લાપત્તા

 લાપત્તા 



પ્રિયાબહેન સવારે વહેલા ઉઠી ગયા આજે રવિવાર હતો છતાય તેની ઉંઘ ઉડી ગઇ. તેના પતિ સમીરભાઈ નીચે આરામ કરતા હતા આથી તેને ડિસ્ટર્બ ના થાય એટલે પ્રિયા બહેને  ઉપર જ બાથરૂમમાં નાહી ધોઇ ઉપર જ રહેલા ભગવાનના મંદિરમાં પુજા આરતી કરતા હતા ત્યાં નીચેથી અવાજ આવ્યો કાંઇક પડ્વાનો તે દોડીને નીચે જોવા ગયા તો જોઇને સ્તબ્ધ થઇ ગયા. દરવાજો ખુલ્લો હતો અને સમીરભાઈ ત્યાં હતા નહિ. તેને થયુ કે ઉઠીને કયાક ગયા હશે.

            બીજા રૂમમાં લાઇટ ચાલુ હતી પ્રિયાબહેન  જોવા  ગયા ત્યાં તેની આઁખ ફાટી ગઇ તિજોરીનુ બારણુ ખુલ્લુ હતુ અને આખી તિજોરી ખાલી હતી. પ્રિયાબહેન ને કાંઇ સમજ ન હતી પડતી તેને સમીરભાઈ ને ફોન ટ્રાઇ કર્યો તો ફોન તો ઘરમાં જ હતો. તે બેબાકળા થઇ ગયા આસપાસના લોકોને બોલાવી લીધા. બધા તેના ઘરમા એકઠા થઇ ગયા.

            નાનકડો સવજી સમીરભાઈ ને શોધવા કોલોનીમાં નીકળી ગયો. બધા વાતો કરવા લાગ્યા. થોડી વારમા આખી કોલોનીમાં વાત ફેલાઇ ગઇ કે સમીરભાઇ ગાયબ છે અને ઘરમાં ચોરી પણ થઇ છે.

            “પ્રિયાબહેન  તમે હિમ્મતથી કામ લો. રડો નહી આ રીતે. એક કામ કરો, પોલીસને ફોન કરોને” બાજુવાળા પારૂલબહેને  કહ્યુ પણ પ્રિયાબહેન  તો ચુપ થઇ શક્યા નહે એટલે પારૂલબહેને  તેના હસબન્ડ રમેશભાઇને પોલીસને જાણ કરવા કહ્યુ એટલે તાત્કાલીક રમેશભાઇએ પોલીસને ફોન કરી દીધો.

            પ્રિયાબહેને થોડી વાર બાદ પોતાના એકના એક દીકરા સંદીપને ફોન જોડયો પરંતુ તે આઉટ ઓફ રેન્જ આવતો હતો. ચાર પાંચ વખત ટ્રાય કરવા છતાંય ફોન લાગ્યો નહિ એટલે તેને પોતાની દીકરી અમીને કોલેજ પર ફોન કરીને તાત્કાલીક ઘરે બોલાવી લીધી.

            “હજુ સાંજે તો સમીર મારી સાથે બહાર ઓટલા પર બેઠો હતો.” બાજુના મકાનમાં રહેતા મનોજભાઇએ કહ્યુ.

            “હા રોજ સવારે વહેલા ઉઠીને તુલસીપુજન કરતા અને મારી સામે રોજ જય શ્રી કુષ્ણ કરે આજે દેખાયા નહી એટલે મને લાગ્યુ કે રજા હશે એટલે હજુ જાગ્યા નહી હોય.” સામેના મકાનમાં રહેતા દીપેનભાઇએ કહ્યુ.

            “હા કાલે જરાક મારુ માથુ દુ:ખતુ હતુ એટલે હુ વહેલા માથાની ટેબ્લેટ લઇને ઉપર રૂમમાં સુઇ ગઇ હતી તે ક્રીકેટ મેચ ચાલતી હતી તે નીચે ટી.વી. જોતા હતા અને મને તેણે કહી રાખ્યુ હતુ કે નીચે જ સુઇ જશે. આજે રવિવાર હતો એટલે તેને ડિસ્ટર્બ ના થાય એટલે હુ ઉપર જ તૈયાર થઇ ગઇ. હમણા નીચે અવાજ આવ્યો એટલે નીચે આવી અને જોયુ તો બધુ ખુલ્લુ હતુ.”આટલુ બોલતા પ્રિયાબહેન  ફરી રડી પડયા.

            “બહેન મોરા ન પડજો. અમે તમારી સાથે જ છીએ. કાંઇ પણ કામકાજ પડે તો અમને કહેજો.”

            “બહેન સમીરભાઈ  મળી જશે કદાચ કોઇ કામ સર બહાર ગયા હશે તમને ડીસ્ટર્બ નહી કર્યા હોય જરા તેને ફોન તો કરો.”

આસપાસના લોકોએ સાંત્વના આપતા કહ્યું.

            “ફોન તો ઘરે જ છે”

            સવજી પણ આવી ગયો તેણે કહ્યુ કે સમીરભાઈ અહી નજીકમાં ક્યાય પણ નથી.

            થોડીવારમાં પોલીસની જીપ આવી પહોચી. ઇન્સપેકટર રાહુલે ઘટના સ્થળની બધી તપાસ કરી લીધી પછી પ્રિયાબહેન પાસેથી સમીરભાઈ ની બધી માહિતી લઇ લીધી.

            સમીરભાઈ  પ્રાથમિક શિક્ષક હતા અને ભાવનગર શહેરમાં બંન્ને પતિ પત્ની રહેતા હતા. તેનો મોટો દીકરો સંદીપ બાપ-દીકરા વચ્ચે અણબનાવના કારણે થોડા સમય પહેલા જ ઘર છોડીને જતો રહ્યો અને નાનકડી દીકરી અમી ત્યાં ગામમાં જ કોલેજમાં આર્ટસ વિષય સાથે અભ્યાસ કરતી હતી. નાનકડું તેમનુ કુંટુબ હતુ. બાપ દીકરા વચ્ચે હમેંશા મતભેદ રહ્યા કરતો હતો બીજો કોઇ મોટો પ્રોબ્લેમ ન હતો.

            ઓંચિતા આવુ બની જતા પ્રિયાબહેન  હતપ્રભ બની ગયા હતા. અમી કોલેજેથી આવી ત્યારે તેને પણ આઘાત લાગ્યો. મા-દીકરી એકલા પડી ગયા. તેઓએ સમીરભાઈના સ્ટાફને પણ પુછપરછ કરી લીધી. કોઇને કાંઇ જાણ ન હતી. સંદીપને ઘણીવાર ફોન કર્યો છતાંય લાગતો ન હતો આથી સંદીપના મિત્રોને પણ ફોન કર્યો પરંતુ કોઇને સંદીપની પણ જાણ ન હતી.

            દિવસો વીતવા લાગ્યા પરંતુ સમીરભાઈ ની કોઇ ખબર મળતી ન હતી. પોલીસ ઇન્સપેકટર રાહુલ ખુબ જ ફરજપરસ્ત ઇમાનદાર પોલીસ હતા. તેણે બધા પાસા વિચારી લીધા. ઝીણી ઝીણી પુછપરછ કરી લીધી. તિજોરીમાંથી પચાસ હજાર રોકડા, એક લાખના દાગીના અને મકાનના દસ્તાવેજી પુરાવા એ બધુ ગુમ હતુ. સમીરભાઈનુ ઘરમાંથી જ અપહરણ કરવામાં આવ્યુ હતુ છતાં પણ ઘરમાં હોવા છતા પ્રિયા બહેનને કાંઇ પણ ખબર જ ન હતી. તે એક વિચારવા જેવી બાબત હતી. કયાંય રસ્તો ન હતો. રાહુલે સમીરભાઈ ના સ્ટાફ સાથે પણ પુછ પરછ કરી લીધી. તેમના આચાર્ય મહેતાભાઇએ પણ કહ્યુ કે સમીરભાઈ આ શાળામા છેલ્લા પાંચ વર્ષથી બદલી પામીને આવ્યા છે અને અમે જોઇએ છીએ તેમ તેનો સ્વભાવ ખુબ મિલનસાર છે. કોઇ આડા-અવળા કામ કે લફરામાં તેઓ ક્યારેય પડ્તા જ નહી. કોઇ સાથે અંગત દુશ્મની હોય તો ખબર નહી પણ અમને ક્યારેય તેણે આ બાબતમાં વાત કરી નથી.”

            આસપાસના બધા લોકોને પુછ્યુ પરંતુ કોઇને કાંઇ અવાજ પણ આવ્યો ન હતો અને કાંઇ જોયુ પણ ન હતુ. આગલી રાત્રે તેઓની “આનંદ કોલોની”માં ફંકશન રાખ્યુ હતુ ત્યારે સમીરભાઈ અને ભાભી સાથે આવ્યા હતા પછી શું થયુ એ બાબતે સૌ કોઇ અજાણ હતુ.

            તેઓએ પોતાની આનંદ કોલોનીમાં રંગેચંગે ગણપતિની સ્થાપના કરી હતી. તેથી બધી સ્ત્રીઓએ સાંજે ગરબા અને રાસનો કાર્યક્રમ રાખ્યો હતો. પ્રિયાબહેન ને વધારે માથુ દુ:ખતુ હતુ તેથી તે દર્શન કરીને જ આવતા રહ્યા હતા અને માથાની ગોળી લઇને ઉપરના રૂમમાં જતા રહ્યા હતા.

            સમીરભાઈ  જમીને થોડીવાર બાજુમાં રહેતા મનોજભાઇ સાથે વાતો કરીને પછી હોલમાં ટી.વી. જોતા હતા પછી સવારથી ગાયબ હતા અને ઘરફોડ ચોરી પણ થઇ હતી. કોઇક રાતનુ અંધકારમાં છાનામુન્નુ આવ્યુ અને પ્રિયાબહેનને ખબર ન પડે તેમ ઘરમાંથી ચોરી કરીને સમીરભાઈ ને ઉઠાવી ગયુ.

            ઇન્સપેકટર રાહુલને શંકા એ હતી કે ચોરી થઇ એ તો સમજાયુ પણ કોઇ ચોરીની સાથે સાથે સમીરભાઈ નું અપહરણ કેમ કરે? આ પેચીદો પ્રશ્ન ઇન્સપેકટર રાહુલના મનને સતાવતો હતો આથી તે પ્રિયાબહેન ને મળવા આવ્યા,

            “નમસ્કાર મેડમ, અંદર આવી શકું?”

            “આવો આવો સાહેબ, બેસો. અમી સાહેબ માટે પાણી લાવજે”

            અમી પાણી લઇને આવી અને તેને પણ ઇન્સપેકટર રાહુલે ત્યાં બેસવા કહ્યુ અને પોતાની વાતનો દોર આગળ વધારતા પુછપરછ શરૂ કરી. “મેડમ મારે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે સમીર ભાઇ વિષે અને તમારા પુત્ર બાબતે.”

            “હા સાહેબ, કહો શું જાણવું છે તમારે?”  

           

            “મને મળેલી જાણકારી મુજબ સમીરભાઈ  અને તમારા પુત્ર વચ્ચે હંમેશા મતભેદ ચાલતો હતો, હાલ પણ તે તમારી સાથે રહેતો નથી, રાઇટ?”

            “હા સાહેબ, આ વાત સાચી છે.”

 

            તો મારે એ જાણવું છે કે સમીરભાઈ  અને સંદીપ વચ્ચે કેવો મતભેદ હતો અને એવું તે શું બન્યુ કે તે ઘર છોડીને જતો રહ્યો?”

 

            પ્રિયાબહેન સવાલ સાંભળીને રડવા લાગ્યા એટલે અમીએ કહ્યુ,

 

            “પપ્પા અને ભાઇ વચ્ચે ખુબ જ અણબનાવ રહેતો હતો. સાચુ કહુ તો સંદીપ તેમને એક પિતા તરીકે સ્વિકારવા તૈયાર સુધ્ધા ન હ્તો. મારા પપ્પાનો સ્વભાવ થોડો ઉગ્ર હતો અને તેથી જ બારમાં ધોરણ પછી ભાઇ અમદાવાદ ભણવા જતા રહ્યા હતા. અમદાવાદની રંગીન લાઇફમા તે મસ્ત બની ગયા અને ભણવામા તે ખુબ પાછળ રહેતા ગયા ત્યાં તેને કોઇ છોકરી સાથે અફેર પણ હતુ. પપ્પાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તે બાબતે બાપ દીકરા વચ્ચે મોટો ઝઘડો થયો અને ભાઇને દુઃખ લાગી આવતા તે હમેંશ માટે ઘર છોડીને જતા રહ્યા.”

 

Comments

Post a Comment

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2