એક અજનબી -12
એક અજનબી
ભાગ - 12
યુ બલ્ડી બાસ્ટર્ડ, કમીને.” બોલતી ક્ષમા શ્યામને મારવા જતી જ હતી ત્યાં
“હવે આ ચિડીયાને લઇ જાવ અંદર અને પુરી દો
કેદ ખાનામાં.” શ્યામે રાડ નાખી કહ્યુ એટલે બે માણસો ક્ષમા ને પકડીને ઉપરના રૂમમાં
લઇ જવા લાગ્યા
“નહી છોડુ બાસ્ટર્ડ હુ તને નહી છોડુ. મારા
પિતાજી ગમે તેમ કરીને મને છોડાવીને જ રહેશે.” ક્ષમા રાડો પાડતી રહી પરંતુ બે માણસો
તેને ઘસેડતા ઉપરના રૂમમાં લઇ ગયા. ત્યાં લોબીમાં ખુબ જ અંધારુ હતુ. થોડે દુર એક
ખુણામાં રહેલા રૂમની અંદર ક્ષમાને ફેકી દીધી.
રૂમ આખો અંધારિયો હતો જેમાં ખુબ જ ઠંડી
પડી રહી હતી. ક્ષમા ખુબ જ મોટે મોટેથી રડવા લાગી. હજુ તેને વિશ્વાસ થતો નહતો કે
જેણે પોતાનુ સર્વસ્વ લુટાવી દીધુ એ શ્યામ આટલી હદ્દે ખરાબ નીકળશે. તેને શ્યામ પર આ
રીતે અંધવિશ્વાસ કરવા બદલ અને તેને પ્રેમ કરવા બદલ ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો પોતાની
જાત પર.
“શ્યામ હુ તને છોડીશ નહી. તે રહેજા પરિવાર
સાથે વિશ્વાસઘાત કર્યો છે. તારા તો એવા હાલ થશે કે તારી જોયા જેવી થશે. હુ મારી
હિમ્મત નહી ગુમાવુ અને તારા તાબે જરાય નહી થાઉ. મને મારા ફાધર અને ખાસ મારા ભગવાન
પર ખુબ જ ભરોસો છે. અરે તુ મને પાતાળમાં છુપાવી રાખશે તો પણ મારા ફાધર મને શોધી
લેશે. તને ખબર નથી રહેજા’સ ની તાકાતનો. હુ કોઇ ડાન્સ બાન્સ કરવાની નથી. હુ અહીથી કોઇ
પણ સંજોગોમાં ભાગી છુટીશ અને તારો બદલો લઇશ” ક્ષમા મનોમન બોલી અને પછી ઉઠીને
ભાગવાનો રસ્તો શોધવા લાગી. આખા રૂમમાં બધે જ અંધારુ હતુ તેને કાંઇ પણ દેખાતુ ન
હતુ. તે રૂમમાં ચારે તરફ ફાંફાં મારવા લાગી કે કદાચ કોઇ બારી મળી જાય પણ રૂમ નાનકડો
ચાલી જેવો રૂમ હતો. જેમા ઉપર સાવ નાનકડુ વેન્ટિલેટર ખુબ જ ઉંચે હતુ. બાકી કોઇ બારી
કે કાંઇ ન હતુ. ચારે તરફ દિવાલમાં હાથ ફેરવતા એક દરવાજો હાથ લાગ્યો જેને ક્ષમાએ
અંધારામાં માંડ ખોલ્યો તો તે ટોયલેટનો દરવાજો હતો જેમાં અંદર નાનકડુ માંડ બેસી
શકાય તેવુ ટોયલેટ હતુ. તેમા પણ કોઇ બારી ન હતી. ક્ષમા એ બધી દિવાલો તપાસી લીધી
પરંતુ તે ખુબ જ મજબુત હતી. દરવાજા પાસે જઇને તે બે હાથ વડે પછાડવા લાગી. પરંતુ તે
ખુબ જ મજબુત રીતે બહારથી સાંકળથી બંધ કરવામાં આવ્યો હતો. ક્ષમા થાકી હારીને દરવાજા
પાસે બેસીને રડવા લાગી.
******************************
શ્યામે
પોતાનુ કાર્ય ખુબ જ સફળતાપુર્વક પાર પાડ્યુ હતુ. આથી તે ખુબ જ ખુશ હતો. આજે
તેને અઢળક રકમ મળવાની હતી જે તેને આજ દિવસ સુધી કોઇ કાળા કામ માટે મળી ન હતી.
શ્યામનુ સાચુ નામ જ્ગ્ગુ હતુ. જગ્ગુ ડોન
મુબંઇનો એક ટપોરી હતો. તે નાના મોટી ચોરી અને પાકીટમારીનુ કાર્ય કરતો હતો. જેમાં
તે થોડુ ઘણુ કમાઇ લેતો અને ફુટપાથ પર રહેતો હતો. ટપોરી હતો પણ દેખાવે તે હેન્ડસમ
હતો. તેની ખાસ કાળજી કરવામાં આવે તો તે કોઇ એક્ટરને પણ ટક્કર મારી દે તેવો દેખાવડો
હતો. એક દિવસ અચાનક થોડા માણસો તેને પકડીને લઇ ગયા.
જયાં તેને તેના બોસે ક્ષમા ને ફસાવવાનુ કામ
સોપ્યુ હતુ. ક્ષમાને પ્રેમમાં પાડીને વિદેશ લઇ જવી અને જયાં તેને ડાન્સ બારમાં
વેચી નાખવી. આ કામને અંજામ આપવા બદલ તેનો બોસ તેને એક કરોડ રૂપિયા આપવાનો હતો. ૫૦%
રકમ કામ શરૂ થતા જ આપી દીધા હતા અને ૫૦% રકમ હવે તેને મળવાની હતી. લંડનના ડાન્સ
બારમાં પણ ઇન્ડિયન છોકરીઓની ખુબ જ માંગ હતી આથી ત્યાંથી પણ એક હજાર પાઉન્ડ તેને મળ્યા.
સૌ પ્રથમ ક્ષમા અને તેના પરિવારની ફર્સ્ટ ટુ એન્ડ તેને માહિતી આપવામાં આવી અને
જગ્ગુને ટ્રેનીંગ આપવામાં આવી જેથી તે ટપોરી ન દેખાતા સારા ઘરનો સંસ્કારી છોકરો
દેખાઇ આવે. ખુબ જાણી વિચારીને આ કામને અંજામ આપવામાં આવ્યુ હતુ જેથી રહેજા
પરિવારના તમામ સદસ્યોએ શ્યામ ઉર્ફે જગ્ગુ
પર આંખ બંધ કરી બેઠા.
જગ્ગુ તો ક્ષમાને ત્યાં છોડી નીકળી ગયો.
નક્કી થયા મુજબ તેને પોતાની બાકી રકમ પણ તેના બોસે તેના સાગરિતો મારફત પહોંચાડી
દીધા. જગ્ગુએ પોતાની આખી જીંદગીમાં આટલા રૂપિયા કયારેય પણ જોયા ન હતા તે એક સાથે
આટલી રકમ જોઇ તે ગાંડો બની ગયો હતો. આજે ખુબ જ ખુશ હતો. ક્ષમા સાથે લગ્ન થયા બાદ
થોડીવાર માટે તો જગ્ગુ ને ક્ષમા પર દયા આવી ગઇ હતી એક વાર તો તેણે વિચારી જ લીધુ
હતુ કે ક્ષમા ને બધુ સત્ય કહી દેવુ પણ બોસની ધમકી અને પૈસાની લાલચે તેના પગ ફરીથી
મજબુત બની ગયા અને તેણે પોતાનુ કાર્ય પુરુ કરી દીધુ દિલમાં થોડુ દુ:ખ થતુ હતુ
પરંતુ બોસે આપેલા પચાસ લાખે તેના દુ:ખને દુર કરી દીધુ.
રાત્રે તે ક્લબમાં તેના મિત્રો સાથે ગયો
અને શરાબ અને શબાબની મહેફિલમાં તે નશામાં ચુર બની ગયો. ક્લબમાં ડાન્સ કરતી બાર
ગર્લ્સની સાથે તે મન મુકીને નાચવા લાગ્યો અને બેફામ પૈસા તેના પર ઉડાવવા લાગ્યો.
તેના મિત્રો પણ જગ્ગુનુ આ રૂપ જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા. જગ્ગુ ડાન્સમાં મગ્ન હતો
ત્યાં એક સુંદર બાર ડાન્સર તેની નજીક આવી ડાન્સ કરવા લાગી. જગ્ગુ તો તેનુ રૂપ જોઇ
અંજાઇ ગયો. સ્લીવલેસ શોર્ટ ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેરેલી તે લલના જગ્ગુના બોડીને
વારે વારે ટચ કરવા લાગી. મોકો જોઇ જગ્ગુએ પણ તેની કમર પર હાથ મુકી દીધો તેનો તેણે
કોઇ પ્રતિકાર ન કર્યો. બન્ને એકબીજાની બાહોમાં ડાન્સ કરવા લાગ્યા.
થોડી જ વારમાં તે ગર્લ જગ્ગુથી દૂર નીકળી
ગઇ. જગ્ગુ પણ ડાન્સ છોડી તે ગર્લની પાછળ પાછળ ગયો. ફર્સ્ટ ફ્લોર પરના રૂમ નં ૧૨ ના
ડોર પાસે તે ઉભી રહી ત્યાં જગ્ગુ તેનાથી
થોડે દૂર જ ઉભો હતો. તેણે જગ્ગુને ઇશારાથી રૂમમાં બોલાવ્યો.
“વાઉ જગ્ગુ, આજે તો તારી લોટરી લાગી ગઇ. ક્ષમાનો
નશો હજુ મગજમાંથી જતો ન હતો ત્યાં આજે આ છમીયા મળી ગઇ.” મનમાં બબડતો તે રૂમમાં
પ્રવેશી ગયો અને પેલી ગર્લે રૂમ લોક કરી દીધો.
“હાય હેન્ડસમ બહુત અચ્છા ડાન્સ કર લેતે હો
તુમ.”
“યા બેબી, ઔર ભી બહુત કુછ હૈ જો મુજે
અચ્છી તરહ સે કરના આતા હૈ બેબી. વોન્ના ટ્રાય બેબી??? વેલ માય નેઇમ ઇઝ જગ્ગુ એન્ડ
વૉટ્સ યોર ગુડ નેઇમ?”
“માયસેલ્ફ યોટા.” કહેતી યોટા જગ્ગુને વળગી
પડી અને જગ્ગુ તેને બેડ પર લઇ જઇ લાઇટ બંધ કરી દીધી. આખી રાત બન્નેએ એકબીજા સાથે
રંગીન કરી. સવારે જગ્ગુ ઉઠ્યો ત્યારે બન્ને નિર્વસ્ત્ર બેડ પર સુતા હતા. જગ્ગુ
કપડા પહેરી યોટાને કીસ કરી અને બહુ ખાસ્સી રકમ ગિફ્ટમાં આપી ત્યાંથી નીકળી ગયો.
ક્રમશઃ
.webp)
Comments
Post a Comment