એક અજનબી - 2
એક અજનબી
ભાગ : 2
ક્ષમા એ શ્યામ તરફ ફરીને કહ્યુ, “ઓહ આઇ એમ ફરગેટ ટુ થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. યુ આર સો કાઇન્ડ, થેન્ક્યુ વેરી વેરી મચ. તમે મારા ફાધરની જીંદગી બચાવી છે તમારો આ ઉપકાર હુ કોઇ પણ રીતે ચુકવી શકુ એમ નથી. આઇ વીલ બી થેન્કફુલ ટુ યુ વ્હોલ ઓફ માય લાઇફ. આજની આ ભાગદોડભરી જીંદગીમા તમારા જેવા પરોપકારી લોકો બહુ જૂજ જોવા મળે છે.”
“ઇટ્સ
ઓકે મેડમ” શ્યામ હજુ બોલવા જતો જ હતો ત્યાં વચ્ચેથી અટકાવી ક્ષમાએ કહ્યુ.
“આઇ
એમ ક્ષમા . મેડમ કહો નહી તો ચાલશે.”
“મીસ
ક્ષમા ઇટ્સ ઓ.કે. ધીસ ઇઝ માય ડ્યુટી. મુસીબત વખતે માણસ માણસને કામ ન આવે તો આપણી
માણસાઇ શા કામની? ડોન્ટ વરી એટ ઑલ. કોઇ પણ કામ પડે ત્યારે મને જરૂરથી કહેજો. એન્ડ
સોરી મારે આજે કોલેજમાં પેપર છે તો હુ નીકળુ છુ અને પેપરબાદ હુ પાછો આવુ છુ. કોઇ
પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજો મારૂ ફેમિલી તો અહીં નથી પરંતુ મારા મિત્રો અહીં
ઘણા છે તો તેને હું મોકલી આપીશ.”
“ઓહ
રીઅલી કાઇન્ડ ઓફ યુ બટ નો પ્રોબ્લેમ તમે નિરાંતે એકઝામ આપી આવો તમારી એકઝામ માટે
બેસ્ટ લક. હુ અહીં જ છુ અને મારા અંકલ અને આન્ટી હમણા આવતા જ હશે અને મારા મમ્મી
પણ બે કલાકમાં આવી જશે.”
“બાય
ચાલો મારે બહુ મોડુ થઇ ગયુ છે, હાલ હું નીકળું છું, એક્ઝામ પુરી થયે હુ પાછો આવીશ.”
“બાય”
કહી ક્ષમા શ્યામ સામે જોતી હતી ત્યા
સામેથી તેના અંકલ અને આન્ટી જે તેના પિતાના ખાસ મિત્ર હતા તે આવતા દેખાયા.
“ક્ષમા
બેટા આ શુ થયુ? રામસિંહેએ ફોન કર્યો ત્યારે અમને ખબર પડી. દીપકભાઇની તબિયત હવે
કેવીક છે? માનસી આન્ટીએ આવતા વેંત કહ્યુ.
“તે
સારવાર હેઠળ છે, 48 કલાક હજુ ખતરો છે એમ ડોક્ટરે કહ્યુ છે પરંતુ તેઓ તેમના પુરતા
પ્રયત્નો કરે છે અને પપ્પા અત્યારે ઘેનમાં છે”
“બેટા
મમ્મીને ફોન કર્યો કે નહિ? એવું હોય તો કે મને હું તેમને ઇન્ફોર્મ કરી દઉ” પ્રતાપ
અંકલે પુછ્યુ.
“ઘરેથી
નીકળી ત્યારે જ ફોન કરી દીધો હતો. ડોક્ટર સાથે વાત કરી લીધી છે અને હવે જરા ફરી
તેમને વાત કરી દઉ એટલે બહુ ચિંતા ન કરે તે.”
“બેટા
તુ નિરાંતે મમ્મી સાથે વાત કરી લે ખોટુ ટેન્શન ના લેજો ભગવાન કરશે તો બધુ સારુ થઇ
જશે અમે પપ્પાને જોઇ આવીએ છીએ” માનસી આન્ટીએ કહ્યુ.
“આન્ટી
ડોક્ટરે તેની સાથે વાત કરવાની મનાઇ કરી છે કદાચ તમને અંદર પણ નહિ જવા દે.”
“ઓ.કે.
બેટા અમે બહાર જ બેસીશુ. તે કયા વોર્ડમાં છે?” પ્રતાપ અંકલે પુછ્યુ.
“હાર્ટ
સેકશનના આઇ.સી.યુ વોર્ડના બેડ નંબર ફાઇવ પર છે હુ પણ ત્યાં જ આવુ છુ” ક્ષમા અંકલ અને આન્ટી સાથે આઇ.સી.યુ. વોર્ડ તરફ ગઇ
ત્યાં નર્સે બધાને બહાર બેસવા કહ્યુ. ક્ષમા એ ત્યાંથી જ તેના મમ્મીને ફોન કર્યો, “હેલ્લો
મોમ તુ કયાં છો?”
“બેટા
હુ હરદ્વારથી ફલાઇટમાં નીકળુ જ છુ અને થોડી જ વારમાં ત્યાં પહોંચી જઇશ તારા
પપ્પાને હવે કેમ છે?” સામા છેડેથી અનસુયાબહેને કહ્યુ.
“તે
સારવાર હેઠળ જ છે તુ ચિંતા ન કરજે’
“હુ
એરપોર્ટ પર જ છુ અને હમણા ફલાઇટ નીકળશે તુ હિમ્મત રાખજે “
“મોમ
તુ મારી ચિંતા ન કરજે માનસી આન્ટી અને પ્રતાપ અંકલ અહીં આવી ગયા છે”
“ઓ.કે.બેટા
ફલાઇટનુ એનાઉન્સમેન્ટ થઇ ગયુ છે હુ આવુ જ છુ.” એમ કહી અનસુયાબહેને ફોન મુકી દીધો.
ક્ષમાએ ફોન મુકી દીધો પછી તે માનસી આન્ટી પાસે
ફસડાઇ પડી. માનસી આન્ટીએ ક્ષમાના માથા પર હાથ પસવારતા કહ્યુ.
“બેટા
હિમ્મત રાખ તારા પપ્પાને કાંઇ નહી થાય. તેણે સમાજ માટે ઘણા સારા કાર્યો કર્યા છે
અને ઘણા બધા પુણ્ય તેના ખાતામાં જમા છે તે બધા અત્યારે આડા આવશે. તુ ચિંતા ન કરજે
બધુ સારુ થઇ જશે આપણે હોસ્પીટલમાં છીએ એટલે હવે કાંઇ વાંધો નહી આવે”
“હા
આન્ટી પપ્પાની અત્યારે અમારે જરૂર છે ભગવાનને નહી” બોલતા બોલતા ક્ષમા રડી પડી.
“દીકરા
શાંત થઇ જા અત્યારે આમ ના રડાઇ દીપકને કાંઇ નહી થાઇ તે સિંહ છે સિંહ. હમણા સાજો
સારો થઇ જશે. આમ હિમ્મત ના હારી જા.” પ્રતાપ અંકલે પણ ક્ષમા ને સમજાવી. માનસી
આન્ટી પોતે લાવેલા પાણીની બોટલમાંથી ક્ષમા ને પાણી આપ્યુ.ક્ષમા પાણી પીને શાંત થઇ ગઇ. થોડીવાર સુધી તેઓ
આઇ.સી.યુ વોર્ડની બહાર વેઇટ કરતા રહ્યા પછી દીપકભાઇને હોશ આવ્યો એટલે તેના માટે
પ્રતાપભાઇ જમવાનુ કેન્ટિનમાંથી લઇ આવ્યા.
હોશ
આવતા જ દીપકભાઇએ આજુબાજુ નજર ફેરવી જાણ્યુ કે તે હોસ્પિટલમા છે અને તરત જ તેઓ બોલી
ઉઠયા, “બેટા હુ એકદમ ઠીક છુ તુ ચિંતા ન કરજે” ત્યાં તો નર્સ આવીને સુચના આપી ગઇ કે
“તમારે કાંઇ બોલવાનુ નથી. થોડુક જમી લો પછી
ડોક્ટર સાહેબ ચેક કરીને દવા આપી દે મેડમ તમને સાહેબે કહ્યુ છે ને કે પેશન્ટને
બોલવાની સખત મનાઇ છે તો તેમને બહું બોલવા ન દેજો. તમે પણ બહુ વાતચીત ન કરો તેમની
સાથે પ્લીઝ.”
ક્ષમાએ
હિમ્મત રાખીને દીપકભાઇને જમાડવા લાગી. જમી લીધા બાદ વળી ધીરે ધીરે દીપકભાઇએ કહ્યુ,
“બેટા
એ તો કહ્યા કરે...............” વચ્ચે થી ક્ષમા એ નાક પર આંગળી રાખીને રડી પડી
ત્યાં ડોકટર સાહેબ ચેકિંગ માટે આવ્યા. તેણે દીપકભાઇને ચેક કરીને દવા આપી અને ક્ષમા ને કહ્યુ
કે પેશન્ટ ઇસ બેટર નાઉ.”
થોડીવારમાં
શ્યામ પણ પાછો હોસ્પિટલ આવી ગયો ત્યાર બાદ તેના મમ્મી પણ આવતા દેખાયા. ક્ષમા તની મમ્મીને જોઇને દોડીને તેની પાસે પહોંચી ગઇ
અને તેને વળગી પડતા રડવા લાગી.
“બેટા
કાલ્મ ડાઉન એન્ડ બી બ્રેવ ડીઅર. તારા પપ્પાને કાંઇ નહી થાય.”
બન્ને
આઇ.સી.યુ. વોર્ડમા પહોંચ્યા અને અનસુયાબેન પણ ઓચિંતા આવા ન્યુઝ મળવાથી મનથી ભાંગી
ગયા હતા પણ ચહેરા પર દુઃખના ભાવને અળગા રાખી તે દિપકભાઇને મળ્યા.
“શું
થઇ ગયુ દિપક તમને આ ઓચિંતુ?”
“અરે
અનુ કાંઇ થયુ નથી. જસ્ટ નોર્મલ દુખાવો છે બીજું કાંઇ નહી. આ ડોક્ટરનું તો કામ જ છે
મનમાં ડરને જન્મ આપવાનું.”
“પપ્પા
તમને બોલવાની ના કહી છે ને ડોક્ટરે. પ્લીઝ તમે આરામ કરો.” ક્ષમા એ તેમને બોલતા
અટકાવ્યા.
“ચલો
આપણે બધા બહાર બેસીએ. દિપક તું આરામ કર થોડી વાર.” પ્રતાપભાઇએ કહ્યુ.
“મમ્મી
આ શ્યામ છે. તે જ પપ્પાને હોસ્પિટલ સુધી લાવ્યા હતા. એક ફરિશ્તા જેવું કાર્ય તેમણે
કર્યુ છે આપણા માટે.” ક્ષમા એ તેની મમ્મી અને અંકલ આન્ટીને શ્યામ ની ઓળખ કરાવતા
કહ્યુ.
“થેન્ક્સ
બેટા. ગોડ બ્લેસ યુ.” અનસુયાબહેન બોલ્યા.
“ઇટ્સ
ઓ.કે, આન્ટી.” શ્યામે રિપ્લાય આપતા કહ્યુ.
“તમે
બધા અહી બેસો, હું તમારા માટે ચા-પાણીનો બંદોબસ્ત કરતો આવું.” શ્યામે કહ્યુ.
“અરે
નહી શ્યામ, હેરાન ન થાઓ તમે.” ક્ષમા એ કહ્યુ.
“તેમા
હેરાન શું થવાનું? આવ્યા ત્યારથી કદાચ તમે કોઇએ કાંઇ જમ્યુ હશે કે નહી?”
કહેતો તે નીકળી ગયો. ક્ષમા શ્યામ નો
તરવરાટ અને તેની તરોતાજા સ્ફુર્તિ જોતી રહી ગઇ.
“હીઅર
ઇઝ યોર ટી વીથ બ્રેકફાસ્ટ” કહેતા તેણે ગરમાગરમ ચા સાથે વેફર્સ અને બીસ્કિટ્સ સર્વ
કર્યા.
“બેટા
આ ફોર્માલીટીની જરૂર ન હતી. યુ હેવ ડન ગ્રેટ જોબ ટુ હેલ્પ અસ ઇન ધીસ ક્રીટીકલ
શીચ્યુએશન.” અનસુયાબહેને કહ્યુ.
“આન્ટી
ઇટ્સ ઓ.કે. આઇ લાઇક ટુ હેલ્પ યુ.” શ્યામે હસતા હસતા બધાને પ્લેટ્સ સર્વ કરતા કહ્યુ.
શ્યામે
અને બધાએ સાથે મળી હળવો નાસ્તો લીધો અને પ્રતાપભાઇ અને માનસીબેન રજા લઇ ઘર જવા
નીકળ્યા. અનસુયાબેન પણ દિપકભાઇની પાસે અંદર બેસવા ગયા.આ બાજુ શ્યામ અને ક્ષમા બન્ને એકલા બેઠા હતા.
“ડુ
યુ લાઇક ટુ હીઅર સોંગ્સ?”
“યા
આઇ લાઇક બટ નાઉ આઇ એમ નોટ ઇન મુડ ટ લીસન સોંગ્સ, સોરી.” ક્ષમા એ ઉદાસીનતાથી જવાબ
આપ્યો.
“આ
રીતે ઉદાસીનતા દાખવશો તો તમે પણ આઇ.સી.યુ..ના વોર્ડ નં 7 ના પેશન્ટ બની જશો.”
“વેરી
ફન્ની” ક્ષમાએ ઉદાસીનતા સાથે મો બગાડતા કહ્યું.
“યા
આઇ એમ. આઇ નો ધેટ યુ મસ્ટ બી ઇન બેડ મુડ, સો આઇ એમ કમીંગ હીયર ટુ મેક યુ ફ્રેશ.” શ્યામે
એક મીઠી સ્માઇલ સાથે ક્ષમાએ સામે જોઈને કહ્યું.
ક્ષમાના
ચહેરા પર મંદ સ્મિત લહેરાયુ.
“યે
હુઇ ના બાત. આ રીતે હસતા રહો તેનાથી તમને હિમ્મત મળશે અને નકારાત્મક વિચારો
તમારાથી કોશો દૂર રહેશે મીસ ક્ષમા .”
ઓ.કે.
ઓ.કે. આઇ વીલ ટ્રાય. થેન્ક્સ ફોર યોર કંપની ઇન ધીસ સિચ્યુએશન.”
“ઑલ્વેઝ
રેડીટુ હેલ્પ યુ મીસ.”
“ક્ષમા
પ્લીઝ કમ હીઅર. એન્ડ ઇન્ફોર્મ ધ ડૉક્ટર ઓર નર્શ ફાસ્ટ.”
અનસુયાબહેને
બૂમ પાડી કે તરત જ ક્ષમા અને શ્યામ બન્ને
દોડીને આઇ.સી.યુ. સેન્ટર તરફ દોડ્યા.
.webp)
Comments
Post a Comment