એક અજનબી - 16
એક અજનબી
ભાગ : 16
ક્ષમા રેડ્ડી થઇ મીરરમાં પોતાને જોવા લાગી. તેને
ખુદને એકાંતમાં પણ શરમ ફીલ થતી હતી. નાછુટકે તેણે પોતાના મનને મનાવ્યુ અને જરા બેડ
પર આરામ કરવા આડી પડી કે બે કાળા રંગના કદાવર યુવાનો અને મારીયા રૂમમાં આવી ગયા
અને એક યુવાને રૂમ લોક કરી દીધો.. ક્ષમા આ જોઇ હેબતાઇ ગઇ.
મારીયાએ રૂમમાં રહેલુ સી.ડી પ્લેયર ઓન કરી
દીધુ અને તેમાથી મ્યુઝીકના તાલે તે ડાન્સ કરવા લાગી અને ક્ષમાને સમજાવ્યુ કે તે
ડાન્સ સ્ટાઇલ અને અદ્દા શીખે. મારીયાએ પણ ખુબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. થોડી જ
વારમાં તે બન્ને યુવાનો મારીયાની આસપાસ ડાન્સ કરવા લાગ્યા અને મારીયાના શરીર સાથે
ચેડા કરવાનુ શરૂ કરી દીધુ. આ જોઇ ક્ષમાને ચીડ ચડતી હતી.
થોડીવાર બાદ મારીયાએ ક્ષમાનો હાથ પકડી
ખેંચી લીધી અને તેને ડાન્સ સ્ટેપ્સ કરવા ઇશારાથી કહેવા લાગી. ક્ષમા પણ કમને ડાન્સ
કરવા લાગી. પેલા બે યુવાનો હવે મારીયાને છોડી ક્ષમા સાથે ડાન્સ કરવા લાગ્યા અને
મસ્તી મસ્તીમાં તેના અંગો સાથે અથડાવા લાગ્યા. ક્ષમા ડરને કારણે તેનાથી દૂર ખસે જઇ
રહી હતી પણ પેલા બન્ને બેશરમ બની તેને ડાન્સ કરવા મજબુર કરતા હતા.
તેઓએ
ક્ષમાને ખુબ જ ખરાબ રીતનો કામુક પોલ ડાન્સ શીખવાડયો. ક્ષમાને ગુસ્સો અને પીડાની
લાગણી એકસાથે થઇ આવી પરંતુ તે કાંઇ કરી શકે તેમ ન હતી. તે કમને સ્ટેપ શીખતી હતી.
થોડીવાર બાદ તેઓ જતા રહ્યા. ક્ષમાને ખુબ જ
નબળાઇ મહેસુસ થતી હતી તે આરામ કરવા માંગતી હતી. તે પાણી પી આરામ કરવા જતી જ હતી
ત્યાં તો બ્યુટિશીયન બે ગર્લ્સ આવી ગઇ. તેણે લોપાના આખા શરીરમાં મસાજ વેકસ અને
ફેશિયલ કરવાનુ શરૂ કરી દીધુ.
સાંજ પડ્યે તેને ડિનર આપવામાં આવ્યુ પણ
લોપાએ જોયુ કે બ્રેકફાસ્ટની જેમ ડિનરની ક્વોન્ટીટી ખુબ જ ઓછી હતી. તેણે મને કમને
ફટાફટ ડિનર કરી લીધુ. ડિનર બાદ તે ખુબ જ થાકેલી હોવાથી બેડ પર પડતા જ તે ઊંઘી ગઇ.
સવારે ક્ષમાની ઊંઘ ઉડી ત્યારે તેનુ માથુ
ખુબ ચકરાતુ હતુ. ક્ષમાને સવારે ચા પીવાની ટેવ હતી જ અને અહી આવ્યા બાદ તેને ચા મળી
જ ન હતી આથી તેનુ માથુ ચકરાવા લાગ્યુ હતુ.
થોડી
વારમાં જ એક સર્વન્ટ ફીલ્ટર્ડ પાણીની બોટલ, અને બ્રેકફાસ્ટ આપી જતો રહ્યો. આજે પણ ક્ષમાએ
જોયુ કે બ્રેડ અને જામ જ હતા જે તેને બિલકુલ ભાવતા ન હતા. પરંતુ ભુખ આગળ જે મળતુ
તે ખાઇ લેતી હતી. બીજે દિવસે પણ ડાન્સ શીખવામાં અને બ્યુટી ટ્રીટમેન્ટમાં રાત પડી
ગઇ. આજે રાત્રે ડિનરમાં તેને ફકત જ્યુશ જ આપવામાં આવ્યુ. આજે રાત્રે તેને પોલ
ડાન્સ કરવાનો હતો.
જ્યુશ પી લીધા બાદ મેક અપ મેન આવ્યો. સાથે
તે ક્ષમા માટેનો આજનો ડ્રેસ લાવ્યો હતો. ક્ષમાને તે ડ્રેસ ચેન્જ કરવા તેણે ઇશારાથી
સુચના આપી. લોપાએ એક વસ્તુ માર્ક કરી હતી કે તેની પાસે જે કોઇ પણ આવતુ હતુ તે કોઇ
તેની સાથે વાતચીત કરતુ ન હતુ. બસ ઇશારાથી તેને સમજાવતુ હતુ. ક્ષમાએ ઘણી લેંગવેજમાં
બધા સાથે વાતો કરવા પ્રયાસ કર્યો પરંતુ કોઇ તેની ભાષા સમજતુ ન હતુ. ક્ષમા સમજી
શકતી ન હતી કે આ લોકો ક્યા દેશના છે અને અંગ્રેજી પણ કેમ સમજતા નથી?
ક્ષમાને આવો ડ્રેસ પહેરવામાં સંકોચ થતો
હતો. તેણે બેબશ બની ડ્રેસ પહેર્યો અને જોયુ કે તેના શરીરનો નેવુ ટકા ભાગ ખુલ્લો
હતો. માત્ર તેના પ્રાઇવેટ પાર્ટ્સ ઢંકાય તેટલો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તે પણ ઘણો
બધો ટ્રાન્સ્પરનટ હતો.
***************************
અડધા કલાક સુધી કોઇ જ રિપ્લાઇ ન મળતા
જગ્ગુ ખુબ જ ટેન્શનમાં આવી ગયો. તેણે વિચાર્યુ કે કોલ કરે પરંતુ દિપકભાઇને શક જશે
માટે ફોન કરવાનુ માંડી વાળ્યુ.
ફોન મુક્યા બાદ દીપકભાઇ મેઇલ ચેક કરવા
લાગ્યા. મેઇલ ખોલતા જ એક વિડિયો એટેચ કર્યો હતો. તેણે વિડિયો પ્લે કર્યો. ક્ષમા એક
ખુરશી પર બેસીને બોલી રહી હતી.
“મમ્મી પપ્પા પ્લીઝ હેલ્પ મી. એક ખતરનાક
ગેંગ દ્વારા મારુ અપહરણ થયુ છે. તેઓ ખુબ જ ખતરનાક છે. તમે જલ્દીથી તેઓ કહે તેટલી
રકમ લઇને મલેશિયા આવી જાવ. નહિ તો તેઓ મારા કટકા કરી નાખશે. પ્લીઝ કોઇને કહેવાની
કોશિષ કરી છે તો તમે મને હમેંશા માટે ગુમાવી દેશો. તેનુ નેટર્વક ખુબ જ જોરદાર છે.
પ્લીઝ પપ્પા આ મેઇલના રિપ્લાઇમાં યસ લખી મોકલો એટલે તેઓ તમને એડ્રેસ અને પૈસાની
રકમ કેટલી આપવી તે મોકલાવશે.
પપ્પા પ્લીઝ હેલ્પ મી મને અહીં નહિ ગમતુ.
મને બચાવી લો પ્લીઝ પાપા. પ્લીઝ.”
વિડિયો જોઇને દીપકભાઇ ખુબ જ ટેન્શનમાં આવી
ગયા તેણે અનસુયા બહેનને પણ વિડીયો બતાવ્યો. બંન્ને એ ત્રણ ચાર વખત વિડીયો પ્લે
કરીને જોયુ.
તેઓ ખુબ જ ચર્ચા કરીને દીકરીના પ્રેમ ખાતર
યસનો રિપ્લાઇ કરવાનુ નક્કી કર્યુ. તેમની એકની એક દીકરી મુસીબતમાં હતી તેઓ લાગણીના
પ્રવાહમાં બધુ જ ભુલી ગયા. તેઓનો કોન્ટેક અને નેટર્વક ખુબ જ વિશાળ હતુ. તેઓએ
રાત્રે બે વાગ્યે યસનો રિપ્લાઇ કરી દીધો.
જગ્ગુએ કમ્પ્યુટર પર બેસીને ચાર કલાક વેઇટ
કર્યો ત્યારે યસનો રિપ્લાઇ આવ્યો ત્યારે તે ખુશ થઇ ગયો ચાર કલાકમાં તો તેને પરસેવો
વળી ગયો હતો.
તેણે ફટાફટ મેઇલમાં મલેશિયાનુ એડ્રેસ અને
સત્તાવીસ કરોડની રકમ લખીને મોકલાવી સાથે બીજો વિડીયો પણ એટેચ કર્યો. મેસેજ વાંચીને
દિપકભાઇને ખુબ જ ગુસ્સો આવી ગયો. સ..............ત્તા..........વી...............સ
કરોડ??? સત્તાવીસ કરોડ ખુબ જ મોટી રકમ હતી. તે પોતાનો બંગલો અને હોટેલ બધુ વેચી
નાખે તો પણ એટલા ભેગા થઇ શકે તેમ ન હતા. કોઇએ તેને પાયમાલ બનાવી નાખવા જ આખુ ષડયંત્ર
રચેલુ લાગતુ હતુ.
તેણે શ્યામને ફોન જોડયો પરંતુ લાગ્યો જ
નહિ. તેઓએ એટેચ કરેલો વિડીયો પ્લે કર્યો. ક્ષમાને કોઇ ઢસડીને લઇ જતુ હતુ અને તે પાપા પ્લીઝ હેલ્પ
મી એવી બુમો પાડી રહી હતી.
“ક્ષમા” અનસુયા બહેન તો ત્યાં જ ચીસ પાડી ઢળી
પડયા. દીપકભાઇને પણ ખુબ જ ટેન્શન આવી ગયુ તે કાંઇ પણ વિચારી શકવા શક્તિમાન ન હતા.
તેણે અનસુયાબહેનને પાણી છાંટી ઉઠાડયા.
બંન્ને એકબીજાને વળગીને રડવા લાગ્યા.
“ગમે તેમ કરીને મારી દીકરીને બચાવો. કોણ
શૈતાન લોકો હશે? મારી દીકરીના શુ હાલ કરશે? અજાણ્યા દેશમાં ફસાયેલી છે. તેને બચાવી
લો.”
“હા અનસુયા હુ મારાથી બનતી કોશિષ કરીશ
પરંતુ સત્તાવીશ કરોડ રૂપિયા એકસાથે કયાંથી લાવવા ઉભા ઉભ આ બંગલો અને હોટેલ કેમ
વેચવા?”
“ગમે તેમ કરો મારુ ફુલ મુસીબતમાં છે તેને
બચાવો.”
“અનસુયા હુ કાંઇક વિચારુ છુ.” દીપકભાઇને
છાતીમાં જોરદાર સણકા ઉપડયા પરંતુ અનસુયા બહેનની હાલત જોઇ તે કાંઇ બોલ્યા નહી અને
રસોડામાં છાનામાના જઇને બલ્ડ પ્રેશર લો કરવાની ગોળી ગળી આવ્યા.
ક્રમશઃ
ક્ષમાના
જીવનમાં આટલી હદ્દે દુઃખ આવી પડ્યુ કે તેણે નાછુટકે પોતાની ઇજ્જત દાવે મુકવાનો
વારો આવી ગયો. શું ક્ષમા આ ટાઇપનો સ્ટ્રીપ ડાન્સ કે પોલ ડાન્સ કરી શકશે? શું ક્ષમા
અજાણ્યા લોકો દ્વારા થતી છેડછાડ સહન કરી શકશે? શું દિપકભાઇ જગ્ગુના જાલમાં ફસાઇ જઇ
તે સત્તાવીસ કરોડ આપશે કે પોલિસને ફરિયાદ કરશે? જાણવા માટે વાંચતા રહો આગળ.
.webp)
Comments
Post a Comment