વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે.
વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે. જીંદગી એક નદીના પ્રવાહ જેવી છે. પથ્થર, રેતી, અલગ અલગ જમીનના અનેક અનુભવો નદીને થાય છે. તેમ અનુભવોથી સતત આપણુ જીવન ઘડાતુ રહે છે. ક્યારેય આપણે વિચાર્યુ છે કે આપણી સાથે જે અનુભવો થાય છે તેનુ કારણ શુ છે? નદી જે દિશામાં રસ્તા પર જવાનુ પસંદ કરે છે. તે રસ્તાના તેને અનુભવ થાય છે. જીવનમાં આપણે જે માર્ગ પસંદ કરીએ તે જ આપણા સુખ કે દુ:ખનો કારણ બને છે. જીવનના જે વળાંક પર માર્ગની પસંદગીની કરેલી ભુલ જીવનને તહસ નહસ કરી મુકે છે. યોગ્ય પસંદગી શ્રેષ્ટ પરિણામ આપે છે. પરંતુ આ ભુલ થાય છે કેમ? આપણે ગણિતમાં શ્રેષ્ટ છીએ ત્યારે આર્ટસ શા માટે પસંદ કરીએ છીએ? કુકિંગમાં સારુ કરીએ છીએ અને ડાંસ કોમ્પિટિશનમાં શા માટે ભાગ લઇએ છીએ? આટલી સાદી સમજ તો આપણામાં જ છે. તો શુ થાય છે? જીવનના દરેક પડાવ પર અયોગ્ય નિર્ણય લેવા પાછળ ઘણા કારણો છે. 1. ભ્રામકતા: જીવનમાં કયારેક ભ્રામકતામાં એવા અંજાઇ જઇએ છીએ કે યોગ્ય રસ્તો જોઇ શકતા નથી. ભ્રમની એક મોટી દિવાલ આપણી સામે આવીને ઉભી થઇ જાય છે. તેના મોહમાં