એક અજનબી - 1

 એક અજનબી 

ભાગ : 1 



“હેલો, કોણ બોલે છે? આ ફોન જેનો છે તેને સિવિઅર હાર્ટ એટેક આવ્યો છે અને અત્યારે સિવિલ હોસ્પીટલમાં સારવાર ખાતે લઇ ગયા છે અને તમે જલ્દીથી સિવિલ પહોચજો.”  અજાણ્યા વ્યક્તિના આવા કોલથી ક્ષમાના પગ ધ્રુજી ગયા.

           તે પોતાના નોકર રામસિંહને ઘરની જવાબદારી સોંપીને પોતાની હોંડા અમેંઝ કાર લઇને સિવિલ હોસ્પીટલ તરફ ભાગી. તેના મમ્મી પોતાની કોલેજના સ્ટાફ સાથે હરદ્વાર ગયા હતા તેના પિતાજીને થોડુ પોતાનુ કાર્ય હતુ એટલે તે નીકળી નહોતા શક્યા. ઘરે બાપ દીકરી એકલા જ હતા. આજે સવારે વહેલા પપ્પા વોક માટે ગયા હતા. નવ થવા આવ્યા તો પણ તેઓ આવ્યા ન હતા. સામાન્ય રીતે તેઓ આઠ વાગ્યા સુધી આવી જાય પછી બાપ દીકરી બંન્ને સાથે બેસીને નાસ્તો લે પરંતુ કયારેક ગાર્ડનમાં મિત્રો સાથે વાતોએ ચડી જાય તો નવ સાડા નવ થઇ જતા.

           આજે પણ આઠ વાગ્યા સુધી પપ્પા ન આવ્યા એટલે ક્ષમાએ નાસ્તો કરી લીધો. તેને આજે તેની ફ્રેન્ડ રાગિનીના લગ્ન માટે ખરીદી કરવા સાથે જવાનુ હતુ એથી તે હજુ તૈયાર થતી હતી ત્યાં કોલ આવ્યો અને સીધી સિવિલ સુધી દોટ મુકી.

           દસ મિનિટમાં તે સિવિલ હોસ્પીટલ પહોંચી ગઇ આ દસ મિનિટ તેના માટે નર્ક સમાન પસાર થઇ. રસ્તામાં કાંઇક અમંગળ વિચારો એ ઘેરો ઘાલી લીધો. ધ્રુજતા ધ્રુજતા હાથે માંડ કાર ડ્રાઇવ કરતી હતી. રસ્તામાં બધા સ્પીડ બ્રેકર પર ગાડી જતી રહી અને સિગ્નલ તો એકેય દેખાયા જ નહી. આવી રફ ડ્રાઇવિંગ તેણે કયારેય કરી જ ન હતી. ક્ષમા આમ તો શાંત અને સમજુ વ્યક્તિ હતી. ડ્રાઇવિંગ શુ કોઇ પણ બાબતમાં તે ખોટી ઉતાવળ અને ધાંધલ કરતી નહી પરંતુ આજે આ રીતના ન્યુઝ મળવાથી તે મનથી ગભરાઇ ગઇ હતી.

           ક્ષમા શહેરના જાણીતી હોટેલ “તાજ ક્વિન” ના માલિક અને પ્રખ્યાત સામાજિક કાર્યકર શ્રી દીપક રહેજા અને મેડિકલ કોલેજના પ્રાધ્યાપિકા શ્રીમતી અનસુયા રહેજાની એકની એક લાડકી દીકરી હતી. ક્ષમા એ હમણાં જ પોતાનુ એન્જિનિયરિંગ પુરૂ કર્યુ હતુ. અને હાલ તે વેકેશનના મુડમાં હતી પછી જોબ કરવાનુ વિચાર્યું હતુ. તેના માતા-પિતા તેને લાયક મુરતિયો શોધતા હતા.

           ક્ષમા તેના માતા-પિતાની જેમ જ ખુબ જ ડાહ્યી, ઠરેલ અને સમજુ હતી. કોલેજ લાઇફમાં પણ ખોટી આછકલાઇ તેનામાં ન હતી. મૃદુ ભાષી, વિચારશીલ ક્ષમાને વાંચનનો અને ટી.વી. પર મુવિઝ જોવાનો ખુબ જ શોખ હતો.

           ક્ષમા સિવિલ હોસ્પીટલના દરવાજે પહોંચી ત્યારે યાદ આવ્યુ કે તેના પિતાજી ક્યાં વોર્ડમાં છે તે તો પુછ્યુ જ ન હતુ. તેણે પોતાનો મોબાઇલ લઇને પિતાજીના ફોનમાં કોલ કર્યો થોડીવાર સુધી રીંગ વાગતી રહી પછી પેલી વ્યક્તિએ ફોન ઉપાડયો, હેલો મિસ્ટર મારા પિતાજી ક્યાં વોર્ડમાં છે? હુ સિવિલ પહોંચી ગઇ છુ”

           “યા સોરી મેડમ એ કહેવાનું હું ભુલી જ ગયો. મારુ નામ શ્યામ  છે અને મેમ તમારા પિતાજી હાર્ટ વિભાગના આઇ.સી.યુ. ના બેડ નં. 5 પર છે. હુ ત્યાં જ છુ તમે ત્યાં પહોંચો.”

           ક્ષમા રિસ્પેશનિસ્ટને હાર્ટ વિભાગ વિશે પુછીને દોડીને હાર્ટ વિભાગના આઇ.સી.યુ.માં ગઇ ત્યાં બેડ નંબર પાંચ પાસે એક યુવાન ઉભેલો હતો અને એક નર્સ તેના પિતાજીને ઇન્જેકશન આપતી હતી. ક્ષમા  દોડતી તેના પપ્પાના બેડ પાસે પહોંચી ગઇ. તેના પપ્પાને હાર્ટ રેટના મશીન ફિટ કરેલા હતા અને તેના પપ્પા ઘેનમાં હતા.

           તેના પિતાજીની હાલત જોઇ ક્ષમા થોડી વાર માટે તો હેબતાઇ ગઇ કે અચાનક આ રીતે તેમને શું થઇ ગયુ, “શુ થયુ ? પપ્પા, પપ્પા ઉઠો” ક્ષમાએ તેના પપ્પા પાસે જઇને તેના માથા પર હાથ મુકીને કહેવા લાગી.

           “મેમ કાલ્મ ડાઉન, સાઇલન્ટ પ્લીઝ આ આઇ.સી.યુ. છે અને પેશન્ટને ઘેનનુ ઇન્જેકશન આપવામાં આવ્યુ છે અને તેને 48 કલાક બોલવાની સખત મનાઇ છે. બાય ધ વે તમે કોણ છો? પેશન્ટના રીલેશનમાં છો કે?” ત્યાં ડ્યુટી પર ફરજ બજાવતી નર્સે કહ્યુ.

           “હા, આઇ એમ ક્ષમા હિઝ ડોટર.” ક્ષમાએ ઉતર આપ્યો.

           ઓ.કે. મેડમ, તમે જરાક મારી સાથે બહાર આવજો થોડી ફોર્માલીટી પુરી કરવાની છે. અત્યારે પેશન્ટને આરામ કરવા દો.”

           ક્ષમા આઇ.સી.યુ.માંથી બહાર નર્સ સાથે ગઇ અને નર્સ તેને ડોક્ટરની કેબિન બાજુ લઇ ગઇ. શ્યામ  પણ તેની સાથે આવ્યો હવે બીજી એક નર્સ અને વોર્ડ બોય દીપકભાઇ સાથે હતા.

           “સાહેબ આ બેડ નંબર પાંચના પેશન્ટના ડોટર છે.” નર્સે ડોક્ટરની કેબિનમાં જઇને કહ્યુ.

           “બેસો પ્લીઝ. મીસ તમારા પિતાજીને સિવિયર હાર્ટ એટેક આવ્યો છે અને આ મિસ્ટર શ્યામ જો તેમને તાત્કાલિક અહીં ના લાવ્યા હોત તો તેને બચાવી ન શકાયા હોત. હાલ કોઇ ચિંતા જેવું નથી, થોડા દિવસ અન્ડર ટ્રીટમેન્ટ રહેવું પડશે. અત્યારે તે ખતરાની બહાર છે. પરંતુ 48 કલાકમાં ગમે ત્યારે બીજો મોટો એટેક આવી શકે છે માટે તેને સારવાર હેઠળ રાખ્યા છે પેશન્ટ સાથે કોઇ પણ જાતની વાતચીત કરવાની નથી. તે ભાનમાં આવે ત્યારે તેને હળવો સુપાચ્ય હોસ્પિટલની કેન્ટિનમાં મળતો સાદો ખોરાક આપવાનો છે. પરિસ્થિતિની ગંભીરતા તમે સમજી શકો માટે તમને આ બધુ કહુ છુ બાકી કોઇ ટેન્શન લેવાની જરૂર નથી. હોસ્પિટલ સ્ટાફ અને હુ 24 કલાક તેમની સારવારમાં જ છીએ અમે અમારી બનતી મહેનત તેની સારવાર માટે કરીશુ” ડોકટર મહેરાએ કહ્યુ.

           “ઓ.કે. ડોક્ટર થેન્કસ અ લોટ ફોર યોર કાઇંન્ડ ટોક” ક્ષમાએ ડો. મહેરાનો આભાર માનતા કહ્યું.

           “વેલકમ મેડમ. ઇટસ માય ડ્યુટી. શું આ પહેલા તેમને ક્યારેય સીવીયર કે નોર્મલ એટેક આવ્યો હોય તેમ બન્યુ છે?”

ડો. મહેરાએ પૂછ્યું.

           “ના સર. આ પ્રથમ વખત જ આ રીતે બન્યુ છે. બાકી તેમને બીજી કોઇ પણ જાતની તકલીફ નથી. હી ઇઝ કમ્પ્લીટલી ફીટ એન્ડ ફાઇન. એવરી મન્થ અમારા ફેમિલિ ડોક્ટર ડો. આશુતોષ શર્મા પાસે ચેક અપ કરાવે જ છે પણ રિપોર્ટ્સ નોર્મલ જ આવે છે.” ક્ષમાએ જવાબ આપતા કહ્યું

           “ઓ.કે. મીન્સ બી.પી. કે ડાયાબિટિસની એવી કોઇ પણ સમસ્યા નથી, રાઇટ?” ડો. મહેરાએ ફરી પૂછ્યું.

           “નો ડોકટર. મારા ફાધર ખુબ જ તબિયતનુ ધ્યાન રાખે અને રેગ્યુલર એરોબિક્સ એન્ડ વોકિંગ કરે છે”

           “ઓ.કે. ધેન નો પ્રોબ્લેમ હી ઇઝ અન્ડર ઓબઝર્વેશન ફોર્મ અવર હોસ્પિટલ પ્લીઝ ગો ટુ ધ રિસ્પેશનિશટ એન ફીલ ધ ફોર્મ”

     “થેન્કયુ ડોકટર” ક્ષમાએ ઉભા થતા કહ્યુ.

           શ્યામ પણ ક્ષમા સાથે રિસ્પેશનિસ્ટ પાસે ગયો. ત્યાં એક ફોર્મ પર સહી લેવાની હતી. તે કરી લીધી અને પછી દવા માટેનુ ક્ષમાને પુછ્યુ

 

           “આ સરે બધી દવાઓ લઇ લીધી છે રિસ્પેશનિસ્ટ ગર્લે શ્યામ તરફ આંગળી ચીંધી કહ્યુ

   

વધુ આવતા અંકે 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4