એક અજનબી - 15
એક અજનબી
ભાગ : 15
(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે શ્યામે દગો કરીને ક્ષમાને
એક લંડનના એક ડાન્સ બારમાં વેચી નાખી જયાં તેના પર ખુબ જ અત્યાચાર ગુજારવામાં આવે
છે અને આખરે ક્ષમા થાકી જાય અને તેઓના વશ થઇ જાય છે. શ્યામે એક ફેક આઇ.ડી પરથી
દીપક રહેજાને એક મેઇલ કર્યો. શુ હશે મેઇલમાં? શુ થશે ક્ષમાનુ હવે? જાણવા માટે
વાંચો આગળ)
રાત્રે દસ વાગ્યે પોતાનો પ્રિય ડેઇલી સોપ
પુરો થતા દીપકભાઇએ ટી.વી. ઓફ કર્યુ અને પોતાના લેપટોપ પર મેઇલ ખોલવા લાગ્યા. રીસંટ
મેઇલ સૌ પહેલા બતાવે એટલે પહેલો જ મેઇલ એક અજાણ્યા આઇ.ડી. પરથી હતો.
મોટેભાગે દીપકભાઇ આવા મેઇલ ખોલતા નહી કારણ
કે પ્રોમશનલ એડના કે પ્રચારના હોય છે. પરંતુ આ વિડીયો વિદેશથી આવ્યો હતો અને ક્ષમા
સાથે છેલ્લા અઠવાડિયાથી કોઇ કોન્ટેક જ ન થયા હતા. કારણ કે તેને કહ્યુ હતુ કે તે
મલેશિયા જાય છે અને ત્યાંથી કોન્ટેક નહી કરે. દીપકભાઇને થયુ કે ક્ષમાનો ફોન ખરાબ
થઇ ગયો હોવાથી કદાચ તેણે મેઇલમાં કોઇ સંદેશો મોકલાવ્યો હોય.
દીપકભાઇએ મેઇલ ખોલવા જતા જ હતા ત્યાં તેના
ફોનમાં રીંગ વાગી તેણે ફોન પીક અપ કર્યો તેના સોશિયલ કાર્યના બાળકોના વિભાગના
હેડનો ફોન હતો. અડધો કલાક સુધી અનાથ અને નિરધાર બાળકોને શાળાએ મોકલવા અને જરૂરિયાત
માટે જરૂરિ ફાળા અંગે ફોન પર ચર્ચા ચાલી. અડધા કલાક સુધી દિપકભાઇનો કોઇ રિપ્લાઇ ન
મળતા જગ્ગુ ઉચો નીચો થવા લાગ્યો. તેને લાગ્યુ કે શું દિપકભાઇએ મેઇલ ચેક નહી કર્યો
હોય કે શું???
***************************
બે યુવાન બોડીગાર્ડ ક્ષમાને ઉપરના માળે લઇ
ગયા. અને એક રૂમ ખોલીને તેને ફેંકવામાં આવી અને ફરીથી રૂમ બંધ કરી દેવામાં આવ્યો. રૂમને
જોતા જ ક્ષમા ચકિત થઇ ગઇ. વેલ ફર્નીશ્ડ રૂમ અને મોટો બેડ હતો. તૈયાર થવા માટે
ડ્રેસીંગ ટેબલ અને વિવિધ કોશેમ્ટીક્સની વસ્તુઓ હતી. બેસવા માટે ચેર, અટેચ બાથરૂમ
સાથે વીથ હીટર રૂમ જોતા જ ક્ષમા તો અંજાઇ ગઇ. અચાનક આટલી સારી સુવિધા મળે ક્ષમા મનમાં
શંકા કુશંકા કરવા લાગી.
તે
બેઠા બેઠા આખા રૂમનો નજારો જોવા લાગી. અચાનક તેના રૂમના ડોર પર નોક....નોક....
અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ તે સફાળી બેઠી થઇ ગઇ અને જોયુ કે રૂમ ખુલ્યો અને રોક
પોલ બે સુંદર છોકરીઓ સાથે અંદર આવ્યો. બન્ને છોકરીઓને જોતા જ સમજાઇ આવતુ હતુ કે તે
બાર ડાન્સર હશે. તે બન્નેએ ખુબ જ ટુંકા કપડા પહેર્યા હતા અને કોઇ પણ જાતની શરમ
સંકોચ વિના તે રોક પોલની સાથે સોફા પર બેસી ગઇ. ક્ષમા તેમને જોઇને ડરવા લાગી.
“હાય
ક્ષમા ડરવાની કોઇ જરૂર નથી. નિરાંતે અહી
ચેર પર બેસી જા. હવે તુ આઝાદ છે. મારી બધી વાત જો તુ માનશે તો તારી લાઇફમાં એશો
આરામનો કોઇ પાર નહી રહે. તુ જે કહેશે તે મળશે તને. જસ્ટ ચીલ બેબી.”
ક્ષમા રોકની વાત સાંભળે જઇ રહી હતી.
અંદરથી તો તેને ખુબ જ ગુસ્સો આવતો હતો પણ મન અને શરીરથી ક્ષમા ખુબ જ કમજોર બની ગઇ
હતી, માટે તે કંઇ પણ કરી શકવા અસમર્થ હતી. ક્ષમા તેની વાત સાંભળી કાંઇ પ્રતિભાવ ન
આપ્યો એટલે રોકે તેની પાસે બેઠેલી મારીયાનો હાથ સહેલાવતા કહ્યુ “મારિયા ડાર્લિગ
તેને સોફા પર બેસાડ બિચારીથી ઉભુ પણ નહિ થવાતુ હોય. છેલ્લા દસ દિવસથી તેને બહુ
કઠોર સજા મળી છે. સોરી લોપા, હુ થોડોક વધારે હાર્સ બની ગયો. પરંતુ મારી વાત ન
માનનારા લોકો મને જરાય ગમતા નથી.”
મારિયાએ ક્ષમાનો હાથ પકડી ખુરશી પર બેસાડી
એટલે ક્ષમા યંત્રવત બેસી ગઇ.
“ઓહ ક્ષમા ડાર્લિગ હવે બધુ ભુલી જા અને એક
નવી શરૂઆત કર. તારુ ઇન્ડિયન બોડી એટલુ એક્ટ્રેક્ટીવ છે કે અહીં મારા ક્લબમાં તુ
ક્વિન બનીને રહીશ. અહી તને અને તારા બોડીને હજારો ચાહવાવાળા મળશે. તારે તારી સેકસી
અદાઓથી લોકોના દિલને લુભાવવાના છે. તારો સંપુર્ણ ખર્ચો “વિલે હોટેલ” તરફથી રહેશે
અને આ તારો પર્મેનન્ટ રૂમ રહેશે. ખાવાપીવાનુ બધુ સમયસર મળી રહેશે. એંડ પ્લીઝ નોટ
ધીસ ઇન યોર માઇન્ડ મને ફરિયાદ કરવાવાળા અને માગણી કરવા વાળા લોકો જરાય ગમતા નથી.
ધીસ ઇઝ નોટ ઇન્ડિયા. આ ફ્રી સેક્સની ભુમિ
છે. અહી લોકો માત્ર ડાન્સ માટે જ નહી પણ શરીરની ભુખ સંતોષવા પણ આવે છે. એવા ઘણા
ચાહકો તને મળશે કે જે ડાન્સ બારમાં તારા આ હોટ બોડી સાથે ચેનચાળા કરશે અને તારી
સાથે વન નાઇટ સ્ટેન્ડ પણ માણશે. અહી તારુ કામ માત્ર કસ્ટમર્સને બહેલાવવાનુ અને
તેમને ખુશ કરવાનુ છે. મને મારા કસ્ટમર ગુમાવવા બિલકુલ નહી ગમતા. સમજી ગઇને મારી
વાત.
આવતી કાલથી તારે ડાન્સ બારમાં જોડાઇ જવાનુ
છે. પોલ ડાન્સ & સ્ટ્રીપ ડાન્સની તને આજથી જ ટ્રેનીંગ આપવાનુ શરૂ થઇ જશે. હમણા
તારા માટે બ્રેકફાસ્ટ આવી જશે. બ્રેકફાસ્ટ બાદ તને ટ્રેનીંગ આપવાની છે તો વોર્ડરોબમાં
તારા કપડા છે તે પહેરી રેડી રહેજે. ઇટ્સ અન ઓર્ડર, અન્ડરસ્ટેંડ???”
ક્ષમા
યંત્રવત બધુ સાંભળતી હતી. શુ કરવુ તે તેને કાંઇ સુઝતુ જ ન હતુ.
“બાય ધ વે ક્ષમા ડાર્લિગ તને આશ્ચર્ય થતુ
હશે હુ આટલુ સારું ગુજરાતી કેવી રીતે બોલી શકુ છુ. હુ અહી આવનારી દરેક ગર્લની તમામ
મહિતી મેળવી લઉ છુ અને તેની ભાષા અને બધુ શીખી લઉ છુ. આ દુનિયાની એકપણ ભાષા એવી
નથી કે જે મને આવડતી નહી હોય. નાઉ એંજોય યોરસેલ્ફ” આટલુ કહી રોક પોલ તેની
આસિસ્ટન્ટ મારિયા અને સેન્ડ્રાની કમરમાં હાથ રાખી જતો રહ્યો.
ક્ષમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને શ્યામ
સાથે પ્રેમ કરવા બદલ ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તેના પેટમાં ખુબ જ દુખી રહ્યુ
હતુ અને તેના શરીરમાં પણ દર્દ થઇ રહ્યુ હતુ. થોડી વારમાં જ એક યુવાન બ્રેકફાસ્ટ
આપી ગયો. લોપાએ જોયુ તો બ્રેકફાસ્ટમાં બે બ્રેડ અને જામ અને કોલ્ડ ડ્રીંક્સ હતા.
તેને ખુબ જ નબળાઇ મહેસુસ થતી હતી પરંતુ બે બ્રેડ ખાતા જ તેનુ પેટ જાણે ફુલ થઇ ગયુ.
તે માંડ માંડ ચાલીને વોર્ડ રોબ સુધી ગઇ. તેમાં રાખેલા કપડાં જોઇને તે મુંઝાઇ ગઇ.
સાવ ટુંકા અને પારદર્શક કપડાં હતા. આંતરવસ્ત્રો ટાઇપના આ કપડા જોઇ ક્ષમા તો સહેમી
ગઇ. તેણે ક્યારેય આ ટાઇપના બોલ્ડ કપડા પહેર્યા ન હતા. ઇવન મેરેજની ફર્સ્ટ નાઇટ પર શ્યામ
તેના માટે નાઇટ ટ્રાન્સ્પરન્ટ ગાઉન લાવ્યો હતો ત્યારે પણ તે પહેરતા અચકાઇ હતી.
.webp)
Comments
Post a Comment