કયા છે તું ? - 2
કયા છે તું ? - 2
તુષાર પાસે બેસી તેના પપ્પાએ તેને કહ્યુ “બસ બેટા હવે
બસ કર.તારી આ હાલત મારા કે તારી મમ્મીથી જોઇ શકાતી નથી. હવે તારી જીંદગીને આમ રોકી
ન રાખ. હવે તારી જીંદગીને પહેલાની માફક વહેવા દે. સમય બધુ સારૂ કરી દેશે. ઉપરવાળાના
દરબારમા આપણું કાંઇ ચાલતુ નથી દીકરા.”
તેની
બહેન અને તેના મમ્મીએ પણ તેને સાંત્વના અને ધીરજ રાખવા કહ્યુ અને માધવી ખાતર બધુ
ભુલી જવા સમજાવ્યો પણ તુષાર નું ધ્યાન તેમની વાતોમાં હતુ જ નહી. તે ફરીથી ઉંડા
વિચારોમા ગરકાવ થવા લાગ્યો અને તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે દીક્ષા ને લઇને
આ ઘરમાં આવ્યો હતો. લગ્ન બાદ થોડો સમય તો બધુ સારુ રહ્યુ પણ ધીમે ધીમે જનરેશન
ગેપના કારણે સાસુ-વહુ વચ્ચે ઝ્ઘડાઓ થવાનુ શરૂ થયુ. ઘણી વખત દીક્ષા તેને ફરિયાદ
કરતી પણ જયારે તુષારે મેહસુસ કર્યુ કે હવે
ઝઘડાઓ વધવા લાગ્યા છે ત્યારે તેણે દીક્ષા નો સાથ આપ્યો કારણે કે તે સાચી હતી.
દીક્ષાનો
સાથ આપવા બદલની તેને ભારે કિંમત ચુકવવી પડી અને તેના પિતાજીએ પોતાના અહમને ઉંચો
રાખવા તુષાર અને દીક્ષાને ઘર બહાર કાઢી મુક્યા અને એ પણ કહી દીધુ કે નફ્ફટ ચાલ્યો
જા અહીથી. આજથી તુ અને તારી આ પત્ની બન્ને આ ઘરમાં ન જોઇએ મને અને મારી સંપતિમાંથી
પણ એક ફુટી કોડી તને નહી મળે.” આવા ક્ટુ વચનો સંભળાવી તે બન્નેને પહેરેલા કપડે જ
કાઢી મુક્યા.
તુષાર
ના મિત્રનુ ઘર ખાલી હૌ તેથી તુષારે એ ઘર ભાડે રાખી લીધુ. તુષાર જોબ પર જતો અને દીક્ષા
ઘરે બેઠા કોચીંગ ક્લાસ ચલાવતી. થોડા જ વર્ષોમાં તુષાર અને દીક્ષા એ પોતાની સુઝ બુઝ
અને આયોજનશકિતથી એક નાનકડુ પોતાનુ ઘર ખરીદી લીધુ. જે માટે દીક્ષા એ પોતાના લગ્ન
સમયના બધા ઘરેણા વેચી દીધા હતા. થોડી લોન અને ઘરેણા અને બચત એ બધુ મેળવી ઘર
ખરીદ્યુ હતુ.
તુષારે
હવે તેના મિત્ર સાથે પાર્ટનરશીપમાં સાઇબર કાફે ખોલ્યુ હતુ. અલબત તેને ખાનગી
કંપનીમા સારી જોબ હતી પણ પૈસાની ખેંચને પહોંચી વળવા તેણે આ કાફે ખોલ્યુ હતુ જે
તેનો મિત્ર ચલાવતો હતો અને તે નવરાસના સમયે કાફે પર જતો.
સાઇબર
કાફે પણ બહુ સારી રીતે ચાલવા લાગ્યુ હતુ. તુષાર હવે સવારથી સાંજ બહુ વ્યસ્ત રહેવા લાગ્યો હતો. સવારથી
શરૂ કરી મોડી રાત સુધી તેને એક મિનિટનો પણ સમય સુધ્ધા રહેતો ન હતો. આ બાજુ દીક્ષા તેની
ઘરની બધી જવાબદારી સંભાળતી. એકલા હાથે તે ઘર તથા માધવી બન્નેની સાચવણ અને દેખરેખ કરતી. હવે ધીમે ધીમે તુષારના
માતા*પિતા સાથે પણ ફોનના વ્યવહાર શરૂ થઇ ગયા હતા. આખરે તેઓ પણ એક મા*બાપ હતા,તેમના
એકના એક દીકરાથી બહુ લાંબો સમય તે દૂર રહી ન શક્યા. તેઓએ તો તુષાર ને ફરી ઘરે
પોતાની સાથે રહેવા આવવા પણ ઘણી વખત સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો.
એક
દિવસ અચાનક જ સાઇબર કાફે પર પોલીસે છાપો માર્યો અને તુષાર ના સાઇબર કાફે પરથી
અશ્લીલ પોર્ન સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં હાથ લાગતા પોલીસે તુષાર અને તેના પાર્ટનર
મનોજ આહુજાને પકડી ગયા અને તેનુ કાફે સીલ કરી દીધુ. આ વાતની ખબર પડતા તેના પિતાજીએ
અનેક લાગવગો અને મહેનત કરી તુષારને છોડાવ્યો અને તેનુ નામ એ કેસમાંથી કઢાવ્યુ.
પોલીસની
ઘટના બાદ તુષાર ખુબ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો. એવામા એક દિવસ દીક્ષા એ તેને ગુડ
ન્યુઝ આપ્યા કે એક વાર ફરી તે પ્રેગ્નેન્ટ છે. તેના આ ન્યુઝથી પણ તુષાર ને અંતરથી
ખુશી ન થઇ પણ તેણે દીક્ષા ને ખાતર તેના ચહેરા પર ખુશીના કૃત્રીમ રંગ છાવરી લીધા. દીક્ષા
એ આ ન્યુઝ તેના સાસુ સસરાને આપ્યા,તેઓ પણ આ સમાચારથી ખુશ થયા.
બીજા
દિવસે તુષાર જ્યારે ઓફિસ ગયો હતો ત્યાં તેના મમ્મીનો ફોન આવ્યો. તેણે તુષાર ને
કહ્યુ કે “દીક્ષા ફરી પ્રેગ્નેન્ટ છે તો
દીકરા જરા એનુ દાક્તરી ચેક અપ કરાવી લે અને જો બીજી પણ્ દીકરી હોય તો અબોર્શન
કરાવી નાખ. તારે એક દીકરી તો છે,અને આ જમાનામાં બે બે દીકરીઓને ઉછેરવી અને તેને
ભણાવી ગણાવી સાસરે મોકલવી એ બહુ ખર્ચાળ અને અઘરૂ કામ છે દીકરા માટે દીક્ષા ને
મનાવી લેજે તું”
તુષાર
પોતાની રીતે મુક્ત રીતે વિચારવા સક્ષમ જ ન હતો. તે તેની માતાના કહેવા પ્રમાણે દીક્ષા
ને લઇ ડોક્ટર પાસે ચેક અપ માટે જતો રહ્યો. ડોક્ટર તેના પિતાજીનો મિત્ર હોવાથી છાન
ખુણે તેણે તુષારને કહી દીધુ કે દીક્ષા ના ગર્ભમા દીકરી ઉછરી રહી છે.
તુષાર
એ જ દિવસે રાત્રે તેના માત-પિતાને મળવા ગયો અને તેમને આ વાત જણાવી કે દીક્ષાના
ગર્ભમાં દીકરી છે. તેના માતા-પિતા બન્ને દીકરાના મોહમાં અંધ હતા તેથી તેણે તુષાર ને
સમજાવી પટાવી અબોર્શન કરાવવા સુધી સમજાવી લીધો. આમ પણ તેના માતા-પિતાને ખબર હતી કે
તુષાર બહુ લાંબુ વિચારવા જેટલો સક્ષમ નથી.
તુષારે
બીજા દિવસે દીક્ષા સમક્ષ આ વાત કરી અને કહ્યુ કે આપણે બીજી દીકરી જોતી નથી માટે તુ
અબોર્શન કરાવી નાખ. દીક્ષાએ તેને ઘસીને ના કહી દીધી. તુષાર પહેલા તો થોડી વાર તેને
સમજાવતો રહ્યો પણ દીક્ષા ન માની એટલે તેના પર ગુસ્સો કર્યો અને હાથ પણ ઉપાડી લીધો
અને પરાણે તેને દવાખાને અબોર્શન માટે લઇ ગયો. દીક્ષા રડતી રહી,ભીખ માંગતી રહી પણ તુષાર કે તેના માતા-પિતા કોઇને દયા ન આવી અને કુદરતની
લીલા જુવો, દીકરીના ગર્ભપાતમાં દીકરીની સાથે સાથે દીક્ષાનો પણ જીવ જતો રહ્યો.
તુષાર
આ વિચારમા ને વિચારમા મોટેથી રડતો બોલી
ઉઠ્યો , “મને માફ કરી દે દીક્ષા મને માફ
કરી દે. હું તારો ગુનેગાર છું.”
તુષાર
આમ બુમો પાડતો હતો ત્યાં માધવી શાળાએથી
આવી અને તુષાર નો અવાજ સાંભળી તે રૂમમાં ગઇ. તુષાર પાસે જઇ તે સાત જ વર્ષની પુત્રીએ
પ્રેમથી તેના માથા પર હાથ પસવાર્યો અને કહ્યુ, “પપ્પા હવે બસ કરો. હું બહુ નાનકડી
છું છતા તમને સમજાવવા આવી છું. મમ્મીના મૃત્યુનુ દુઃખ મને પણ છે. મે બહુ નાનકડી
ઉંમરે મારી મા ને ગુમાવી છે,હવે હું મારા પપ્પાને ગુમાવવા નથી માંગતી. પ્લીઝ પપ્પા
તમારી આ દીકરીને ખાતર શાંત થઇ જાઓ પ્લીઝ.”
પોતાની
નાનકડી લાડલીની વાત સાંભળીને તુષારે તેને ગળે વળગાડી લીધી. બન્ને પિતા અને પુત્રી
એકબીજાને ભેટીને ખુબ રડ્યા. તુષારને પોતાના કૃત્ય બદલ આજે ભારોભાર પસ્તાવો થઇ
રહ્યો હતો અને તેણે પોતાની લાઇફને ટુંકાવવાનો નિશ્ચય પણ કરી લીધો હતો પણ માધવીની
વાત સાંભળી તે હવે એ નિર્ણય પર આવ્યો કે તે બધુ ભુલી જઇ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન
કરશે અને પોતે કરેલી ભુલનું પ્રાયશ્ચિત કરશે.
તુષાર
નીચે બધા સાથે જમવા ગયો અને સ્વસ્થ રહેવા તથા નોર્મલ લાઇફ જીવવાનુ શરૂ કરવાના
પ્રયત્ન ચાલુ કરી દીધા.તેના માટે દીક્ષા ને ભુલવી એ અશક્ય હતુ પણ માધવી માટે તે
પ્રયત્ન કરવા લાગ્યો.
તેણે
હવે નક્કી કરી લીધુ હતુ કે હવે તે સમાજમાંથી ભૃણહત્યા વિરોધમા પોતાને બનતા
પ્રયત્નો હાથ ધરશે.તે પોતાના શહેરમા જ ચાલતી એક એન.જી.ઓ. સંસ્થામા કાર્યકર તરીકે
જોડાયો અને આજીવન “દીકરી બચાવો દીકરી વધાવો” માટે કાર્યરત રહી દીક્ષા અને તેની અજન્મા દીકરીને ખરા દિલથી શ્રધ્ધાંજલી
આપતો રહ્યો....
.....સમાપ્ત.....

SAras message
ReplyDelete