એક અજનબી - 2
એક અજનબી ભાગ : 2 ક્ષમા એ શ્યામ તરફ ફરીને કહ્યુ, “ઓહ આઇ એમ ફરગેટ ટુ થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. યુ આર સો કાઇન્ડ, થેન્ક્યુ વેરી વેરી મચ. તમે મારા ફાધરની જીંદગી બચાવી છે તમારો આ ઉપકાર હુ કોઇ પણ રીતે ચુકવી શકુ એમ નથી. આઇ વીલ બી થેન્કફુલ ટુ યુ વ્હોલ ઓફ માય લાઇફ. આજની આ ભાગદોડભરી જીંદગીમા તમારા જેવા પરોપકારી લોકો બહુ જૂજ જોવા મળે છે.” “ઇટ્સ ઓકે મેડમ” શ્યામ હજુ બોલવા જતો જ હતો ત્યાં વચ્ચેથી અટકાવી ક્ષમાએ કહ્યુ. “આઇ એમ ક્ષમા . મેડમ કહો નહી તો ચાલશે.” “મીસ ક્ષમા ઇટ્સ ઓ.કે. ધીસ ઇઝ માય ડ્યુટી. મુસીબત વખતે માણસ માણસને કામ ન આવે તો આપણી માણસાઇ શા કામની? ડોન્ટ વરી એટ ઑલ. કોઇ પણ કામ પડે ત્યારે મને જરૂરથી કહેજો. એન્ડ સોરી મારે આજે કોલેજમાં પેપર છે તો હુ નીકળુ છુ અને પેપરબાદ હુ પાછો આવુ છુ. કોઇ પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજો મારૂ ફેમિલી તો અહીં નથી પરંતુ મારા મિત્રો અહીં ઘણા છે તો તેને હું મોકલી આપીશ.” ...