામાં મદદ કરો.”

                            *****************

              “માં માં જુવો આ લોકો આપણું ઝાડ કાપવા આવ્યા લાગે છે.” અચાનક વૃક્ષનુ થડ હચમચવા લાગતા જાગી ગયેલા સોમે કહ્યુ.

              “હા બેટા આ મેદાનમાં નવી બિલ્ડિંગ બનાવવાની વાત મે સાંભળી હતી. ચાલો બચ્ચાઓ હવે આપણે આપણું આ ઘર છોડવુ પડશે. પુલકિત ચાલ દીકરી જલ્દી ચાલ.”

              “હા માં મારાથી ઝડપથી નહી ઊડી શકાય. તને તો ખબર છે કે હજુ મને ઝડપથી ઊડતા પણ આવડતુ નથી અને આ રસ્તામાં આવતા વાહનોથી મને ખુબ બીક લાગે છે.”

              “પુલકિત તુ ડર નહિ. હુ અને મમ્મી છીએ ને તારી સાથે. આ લોકો અહીંથી બધા ઝાડ કાપી નાખશે પછી આપણા માટે અહીં રહેવુ શક્ય નથી તુ ધીમે ધીમે વાહનોથી થોડે ઊંચે ઊડજે અમે તારી આજુબાજુ રહેશુ.” સોમે પુલકિતને સમજાવતા કહ્યુ.

              પુલકિત અને સોમ તો હજુ માંડ ઊડતા શીખ્યા હતા એમાં આ શહેરની ભીડ અને વાહનો તથા મકાનની ગીચતા વચ્ચેથી દુર લઇને જવામાં રેવાના દીલમાં ફફડાટ હતો પરંતુ તેમાં તે કાંઇ કરી શકે તેમ પણ ન હતી.

              શાળાના સંકુલની બહાર ખુબ જ ટ્રાફિક હતો. પુલકિત વચ્ચે ઊડતી હતી. સોમ અને રેવા તેની આસપાસ ઊડી રહ્યા હતા. બંન્ને બાળકો માટે ચિંતા કરતી રેવા ઉચ્ચક જીવે ઉડી રહી હતી.

              “માં બહુ જ થાક લાગી રહ્યો છે આ ઊંચે ઊંચે ઊડીને અને વાહનોના ઘોંઘાટથી મારા કાન ફાટી રહ્યા છે અને એના આ ઝેરી ધુમાડાથી મારી ચામડી બળી રહી છે.”

              “હા માં આ અતિશય ઘોંઘાટથી મારુ પણ ચિત્તભ્રમ થઇ રહ્યુ છે.” સોમે પણ પુલકિતની જેમ પોતાની ફરિયાદ કરી.

              “બેટા જીંદગી બચાવવી હશે તો થોડો સંઘર્ષ કરવો પડશે. જે છે તેમાં આપણે કાંઇ પણ કરી શકવાના નથી તો વધારે બોલશો તો વધારે થાક લાગશે. ચર્ચા કર્યા વિના જલ્દી ચાલો.”

              “માં પણ હજુ કેટલુ ઊડવાનુ બાકી છે.”

              “શહેરથી બહાર દૂર થોડાક વૃક્ષો છે ત્યાં આપણે રહીશુ બેટા.”

              “મા હુ થાકી ગઇ મારાથી ઊડાતુ નથી.’

              “પુલકિત તુ નીચે ના ઊડીશ......................... પુલકિત..................પુલકિત” રેવાએ અચાનક બૂમ પાડી...    

 

To be continued……………..     

WRITTEN BY – RUPESH GOKANI

CONTACT NO. – 80000 21640

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?