એક અજનબી - 17
એક અજનબી
ભાગ :17
ક્ષમા રેડ્ડી થઇ રૂમમાં આવી ગઇ. તેને મેક અપ મેન સામે આવતા પણ સંકોચ થતો હતો પણ તેને નાછુટકે તેની સામે આવવુ પડ્યુ. મેકઅપમેને ક્ષમાને ખુબ ડાર્ક મેકઅપ કરી દીધો. ક્ષમાને તેની લાઇફમાં રીઅલ સુંદરતા જ પસંદ હતી. તે ભાગ્યે જ મેકઅપનો ઉપયોગ કરતી પણ આજે તેના ચહેરા પર આટલા બધા કોસ્મેટીક્સ લગાવવામાં આવ્યા હતા કે તેનો કોઇ પાર ન હતો.
ક્ષમા રેડ્ડી થઇ ગયા બાદ મેકઅપમેન જતો
રહ્યો. ક્ષમા અરિસા સામે ઉભી પોતાને જોઇ રહી હતી. કોસ્મેટીક્સ લગાવેલા ચહેરાની
પાછળ લોપાની અસલ સુંદરતા છુપાઇ ગઇ હતી. થોડી જ વારમાં મારીયા અને સેન્ડ્રા આવી અને
ક્ષમાને નીચે ડાન્સ બારમાં લઇ જવા લાગી. નીચે ડાન્સ બારનું દ્રશ્ય જોતા જ ક્ષમાના
તો હોંશ ઉડી ગયા. બહુ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમા આધેડ વયના લોકો,
યુવાનો અને અમુક ટીનએજ છોકરાઓ પણ હતા. ડાન્સબારમાં રાઉન્ડ આકારે ટેબલ ગોઠવાયેલા
હતા અને વચ્ચે અમુક યુવતીઓ અર્ધનગ્નાવસ્થામાં કામુક અદ્દાથી ડાન્સ કરી રહી હતી.
અમુક પુરૂષો તે છોકરીઓની નજીક જઇ તેને સ્પર્શ કરતા હતા અને પૈસાની વર્ષા તે છોકરીઓ
પર કરી રહ્યા હતા.
ક્ષમા આ દ્રશ્ય જોઇ દંગ બની ગઇ. મારીયા
અને સેન્ડ્રાએ ક્ષમાને ડાન્સ સ્ટેજ પર ધકેલી દીધી. એક ભારતિય યુવાન ગર્લને જોઇ બધા
ચિચિયારી પાડી ઉઠ્યા. ક્ષમાને ડાન્સ
કરવાની જરા પણ ઇચ્છા થતી ન હતી પણ કમને તેણે ડાન્સ કરવાનુ શરૂ કરી દીધુ. એક પછી એક
ત્રણ-ચાર યુવાનો તેની નજીક આવી ગયા અને તેની સાથે કામુકતાથી ડાન્સ સ્ટેપ કરવા
લાગ્યા. એક ઉધ્ધત યુવાને ક્ષમાની બ્રેસ્ટ પર સરાબનો ગ્લાસ ઉછાળતા જ ક્ષમા સ્તબ્ધ
બની ગઇ. તેના પગ થંભી ગયા. એક વાર તો તેનો હાથ ઉપડી જવાનો જ હતો પણ પોતાના
ગુસ્સાને કન્ટ્રોલ કરી તે ફરી ડાન્સ કરવા લાગી. પેલા યુવાનો ક્ષમાના શરીર સાથે
ચેડા કરતા ડાન્સ કરતા હતા અને તેના પર પૈસાની નોટો ઉછાળતા હતા.
અચાનક ક્ષમાને ચક્કર આવતા હોય તેવુ ફીલ
થયુ પણ તેને પહેલેથી જ સ્ટ્રીક્ટ સુચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી મ્યુઝીક બંધ
ન થાય ત્યાં સુધી ડાન્સ પણ ચાલુ જ રહેવો જોઇએ તેથી તે ડાન્સ કરે જઇ રહી હતી. અચાનક
જ ક્ષમા બેભાન બની ડાન્સ ફ્લોર પર ઢળી પડી.
હોંશમાં આવી ત્યારે તે પોતાના રૂમમાં પડી
હતી. તેણે જોયુ કે બાજુમાં બ્રેકફાસ્ટની ટ્રે આવી ગઇ હતી.તેના શરીરમાં ખુબ પિડા
થતી હતી. અસહ્ય દુખાવાને કારણે તે ઉભી થઇ શકે તેવી સ્થિતિમાં પણ ન હતી. તે બહુ બધી
હિમ્મત ઝુટાવી બેઠી થઇ અને થૉડો નાસ્તો કરી પાણી પી ફરી સુઇ ગઇ. ક્ષમાને રડવુ
હતુ,મન મુકીને તેની હૈયાની વેદના ઠાલવવી હતી પણ તે જાણતી હતી કે અહી તેની પિડા કે
દર્દ સમજી શકે તેવુ કોઇ ન હતુ. અહી બસ તે એક યંત્ર સમાન બની ગઇ હતી, પૈસા એકઠા
કરવાનુ યંત્ર જેમા તેણે પોતાના શરીરને વેંચીને બીજાને માલદાર બનાવવાના હતા.
********************
ક્ષમાનો વિડીઓ જોયા બાદ બન્ને પતિ-પત્ની
ઉપાધીમાં મુકાઇ ગયા. આખી રાત્રી દીપકભાઇ બસ માથે હાથ દઇ બેસી રહ્યા અને અનસુયાબેન
રડતા રહ્યા. વારેવારે તે શ્યામને કોલ કરી રહ્યા હતા પણ તે બન્નેને ક્યાં ખબર હતી
કે જેને તે કોલ કરી રહ્યા છે તે જ તેની બધી આધી-વ્યાધીનુ કારણ છે.
ચિંતામાં ને ચિંતામાં સવાર પડી ગઇ. દીપક્ભાઇએ
પોતાના ખાસ મિત્ર પ્રતાપભાઇને કોલ કરી ઘરે બોલાવી લીધા. થોડી જ વારમાં પ્રતાપભાઇ
આવતા દિપકભાઇએ તેને કહ્યુ , “પ્રતાપ મારે અરજન્ટ પૈસાની જરૂર છે એટલે તને બોલાવ્યો
છે. જો આ રહ્યા મારા મકાન અને હોટેલના દસ્તાવેજ. એ હું તને આપી દઉ છુ તેના બદલામાં
તુ મને અત્યારે જ સત્તર કરોડ રૂપિયા આપ.”
“સતર કરોડ? એવી તે શું જરૂર આવી પડી અચાનક
તને સતર કરોડ રૂપિયાની? બધુ બરોબર તો છે ને?” પ્રતાપભાઇ બોલી ઉઠ્યા.
“એ બધુ તુ મને અત્યારે ન પુછ. બસ એ જાણી
લે કે મારે કોઇ પણ સંજોગોમાં આ રકમ જોઇએ જ છે.હું તને બધી વાત કરીશ પણ અત્યારે મને
રકમનો બંદોબસ્ત કરી દે.”
ઠીક છે રકમનો ઇન્તજામ તો થઇ જશે, તેની
ચિંતા ન કર પણ આ બધુ દસ્તાવેજ શું કામ તું મને આપે છે? તારે પૈસાની ઘણી વખત જરૂર
પડી છે અને મે તને આપ્યા જ છે. મને તારા પર પુરો વિશ્વાસ છે માટે દોસ્ત આ બધા
પુરાવા તારી પાસે જ રાખ.”
“ના દોસ્ત, આ વખતે પરિસ્થિતિ જ એવી સર્જાઇ
છે કે મારે આ દસ્તાવેજી પુરાવા તને આપવા પડે તેમ છે. આ વખતે સાયદ હુ આ પૈસા પાછા
આપી શકુ તેમ નથી. મારે આ બધુ વેંચવુ જ પડશે. મારે તાત્કાલીક પૈસા જોઇએ છે એટલે જ
તને આ કાગળ આપ્યા છે. હું મલેશિયા જવા નીકળું છું. પાછ્ળથી તું આ બધુ વેંચી નાખજે
અને વધેલા પૈસા તારી પાસે જ રાખજે.”
“ઓ.કે પણ કાંઇ ટેન્શન હોય તો પ્લીઝ મને
જણાવ હું તારી બનતી હેલ્પ કરીશ. વિના સંકોચે મને જણાવ તુ પ્લીઝ. તારા ચહેરા પર
અંકાયેલા દુઃખના ભાવ જોઇ મને લાગે છે કે નક્કી બહુ મોટી આફતમાં છે તું.”
“નહી નહી અત્યારે પ્લીઝ એ બધી વાત રહેવા
દે અત્યારે. હું વખત આવ્યે તને બધુ જણાવીશ.”
“ઠીક છે દોસ્ત. કાલે તને રકમ મળી જશે.
ચિંતામુક્ત બની જા તુ.”
“થેન્ક્યુ દોસ્ત થેન્ક્યુ વેરી મચ. તારો આ
અહેશાન મને આજીવન યાદ રહેશે.”
“અરે યાર થેન્ક્સ કહેવાની કોઇ જરૂર નથી. એક
મિત્ર હોવાના નાતે મારી ફરજ છે કે તને બનતી હેલ્પ કરું. મુસિબતના સમયે જો હું તને
કામ ન આવું તો દોસ્ત કહેવાનો મને કોઇ હક જ નથી ને. ચલ હવે હું નીકળું છું. કાલે
સવારે તને રકમ મળી જશે.”
પ્રતાપભાઇ નીકળી ગયા પછી દીપકભાઇએ ઘરમાંથી
બધા પૈસા એકઠા કરી લીધા અને અનસુયાબેનના ઘરેણા અને બેંકની પાસબુક લઇને નીકળતા હતા
ત્યાં અનસુયાબેને કહ્યુ , “દિપક રકમનો ઇન્તઝામ થઇ તો જશે ને? મારુ ફુલ કાંટાની
વચ્ચે છે અત્યારે. તેને હલ્કી ખરોંચ પણ મારા બરદાસ્તની બહાર છે.”
“હા અનસુયા તારા ઘરેણા, અને બેન્કમાં
રહેલી રકમ અને ફેક્સ ડિપોઝિટ એ બધુ મળી સાયદ પૈસાનો બંદોબસ્ત થઇ જ જશે. હું નીકળું
છું અત્યારે અને હા, મારે મોડુ થાય તો પ્લીઝ જમી લેજે અને એક જરૂરી વાત કે આંખમાં
આંસુ ન લાવજે. આપણા કોમળ ફુલને કોઇ પણ કાંટા પરેશાન નહી જ કરી શકે. સમજી???”
દિપક, કાળજાનો કટકો પરેશાનીમાં હોય ત્યારે
માના ગળેથી અન્નનો દાણો કેમ ઉતરે? જ્યાં સુધી હું તેના ચહેરા પર નિર્ભયતાનું હાસ્ય
રમતુ ન જોઇ લઉ ત્યાં સુધી મારા દિલને ચેન નહી પડે.”
“ઠીક છે પણ તુ રસોઇ તો બનાવી રાખજે, આપણે
સાથે બેસી જમીશું.” કહેતા દિપકભાઇ નીકળી તો ગયા પરંતુ તેનુ મન પણ ઉચાટભર્યુ જ હતુ.
તેને પણ જમવાનુ ઉકલે તેમ ન હતુ પણ તે સમજતા હતા કે જમવાનુ છોડી દેવાથી કાંઇ
મુશ્કેલી હલ થાય તેમ નહી અને વળી હજુ મલેશિયા પણ જવાનુ હતુ.
.webp)
Comments
Post a Comment