શું આપણે આપણાં મગજ પર કાબૂ મેળવી શકીએ?
શું આપણે આપણાં મગજ પર કાબૂ મેળવી શકીએ?
માણસનું મગજ કોઈ સુપર કોમ્પ્યુટર કરતાં પણ વધારે તેજ છે.
એમાં પણ દુનિયાના અબજો માનવીઓ મન એકબીજા અલગ અને વિશિષ્ટ શક્તિઓ ધરાવે છે. તેની
કાર્યક્ષમતાને સમજવા અને તેમાં બદલાવ લાવવા માટે વર્ષો વિતી ગયા છે. શું આટલા સમય
બાદ આપણે કઇ પામી શક્યા છીએ ખરા? ચાલો જોઈએ.
સફરની શરૂઆત શરીરના સૌથી વધારે જટિલ
ભાગ બ્રેઇનની રચના સમજવાથી કરીએ. આ સફર તમારી દુનિયા બદલી નાંખશે. તમારા બાળકોને
સુપર પાવરફૂલ વ્યક્તિ બનાવવા માટે જરૂર ઉપયોગી બનશે. તો સાથ છોડયા વિના ચાલો એક
ખૂબજ ઉપયોગી સફરમાં આગળ વધીએ. દુનિયાભરના ન્યૂરોસાયન્ટિસ્ટના આજ સુધીના રિસર્ચ
મુજબ માણસનું મગજ બે ભાગમાં વિભાજિત થયેલું છે. જ્યાં ડાબો ભાગ તર્ક , ગણિત ના
કોયડા જેવા અઘરા વિષય પર કાર્ય કરે છે ત્યાં જમણો ભાગ આર્ટ જેવી મનગમતી પ્રવત્તિ
માટે કાર્યરત છે. જેના જે ભાગનો વિકાસ વધારે તેમાં તે વ્યક્તિ માહિર હોય છે. તો
શું કોઈ એવી રીત છે કે આપણે મગજ કોઈ ઇચ્છિત ભાગનો વિકાસ જાતે કરી શકીએ ? શું એવી
કોઈ દવા છે આપણી પાસે?
વિચારો કે તમે કોઈ અઘરા વિષયની પરીક્ષા
આપવા માટે બેઠા છો અને પેપરમાં રહેલું કઇ પણ તૈયાર કરેલ નથી. તમારી પાસે માત્ર બે
કલાક છે. તમારી હાલત શું હોય શકે? પરસેવો વળવા લાગે ને? અચાનક કોઈ ચમત્કાર થાય અને
તમે બે કલાકનું પેપર દસ મિનિટમાં પૂર્ણ કરી લો અને પ્રથમ ક્રમાંક મેળવી લો. મજા
પડી જાય ને? ક્રિસ બેરકા જે એડવાંન્સ બ્રેઇન મોનિટરીગ કંપનીની સી. ઇ. ઑ. છે. તેઓ
છેલ્લા વીસ વર્ષથી આ વિષય પર કાર્યરત છે. તેઓના મત મુજબ જયારે
કોઈ વસ્તુ પર ખૂબ જ તીવ્રતાપૂર્વક ફોકસ કરવામાં આવે ત્યારે બ્રેઇનમાં આલ્ફા અને
થીટા વેવ વહે છે. તેને આલ્ફા મોડ કહેવામાં આવે છે. આ અવસ્થામાં કરવામાં આવેલ
કાર્યનું બેસ્ટ પરિણામ મેળવી શકાય છે. જો કોઈ પણ રીતે આ અવસ્થા મેળવી શકાય તો દરેક
કાર્ય સિધ્ધ કરી શકાય છે. શું આ વસ્તુ આપણાા સૌ માટે શક્ય છે? જો આ વસ્તુ સરળ છે
તો પછી આપણે તથા આપણાં બાળકો મનોઇચ્છિત સિધ્ધી
મેળવી શકીશું. પરંતુ વેઇટ, હજુ ઘણા રસ્તા બાકી છે. ચાલો તો મારી સાથે
માઇન્ડ પાવરના ઘણા પુસ્તકોમાં આપણે
વાંચતાં હોઈએ છે કે મનની આલ્ફા અવસ્થામાં કરેલ કાર્ય જરૂર સફળ થાઈ છે. સામાન્ય
રીતે આ અવસ્થા મેળવવી કઠિન નથી. કોઈ પણ કાર્ય પૂરા દિલ અને જુસ્સાથી કરવામાં આવે
તો આ અવસ્થા સહેલાઈથી મેળવી શકાય છે. કોઈ પણ ન ગમતું કઠિન કાર્યને પ્રેમથી કરવાથી
તેમાં સફળ બની શકાય છે. પરંતુ શું કોઈ રીતે મનને કેળવી શકાય છે કે જેથી દરેક કાર્ય
સફળતાપૂર્વક પાર કરી શકાય અને આપણે જિનિયસ પણ બની શકીએ?
તેલ અવિવ, ઈઝરાયલના ઇલાના હાઇરસ્ટોન
જેઓ સાયકોલોજીના સિનિયર લેકચરર છે અને છેલ્લા ઘણા સમયથી સંશોધન કરી રહ્યા છે કે
ઊંઘમાં માણસના બ્રેઇનને કેવી રીતે કેળવી શકાય છે. તેઓએ પોતાના સંશોધનના અંતે શોધી કાઢ્યું
કે ઊંઘમાં નાકની ઈન્દ્રીય દ્રારા બ્રેઇનને
સરળતાથી સંદેશો મોકલી શકાય છે. ગાઢ ઊંઘમાં માત્ર આ જ ઈન્દ્રીય દ્રારા સંદેશો બ્રેઇનને
પહોંચાડી શકાય છે. એટલે કે મનપસંદ કોઈ ખુશ્બુ દ્રારા કોઈ કમાન્ડ આપવામાં આવે તો તે
આપેલ કમાન્ડ વિષે સારી ક્ષમતા મેળવી શકાય છે તેનાથી ઊલટું ખરાબ વાસ સાથે આપેલ કમાન્ડ
દ્રારા તે વસ્તુ કે વિષે પ્રત્યે નફરત થઈ શકે છે. આ સંશોધન ખૂબ જ આત્મવિશ્વાસ
જગાવે એવી છે. આ પ્રયોગથી ગમે તે વિષે પર સરળતાથી માહિર બની શકાય છે.
તો આ સફર દ્રારા આપણે મનના અગાઢ
રહસ્યમાં એક છબકિયું મારી આવ્યા જે આપણાં માટે ખૂબ જ ઉપયોગી છે. મનના
હજુ છુપાયેલ ભાગ જેને સબ કોન્સિયશ માઇન્ડ પણ
કહેવામાં આવે છે જેને સિકસસેન્સ પણ કહી શકાય. જે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ
ભાગ છે. જે આવનારી મુશ્કેલી કે સમસ્યાના સમાધાન અગાઉ શોધી આપે છે અને જીવનને
અગમચેતી આપી દે છે. કોઈ પણ મુશ્કેલ કાર્યમાં એક પરફેક્ટ રસ્તો શોધવા માટે મદદરૂપ
બને છે. જેની કાર્યક્ષમતા એક વાર સમજી લેવામાં આવે તો જીવનના દરેક કાર્ય સરળ બની
જશે. તે શીખવું અઘરું પણ નથી. બસ જાતમાં એક ડોકિયું કરીને હકારાત્મક અભિગમ સાથે
આગળ વધવાની જરૂર છે. સફરમાં થોડા આગળ ચાલીએ.
આજના આ ટેકનોલોજી અને વિકસતા વૈજ્ઞાનિક
અભિગમોના યુગમાં આજે દરેક વસ્તુ શક્ય છે. આપણી પાસે એવી અતિ આધુનિક ટેકનોલોજી છે
કે જે માંગો તે સરળતાથી મળી શકે એમ છે. બ્રેઇનના આપણે એટલા રહસ્યને પામી ગયા છે કે
જીવનમાં આપણાં સપના કે બાળકોના કેરિયર માટે બસ એક વાર નક્કી કરવાની વાર છે અને
આપણાં ઇચ્છિત પરિણામો મેળવવા શક્ય છે. હા, પરંતુ ખોરાક ખાવા જેટલું તો સરળ નથી અને
ખોરાક પચાવવા જેટલું જટિલ પણ નથી. બસ આનો અભ્યાસ કરતાં રહેવું અને આજ સુધી ઘણું જ
શીખી ગયા છીએ મનને મરજી મુજબ ચલાવતા પણ શીખી જઈશું. આવજો ફરી મળીશું એક નવો વિષય
લઈને.
અસ્તુ

👍👌
ReplyDelete