૩૧/૧૦...... એક નવી શરૂઆત

 

 

૩૧/૧૦...... એક નવી રૂઆત



 

 

         નિરંજન શાહ - “હેલ્લો જાનુ, હાઉ આર યુ?”

            ડેઝી શન્યાલ – “નોટ ફાઇન.”

            નિરંજન શાહ – “વ્હાઇ જાનુ, વ્હોટ્સ હેપ્પન્ડ?”

            ડેઝી શન્યાલ – “મીસીંગ યુ સો નોટ ફાઇન.”

            નિરંજન શાહ – “હમ્મ્મ્મ ટુનાઇટ આઇ વીલ મેઇક યુ સો હેપ્પી. ડોન્ટ વરી ડાર્લીંગ.”

            “ડેઝી શન્યાલ – “હાઉ?”

            નિરંજન શાહ – “વીથ માય ટચ. એન્ડ આઇ વીલ ગીવ યુ ૧૦૦% સટીસ્ફેક્શન.”

            આગળની ચેટ મીરા વાંચી ન શકી. આજનો કહેવાતો સુસંસ્કૃત માણસ વાંચી પણ ન શકે તેવી વાતો ચેટમાં હતી. મીરા આ બધુ વાંચીને સ્તબ્ધ બની ગઇ. તેને એ સમજાતુ ન હતુ કે તેના પતિના ફોનમાંથી આ કોનુ ફેસબુક એકાઉન્ટ ઓપરેટ થઇ રહ્યુ છે અને આવી ચેટ કેમ???

            વહેલી સવારે જ્યારે મીરાનો હસબન્ડ જાગ્યો ત્યારે તેને રાતની ચેટ યાદ આવતા તે ચિંતામાં આવી ગયો અને આમતેમ પોતાનો સેલફોન શોધવા લાગ્યો. તેણે જોયુ કે મીરા જાગી ગઇ હતી અને નીચે કિચનમાં રૂટિન કામે લાગી ગઇ હતી. પોતે દોડતો નીચે આવ્યો.

            “હાઇ જાનુ, કેમ આજે આટલી વહેલી જાગી ગઇ? ઉંઘ આવતી ન હતી કે શું? જીગરે પુછ્યુ.

            “ઉંઘ ઉડી ગઇ હતી તો બસ કામે લાગી ગઇ. તમારે પણ વહેલુ ઓફિસે જવાનુ છે તો વિચાર્યુ કે આજે ગરમાગરમ નાસ્તો બનાવી તમને સરપ્રાઇઝ આપુ.” મીરાએ રાતની ચેટ બાબતે કાંઇ કહ્યુ નહી અને તે કડવા ઘુંટને ગળામાં જ સમાવી મીઠી વાણીમાં તેના પતિ સાથે વાત કરવા લાગી.

            “હાશ............ સાયદ મીરાને કાંઇ ખબર પડી નથી, નહી તો મને તો એમ જ હતુ કે આજે તો ગયો. ફેક આઇ.ડી ની વાત મીરાને ખબર પડી જાત તો શું જવાબ આપત મીરાને???” જીગર મનોમન વિચારે ચડી ગયો.

            “જાનુ તમે સુઇ જાઓ, હજુ તો પાંચ જ વાગ્યા છે. હજુ તમારે ઉઠવાને ઘણી વાર છે, ઉષ્મા જાગે તો તેને જરા પાણી પીવડાવી દેજો.”

            “ઓ.કે. જાનુ. લવ યુ સો મચ. તુ મારો કેટલો ખ્યાલ રાખે છે. આઇ એમ સો લક્કી કે તુ મને મળી.” જીગરે મીરાને હગ કરતા કહ્યુ.

            “હવે જાઓ જલ્દી સુઇ જાઓ નહી તો થાક લાગશે તો તમે મારા પર જ ગુસ્સો ઠાલવશો.” મીરાએ જીગરને પ્રેમથી હળવો ધક્કો મારતા કહ્યુ.

            “એક કીશ આપ પ્લીઝ.” જીગરે આંખ મીચકારતા કહ્યુ.

            “હવે જાઓ જાઓ.” કહેતા મીરા હસવા લાગી અને જીગર પણ નિરાંતનો શ્વાસ ભરતો ઉપર રૂમમાં ગયો. ત્યાં જઇ જોયુ તો તેનો ફોન ચાર્જીંગમાં હતો. તેણે જલ્દીથી પોતાનુ ફેક એકાઉન્ટમાં લોગ આઉટ કરી દીધુ અને હીસ્ટરી ડીલીટ કરી નાખી અને પોતાની બે વર્ષની માસુમ બેબીને હગ કરી સુઇ ગયો.

            “ડીઅર ઉઠો, આઠ વાગવા આવ્યા.” મીરા નહાઇને નીકળતા જીગરને ઉઠાડ્યો.

            “હજુ તો ઘણીવાર છે જાનુ.” કહેતા જીગરે મીરાને બેડમાં ખેંચી લીધી અને તેના પર ચુંબનોની વર્ષા કરવા લાગ્યો.

            “આઇ એમ સો હેપ્પી ટુ ગેટ યુ ઇન માય લાઇફ જાનુ.” જીગરે તેના માથા પર હાથ પસવારતા કહ્યુ.

            “હું પણ ખુબ ખુશનસિબ છુ જાનુ. યુ આર સો લવીંગ.” મીરાએ એક તસતસતુ ચુંબન જીગરના ફોરહેડ પર આપતા પ્રતિભાવ આપ્યો.

            “ઓહ માય જાન. લાગે છે આજે ઓફિસેથી હાલ્ફ લીવ લેવી પડશે મારે. તારા આ ચુંબનનો જવાબ તો આપવો જ પડશે ને?” જીગરે કહ્યુ.

            “હવે જાઓ જાઓ અને ઉઠો અને ફ્રેશ થઇ જાઓ. તમારા માટે નાસ્તામાં સરપ્રાઇઝ છે.”

            “ઓ.કે. આ ગયો અને આ પાછો આવ્યો.” કહેતા જીગર બાથરૂમમાં જતો રહ્યો.

            પાછળથી મીરાએ જીગરનો ફોન ચેક કર્યો તો પેલુ એકાઉન્ટ કે જે એક્ટિવ હતુ તે ઇનએક્ટિવ થઇ ગયુ હતુ. મીરાને થોડો શક ગયો જીગર પર પણ તે વાતને સાઇડમાં રાખી તે નાસ્તાની તૈયારીમાં લાગી ગઇ.

            “હીઅર ઇઝ યોર ફેવરિટ ગરમાગરમ ગાંઠિયા અને મસાલેદાર ગ્રીન ટી.”

            “વાઉ આજે તો ગાંઠિયા? પણ મજા ત્યારે આવશે જ્યારે તુ મને ખવડાવે.”

            “ઓ.કે. બેબી. લો મારા હાથે તમને જમાડુ.” કહેતા મીરા હસી અને જીગરને ગાંઠિયાનો એક ટુંક ખવડાવ્યો.

            “ચલ બાય જાનુ. હું નીકળું છું. “

            “ઓ.કે. બાય. ધ્યાન રાખજો અને ઓફિસમાં બહુ ચા અને મસાલા ન ખાજો.”

            “હાસ્તો જાનુ.”

            આખો દિવસ મીરા પેલા ફેસબુક આઇ.ડી. વિષે વિચારતી રહી. તે ગડમથલમાં હતી કે જીગરને પુછવુ કે નહી?”

            “રાત્રે જીગર આવ્યા બાદ ત્રણેય જણાએ જમી લીધુ અને જીગર ઉષ્માને લઇને બહાર ચક્કર મારવા જતો રહ્યો અને ત્યાં સુધીમાં મીરાએ બધુ કામ આટોપી લીધુ.

            “જાનુ આજે તો બહુ થાકી ગયો છું. ચલ જલ્દી સુઇ જઇએ.”

            “હા ડીઅર, આજે ઘરની સફાઇથી હું પણ થાકી ગઇ છું અને ઉપરથી આ તમારી સોનપરી. મને પણ બહુ જ ઉંઘ આવે છે.” કહેતા મીરા પણ બેડ પર આડી પડી અને બન્નેની વચ્ચે નાની ઉષ્મા રમતી હતી. થોડીવાર જીગરે ઉષ્માના માથા પર વ્હાલથી હાથ પસવાર્યો. હાથ પસવારતા તેનુ ધ્યાન મીરા પર ગયુ.

            “કેટલી માસુમ છે મારી વાઇફ પણ હું ખુબ નફ્ફટ છું. તેની પીઠ પાછળ તેને દગો કરી રહ્યો છું. ક્યારેક તેને મારી આ ફેક આઇ.ડી. વિષે ખબર પડી જશે તો તે માસુમ અને કુમળા માનસ પર મારી શું છાપ પડશે???” તેવા વિચારે જીગરને ક્યારે ઉંઘ આવી ગઇ તેની તેને પણ ખબર ન પડી. ગઇકાલે રાત્રીના ચાર વાગ્યા સુધી ઓનલાઇન રહેવાથી જીગર થાકને કારણે સુઇ ગયો.

            બે-ત્રણ દિવસ જીગર ચેટ કરી ન શક્યો. વળી એક દિવસ મીરા વહેલી સુઇ ગઇ અને જીગર આમતેમ વ્હોટ્સ એપના મેસેજ ચેક કરી રહ્યો હતો ત્યાં તેને ડેઝી સાથે વાત કરવાની ઇચ્છા થઇ આવી અને તેણે પોતાનુ ફેક એફ.બી. એકાઉન્ટ ઓપન કર્યુ.

            “ઓહ માય ગોડ. આજે તો ડેઝી ઓનલાઇન છે પણ નહી. હવે????”

            આવા વિચારમાં હતો ત્યાં મેસેજ ફ્લેશ થયો.

            “હાઇ મિસ્ટર, થેન્ક્સ ફોર એડ મી એઝ અ ફ્રેન્ડ.” રશ્મી પટેલ.

            “વાઉ સો લક્કી આઇ એમ.” જીગરે વિચાર્યુ અને રિપ્લાય આપવા તેના હાથ થનગનવા લાગ્યા.

            રશ્મી પટેલ અને જીગર (નિરંજન શાહ) બન્ને થૉડી વારમાં જ વલ્ગર ચેટ સુધી પહોંચી ગયા. બન્ને વચ્ચે ગુપ્ત ફોટાઓની આપ-લે થવા લાગી. નિરંજન(જીગર) તો સાતમાં આસમાને વિહરવા લાગ્યો પણ આ શું થોડી વારમાં જ આખા દિવસના થાકને કારણે તે ઉંઘી ગયો પણ પેલુ આઇ.ડી. એક્ટિવ રહી ગયુ.

            “આ જીગરને પણ એવી ટેવ પડી છે ને કે રાતના મોબાઇલ ક્યાં હોય તેનુ તેને પણ ભાન રહેતુ નથી. કોઇ દિવસ આ તેની સોનપરી ફોન પર બાથરૂમ કરી લેશે ત્યારે તેને ખબર પડશે.” મીરા બબડતી તેનો ફોન ઉંચકી અને ચાર્જમાં મુકવા ગઇ ત્યાં તેને થોડા દિવસ પહેલા બનેલી ઘટના યાદ આવતા તેણે જીગરનો ફોન ચેક કર્યો અને રશ્મી અને નિરંજનની ચેટ તેની સામે આવી ગઇ. આજે તે પોતાની ભાવનાઓને કાબુમાં રાખી ન શકી અને રડી પડી.

            જેમ તેમ કરીને તેણે પોતાને કન્ટ્રોલ કરી અને રેગ્યુલર કામ કરવા લાગી.

            સવારે છ વાગ્યે જીગર ઉઠ્યો ત્યાં તેને પોતાનો ફોન યાદ આવી ગયો. તેણે ફટાકથી ઉભા થઇ જોયુ તો ફોન ચાર્જમાં હતો.

            “મરી ગયા..... આજે જો મીરા ચેટ જોઇ ગઇ હશે તો?” બોલતા તેણે ફોનમાંથી પોતાનુ ફેક એકાઉન્ટ લોગ આઉટ કરી નીચે મીરાને મળવા ગયો.

            “હેલ્લો લવલી ડાર્લીંગ.” કહેતા જીગર મીરાને પાછળથી વળગી પડ્યો.

            આજે મીરાએ કાંઇ ખાસ પ્રતિભાવ ન આપ્યો અને જીદ્દ કરીને જીગરને સુઇ જવા મોકલી દીધો.

            “મરી ગયા આજે. આજે નક્કી મીરાને બધી ખબર પડી ગઇ લાગે છે. હવે શું કરવું? એક કામ થઇ શકે આજે સામેથી કબુલ કરી લઉ તો? અરે...... ના બાબા ના....... ક્યાંક તેને ખબર કાંઇ નહી હોય તો લેવા ના દેવા પડી જશે.” એમ વિચારી તે સુઇ ગયો. તેને ઉંઘ તો ન આવી પણ આમતેમ પડખા ફરતો રહ્યો.

            આઠ વાગ્યે મીરા તેને એક જ વખત ઉઠાડી નીચે તેના કામમાં લાગી ગઇ. થોડી વાર જીગર બેડમાં પડ્યો રહ્યો એ વિચારે કે મીરા તેને જગાવવા ફરી આવશે પણ મીરાના મનમાં તો પેલી  ચેટ જ ઘુમરાતી હતી એટલે તે ફરી આવવાની ઇચ્છા હોવા છતા તેના પગ ઉપડ્યા નહી.

            જીગરને ઓફિસ જવામાં મોડુ થતુ હોવાથી તે મીરાની રાહ જોયા વિના બાથરૂમમાં જતો રહ્યો. પાછળથી મીરા ચુપકેથી રૂમમાં આવી અને જોયુ તો પેલુ એકાઉન્ટ ઇન એક્ટિવ થઇ ગયુ હતુ. આજે મીરાનો શક યકિનમાં બદલી ગયો.

            જીગર બાથરૂમમાંથી બહાર નીકળ્યો અને ત્યાંનુ દ્રશ્ય જોઇ દંગ બની ગયો. મીરાના હાથમાં તેનો ફોન હતો અને તેની આંખમાં આંસુ...

            જીગર બધુ બરદાસ્ત કરે તેમ હતો પણ તેનાથી મીરાના આંસુ જીરવાતા ન હતા. તેણે મીરાને ગળે વળગાડી લીધી.

            “આઇ એમ સોરી જાનુ. મને માફ કરી દે પ્લીઝ. હવેથી હું ભૂલ નહી કરુ. મને શું થઇ ગયુ કે ખાલી મજાક મસ્તીમાં આવુ એકાઉન્ટ બનાવી નાખ્યુ.”

            “મારામાં શું ખામી છે જીગર? મે તને ક્યારેય પ્રેમ આપવામાં ખામી રાખી છે? મારા પ્રેમમાં તને કાંઇ અધુરપ લાગે છે?”

            “ના જાનુ, તુ આમ ન બોલ. તારામાં કાંઇ ખામી નથી. હું જ નફ્ફટ છું તે તારા સામે વિશ્વાસઘાત કરી બેઠો. સોરી પ્લીઝ મને માંફ કરી દે. હવેથી આવી ભૂલ ક્યારેય નહી કરુ.”

            મીરા માટે જીગરને માંફ કરવો અશક્ય હતુ પણ તે મનોમન જીગરને ખુબ ચાહતી હતી અને તેને એ પણ ખ્યાલ હતો કે જીગરનો તેના પ્રત્યેનો પ્રેમ ખોટો કે કાંઇ દેખાવરૂપ ન હતો.

            બે ત્રણ દિવસ મીરા તેનાથી નારાજ રહી પણ પછી જીગરે તેને તેના પ્રેમમાં રંગી દીધી અને ફરી બન્ને વચ્ચે બધુ નોર્મલ થઇ ગયુ. જીગરે મનોમન વિચારી પણ લીધુ કે હવે ક્યારેય તે પોતાનુ ફેક એકાઉન્ટ રીઓપન નહી કરે પણ બહુ વધુ સમય સુધી તે પોતાના મનને કાબુમાં રાખી ન શક્યો. મીરા માઇન્ડ ફ્રેશ માટે તેના પિયર ગઇ હતી ત્યાં એક દિવસ જીગરે પોતાની જુની આદત મુજબ વલ્ગર ચેટ શરૂ કરી દીધી.

            “મીરુ મને માંફ કરજે. હું તારી સાથે દગ્ગો નહી કરતો પણ આ બધુ જસ્ટ ટાઇમ પાસ છે મારા માટે.” આવા વિચારે તેણે ફરી ચેટ કન્ટિન્યુ કરી દીધી. મીરા પાછી આવી ગઇ ત્યારે પણ તેની આ આદત છુટી નહી પણ હા, હવે તે ખુબ સાવચેત બની ગયો હતો. ઉંઘ આવતી હોય ત્યારે તે આવી ચેટ કરવા માટે એકાઉન્ટ ઓપન કરતો જ નહી.

            આમ ને આમ છએક મહિના વિતી ગયા. વીકમાં ત્રણ થી ચાર દિવસ આમ રંગીન ચેટ કરતો અને પોતાની મનની વાસનાનોને સંતોષતો.

            “જીગર ઉઠ તો, ઓ જીગર ઉઠ.” રાત્રે ત્રણ વાગ્યે મીરાએ તેને હચમચાવતા કહ્યુ.

            “શું થયુ જાનુ?” જીગરે આંખ ચોળતા પુછ્યુ અને જોયુ તો આજે પોતાનો ફોન મીરાના હાથમાં હતો.

            “મરી ગયા આજે ફરી...................” મનમાં તે બબડ્યો.

            “હું જાંઉ છું મારા પિયર ઉષ્માને લઇ ને. પછી તુ એકલો રે’જે. અને તારી આ રંગીન ચેટ કરતો રહેજે.”

            “ના મીરુ ના પ્લીઝ તુ આમ ન બોલ. મને કાંઇક થાય છે. સોરી યાર હવે આવુ ક્યારેય નહી કરુ. મે તને અંધારામાં રાખી ફરી આવી ચેટ કરવાની શરૂઆત કરી.”

            “આજે મને મરવાનુ મન થયુ હતુ. તુ ઉઠે ત્યારે તને ખબર પડત કે શું થઇ ગયુ પણ મને ઉષ્માની યાદ આવી બાકી આજે તુ મને ખોઇ બેસવાનો હતો.” દડદડ કરતા આંસુઓ સાથે મીરા રડવા લાગી અને તેનો શ્વાસ ઉંચો થઇ ગયો.”

            “પ્લીઝ મીરુ હું તને જ પ્રેમ કરુ છું. આ બધુ તો જસ્ટ ટાઇમપાસ છે. મનમાં કાંઇ ફીલીંગ્સ નથી આવતી મને આવી ચેટ વખતે.”

            “પ્લીઝ લીવ મી અલોન જીગર.”

            “મને માંફ કરી દે પ્લીઝ.” કહેતો જીગર રડતી મીરાને ચુંબન કરવ ગયો ત્યાં મીરાએ તેને દૂર ફંગોળી દીધો.

            “પ્લીઝ લીવ મી અલોન.” મીરા બૂમ પાડી ઉઠી.

            “ઓ.કે. પણ તને મારી કસમ છે તું કાંઇ ખોટુ પગલુ ભરી ન લેજે. તારા વિના મારુ કોઇ નહી. હું તારા વિના નહી રહી શકુ. પ્લીઝ ભગવાન ખાતર પ્લીઝ જાનુ.”

            “જોઇશ હું. પણ અત્યારે મને એકલી છોડી દે.”

            મીરા કામે લાગી ગઇ પણ તેનુ રડવનુ બંધ થતુ ન હતુ.

            “જાનુ હું જાઉ છું. પ્લીઝ કાંઇ ખોટુ પગલુ ન ભરતી, તને મારી કસમ છે.”

            મીરાએ માત્ર હકારમાં માથુ ધુણાવ્યુ અને બેડરૂમમાં જતી રહી અને સુતેલી ઉષ્માની પાસે જઇ તેને વળગી પડી. હજુ તેનુ રડવાનુ બંધ થતુ ન હતુ.

            “જાનુ પ્લીઝ હવે મને માંફ કરી દે. હું તારા અને ઉષ્માની કસમ ખાઇને કહુ છું કે ક્યારેય આવી ચેટ નહી કરુ.” જીગરે મીરા અને નાનકડી ઉષ્માના માથે હાથ મુકતા કહ્યુ.

            “નાઉ સ્માઇલ પ્લીઝ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ જાનુ.”

            મીરાએ હળવુ સ્મિત આપ્યુ.

            “નાઉ વન ડીપ કીશ પ્લીઝ.”

            “ઉમ્મ્મ્મ્મ્માઅહાઆઅહ”

            “યે હુઇ ના બાત જાનુ. હવે ટેન્શન ન લેતી”

            મીરાએ હળવુ સ્મિત વેર્યુ અને જીગર ઓફિસ જવા નીકળી ગયો.

            હવે જીગરે ચેટ અને એ બધુ સાવ બંધ કરી દીધુ હતુ. બન્ને હેપ્પીલી એક બીજા સાથે ખુશ હતા. આ બધુ બન્યા પછી મીરા અને જીગર વધુ એકબીજાની નજીક આવી ગયા હતા. મીરાએ પણ મનથી જીગરને માંફ કરી દીધો હતો પણ આ ખુશી બહુ વધુ સમય ન ટકી.

                  છ મહિના બાદ વળી જીગર પકડાઇ ગયો. આ વખતે પહેલા કરતા પણ મીરા વધુ ડિપ્રેશનમાં હતી કારણ કે જીગરે પોતાની તો ઠીક નાની ઉષ્મા કે જે તેનો જીવ હતી તેની કસમ તોડી આવુ જ્ઘન્ય કૃત્ય આદર્યુ હતુ.

            “શું થયુ જાનુ? આજે કેમ મને મોર્નીંગ કીશ ન મળી?” જીગરે નીચે આવતા તેને પુછ્યુ.

            “જીગર કાંઇ ચર્ચા નહી પ્લીઝ. તુ સુઇ જા. અત્યારે કાંઇ ચર્ચા કરવી નહી. હજુ બહુ વહેલુ છે.” મીરાએ બનાવટી હાસ્ય સાથે કહ્યુ.

            “ના મારે ચર્ચા કરવી છે. આજે અને અત્યારે જ. પ્લીઝ તુ આમ મૌન ન બન. તારુ મૌન મારા માટે સહન કરવુ ખુબ અઘરુ છે. શું થયુ તને એ તો કે મને. મારાથી કાંઇ ભૂલ થઇ ગઇ.”

            “ના યાર. પ્લીઝ ચર્ચા રહેવા દે અને આરામ કર તુ. થાક લાગશે તો તુ નાહક મારા પર ગુસ્સે થઇશ.”

            “ના. પ્લીઝ અહી આવ.” કહેતા જીગરે તેને હોલમાં સોફા પર બેસાડી અને પોતે તેની ગોદમાં માંથુ રાખી સુઇ ગયો.

            “જાનુ એક વાત કહુ.? પ્લીઝ આજે તુ તારી આંખમાંથી એક પણ આંસુ ન પાડજે, જે સજા દેવી હોય તે મને આપજે પણ તુ દુઃખી ન થજે પ્લીઝ. હું જાણું છું કે તને મારી વલ્ગર ચેટની ખબર પડી ગઇ છે છતા તુ મને કાંઇ કહેતી નથી પણ જાનુ આજે જે કહુ છું તે હું દિલથી કહું છું. તુ ખુબ ભોળી છે. મે અવારનવાર તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તને અંધારામાં રાખી મે ઘણા એવા કામ કર્યા છે જે હું કહી પણ શકતો નથી. પણ સાચુ કહું મારુ શરિર આજ સુધી મે કોઇને આપ્યુ નહી. એ તારા માટે જ રીઝર્વ રાખ્યુ છે મે. હા, મે આવી ખરાબ અને વલ્ગર ચેટ કરવાનુ ચાલુ જ રાખ્યુ છે પણ આ વખતે છેલ્લી વાર મને માંફ કરી દે. હવે આજે હું તને દિલથી ખાત્રી આપુ છું કે આ કામ ક્યારેય નહી થાય” બોલતા આજે પહેલી વાર જીગર દિલથી રડી પડ્યો.

            “હેય જાનુ તુ રડ નહી. તને ખબર છે ને કે તને કાંઇ પણ થાય તે મારી બરદાસ્ત બહાર છે. એટલે જ આ વખતે મે તને કાંઇ કહ્યુ ન હતુ અને હા તને હું કહેવાની પણ ન હતી પણ ભગવાને તને ઇશારો કરી દીધો અને તુ માંફી માંગવા મારી પાસે આવી ગયો. આજે મે તારો ફોન જ્યાં હતો ત્યાં જ રહેવા દીધો એટલે તને એમ જ લાગે કે મને કાંઇ ખબર પડી નથી પણ જો ભગવાનની લીલા કે તેણે તને મારી સામે નતમસ્તક કરી દીધો.

            “જાનુ આજે તુ ન રડજે. આજે રડવાનો વારો મારો છે. આજે તારુ એક આંસુ પણ મને બરદાસ્ત નહી થાય. આ પૃથ્વી પર મારા જેવા લોકો કરતા તારા જેવા સત્ય અને ભગવાનમાં વિશ્વાસ ધરાવતા લોકોની ખુબ જરૂર છે. તારે મારી સાથે ન રહેવુ હોય તો મને કે હું મરી જઇશ પણ પ્લીઝ તુ દુઃખી ન થતી.”

            “જાનુ એક વાત કહું તારે જો ટાઇમ પાસ જ કરવો હોય તો સારી બુક્સ વાંચતો જા. ઓનલાઇન ઘણી એવી વસ્તુ છે જે તુ ટાઇમ પાસ કરી શકે છે. છેલ્લે કાંઇ નહી તો ગેઇમ રમતો જા પણ પ્લીઝ મહેરબાની કરીને આવા કામ ન કર. મને બહુ દુઃખ થાય છે. હું તને છોડી નથી શકતી. હું જાણું છું કે તુ મને પ્રેમ કરે જ છે. તારા માટે હું કેટલુ સહન કરું છું. તને આરામ મળી રહે એટલે તારા ઓફિસના કામ પણ ઘણી વખત હુ કરી આપુ છું ને?”

            “હા જાનુ. બસ હવે એક સ્વપ્ન માનીને ભૂલી જા આ બધુ. આજે ૩૧/૧૦ તારીખ છે. આજે જ આપણી સગાઇ થઇ છે એમ સમજી નવી શરૂઆત કરીએ ચાલ આપણે.” એમ કહી તેણે પેનથી દિવાલ પર તારીખ લખી અને કહ્યુ કે જો હવે ક્યારેયાઅવુ કામ કરુ તો મને છોડીને ચાલી જાજે અને મને આખા સમાજ વચ્ચે બદનામ કરજે, મારા માટે મૃત્યુ કરતા પણ એ વધુ બદ્દ્તર સજા હશે.”

            “ના જાનુ હું સમજુ છું કે તુ મને ખુબ જ ચાહે છે. એટલે જ તો તને આટલી વખત માંફ કર્યો અને આ વખતે પણ માફ કરું છું. પણ હવે મારો વિશ્વાસ તોડજે નહી પ્લીઝ, નહી તો આ વખતે હું સહન નહી કરી શકું. મને ઘણી વખત મરવાના વિચાર આવ્યા પણ કદાચ તારા પ્રેમને કારણે જ હું કાંઇ ખોટુ કામ ન કરી શકી. વિચાર કદાચ મે કોઇ ખોટુ પગલુ ભરી લીધુ હોત તો? ઉષ્મા મોટી થઇને તને પુછત કે મારી માં ક્યાં છે તો તુ શું જવાબ આપત?”

            “ના ડીઅર ના. હવે પ્લીઝ તુ આ ટૉપિક છોડી દે અને ચલ મને પ્રેમજાળમાં સમાવી લે.” કહેતા તેણે મીરાને ઉંચકી લીધી અને તેને બેડરૂમમાં લઇ ગયો. સૌ પ્રથમ તેણે મીરાની સામે જ તેનુ ફેક એકાઉન્ટ ડીએક્ટિવ કરી દીધુ અને બન્ને એકબીજામાં સમાઇ ગયા.

 

અસ્તુ

                 

         નોંધ – આ એક સત્ય હકિકત છે , માત્ર નામ બદલવામાં આવ્યા છે, આ પરથી મને તો સમજાયુ છે કે નારીને નારાયણી કહેવાઇ છે તે યથાયોગ્ય સત્ય છે. નારી તને સત સત વંદન.............

 

લેખક – રૂપેશ ગોકાણી

સ્થળ – જામ ખંભાળિયા


Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2