એક અધૂરી પ્રેમ કહાની - 2
એક અધૂરી પ્રેમ કહાની - 2
“માંગી
તો આવુ. હુ પણ તને ખુબ ખુબ અને ખુબ જ પ્રેમ કરું છુ. પરંતુ હુ કયાં અને તુ કયાં?
તારુ ફેમિલી મારા જેવા સાથે તારા લગ્ન શા માટે કરે? એક પણ વાત એવી નથી કે જેમા હું
તમારી તોલે આવી શકું.”
“તો
ચલ આપણે ભાગી જઇએ અને આ બધાથી દુર આપણો સંસાર વસાવીએ જ્યાં કોઇ જાતના બંધનો જ ન
હોય. બસ તુ અને હુ જ હોઇએ. મને બધુ મંજુર છે. તુ મને મળતો હોય તો હું ઝુંપડામાં પણ
મારુ આયખુ વિતાવવા તૈયાર છું.”
“ભાગીને
ક્યાં જઇશુ? મારી પાસે આટલા પૈસા નથી કે હુ તને નિભાવી શકુ અને વળી તને ખબર જ છે
કે મારા પરિવારે કેટલુ ભોગવવુ પડશે? મારા માતા પિતાના દિલ અને તેના સજાવેલા અરમાન
તૂટી જશે યાર.”
“તો
શું આપણે આપણા પ્રેમની જ કુરબાની આપવી પડશે?”
“મારો
કહેવાનો એવો કોઇ ઇરાદો નથી. પણ મને જીંદગીમાં થોડો આગળ વધી જવા દે, પૈસા કમાવા દે
પછી વટથી આવીશ તારા પિતાજી પાસે પછી તેની પાસે કોઇ કારણ જ નહિ રહે મને રિજેક્ટ
કરવા માટે. તે રાજીખુશીથી તારો હાથ મને સોંપી દેશે.”
“થઇ જશે ને આ બધુ યાર?” સ્નેહા નિકુંજ ને
વળગી પડીને બોલી,
“હા,
યાર બધુ જ સારૂ થઇ જશે. તું મારા પર અને ભગવાન પર વિશ્વાસ રાખજે.” નિકુંજે બાથ ભીડતા
કહ્યું
દુકાન
નાનકડી અમથી હતી પરંતુ નિકુંજ માટે તેના પ્રેમ અને સપના સાકાર કરવા માટેની બારી
હતી. તે હવે દિલથી તનતોડ મહેનત કરતો. તેને ગમે તેમ કરીને ધનવાન થવુ હતુ. તે રાત
પાળીમાં પ્રાઇવેટ જોબ કરતો અને પોતાનુ પેટ તોડીને પૈસા બચાવતો. તે સ્નેહાને મેળવવા
માટે બધુ કરી છુટવા તૈયાર હતો.
“એ
જી સાંભળો છો?”
“હા
બોલ ને”
“એક
ગુડ ન્યુઝ છે.”
“ગુડ
ન્યુઝ ફરીથી યા” નિકુંજ તો સ્નેહા ની વાત સાંભળીને ખુશીથી પાગલ થઇ ગયો. તે
પથારીમાંથી ઉઠીને નાચવા લાગ્યો ત્યારે તેની માતાએ તેના પર ગુસ્સાથી પાણીની ડોલ
ઠાલવી દીધી અને તેનુ સુંદર સપનુ ટુટી ગયુ. *******************************************
માણસની
ઇચ્છા અને તેની કિસ્મત કયારેય એક પાટા પર ચાલી શકતા નથી. મોટેભાગે જીવનમાં અણ
ધાર્યુ જ આગળ થાય છે. બધુ આપણી મન મરજી પ્રમાણે ચાલતુ હોત તો આ દુનિયામાં કોઇ
ભગવાનને માનત જ નહી.
ઉંમર
લાયક દીકરી થાય એટલે માતા પિતાની રાતની ઉંઘ ઉડી જાય છે. બસ તેના માટે યોગ્ય પાત્ર
પસંદ કરી તેને સાસરે વળાવવાની ઉતાવળ એવી આવી જાય છે કે પછી તેના સિવાય બીજુ કાંઇ
સુઝતુ જ નથી તેવી જ હાલત ભુપત મહેતાની હતી. ભુપત મહેતાની એક જ મહેચ્છા હતી કે તેની
વ્હાલસોયી પુત્રી સ્નેહાને યોગ્ય અને તેનાથી પણ ઉચ્ચ અને ભદ્ર કુટુંબના પુત્ર સાથે
પરણાવવી.
એ
જ ઇચ્છાને વાસ્તવિકતામાં બદલવા માટે ભુપત મહેતા પણ એક પછી એક છોકરાઓને જોવા લાગ્યા
અને તેને અને તેના પરિવારને તેણે નક્કી કરેલા માપદંડ પ્રમાણે તપાસવા લાગ્યા અને સ્નેહા
માટે સપના સજાવવા લાગ્યા. એકથી એક ચડિયાતા છોકરાવ હોવા છતાંય સ્નેહા બધાને રિજેક્ટ કરતી રહેતી હતી. આમ અને આમ મહિનાઓ
વીતવા લાગ્યા અને એક વર્ષ થઇ ગયુ. તેમા સ્નેહાએ અનેક છોકરાને રિજેક્ટ કરી નાખ્યા.
આથી એક દિવસ તેના પિતાજીએ તેને પાસે બેસાડીને કહ્યુ,
“કેમ
બેટા તુ લગ્ન માટે અચકાઇ છે? તને કાંઇ પ્રોબ્લેમ છે તો ખુલ્લા દિલથી તુ મને કહી
શકે છે.”
“પપ્પા
મારે અત્યારે લગ્ન નથી કરવા. હું માનસિક રીતે લગ્ન માટે હજુ તૈયાર નથી.”
“દીકરા
તારી ઉંમર પચ્ચીસની થવા આવી છે. હવે લગ્નની ઉંમર વિતવા લાગી છે. તારે કેમ અત્યારે
લગ્ન નથી કરવા બેટા? એક વખત યોગ્ય સમય જતો રહે ત્યાર બાદ યોગ્ય પાત્ર મળવુ ખુબ
અઘરૂ છે બેટા.”
“પપ્પા,
મારે હજુ અભ્યાસ કરવો છે. કેરિયર બનાવવુ છે. આ લગ્નની જંઝટમાં પડ્યા બાદ મારુ
કેરિયર બરબાદ થઇ જશે.” પપ્પાનો સ્વભાવ જાણતી સ્નેહાને ખબર હતી કે હાલ જો તે નિકુંજની
વાત કહેશે તો તેના પપ્પા ક્યારેય નહી માને તેથી તે વાત ટાળવા લાગી.
“બેટા
આજે જમાનો બદલાઇ ગયો છે. લગ્ન બાદ પણ તુ તારા સપના પુરા કરી શકે છે. આજકાલના
યુવાનો પોતાની પત્નીને રોકતા નથી. પરંતુ પ્રોત્સાહન આપે છે. આપણે એવા પરફેકટ જ
યુવક ને પસંદ કરીશુ. તુ આવા નકામા વિચારો છોડી દે બેટા.” તેના પિતાએ તેને સમજાવતા કહ્યું.
“પપ્પા
એવો યોગ્ય યુવક લાગશે તો હુ તમને કહીશ પણ ત્યાં સુધી પ્લીઝ મને દબાણ ન કરો.” સ્નેહા
ગમે તેમ કરી ચર્ચા ટાળવા માંગતી હતી.
“બેટા તે જે યુવકોને રિજેકટ કર્યા તે
બધા પરફેકટ જ હતા. શ્રીમંત ખાનદાન, સારી નોકરી, ઉચ્ચ અભ્યાસ અને તને સ્વતંત્ર્તા મળે
તેવા કુટુંબ હતા. શુ ખામી લાગી તને મારી પસંદગીમાં?”
“પપ્પા
પ્લીઝ મારે મારી પસંદ સાથે લગ્ન કરવા છે.” સ્નેહાને જીભમાં લોચો વળવા લાગ્યો.
“મને
ખબર છે બધી તારા મનમાં શું છે? પરંતુ એવા ફટીચરના સપના ભુલી જા. ભુપત મહેતા ની દીકરી
સ્નેહાના લગ્ન થશે તો ઉચ્ચ અને શ્રીમંત પરિવારમાં. નોકરોના ઘરે તો કયારેય નહિ.”
“તો
પપ્પા મારી પણ વાત સાંભળી લો. હુ પરણીશ તો નિકુંજ ને જ બાકી આજીવન કુંવારી જ
રહેવાની હું.”
સ્નેહાની
વાત સાંભળીને ભુપત મહેતાને એટલો ગુસ્સો આવ્યો કે તેને એક તમાચો ચોડીને હુકમ કર્યો
કે,
“રેવતી
તારા લાડ પ્રેમે જ આને બગાડી છે. પિયુષના પપ્પાને મે હા પાડી દીધી છે. હવે લગ્નની
તૈયારી કરવા લાગજો. કાલે પંડિતજીને બોલાવી મુહુર્ત નક્કી કરી લઇએ.”
*************************************
“કોઇ
ડુબી રહ્યુ છે. બચાવો બચાવો. ગોવાના દરિયાકાંઠે બુમરાણ મચી ગઇ.
“મારી
પત્ની સ્નેહાને કોઇ બચાઓ પ્લીઝ હેલ્પ હર.”
લાઇફ
ગાર્ડે દોડીને દરિયામાં કુદકો લગાવીને ડુબી રહેલી સ્નેહા ને ઉંચકીને બહાર લઇ
આવ્યો. ખુબ જ પાણી પી ગયેલી સ્નેહા બેશુધ્ધ બની ચુકી હતી.
પોતાની
ટ્રેનિગમાં શીખવ્યા મુજબ શરીરમાંથી પાણી કાઢીને કુત્રિમ શ્વાસોશ્વાસ આપીને સ્નેહાને
ભાનમાં લાવી. આંખો ખોલતા જ નજર સમક્ષ નિકુંજને જોઇને સ્નેહા ને જાણે અલગ જ અહેસાસ
થઇ આવ્યો. તેને ફરીથી પોતાની આંખો બંધ કરી દીધી. આસપાસના સૌ કોઇ અજાણ હતા.
“થેન્ક્યુ
સો મચ મિસ્ટર તમે મારી પત્નીની જીંદગી બચાવી લીધી” સ્નેહા ના પતિ પિયુષે લાઇફ
ગાર્ડ નિકુંજ સાથે હાથ મિલાવતા કહ્યુ.
“ધીસ
ઇઝ માય ડ્યુટી સર. નાઉ ટેક કેર ઓફ યોર વાઇફ” ભુતકાળમાંથી છુટવા માટે તે ફટાફટ દુર
જતો રહ્યો. આંખમાંથી નીકળેલા આંસુ મોઢા પરની ભીનાશ સાથે ટુવાલમાં લુછીને તે પોતાની
હેડ ઓફિસ પર ગયો.
“સર,
મારે થોડા દિવસની રજાઓ જોઇએ છે.”
“કેમ?
અત્યારે?”
“બસ,
સર થોડુ શરીરમાં અન્કમ્ફટેબલ ફીલ થાય છે.”
“મિસ્ટર
નિકુંજ તમને ખબર છે કે અત્યારે ફુલ સીઝન છે એન્ડ પ્રવાસીઓનો ખુબ જ ધસારો છે અને
લાઇફ ગાર્ડ પણ ઓછા પડે છે ત્યારે તમને કેમ રજા મળી શકે?”
“પરંતુ
સર થોડા જ દિવસ.......
“પ્લીઝ
ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સીઝન બાદ લીવ લઇ લેજો. કોઇની જીંદગી બચાવવાની જોબ છે.”
“ઓ.કે
આઇ વીલ મેનેજ માય સેલ્ફ.”
ભુતકાળથી
પીછો છોડવવાના નિષ્ફળ પ્રયાસ સાથે તે પોતાની હેડ ઓફિસ છોડીને કર્મભુમિ દરિયાકાંઠે
આવ્યો. ગાઇડ થોડા પ્રવાસીઓ સાથે ત્યાં રાહ જોઇ રહ્યો હતો. તે દોડતો ગયો અને બોટિંગ
માટે આવેલા પ્રવાસીઓને સલામતી અંગે સુચનો આપવા લાગ્યો.
ક્રમશઃ

Comments
Post a Comment