Posts

એક ભયાનક સત્ય: 2,ભાગ : 2

Image
    એક ભયાનક સત્ય: 2 ભાગ :   2               “બેટા, આ વર્ષે પણ લાગે છે. વરસાદ બહુ નહિ પડે.” સીમા બહેને પવનથી ઉડી જતી બારી બંધ કરતા કહ્યુ.             પુર્વએ પોતાની માતા વાત પર ધ્યાન ન આપ્યુ હોય તેમ પુસ્તકમાં મોઢુ રાખીને તેનુ કામ ચાલુ રાખ્યુ.             “આ વર્ષે પણ ઓછો વરસાદ પડશે તો શું કરીશુ? ટાંકા મંગાવીને થાકી ગયા હવે.” ડાઇનિંગ રૂમમાં આવીને છાપુ વાંચતા પોતાના પતિને રાજેશભાઇને સીમા બહેને કહ્યુ.             “તમે શું મારી કમર ટુટી ગઇ છે આ બહારથી પાણી મંગાવી મંગાવીને.”             “એક તરફથી મોંઘવારી અને બીજી તરફથી આ કુદરતનો માર આમાં માણસ જાય તો કયાં જાય?” બબડાટ કરતા સીમા બહેન રસોડામાં ચાલ્યા ગયા.             *******************      ...

સ્કીન પ્રોબ્લેમ (ત્વચાના રોગો)

Image
  સ્કીન પ્રોબ્લેમ (ત્વચાના રોગો )                     સ્કીન પ્રોબ્લેમ માટે આપણે અગાઉ એક આર્ટીકલમાં જોયુ હતુ. હવે આગળ જાણીએ ત્વચાના અનેક રોગો અને નિતનવીન રોગો લોકોને હેરાન કરે છે. બધાને કોઇને કોઇ રોગ ત્વચાનો નાનો મોટો રોગ હોય જ છે. કયારેક તે એવા પરેશાન મુકે છે કે તેનો કોઇ ઉપાય દેખાતો નથી. કારણો:              ત્વચાના રોગ થવાના અનેક કારણો હોય શકે છે. જેમાંથી મુખ્યત્વે નીચે મુજબ છે. 1. લોહીનો બગાડ 2. વિરુધ્ધ આહારનો ઉપયોગ 3. વધુ પડતા તૈલી, તીખા કે ખાટાશ વાળા ખોરાકનો વધારે પડયો ઉપયોગ. 4. દવાના રિએકશન 5. કબજિયાત 6. તૈલી ત્વચા 7. ચેપ લાગવાથી 8. વાતાવરણની અસરથી              અનેક પ્રકારના ત્વચાના રોગ છે. જેમાંથી અમુક કારણો અહીં લીધા છે. કેટલાક રોગ એવા જીદી હોય છે તેના માટે વ્યવસ્થિત દવાનો કોર્સના કરવામાં આવે તો રોગ વકરી જાય છે. રોગની તીવ્રતા અનુસાર દવા તો ચાલુ જ રાખવી પરંતુ થોડ...

હેલ્થ મેનેજમેન્ટ

Image
  હેલ્થ મેનેજમેન્ટ              આરોગ્ય, એ જીવનનુ પ્રથમ સોપાન છે. શરીર નથી તો કંઇ નથી. દરેક વસ્તુ સારા સ્વાસ્થય સાથે ખુબ જ સારી લાગે છે. સ્વાસ્થય વિના કોઇ પણ વસ્તુનો સાચો આનંદ માણી શકાતો નથી. કહેવાય છે ને કે પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર સારુ તો બધુ સારુ.              પરંતુ, આજકાલ દરેક વ્યક્તિને શારિરીક બિમારીની સમસ્યા છે. દરેક વ્યક્તિને એક કોઇ મોટી અથવા તો કાયમીની શારિરીક બિમારી તો હોય જ છે. જેનો ગમે તેટલી દવા કરવા કરતા પણ ઉપાય મળતો નથી. આ આપણા સૌનો અનુભવ છે. આ સિવાય સીઝનલ બિમારીઓ અને અચાનક આવી ટપકતી બિમારી અને ચેપી રોગો પીછો જ છોડતા નથી. થોડા થોડા સમયે નવા નવા વાયરસો આવીને એટેક કરી રહ્યા છે. દવા પાછળ જીંદગી બરબાદ થઇ જાય છે.              આજકાલ તો આપણે સૌ સ્વાસ્થ્ય બાબતે ઘણા જાગૃત બની ગયા છીએ. છતાંય, બિમારીઓ પણ એટલી જ ઝડપથી વધી રહી છે. શરીરને રોગમુક્ત રાખવા અને સ્વસ્થ રહેવા માટે આખરે શુ કરવુ જોઇએ? આખરે કઇ વસ્તુઓ આપ...

એક ભયાનક સત્ય :2 , ભાગ : 1

Image
                                   ધર્મેશભાઇ ખુબ જ દુર ગયા પરંતુ પાણી ક્યાંય દેખાયુ નહિ કોઇ આવીને તેને એક પરબીડિયુ આપી ગયુ જેના પર તેમનુ નામ હતુ.           શ્વેતા બહેન વોક કરી રહ્યા હતા ત્યારે તેના હાથમાં પણ કોઇ કવર આપી ગયુ જેમાં તેમનુ નામ હતુ. તેઓએ કવર ખોલ્યુ, સીમાબહેન કામમાં પરવારી ગયા એટલે તેને પણ કવર ખોલ્યુ, ધર્મેશભાઇ પણ આશ્ચર્ય પામ્યા આટલે દુર તેના નામનુ કવર કોણ આપી ગયુ તેને પણ કવર ખોલી નાખ્યુ.           કોલેજ પર કોઇ કાર્યક્રમ હતો જેના આમંત્રણ માટેનુ કાગળ હતો. જેમાં પ્રિંસિપાલે ખાસ આમંત્રણ આપ્યુ હતુ અને કોલેજનો આ છેલ્લો પ્રોગ્રામ છે અને જેમાં બધા વાલી અને વિદ્યાર્થીઓએ હાજરી આપવી ફરજિયાત છે એવો આગ્રહ હતો. આવી રીતે બધા વાલીઓને કાગળ મોકલવામાં આવ્યો હતો.           5મી ઓગ્સ્ટ પ્રોગ્રામનો દિવસ આવી પહોચ્યો. ...

જીવનમાં મેળવો સુખનો ભંડાર

Image
                  આજે દરેક વ્યક્તિના જીવનમાં હજારો દુ:ખો છે. યુવાનોને નોકરી કે છોકરી મળતી નથી. પરણિત વ્યક્તિને પતિ કે પત્નીની ઉપાધી અને સંતાનોનુ ટેંશન. 20% લોકોને બાળકો નથી થતા તેનુ દુ:ખ. બાકીના 80% લોકોને બાળકો માનતા નથી એનુ દુ:ખ. કયારેક એમ થાય ભગવા પહેરીને સાધુ બની જઇએ. કોઇ ઉપાધિ જ નહિ. સંસારની સમસ્યાઓનો કોઇ ઉપાય છે ખરો?                 શુ ખરેખર સુખ બાહ્ર જગતમાં છે? માનસિક શાંતિ કે સુખ બહારથી મેળવી શકાય ખરા? વિચારવા જેવી બાબત છે. ભુખ્યા માણસને રોટલીની ચિંતા છે. પેટ ભરેલા માણસને ખોરાક પચાવવાની ચિંતા છે. પૈસાદાર માણસને પૈસા સાચવવાની ચિંતા અને પૈસા વિના માણસને પૈસા મેળવવાની ચિંતા છે. આ વિરોધાભાસ ઘણુ કહી જાય છે. આપણે આજે તાત્વિક ચર્ચાઓ કરવાની નથી. પરંતુ સાદી અને સરળ સમજ મેળવવાની છે. સાદા શબ્દોમાં જીવનની સમસ્યાઓનો સરળ હલ મેળવવાનો છે.                 સુખ અને ...

દિકરી મારી લાડકવાયી

Image
  દિકરી મારી લાડકવાયી             “દિકરી મારી લાડકવાયી ,લક્ષ્મી નો અવતાર” “એ સુવે ત્યારે રાત પડે ને જાગે ત્યા સવાર”                       વાહ ! કેવી સુંદર રચના દિકરી વિશે છે.દિકરી એ આંગણાનુ પુષ્પ છે. લક્ષ્મીનો અવતાર છે. જેમના ઘરે દિકરી છે , તેઓ ખરેખર નશીબદાર છે.દિકરી વિનાનું ઘર એ ફુલ વિનાના બગીચા સમાન છે.                                 પરંતુ, આપણા આ પુરૂષપ્રધાન સમાજમાં દિકરીને સાપ નો ભારો........પારકી થાપણ.........જેવા હિન અને તુચ્છ નામ આપી નવાજવામાં આવે છે. દિકરીઓ ને તુચ્કારે છે આપણો સમાજ. પરંતુ,એમ કરી આપણો સમાજ એક મોટી ભુલ કરે છે,                         ...